The Author Kaamini Follow Current Read બેગુનાહ - 3 - છેલ્લો ભાગ By Kaamini Gujarati Fiction Stories Share Facebook Twitter Whatsapp Featured Books नशे की रात - भाग - 5 अनामिका को शगुन देकर सरगम ने राजीव के साथ इस रिश्ते पर दोनों... आखेट महल - 19 उन्नीस यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़... अपराध ही अपराध - भाग 22 अध्याय 22 “क्या बोल रहे हैं?” “जिसक... अनोखा विवाह - 10 सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट... मंजिले - भाग 13 -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Kaamini in Gujarati Fiction Stories Total Episodes : 3 Share બેગુનાહ - 3 - છેલ્લો ભાગ (58) 1.7k 3.2k 1 પાછલા ભાગમાં આપણે જોયું કે કાવ્યા સાથે જે ઘટના બની તેના પ્રત્યુત્તરમાં તેણે પોતાના પતિ હર્ષ પર ઘા કર્યો. આજે આપ સૌ સમક્ષરજૂ કરી રહ્યો છું તેનો આગળનો ભાગ.....હર્ષ કંઈક સમજે વિચારે તે પહેલાં જ તેના માથામાં સીધો ઘા કર્યો. હર્ષનું માથું ફાટી ગયું. માથું - ચહેરો લોહીલુહાણ થઇ રહ્યું હતું. કાવ્યાએ હાથમાં રહેલ કાચના ટુકડાનો ફરીથી ઘા કર્યો. હર્ષ ઢળી પડ્યો. ડેવિડ આ દ્રશ્ય જોઈને ત્યાંથી નાસી ગયો. કાવ્યા ચીસો પાડતી હાથમાં રહેલ કાચના ટુકડા વડે ઘાત - પ્રતિઘાત કરી રહી હતી. તે રડતા રડતા હર્ષની લાશ પાસે બેસી ગઈ. તેની ઉપર વારંવાર વાર કરી રહી હતી. આંસુ સુકાયા ગુસ્સો શાંત પડયો, કાવ્યા ત્યાંથી ઊભી થઈ. ફ્લાવર વાસ જ્યાં મુકેલો હતો તે ટેબલ પર લેન્ડલાઈન ફોન હતો એ લેન્ડલાઈન ફોનથી તેણે સૌથી પહેલા તેના પપ્પાને પછી તેના સસરાને ફોન ઉપર બધી વાત જણાવી દીધી અને ત્યારબાદ તેણે ટેલીફોનની પાસે પડેલ ફોન ડાયરેક્ટરીમાંથી સાઉથ આફ્રિકાની સીટી પોલીસને જાણ કરીને સમર્પણ કરી દીધું. પોલીસ આવે ત્યાં સુધી તે સૂનમૂન અવસ્થામાં તેની પાસે પડેલા હર્ષની લાશના લોહિયાળ ખાબોચિયામા નજર નાખીને હર્ષની લાશ પાસે જ બેસી રહી. તેના પપ્પા અને સસરા બંનેએ ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારની મદદ મારફતે તાબડતોડ આફ્રિકા જવા માટે નીકળી પડ્યા. કાવ્યાને હર્ષની હત્યા કરવા બદલ આફ્રિકાની જેલમાં પૂરી દેવામાં આવી. તેના પપ્પા અને પિતા સમાન સસરા બંને વકીલ લઈને ત્રણ દિવસ બાદ કાવ્યા પાસે પહોંચ્યા. વકીલે પોલીસને પોતાની આઇડી બતાવીને બધા ડોક્યુમેન્ટ આપી, પોલીસ પાસેથી કાવ્યા સાથે ડિસ્કશન કરવાની પરમિશન માંગી. પોલીસે મંજૂરી આપી અને પછી વકીલે કાવ્યા સાથે થયેલી બધી ઘટના જણાવવા કહ્યું. કાવ્યા એ પોતાની આપવીતી કહી સંભળાવી. ત્યારબાદ તેમના વકીલે ત્યાંની કોર્ટમાં પિટિશન ફાઇલ કરી. કેસ ચાલુ થયો. સુનાવણી થઇ. દલીલો થઇ. ત્યારે સરકારી વકીલ અને કાવ્યાના વકીલ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ નો એક દોર ચાલ્યો. કાવ્યાની જુબાની લેવામાં આવી. આ બધું જોઈને - સહીને માનસિક રીતે તે તૂટી ગઈ હતી. તેનું ઘર, સંસાર, જીવન બધું બરબાદ થઈ ચૂક્યું હતું. તેના પિતા અને તેના સસરા તેની પડખે ઉભા હતા. તેની સાથે બનેલી આ અણધારી ઘટનામાંથી બહાર લાવવા માટે સતત પ્રયત્નશીલ હતા. કહેવાય છે કે જેનું કોઈ ન હોય તેના ભગવાન હોય. તે કહેવત અહીં સાચી પડતી નજરે જોવા મળી. એક દિવસ દલીલબાજીમાં બચાવ પક્ષે રજૂ કર્યું કે પોતાને બચાવવા ખાતર કાવ્યાએ આ પગલું ભર્યું. જે તેને દોષી ઠેરવી ન શકે. આવી અનેક દલીલો પછી ભગવાનની કૃપા ફરીથી જાણે કાવ્યા પર થઈ. કાવ્યાને ત્રણ મહિના સુધી આફ્રિકા છોડીને ન જવાની શરતે તેને મુક્ત કરી અને મિ. ડેવિડની ધરપકડ કરવાનું વોરંટ બહાર પાડ્યું. કોર્ટે કાવ્યાને બહાર જવાનું કહ્યું. વકીલને અમુક ઓર્ડર આપ્યો. પછી ડોક્યુમેન્ટેશનનું કામ પતાવીને વકીલ પણ નીકળ્યા. પોતાના પિતા સસરા અને વકીલ સાથે ગાડીમાં બેસીને જઈ રહી હતી. ભૂતકાળમાં ખોવાયેલી પોતાની દીકરીને જોઇને તેના પિતાએ ફોન આપતા કહ્યું: “વાત કર બેટા તારી મમ્મી છે." બસ.... ફોન હાથમાં લઇ પોતાની મમ્મીનો અવાજ સાંભળતા જ કાવ્યા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. તેને જોઈને કારમાં બેઠેલ તમામની આંખો પણ ભીની થઈ ગઈ. આપને જો આ પસંદ પડી હોય તો કાવ્યની લાઈફનો આગળનો ભાગ પણ આમાં હું include કરીને આપ સૌ સમક્ષ રજૂ કરીશ...તેના માટે આપનો ફીડબેક આપવો ખૂબ જ અગત્યનું છે. માટે ફીડબેક (પ્રતિભાવો) આપવાનું ચૂકતા નહીં.આભાર...કામિની વર્મા(સંપૂર્ણ) ‹ Previous Chapterબેગુનાહ - 2 Download Our App