shabd in Gujarati Motivational Stories by Angel books and stories PDF | શબ્દ

The Author
Featured Books
Categories
Share

શબ્દ

આ *શબ્દ* એક એવી વસ્તુ છે કે જે માનવીના જીવનમાં બહુ મોટો role નિભાવે છે તમારા શબ્દો પાર કાયમ સંયમ રાખો, નહીં તો એ શબ્દો એટલી તાકાત ધરાવે છે કે તમારા સબંધો ને પળ વારમાં ડામાડોળ કરી નાખશે..... બહુ જોખી જોખી ને શબ્દ વાપરો એનું વજન ખૂબ જ વધુ હોય છે.....



એક શબ્દ ના કારણે જીવનમાં એટલા બધા changes આવે છે કે તમે એની કલ્પના પણ નહીં કરી શકો. કહેવાય છે ને કે વ્યક્તિ ના વર્તન કરતા એના શબ્દો વધુ છાપ છોડી જય છે.. આ વાક્ય સાચું જ છે...તમારો એક નાનકડો શબ્દ સામેવાળા પર શું અસર કરશે એ તમને નથી ખબર હોતી.તમે તો જલ્દી જલ્દી માં બોલી દયો છો પણ એની ઘાતક અસર સામેવાળા માણસ ના મન પર થાય છે.. એક નાનકડો શબ્દ એને આખી જીંદગી ભર કોરી ખાય છે.... એમાં પણ જો મન સંચળ હોય તો તો ...!! એક ઉદાહરણ સ્વરૂપે સમજાવું: તમારું બાળક કોઈ રમકડા માટે જિદ્દ કરે પણ એ રમકડું લઈ આપવાની તમારી condition નથી, એટલે તમે તેને મનાવશો, સમજાવશો... કદાચ આ માની પણ જશે...પણ એ આ વાત કદી નઈ ભૂલે... તમે એના માટે ગમે તેટલું કરશો એ ભૂલી જશે પણ તમે એને માત્ર એક વસ્તુ માટે. ના કહેશો તો એ આખી જીંદગી એ વાત યાદ રાખશે.... બસ શબ્દો નું પણ આવું જ છે... આખી જીંદગી યાદ રેહશેે...

કદાચ માણસ નું મન જ a પ્રકારનું છે કે અમુક શબ્દો એ ચાહ વા છતાં નથી ભૂલી શકતો.. એ તેની ખામી ગણો કે કમજોરી..!! જીવનમાં જો તમે સંબંધો મજબૂત બનાવવા માંગતા હોવ તો તમારા શબ્દો પર બહુજ કાબુ રાખજો નઈ તો એ એક શબ્દ ના કારણે તમારા સબંધો તૂટી જાય છે... તલવાર કરતાં પણ વધુ તાકાત ધરાવે છે શબ્દો....



**સંભાળી ને વાપરજો તમારા શબ્દો ,
જોજો ક્યાંક તૂટી ન જાય સંબંધ..!!**

શબ્દો પોતાનાં માં ખુબ તાકાત ધરાવે છે... શબ્દો ની કમાલ તો જોવો... (#sorry# જો માણસ બોલે તો ઝગડો ખતમ ને જો ડૉક્ટર બોલે તો માણસ ખતમ..!)

આ શબ્દો ની માયાજાળ તો તમે જોવો કેટલી અદ્ભૂત રચના..!!આખુ જગત પોતાના માં સમાવી લે એટલી તાકાત ધરાવે છે..તો પણ કહેવાય શુ *શબ્દો*...એટલે કહું છું કે સંભાળી ને વાપરજો...કે શબ્દ તમેં ગુસ્સા માં કયો છો આજ શબ્દ તમે પ્રેમ થી પણ કહીજ શકો....ફરક એટલો તમારાં પ્રેમથી કહેલો આ શબ્દ સામી વ્યક્તિ ના હૃદય ને અડકશે ને રાહત પહોંચાડશે... અને તમારા ગુસ્સામાં કહેલો શબ્દ સામી વ્યક્તિ ને કાયમ માટે કાંટાની જેમ જીવનભર હૃદયમાં વાગશે.....

જો તમને બહુ ગુસ્સો આવતો હોય તો કોઈ જગ્યાએ શબ્દો લખી ને તેને ઓછો કરવાનો પ્રયત્ન કરો બે હાથ જોડીને કહું છું કે એ શબ્દ કોઈ વ્યક્તિ પર ન વાપરતા તમને નથી ખબર એની અસર..... realy બહુ ઘાતક અસર હોઈ છે...આજે મેં ખુદ એ વસ્તુ ને face કરી છે એટલે મન થયું કે મારી નાનકડી એક વાર્તા સ્વરૂપે એને વર્ણવવાનો પ્રયત્ન કરું ...મારી વેદના પણ ઓછી થાય અને લોકો ને થોડી કંઈક શીખ પણ મળે....પણ સાચું કહું આજ પછી મેં નિર્ણય કરી લિધો છે કે કોઈ દિવસ મારા ગુસ્સાના કે અન્ય કોઈ પણ એવા શબ્દ પ્રયોગ નહીં કરું કે સામેની વ્યક્તિ ને સહેજ પણ તકલીફ થાય....હું ગમે તે સહન કરીશ પણ મારા કારણે સામેની વ્યક્તિને સહેજ પણ તકલીફ નહીં પડે આજ પછી....મારી પોતાની જાત ને promise કરું છું.....


બસ વિશેષ તો કઈ નહીં કહું...પણ એટલુંજ ક તમારા શબ્દ ના કારણે કોઈ ને તકલીફ ન થવી જોઈએ please... બે હાથ જોડીને કહું છું.....🙏🏻🙏🏻🙏🏻🙏🏻