નમસ્કાર મિત્રો,
આપ સૌનો મારો પ્રથમ કાવ્ય સંગ્રહ શોધુ છું તને બહોળો પ્રતિસાદ આપવા બદલ દિલથી અભાર વ્યક્ત કરુ છુ. મારો બિજો ટુકો કાવ્ય સંગ્રહ હું યાદ આવીશ આપ સૌને ચોક્કસ ગમશે એવી અભિલાષા સાથે.
-મહેંદ્ર વાઘેલા (સુજલ)
˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜
હું યાદ આવીશ
હું યાદ આવીશ એક દિન, જ્યારે હું હોઈશ શાંત ગગનમાં.
જો ખબર હો’ત મને પહેલેથી જ, તો ખુદાને કહેત કે જુદાઈને મને વેલા.
હું યાદ આવીશ એક દિન, જ્યારે હું હોઈશ શાંત ગગનમાં......
ગજબનો સિધ્ધાત છે આ દુનિયાનો,જીવતાની કદર અહી થતી નથી ને, મૂત્યુ બાદ સારે છે આસું,
આભાર માન એ ખુદાનો, જેને આપી એક જિંદગી મજાની, તો તો શા માટે નાખે છે તુ નિશાશો ? મારી યાદોમાં.
હું યાદ આવીશ એક દિન, જ્યારે હું હોઈશ શાંત ગગનમાં....
યાદો તો ઘણી આપી છે તારી જિંદગીમાં, તો પછી શિદ વિરહે છે મારી યાદોમાં .
ભલે ના હોઉ શરીરરૂપે તારી જિદગીમાં, પણ સદાય રહીશ ચિર સ્મરણિય તારી યાદમાં
યાદ ના કર એટલો બધો તારી જિદંગીમાં, નહીતર હું પણ લલચાઈશ પાછો આવવા તારી જિદગીમાં.
પણ શક્ય નથી પાછું આવવું તારી જિંદગીમાં, કેમ કે હું જ નીકળ્યો છું અવિરત પ્રવાસે.
એટલે જ કહું છું હું તુજને યાદ ના કર મુજને, ક્યાંક એવું ના બને કે તું પ્રાણ છોડે મારી યાદોમાં.
હું યાદ આવીશ એક દિન, જ્યારે હું હોઈશ શાંત ગગનમાં........
˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜
સ્પર્શી ગયો તારા પ્રેમને
સ્પર્શવી હતી તારી લાગણીઓને ,સ્પર્શી ગયો તારા પ્રેમને
સ્પર્શવી હતી તારી આગલીઓને સ્પર્શી ગયો તારા હાથને
મલમ બનવું હતું તારા ઘાવનુંને ઝખમ બની ગયો તારા ઉરનો.
ઉગવું હતું સુરજ થઇ તારી જિંદગીમાં ને અંધકાર થઇ આથમી ગયો
સમીર થઇ સ્પર્શવું હતુંને તેજ બની વ્યાપી ગયો
સ્પર્શવી હતી તારી લાગણીઓને ,સ્પર્શી ગયો તારા પ્રેમને ...
રંગ બની રંગાવું હતું ને એકાંત બની રહી ગયો
સિંદૂર બની ચમકવું હતું તારા સેથામાં ને
મહેદી લગાવ્યા વગર રહી ગયો.
સ્પર્શવી હતી તારી લાગણીઓને ,સ્પર્શી ગયો તારા પ્રેમને ......
˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜
આકાશે રંગુ નામ તમારુ
આકાશે રંગુ નામ તમારુ કેસુડાના રંગે
આકાશમાં રંગ અનેક છે પણ રંગ તમારો અનેરો છે
એ રંગ લાગ્યો મારા જીવનમાં કેસુડાના રંગે….
એવા વાલીડા છો મારા ભવ-ભવના માણીગર છો,
જોયા છે તમને માણીગર રૂપ તમારા પીવા છે
ભવ-ભવની પ્રિત તમારી ગમશે અમને જીવનભર
રાગ તમારો વાસ તમારો
સાથ તમારો સંગાથ તમારો
આકાશે રંગુ નામ તમારુ કેસુડાના રંગે......
મારા જીવન ભરથાર તમે છો
શ્વાસ તમે છો ખુશીઓ તમે છો કેશુડાના રંગે..
જેવા છો એવા જ ગમો છો
મારા મનના છો માણીગર
કોઈ ન ચાહુ મારા જીવનમાં
બસ સાથ તમારો ચાહુ છુ
આકાશે રંગુ નામ તમારુ કેસુડાના રંગે
˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜
તને ના ભુલી શકુ
તને ના ભુલી શકુ આ જનમ ,
કેમ કે તેજ શિખવ્યું છે મુજને ,
આ દુનિયાની રસમો-રસમ .
હું હતો જ્યારે પ્રેમની બાબતમાં નાદાન ,
ત્યારે તેજ શિખવ્યું કે પ્રેમ શું છે .
મને હતુ એમ કે પ્રેમ હશે સરળ ,
પણ પછી ખબર પડી કે પ્રેમ એટલે ,
દર્દ ,દુ;ખ અને જુદાઈની પીડા .
તને ના ભુલી શકુ આ જનમ...........................
જો હું હોત પથ્થરનો એક ટુકડો તો ,
સહન કરી સકત આ સઘળી પીડા ,
પ્રભુએ પણ ભુલ કરી બનાવી એક હદય ,
જેમા ભરી લાગણી ,પ્રેમ જેવી ભાવના .
એટલે જ કહુ છું કે ના કર પ્રેમ મુજને એટલો ,
કે હુંજ ના જીવી શકુ તારી કલ્પના વગર.
તને ના ભુલી શકુ આ જનમ...........................
મને તો હતું કે થશે આપણાઆ સંબધો અમર ,
પણ કોઈને ક્યાં મંજૂર છે કે,
બને આપણા આ સંબધો અમર.
ખેર! વાધો નથી મને તારા અને મારા સબધોથી ,
પણ સથે રહેજે એક શ્વાસની જેમ .
તને ના ભુલી શકુ આ જનમ ,
કેમ કે તેજ શિખવ્યું છે મુજને ,
આ દુનિયાની રસમો-રસમ ................
તને ના ભુલી શકુ આ જનમ………….
˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜
ક્યાંક તો જગ્યા આપ
ક્યાંક તો જગ્યા આપ તારા જિવનમાં
નથી જોયુ રૂપ તારૂ કે નથી સરખાયું બીજુ કાઈ
છતા ક્યાંક એવુ છે જે તારુ ,જે મને પણ ખબર નથી
તો ક્યાંક તો જગ્યા આપ તારા જીવનમાં
કારણ તો કાઈક હશે તારા જીવનમાં આવવાનું
નહી તો આમ જ મંજુર ના હોય ખુદાને પણ
તો સ્વીકારી લે ને મને સંપૂર્ણ તારા જીવનમાં
ભલે આપ્યો ના હોય અત્યાર સુધી પ્રેમ અનહદ
પણ હવે માંગુ છુ હકથી પ્રેમ અનહદ
તો આપને પ્રેમ અનહદ મને મારા જીવનમાં
ક્યાંક તો જગ્યા આપ તારા જિવનમાં...
વિશ્વાસ હતો,વિશ્વાસ છે ને રહેશે તારા પ્રેમમાં
પણ હવે અવિશ્વાસ ના અપાવ તારા પ્રેમમાં
હુ હવે નહી શકુ દર્દ ને જુદાઈની પીડા
ક્યાક એમ ના બને કે હુ જ ના હોવ તારી જિંદગીમાં
ક્યાંક તો જગ્યા આપ તારા જિવનમાં....
˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜
કોણ જાણે
કોણ જાણે કોણ હતુ કોના પ્રેમમાં,
હું હતો તારા પ્રેમમા કે તુ હતી મારા પ્રેમમાં.
છોડ આ સઘળી પ્રેમની વાતો,
ચાલ કરીએ સંકલ્પ કે જ્યા સુધી રહીશુ જિવિત,
ત્યા સુધી કરતા રહિશુ એકબીજાની કદર,
ચાલ કદર કર નહી તો પણ વાધો નથી મૂજને,
પણ એ દિવસ હું મનથી મૃત હોઈશ,
જે દિવસ તુ ચાલી જઈશ મૂજથી દૂર .
કોણ જાણે કોણ હતુ કોના પ્રેમમાં………….
તો ચાલ જીવી લઈએ છેલ્લા સ્વાસ સુધી,
એ યાદોના સહારે જ કાપી લઈશુ જુદાઈ.
જુદાઈ તો નક્કી જ છે આપણા આ પ્રેમમાં .,
તો ચાલ જીવી લઈએ મળ્યો જે સમય પ્રેમમાં,
આ સમય જ બનસે આપણો સહારો,
જે ગાળ્યો આપણે બન્ને એ સાથમાં.
કોણ જાણે કોણ હતુ કોના પ્રેમમાં,
હું હતો તારા પ્રેમમા કે તુ હતી મારા પ્રેમમાં.....
˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜
સફળ થઇશ હું
સફળ થઇશ હું તમારા માટે,
વચન છે મારૂ.
ખુશીઓ આપીશ અઢળક તમને,
વચન છે મારૂ.
સાથ નિભાવીશ જિવનભર ,
વચન છે મારૂ.
તમારી ભુલોને જોઇશ નહી ક્યારેય,
વચન છે મારૂ.
સાથ આપ્યો છે ને આપીશ ,
પ્રીત નિભાવી જઇશ જિંદગીભર,
વચન છે મારૂ.
તમારા દુખોનો સહારો બનીશ દરેક ક્ષણે,
તમારી ખુશીઓમાં ખસી જઇશ,
વચન છે મારૂ.
એમ તો નથી હું સ્વાર્થી કે નમાલો,
તમારા વિશ્વાસને ટકાવી જઇશ,
વચન છે મારૂ.
જુદાઇના દિવસોમાં હું તમને યાદ આવીશ,
સપનામાં હું તમને સતાવીસ,
મૂલ્ય ત્યારે તમને સમજાશે મારૂ.
વચન છે મારૂ.
સફળ થઇશ હું તમારા માટે,
વચન છે મારૂ.
˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜
પ્રેમ એક મજાનો
કર્યો હતો પ્રેમ એક મજાનો,
જેને જોવા માટે તરસતો હતો.
રોજ રહેતો ખુશ મજાનો ,
હતો મારો સ્વભાવ મજાનો.
એને જ શીખવ્યું જીવતાને જીવાડતા,
રોજ સવાર થાતી સોનાની,
અને સાંજ પડતા જ દુ:ખ ,દર્દ,પીડા વિદાયની.
કર્યો હતો પ્રેમ એક મજાનો,
જેને જોવા માટે તરસતો હતો.
મારા જીવનની રીત,ભાત બદલી છે એને,
એને જ બદલી જીંદગી જોવાની દ્રષ્ટી.
એનુ દુ:ખ લાગે મને મારૂ,
પણ કોણ જાણે મારૂ દુ:ખ દુ:ખ લાગે એને એનું??
કાશ એમ જ હોય હે નાથ!!
કેમ કે એજ છે જીંદગી બદલનાર..
કર્યો હતો પ્રેમ એક મજાનો,
જેને જોવા માટે તરસતો હતો........
˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜
કોણે કીધું
કોણે કીધું હું તમને ભૂલી ગયો છું!!
તમને ના ભૂલી શકુ હું એકપળ!!
તમે જ કીધું હતુ કે ના કરો યાદ પળેપળ!!
છતા ના રહી શક્યો યાદ કર્યા વગર એકપળ!!
એ દિન ના ભૂલી શકુ જ્યારે ,
તમારો નિજકર હતો મારા હાથમાં!!!
ને વાતો કરતા'તા જગ જીતવાની!!
પણ એ ક્યા શકય બન્યુ કે હોય ,
સદાય તમારો નિજકર મારા હાથમાં!!
કેમ કરી ભુલી શકુ તમારો અજોડ પ્રેમ !!
જેમા હતો નિસ્વાર્થ પ્રેમ !!
એ નિસ્વાર્થ પ્રેમ જ અપાવે છે યાદ તમારી પળેપળ!!!
ભલે તમે હો મારાથી કોશો દુર !!
છતાં યાદ રહેશો તમે એક સ્વાસની જેમ!!
નક્કી જ હતુ કે મળશે પ્રેમમાં નિષ્ફળતા !!
છતા મંજુર હતી એકબીજાને એ નિષ્ફળતા!!
તો ચાલ એ નિષ્ફળતાને પણ એક યાદ બનાવી ,
જીવી લઇએ જુદાઈ પહેલાની એક-એક પળ!!
દિલથી કહું છું આજ તુજને !!
ઘણા કર્યા પ્રયાસ ભૂલવા તને પળેપળ !!
પણ ના ભૂલી શક્યો તને એકપળ!!
કોણે કીધું હું તમને ભૂલી ગયો છું!!
તમને ના ભૂલી શકુ હું એકપળ!!.....
˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜
મારા દર્દને તો સમજ
જરા મારા મારા દર્દને તો સમજ,
જરા મારા મનને તો સમજ.
તુ જ મારી કલ્પના હતી,
અને તુ જ મારૂ સર્વસ્વ,
પણ શું છેલ્લે થયુ ?
છોડવાની આવી તને મારે અચાનક,
છોડી રહ્યો છુ પણ,
મારી ઊંઘ,મારૂ ચેન ખોવાઈ ગયુ છે .
જરા મારા મારા દર્દને તો સમજ,
જરા મારા મનને તો સમજ.
કરતો હતો પ્રેમ અનહદ ,
ખબર હતી કે છુટવાનું છે ,
એક દિવસ ચોક્કસ,
છતા કરતો રહ્યો પ્રેમ પળેપળ,
આખરે શું અંજામ આવ્યો,દર્દ,દુ:ખ્ને પીડા.
જરા મારા મારા દર્દને તો સમજ,
જરા મારા મનને તો સમજ.....
˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜˜
તમે આવ્યાને
તમે આવ્યાને ખુશી છવાઈ ગઈ,
તમે આવ્યાને અમન છવાઈ ગઈ.
તમારા આવવાથી જ થયુ છે પરિવર્તન આ બધુ,
નહી તો ક્યા ઓછા હતા દર્દ ,દુખને પીડા,
પણ કોણ જાણે કેમ ક્યા થઈ ગયુ આ બધુ ગાયબ.
તમે આવ્યાને ખુશી છવાઈ ગઈ,
તમે આવ્યાને અમન છવાઈ ગઈ.
તમારા આવવાથી સ્મિત આવ્યુ અમારા મુખવદનમાં,
તમારા આવવાથી જ આવ્યુ પરિવર્તન અમારા હદ્રયમાં.
સાથે કરીશુ,સાથે હસીશુ,સાથે રહીશુ,
વાહ!!કેવોઉચ્ચ વિચાર .
તમે આવ્યાને છવાઈ ગઈ,
તમે આવ્યાને પરિવર્તન છવાઈ ગયુ
તમે આવ્યાને ખુશી છવાઈ ગઈ.
આભાર એ ઉપરવાળાનો જે તમે અમને મળ્યા ,
નહિતર ક્યા છે ખુશી એ શોધતા હતા દરરોજ.
પણ તમે આવ્યાને ખુશી છવાઈ ગઈ,
તમે આવ્યાને વાદળી છવાઈ ગઈ.
-