આપણા સાહિત્યમાં,પુસ્તકોમાં ને એ સિવાય પણ ઘણી વાર આપણને બધા એ માં વિશે વાચતા ને લખતા હોય છે પણ ક્યારેય કોઈ એ સાસુ વિશે લખ્યું જ નથી કારણ કદાચ આપણને બધાને ખબર જ છે.
આજે મને મારા મમ્મી ની એટલે મારા બીજી મમ્મી વિશે લખવાનું મન થયું. બીજા મમ્મી એટલે મારા સાસુ માં જે આબેેેહુબ મારા માં જેેવા જ છે. ઘર ના વન મેન આર્મી છે.
મમ્મી વગર ઘર માં કોઈ ને ના ફાવે કારણ કે મમ્મી તો પ્રેમ અને લાગણી નો અખુટ ખજાનો છે.
વહાલ ની મુુુરત છે મારા મમ્મી. લગ્ન કરી ને સાસરે આવી ત્યાર થી મને મારી માં તો યાદ જ નથી આવતી કેમકે મારા સાસુ માં મને ખરા અર્થમાં દિકરી બનાવી છે મારા સાસુ માં છે જ એટલા પ્રેમાળ.
મારા સાસુ માં લાગણી શીલ પણ એવા કે કોઈ પારકા ની પણ પીડા ન જોઈ શકે. મમ્મી અમને દિકરી જેવું જ વહાલ કરે છે. મમ્મી જોડે કોઈ વાત નો સંકોચ વગર ખુલ્લા દિલ થી વાત કરીએ છે.
મમ્મીના ખોળામા માથું રાખીએ એટલે મમ્મી એકદમ વહાલ થી માથા પર હાથ ફેરવે ને આખા દિવસ નો થાક પળ વાર માં ઊતરી જાય.
મમ્મી સાચે જ હું ખુબ નસીબદાર છું કે મને મારી બીજા મમ્મી મળી ગયા તમારામા.
મમ્મી તમે વહાલ નો દરિયો ને અમે તરસ્યા તમારા વહાલ ના.જયારે લગ્ન કરી ને હું તથા ભાભી (મારા જેઠાણી) આ ઘર માં આવ્યા ત્યારે ઘર ના દરેક વ્યકિત ઓ સાથે નવી જીંદગી ની શરૂઆત કરવી, સાસુ-સસરા, દાદા-દાદી, ભાઈ-ભાભી, નણંદ અને ઘરના બીજા અજાણ્યા વ્યકતિઓની સાથે એડજસ્ટ કરવું. ઘર ના નાના મોટા કામકાજ થી લઈને રસોઈ સુધી ના કામકાજ માં જો ભુલ થઈ જશે તો! આવા તો કેટલાય વિચારો અમારા મન ને ઘેરી વળતાં.
આ બધા જ સવાલ નો ફક્ત એક જ જવાબ હતો. ને એ "અમારા માં જેવા સાસુ માં" લગ્ન ના દિવસ થી લઈને આજ સુધી વ્યવહાર, ઘર ના કામકાજ, રસોઈ હોય કે પછી નોકરી હોય મારા સાસુ માં દરેક વાત માં અમારો પુરેપુરો સાથ આપતા.
કયારેય જાણતા અજાણ્તા અમારાથી કઇ ભૂલ થઇ હોય અથવા મમ્મી ના મન ને ઢેસ પહોચી હોય તો મમ્મી અમારી જોડે બેસીને સમવજાતા કયારેય બીજા સાસુઓની જેમ છણકો નથી કરતા ને મહેણાં-ટોણા નથી કરતા.
અમારા સાસુ નાના હતા ત્યાર થી લઈને અત્યાર સુધી તદ્દન સાદુ જ જીવન જીવયા છે. આમ તો મમ્મી દસ ધોરણ સુધી જ ભણેલા છે છતાં નાનપણથી જ બધી જ બાબતો માં હંમેશા અવ્વલ રહેતા. નાનપણથી એક ચમકતો સિતારો છે મારા સાસુ માં. મારા સાસુ માં એ ઘર ના દરેક વ્યકતિને પોતા નો પુરેપુરો સાથ સહકર આપ્યો છે. પોતાની જાતને ધસી ને એમણે એમના બધા જ છોકરાંઓ ને ચમકતાં કર્યા છે.
જેને એક માં મળે એ ભાગ્યશાળી હોય છે પણ જેની પાસે બે માં હોય એ સૌભાગ્યશાળી હોય છે. હું ને ભાભી પોતાની જાતને અત્યંત સૌભાગ્યશાળી માન્યે છીએ કે મમ્મી તમે અમને મળ્યા ને સાસુ ની જગ્યા એ એક પ્રેમાળ માં મળી.
કહેવાય છે ને કોઈ જ વ્યકતિ પુરી નથી હોતી એમ અમારા માં રહેલી દરેક ખામી ને એમણે સમજાવી ને દુર કરી છે. મારા સાસુ માં અમારા માટે વરદાન છે ને એમના ચરણોમાં માં રહેવુ પણ એક મોટું વરદાન છે. મમ્મી તમારો હાથ અમારા પર છે તો સુખી છીએ અમે.
અમે ગવઁ થી કહીએ છીએ કે " We love you SasuMa"