Kudarat no Khel in Gujarati Motivational Stories by Gaurav Mehta books and stories PDF | કુદરત નો ખેલ

Featured Books
Categories
Share

કુદરત નો ખેલ

આમ તો ઘણી બધી ટુકી વાર્તાઓ હુ લખવાનો પ્રયત્ન કરતો હોવ છુ, પણ ક્યારેક શુ લખી શકાય એ વિચારીંને જ ઘણી વાર્તાઓ પડતી મુકી દેવાતી હોઇ છે. પરંતું ઓચિંતી ક્યારેક એવી ઘટના બની જતી હોઇ છે જે તમને ફરજીયાત લખવા માટે પ્રેરણા અને સ્ત્રોત બંને પુરો પાડે છે. કુદરતનો ખેલ કેટલી હદે અસ્વિકાર્ય હોઇ છે એ માણસની કલ્પના શક્તિથી ક્યાંય પરે છે. અને એમાં પણ જ્યારે તમારું કોઇ અંગત હોઇ ત્યારે આ લાગણી વધારે તિવ્ર હોઇ છે. સમજણની બાર અને કલ્પના શક્તિથી ઉપર જઇને માણસ જ્યારે કોઇ વિચારો ને વાચાં આપવા બેશે છે ત્યારે એના અંતરનાં એ ભાવોને આબેહુબ આલેખવાનો પ્રયત્ન કરતો હોઇ છે. આજે પણ એજ પ્રયત્ન સાથે શરુવાત તો કરી પણ ફરી વિચારો ત્યાંજ થભી ગયા હોઇ એવું લાગ્યુ.

વર્ષ ૨૦૧૬, ફેબ્રુઆરી મહીનાની એ ૧૫મી તારીખ, આજે પણ જ્યારે એ દિવસ યાદ કરુતો એ હર એક પળ જાણે નજર સમક્ષ બની રહ્યુ હોઇ એવી ભાવનાઓ જાગતી હોઇ છે. કોમ્પ્યુંટર એંન્જીનિયરીગ પતાવ્યા પછી એમ તો મારા કરિયરની શરુવાત તો થઈ ગઈ હતી પરંતુ સારી કંપની ની ઓફર હોવાથી, મે અમદાવાદ સીટી છોડીને રાજકોટ જવાનો નિર્ણય કર્યો. બરોબર આજનાં જ દિવસે નક્કી કરેલા સમયએ એમની સામેની ચૈર પર હુ ઇંટર્વ્યુ આપવા બેઠો હતો. ૫૧ વર્ષની આસપાસની એમની ઉમર અને હોઠ પર એક મસ્ત એવી સ્માઈલ સાથે જ્યારે એમને ઓફિસમાં પ્રવેસ કર્યો ત્યારે ત્યાં બેઠેલા તમામ તરફથી મળેલો મિઠો આવકાર એમની કુશળતા અને આવડતની ચાડી ખાંતા હતા.

માર્મિક નજર અને મીઠી ભાષાનાં પ્રયોગથી એ કોઇ પણ વિદ્વાનને થોડીવાર માટે વિચારમાં મુકી શકે એવી અદભુત આવડત સાથે સંળંગ ૧૭ વર્ષથી એ કંપની સાથે સંકળાયેલા હતા. વ્યક્તિત્વમાં જરા પણ કોઇ ખોટ નાં કાઢી શકે એવી બુદ્ધિચાતુર્યતા. કંપનીનાં માલિક પણ રાજકોટ ઓફિસ જેના ભરોસે છોડીને વિદેશમાં પોતાના વ્યવસાયને આગળ વધારવામાં સફળતા મેળવી હોઇ અને એ પણ આ પ્રગતિ માટે આ વ્યક્તિને જ કારણભુત માનતાં હોઇ એવી એની એના વ્યવસાય પ્રત્યેની વફાદારી.

મારી કારકિર્દીની શરુવાત મે જેના પાસેથી શિખીને કરી એવા મારા ગુરુ અને પથદર્શક પણ કહી શકાય, એ વ્યક્તિ આજે જ્યારે માત્ર્ એક યાદ બની જાય ત્યારે આ લખવુ પણ ઘણું અઘરુ બની જાય છે. હરહંમેશ બિજાની મદદની ભાવના અને કોઇને કઈ રીતે એ મદદરુપ થઈ શકે એવા ઉચ્ચ વિચારે ૩૦૦ માણસનાં એ સ્ટાફમાં પોતાની કઈંક આગવી જ ઓળખ ઉભી કરી હતી. પોતાના રહેણાંક વિસ્તારની લિફ્ટમાં પાડોશમાં રહેતા મહિલાને, બિલ્ડિંગની લિફ્ટમાં લાગેલા ઈલેક્ટ્રિક શોકથી બચાવવા જતાં, જેણે પોતાના પ્રાણની પણ પરવાહ ના કરી એવા વ્યક્તિત્વ પાસે મે જ્ઞાન લીધું છે એ વાતથી પણ હું મારી જાતને ઘણો મહાન સમજું છું. કોરોનાની આ મહામારીમાં જ્યારે એ માણસ મારા જેવાં કેટલાય સ્વપ્ન સેવતા યુવાનોને આ કપરા સમયમાં પણ નોકરી અને ટ્રૈનિંગ આપતા હતા, એના માટે આ વિરલો બહુ મોટી ખોટ છે.

કંપની છોડી એંને આજે મારે પણ જ્યારે ૨ વર્ષ પુરાં થઈ ગયા હોવા છતાં ક્યારેક જ્યારે એમની સાથે વાત થઈ જાતી તો ઘણી ભાવનાઓ હળવી થઈ જાતી. પરંતું આજે જ્યારે વાત કરવાની ઈચ્છા થાઈ છે ત્યારે WhatsApp & Facebook ખોલીને એમનુ એ સ્મિત ભર્યો ચહેરો જોઇને ફરી બંધ કરી દવું છુ. વારસાઈમા પોતાના નાના બે બાળકોને, પિતાનો પ્રેમ અને યાદો આપી ગયા. સંસ્કાર અને પોતાના જેવી હોશિયારી, કુશળતા, આવડત અને બુદ્ધિચાતુર્ય એ એમનાં સંતાનો ને મળેલો અમુલ્ય વારશો છે. છોડી ગયેલાં વ્યક્તિઓની ખોટ ક્યારેય કોઇ પુરી કરી શક્તું નથી. પરંતુ એ માણસની યાદો ને કોઇ તમારી સ્મૃતિમાથી મિટાવી પણ નથી શકતું.

હરહંમેશ માટે જ્યારે પણ હું જીવનમાં પ્રગતિ કરીશ ત્યારે એ દિવ્ય આત્માનો આભાર માનીશ કે જેણે મને આ કાબીલ બનાવ્યો. અને પ્રભુપાસે પ્રાર્થના કરીશ કે એ દિવંગત આત્માને ફરી પાછો અમારી વચ્ચે અમારા કોઇ સ્નેહી બનાવીને મોકલે. કેમકે આ સમયમાં જ્યારે માણસને પોતાના માટે સમય નથી ત્યારે આવા માણસો પોતાના જીવની પરવા કર્યા વગર બિજાની મદદ માટે દોડી જાય છે. ત્યારે કુદરતનો આ ક્રુર ખેલ એક હસ્તા ખિલતા પરિવારને રજડતા કરી મુકી છે. આટલા નિષ્ઠુર અને ઘાતકી ખેલ જ્યારે કુદરત કોઇ સાથે રમી જાય છે ત્યારે માણસની ઇશ્ર્વર પ્રત્યેની એની શ્રધ્ધા ડગમગી જાય છે. એ કુદરત સામે જ પ્રશ્ર્નો કરતો થઈ જાય છે. ત્યારે કુદરત પાસે એવી ભાવના જ રાખ્યે કે આવા બેરહમી અને બદ્તર ખેલ કોઇ પણ પરિવાર સાથે ના રમે.