Bas cha sudhi season 3 in Gujarati Film Reviews by Doli thakkar વિપ્ર books and stories PDF | બસ ચા સુધી season- 3

Featured Books
Categories
Share

બસ ચા સુધી season- 3

ચા ' આપણા જીવન નું અણમોલ રત્ન. જેઓ ચા ના તળ -બતોળ પ્રેમ માં છે એમના માટે ચા વિના સવાર ની કલ્પના કરવી જાણે અશક્ય જ લાગે. એમાં પણ જો ચા એમના સ્વાદ અનુસાર ગળી કે મોળી, મસાલા કે આદુ વિના ની મળે તો ની જાણે આભ તૂટી પડ્યું. મારાં જેવા બોલકણા હોય મોં પર જ કહીદે, "આ શુ ચા છે?? આવી ચા હોય?? ! અને જે બિચારા આછા બોલા હોય અથવા ઘેર માં એમનું ચાલતું ના હોય તે મોઢું બગાડીને ચા પીલે કારણ કે બીજો કોઈ રસ્તો ના હોય એમની પાસે !અને જો એમના સુધી ચા ને પહોંચતા સહેજ પણ વિલંબ થયો હોય તો પતિ ગયું, એમને જે પોતાની "પ્રિયતમા ચા 'ને પુરી પાડે છે એમની સાથે બબાલ કરતા પણ સહેજ ખચકાટ ના અનુભવે. નક્કી કરેલુ હોય કે 'દિવસ માં 2 કે 3વાર જ ચા સાથે ની ક્ષણ ને માણવી' પણ ક્યારેક જો વધુ વખત ચા સાથે ની ક્ષણ જીવવા મળે તો જાણે જીવન ધન્ય - ધન્ય થઇ ગયું એવી અનુભૂતિ થાય!.અને જે દિવસે ભૂલ થી ચા સાથે ક્ષણ માણવા ના મળી હોય એ દિવસે જાણે દુનિયા લૂંટાઈ ગઈ હોય એવી ભાવના થાય.. તમે કહેશો કે બસ બેન થોભો.. આટલી બધી ચા ની તારીફ !" અને આપણે તો પાક્કા ગુજરાતી એટલે આ પ્રશ્ન પૂછવાનો તો આપણને જન્મસિદ્ધ અધિકાર છે, "ચા ની advirstment કરવા આવ્યા છો કે શું? ભાઈ હું પણ પાક્કી ગુજરાતી છું પોતાના કામ વગર એક શબ્દ પણ ના લખું. આજે હું વાત કહેવા જઈ રહી છું એક વાર્તા ની. એક એવી વાર્તા જેને નિહાળ્યા બાદ કેટલાંય ચા ના પ્રેમમા પડ્યા હશે ! અથવા તો જે ચા સાથે સંબંધ થી જોડાયેલા નથી એમને પણ હવે ચા સાથે ક્ષણ વિતાવી રહ્યા ને જોવું ગમતું હશે. હવે તમે સમજી ગયા હશો હું વાત કરી રહી છું જેને આપણને ગુજરાતી web series જોતા કર્યા છે જે ખુબજ વખણાઇ એવી ગુજરાતી web series 'બસ ચા સુધી 'ની.આ જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ valentine day ના દિવસે શરુ થયેલી web series 'બસ ચા સુધી season 3'.ની હવે મેં દ્નશાવ્યું એ મુજબ ચા નું કેટલું અમૂલ્ય સ્થાન છે જીવન મા" ચા પ્રેમી" માટે.. એમ આ વાર્તાના દરેક episode મા તમને શરૂઆત ચા થી અને અંત પણ ચા સાથે જ થયેલો જોવા મળશે. આપણા જીવન ના ખુબ નજીક ના મિત્રો માંથી એક સંબંધ પણ ચા જેવો હોય છે,જે દિલ થી માણવો ગમે એના માટે 24કલાક પણ હાજર રહેવું ગમે, એ આપણી ગમતી ચા ની જેમ સ્વાદ વિનાનો એટલે કે ક્યારેક એનો mood ના હોય તો આપણે ને ના ગમે, એની સાથે વધારે ક્ષણ વિતાવાવા મળે તો 'Dil to happy hai ji' થઇ જાય. બસ આજ ભાવનાને રજુ કરતી આ season છે.વાત કરીએ પાત્રો ની તો એમાં 2female lead character અને 1male lead character છે.આપણા ઉપર bollywood ની એટલી બધી કૃપા છે કે જયારે પણ બે છોકરી અને એક છોકરા ની વાત કાને અથડ઼ાય ત્યારે આપણા શરીર ના રોમે રોમ અંગો પોકારી ઉઠે, આ' love triangle' હશે પરંતુ આ tea triangle છે.ગૌરવ paswala જે tea lover, singing માં પોતાનું નસીબ અજમાઈ રહેલો સહેજ પણ પ્રેમ અને લગ્ન માં ના માનનારા દર્શન નું પાત્ર. મોનલ ગજ્જર જે એકદમ બિન્દાસ, ખુલ્લા મનની ખુશમિજાજ સ્વભાવ ની એક છોકરી મોનલનું પાત્ર. જીનલ બેનાલી જેમને આપણને એમની cute acting થી દીવાના કર્યા છે તેઓ એકદમ શાંત, straight forwad, અંતર- મુખી, job કરી રહેલી એક ભૂમિકા નું પાત્ર અદા કર્યું છે.દર્શન જે મોનલ નો ખાસ મિત્ર. એમની મિત્રતા એવી કે જયારે પણ દર્શન કહે કે, ' ચાલ ચા પીવા 'ત્યારે મોનલ ની ઈચ્છા હોય કે ના હોય પણ મોનલ ને હાજર થઇ જ જવું પડે. મોનલ જે દર્શન ના પ્રેમ મા જ છે એની સાથે બસ ચા સુધી થી જીવન ના છેલ્લા શ્વાસ સુધી સંબંધ નિભાવવા માંગે છે. પણ દર્શન આ બધા સંબંધ મા ઉલજવા માંગતો નથી એનો તો ચા સાથે જીવવું છે. બીજું બાજુ દર્શન ની મુલાકાત ભૂમિકા સાથે એક ફોન દ્વારા થાય છે( customer care service ).દર્શન ને એનો અવાજ વાત કરવાની રીત વગેરે થી તે અંજાઈ જાય છે અને તેને ચા માટે નું પૂછે છે. ભૂમિકા દરરોજ આવતી દર્શન ની આ ઈચ્છા ને જોઈ ને એક મહિના પછી એને હા પડે છે. વાત આગળ વધે છે. હવે કારણ વગર ભૂમિકા અને દર્શન સાથે ચા પીવા લાગે છે. હવે ભૂમિકા ને પણ દર્શન સાથે સમય વિતાવવો ગમવા લાગ્યો છે.દર્શન અને મોનલ ની પણ સમય આંતરે મુલાકાતો થાય જ છે. દર્શન પોતાની બધી વાત મોનલ આગળ રજુ કરતો હોય છે, ભૂમિકા ની પણ થોડીક વાત મોનલ ને કરેલી. ભૂમિકા પણ મોનલ ને જાણે છે દર્શને કરેલી એની વાતો દ્વારા.. જયારે પણ આ વાર્તા નિહાળી રહ્યા હશો ત્યારે ક્યાંક ને ક્યાંક પોતાને મોનલ તો ક્યારેક પોતાને દર્શન ના પાત્ર સાથે પોતાને મૂકી શકશો. આ season નો છેલ્લો 8મોં episode જે એક પ્રશ્ન કે વિચાર મુકતો જાય છે કે આ સંબંધ ની પરિભાષા માં કોણ ખરું ઉતર્યું.? હવે આ પ્રશ્ન શુ છે એ જાણવા માટે તમારે જાતેજ આ વાર્તા નિહાળી પડશે. અને દર્શન નો બસ ચા સુધી નો અને છેલ્લા શ્વાસ સુધી નો સંબંધ કોની સાથે બંધાય છે એ જાણવા માટે તમારે you tube માં જઈને જોવી પડશે. જો અભિનય ની વાત કરીએ તો ત્રણે કલાકારોએ ખુબ જ સારી રીતે પાત્ર ને નિભાવ્યું છે. પણ જે મજા season 2 મા હતી એ આમાં નથી વર્તાઈ રહી. જે chemistry R.j.રૂહાન અને મોનલ ના અભિનય મા આપણે જોઈ તે આમાં જોવા નથી મળતી.સંદિપ રાવલ દ્રારા લખાયેલ story, screenplay, dialogues અદ્ભૂત પણ ક્યાંક જોનાર ના હૃદય ને સ્પર્શ વામાં ક્યાંક ઉણપ વર્તાય છે. dialogue ની જેટલી અપેક્ષા હતી તેટલા સારા આમાં નથી જોવા મળી રહ્યા. અને ખાસ મહત્વ ની વાત આગળ નું season 2 જેનો એક episode જોયા બાદ next episode જોવાની ઉત્સુકતા ભારે ખમ હતી અને જે અંત સુધી જોનાર ને પકડી રાખતી પરંતુ આમાં કદાચ એટલી બધી ઉત્સુકતા જોવા નહી મળે. હર્ષ શોધન દ્વારા લખાયેલ અને હર્ષ શાહ દ્વારા ખુબ જ સારી રીતિ ગવાયેલ ગીત 'લીલા તારે નામ 'એ આ season ની રોનક વધારો કરવાનું કામ કરે છે. priyal patel દ્વારા direction અને હિરેન દોશી દ્વારા co -direction એક દમ સુંદર. જય વ્યાસ દ્વારા producing. આ season ના episode કુલ 8 છે. episode ના title નામ એક દમ સરસ અને ખુબ વિચારીને રાખ્યા હોય એવુ દેખાઈ રહ્યું છે. episode lenth ની વાત કરીએ તો દરેક episode નો સમયગાળો 13 મિનિટ ની આસપાસ નો જોવા મળશે.. camera અને technology નો ખુબ જ સારી રીતિ અને વ્યવસ્થિત ઉપયોગ થયો છે .આ season મા કૉમેડી વાર્તા લાપ તમને નહી જોવા મળે. કદાચ કોઈ episode જોતા 10% કંટાળો પણ આવી શકે.આ season ને હું આપીશ 5 માંથી 4 %.જો કંટાળી ગયા હોય કામ થી તો એક વખત આ જોવાની સલાહ આપી શકાય એમ છે..
Doli thakkar (વિપ્ર ).