અવંતી
પ્રકરણ :-1 જન્મોત્સવ
" મહારાજની જય હોં ! " - મંત્રી રામમોહન
" કુળગુરુ કરુણ મહર્ષિને પ્રણામ ! " - મંત્રી રામમોહન
" આયુષ્યમાન થાઓ ! " મહર્ષિ કરુણ
" બોલો મંત્રીજી, કોઈ બાધા તો નથી ને ઉત્સવની યોજનામાં ! બધું કાર્ય યોગ્ય રીતે ફલીત થઈ રહ્યું છે ને ? " - મહારાજા મેઘવત્સ
" ના ના... મહારાજ કોઈ બાધા નથી ! બધું જ કાર્ય એકદમ સફળતા પૂર્વક થઈ રહ્યું છે ! હું અહીં એજ કહેવા આવ્યો છું, બધી જ વ્યવસ્થા થઈ ચુકી છે. તદ્દઉપરાંત, રાજ્યમાં પણ હર્ષનો માહોલ છે. અને કાલ સૂર્યોદયથી જ અબાલવૃદ્ધ સૌ આ ભવ્ય ઉત્સવના સહભાગી થશે ! અને તેની બધી જ વ્યવસ્થા થઈ ચુકી છે, અને રાજ્યના તમામ મિત્રો, રાજ્યની આસપાસ રહેનારા ઋષિઓ અને સગા-સંબંધિયોને આમંત્રણ પણ પોચી ગયા છે. " મંત્રી રામમોહન
" અતિ ઉત્તમ ! મંત્રીવર, તમે હંમેશા રાજ્યના તમામ કાર્યમાં હર્ષથી ભાગ લીધો છે. અને એક મંત્રી તરીકેની ભૂમિકા બખૂબી નિભાવી છે ! આપનો આભાર ! "- મહારાજા મેઘવત્સ
" મહારાજ ! મને આમ સરમીંદા ના કરો, મે કર્યું એ મારું કર્તવ્ય હતુ.. ખરું તો આપે કર્યું છે ! તમારા જેવા રાજા, અને મિત્ર સદભાગી ને મળે !"- મંત્રી રામમોહન.
" કુળગુરુ કરુણ, ઉત્સવમાં કાંઈ ત્રૂટીજન્ય બાબત તમને નજરે પડતી હોય, તો કહો... " - મહારાજા મેઘવત્સ
" ના રાજન, મેઘવત્સના કાર્યમાં ત્રૂટી થઈ જ ના શકે ! તમે ખુબ સરળતા અને સહજતા થી બધું જ કાર્ય કર્યું છે. અને એ પ્રસંસનીય છે. "- કુળગુરુ કરુણ
" તમારા જેવા ગુરુના આશિષથી જ સંભવ બન્યું છે ! " - મહારાજા મેઘવત્સ
" રાજન, હવે તમારી બધી યોજના સફળ થઈ રહી જ છે... તો હવે તમે પણ આરામ કરો ! સૂર્યોદય થી જ બહુજ કર્યો હશે તમારે કરવાનાં.. " - કુળગુરુ કરુણ
" જી ગુરુદેવ ! "- મહારાજા મેઘવત્સ
" મંત્રીવર તમે પણ આરામ કરો ! " મહારાજા મેઘવત્સ
" જો આજ્ઞા મહારાજ ! "- મંત્રી રામમોહન
........
" મહારાણી.... મહારાણી.......અંશુયા... હું ખુબ જ ખુશ છું, આપણે ત્યાં લક્ષ્મીનું આગમન થયું. અને વર્ષોનો લાગેલો કલંક દૂર થયો ! " - મહારાણી રીતપ્રિયા ( મહારાજ મેઘવત્સની પહેલી પત્ની )
" હા દીદી, હું પણ ખુશ છું ! "- મહારાણી અંશુયા ( મહારાજા મેઘવત્સની બીજી પત્ની )
" મહારાજાને જોઈને લાગતું જ નથી કે, એ કુળના રાજા છે જે કુળના રાજાને પુત્રી પસંદ જ નોતી, એકદમ પુત્રીના જન્મના અવસરપર લીન થઈ ગયા છે ! "- મહારાણી રીતપ્રિયા
" હા દીદી, મને પણ જાણ હતી કે મહારાજને પુત્રી પસંદ છે. પરંતુ આટલી બધી પસંદ હશે... એની જાણ નોતી... "- મહારાણી અંશુયા
આમ ને આમ રાણી અંશુયા અને રાણી રીતપ્રિયા બને હર્ષમાં વાતો કરી રહ્યા હતા... ને ત્યાં જ...
" ના... હું..મોટો છું એટલે સૌ પ્રથમ મારો અધિકાર બને છે બહેનની પારણાંમાં ઝુલાવવાનો ! "- કુમાર શાંતકેતુ ( રાજા મેઘવત્સ અને રાણી રીતપ્રિયા નો પ્રથમ પુત્ર )
" ના...જયેષ્ઠ.... તો શું થયું ભાઈ... મારો પણ બરાબર અધિકાર છે ઝુલાવવાનો... પેલા હું ઝુલાવિશ " - કુમાર રીતવ ( રાજા મેંઘવત્સ અને રાણી રીતપ્રિયાનો નાનો પુત્ર )
બને નો ઝઘડો વધવા લાગ્યો....
" અરે... રે.... રે.... આ શું કરો છો બને ભાઈઓ ? , ભાઈ - ભાઈ થઈને ઝઘડો છો? " - મહારાણી અંશુયા
" જોવોને છોટીમાં, ભાઈ શાંતકેતુ કેવો ઝઘડો કરે છે મારી સાથે... બહેનને પારણાંમાં ઝુલાવવા પણ નથી દેતા " - કુમાર રીતવ
" શું..? હું ઝઘડો કરું છું એમ...? તું નથી કરતો... " કુમાર શાંતકેતુ થોડા ગુસ્સામાં
" અરે... રે... બસ.... તમારા બનેના કારણે પુત્રી ઉઠી જશે... પછી રડશે તો કોન છાની કરશે..? હમ... બોલો.... " મહારાણી રીતપ્રિયા
" હું... છુંને... ! "- કુમાર રીતવ
" શું.... તું ..? .... હા... હા... હા.... અરે... પેલા... તું ખુદને તો સંભાળ પછી બહેન ને ! " - કુમાર શાંતકેતુ.. હસતા હસતા... બોલે છે..
" માં... જોવો ને... ભાઈ કેવો ઉપહાસ કરે છે.. ! " - કુમાર રીતવ
" તો સાચું તો કહે છે.... " - મહારાણી રીતપ્રિયા
બાધા હસ્યાં.....
" જો.. છોટીમાં... બાધા કેવા મારો ઉપહાસ કરે છે... ! "- કુમાર રીતવ નિરાશ થઈને મહારાણી અંશુયા પાસે જાય છે.
" ના... ના..... નહી કરે કોઈ ઉપહાસ.... " મહારાણી તેને પોતાના તરફ લેતા બોલે છે...
" તમારા બંનેના ઝઘડા શાંત કરવા રહીશું ને તો સૂર્યોદય અહીં જ થઈ જશે ! ચાલો હવે... પોત પોતાના કક્ષમાં જઈને શૂઈ જાવ..... ચાલો ! "-
" ના.... હું તો બહેન સાથે જ રમીશ... ! " - કુમાર રીતવ
" અરે ચાલ... બહેન પણ શૂઈ જશે.... અને છોટી માં ને પણ શુવું હોય ને... ચાલો બેય... " - મહારાણી રીતપ્રિયા
" હા ચાલો.... " કુમાર શાંતકેતુ અને કુમાર રીતવ બને સાથે બોલ્યા...
" સારુ.. તું પણ આરામ કર...... હવે... " - મહારાણી રીતપ્રિયા
" હા દીદી... " - મહારાણી અંશુયા
ત્યારબાદ મહારાણી રીતપ્રિયા શાંતકેતુ અને રીતવ ને લઈને પોતાના કક્ષ માં ગયા..
.......
" શું કરે છે? મારી પુત્રી !" - મહારાજા મેઘવત્સ
"આ સુતા પારણામાં ! "- મહારાણી અંશુયા પુત્રી ને પારણામાં ઝૂલાવતા બોલે છે.
" અરે.... શાંત ચિતે સુતા છે... હું બહુજ ખુશ છું મહારાણી... "- મહારાજા મેઘવત્સ..
" હા મહારાજ... એતો સૌ જોઈ જ રહ્યા છે.. કે પુત્રીના આગમન થી તમે કેટલા ઉત્સાહિત છો ! "- મહારાણી અંશુયા..
" હા મહારાણી..." - મહારાજા મેઘવત્સ
થોડીવાર મહારાજા પરાણે સૂતી પુત્રીને ઝુલાવતા રહ્યા.... પછી...
" ભલે.... મહારાજા તમે પણ હવે આરામ કરો... ! " - મહારાણી અંશુયા
" હા... મહારાણી... પણ પુત્રીની છબી જ એવી છે કે તેની પાસેથી ખસવું જ નથી.... "- મહારાજા મેઘવત્સ
" હા મહારાજ... પણ થોડોક આરામ કરીલો... આ તમારા જ આંગણામાં રમવાની છે ! "- મહારાણી અંશુયા
" હા.... પણ... તોય... જો જો... મહારાણી... આ પુત્રી... આપણા કુળમાટે ઘણું બધું કરશે... એ કરશે ને.. એવુ તો મારા પુત્ર પણ નઈ કરે..." - મહારાજા મેઘવત્સ
" હા... મહારાજ... તમારા જેવા પિતા મળ્યા હોય... એ પુત્ર-પુત્રીની ખ્યાતિ થયાં વિના ના રહે મહારાજ... ! "- મહારાણી અંશુયા
" મહારાજ... હવે તમે આરામ કરો... સૂર્યોદય થતા તમારે ઘણા કર્યો પાર પાડવાના છે ! "- મહારાણી અંશુયા
" સારુ... તમે પણ આરામ કરો... ! "- મહારાજા મેઘવત્સ.
આમ ને આમ પુત્રીના આગમનના હર્ષમાં 5 દિવસ જતા રહ્યા એની કાંઈ ખબર જ ના પડી, ચારેકોર હર્ષ જ હતો, મહેમાનો બાધા રાજ મહેલમાં પધારી ગયા હતા, કેટલાક મહેમાનો પ્રાતઃ કાલ આવવાના હતા.....નામકરણની બધી તૈયારી પૂર્ણ થઈ ગયી હતી...
મહારાજા પોતાના કક્ષના ઝરુખે શીતલ ચાંદને જોઈને શરમાઈ જતી અને ચાંદને આંબવા જતી મહેલથી દૂર આવેલી કરણુકી નદીને જોઈ રહ્યા શાંત ચિત્તે મનનો હર્ષ અને મનની વ્યાકુળતા નદી સમક્ષ પ્રગટ કરી રહ્યા હતા..
પુત્રીને પારણામાં સુવડાવી રાણી અંશુયા મહારાજ પાસે આવ્યા... મહારાણી આવ્યા એની પણ જાણ ન હતી મહારાજ ને... થોડીવાર રહી મહારાણી બોલ્યા...
" મહારાજ.. કેમ.. વિચારોમાં ખોવાયેલા લાગો છો ? "- મહારાણી અંશુયા
છતાં મહારાજ એની એજ સ્થિતિમાં...
" મહારાજ....! "- મહારાણી અંશુયા
" હા.. મહારાણી... તમે કાંઈ કહ્યું... હું વિચારોમાં હતો ! " - મહારાજા મેઘવત્સ
" હા મહારાજ... ક્યાં એવા વિચારો છે જે મહારાજા ને પોતાનામાં જ લીન રાખે છે...? "- મહારાણી અંશુયા
" મહારાણી... હું ખુબ જ આનંદીત છું.... આપણે ત્યાં પુત્રી પધાર્યા... અને એ ખુબ જ આંનદની વાત છે... અને મારું સૌભાગ્ય પણ.. કે મારુ કુળ હવે
મહર્ષિ માઘના શ્રાપમાંથી મુક્ત થયું... ! "- મહારાજા મેઘવત્સ
" હા મહારાજ....સાચું કહ્યું તમે ! "- મહારાણી અંશુયા
" મહારાણી તમે જોજો.. આ પુત્રી પર ક્યારેય કાંઈ આંચ નહિ આવે... અને એને એટલા લાડકોડ થી મોટી કરીશ.. કે એટલો પ્રેમ કોઈ પિતા એ એની પુત્રીને ભાગ્યે જ કર્યો હશે.. ! અને કાલ નો ઉત્સવ એતો સમગ્ર દેશને યાદ રહેશે... ! " - મહારાજા મેઘવત્સ
" હા મહારાજ.. તમે આયોજન જ એવુ કર્યું છે... અને મને ખ્યાલ છે.. તમે એક સર્વ શ્રેષ્ઠ પિતા બનશો... "- મહારાણી અંશુયા
" હા મહારાણી " - મહારાજા મેઘવત્સ
" પણ મહારાજ એક વાત છે...અને પછી મને તમારી ઈર્ષા આવશે તો કેતા નહિ ! "- મહારાણી અંશુયા બીજી બાજુ ફરીને હસીને બોલે છે..
" શું મહારાણી? અને તમને મારી ઈર્ષા કેમ આવે...? " -મહારાજા મેઘવત્સ રાણી પોતાની તરફ કરતા બોલે છે..
" અરે આવે જ ને.. ! તમારી વાતો પરથી તો એવુ લાગે છે કે અમને તો મોકો જ નહિ મળે પુત્રીને પ્રેમ કરવાનો... અમારા માટે પણ બાકી રાખજો... ! " - મહારાણી અંશુયા હસતા બોલે છે
" અરે... મહારાણી...તમારો તો મારી પેલા અધિકાર છે. ! "- મહારાજા મેઘવત્સ પણ હસ્યાં..
" હા... સારુ હવે તમે આરામ કરો.સૂર્યોદય થતા જ ભવ્ય ઉત્સવ પાર પાડવાનો છે.. " - મહારાણી અંશુયા
" હા.. મહારાણી..... પણ આજ ની રાતમાં હર્ષમાં ને હર્ષ નિદ્રા જ નથી આવતી.... " - મહારાજા મેઘવત્સ
" જાણું છું મહારાજ.. હમણાં આજ કહેશો... ! "- મહારાણી અંશુયા
" પણ આરામ કરો... કાલે ઘણા કામ છે ! "- મહારાણી અંશુયા
" હા....." - મહારાજા મેઘવત્સ
.................