ek almast fakir haiyu in Gujarati Short Stories by Minii Dave books and stories PDF | એક અલમસ્ત ફકીર હૈયું

Featured Books
  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૪

    SCENE 4  [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છ...

  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

Categories
Share

એક અલમસ્ત ફકીર હૈયું

સિગરેટ નાં ધૂમાડા માં ઊડી રહેલી એની ઈચ્છાઓ, અને ગાંજા નાં લીધે ધૂંધળી થઈ રહેલી એની યાદો .... દર્દ છૂપાવીને મસ્ત રહેવાની એની આદત કે પછી આવડત. ઘણાં લોકોને મળી હું , પણ આવું અલમસ્ત ફકીર હૈયું પેલા નહિ જોયેલું . બસ જે ગમે તે કરવાનું જે મનમાં આવે તે બોલી દેવાનું , કોઈ શું કહેશે શું વિચારશે એની જાણે એને ફીકર જ નથી...અને જેને ફીકર નો હોય એ જ તો ફકીર...
કોઈ નવી જગ્યાએ જાઈ તો ત્યાં કોઈ એક નવો ક્રશ હોઈ જ અને એને બિંદાસ કહી પણ દેવાનું કે મને તારા પર ક્રશ છે અને જોડે જોડે એ પણ કહી દેવાનું કે ક્રશ થોડા સમય માટે જ છે🤣😂. એટલે છોકરી હા પાડે જ નહિ,..એની જેમ એના સપનાં પણ અતરંગી .. દુનિયાનો સૌથી મોટો સ્મોકર બનવાનું એનું ડ્રીમ છે. સિગરેટ અને ગાંજા વગર એ હેરાન થઈ જતો તો પણ ટ્વીસ્ટ એ હતો કે એ આ બાબતમાં પણ અજીબ હતો . એક વર્ષ સિગારેટ E3અને વિડ બન્ને લેવાનું અને એક વર્ષ કઈ જ નહિ ..2017 માં સિગરેટ વગર રહી જ નો શકતો હોય એ વ્યક્તિ 2018 માં સિગરેટ ને હાથ પણ નહિ લગાવે અને 2019 માં ફરી નશેડી ગંજેડી..એના સેલ્ફ કંટ્રોલ ની દાદ દેવી પડે. એટલું અન અફેક્ટેડ વ્યક્તિ કે જાણે દુનિયા અસ્તિત્વ જ નથી ધરાવતી. વેબ સિરીઝ અને હોલીવુડ ની દુનિયા માં જ રહેતો વ્યક્તિ અને દિલ એનું એકદમ અરીસા જેવું. જે હશે એ સીધું બોલી જ દેશે .. એની ધુન માં જ અલમસ્ત....
મને એકવાર આવીને કહ્યું કે યાર મારે પણ શાયરી લખવી છે મસ્ત પ્રેમ ઉપર અને એ શાયરી માટે મારે થોડાક સમય માટે પ્રેમ માં પડવું છે કોઈ છોકરી હા પાડશે??..🤣.. એની જોડે કઈ પણ ખરાબ થઈ જાય તો પણ એ કોઈ દિવસ કોઈ નું ખરાબ વિચારે જ નહિ. એણે મારું ખરાબ કર્યું તો એવું જરૂરી થોડું છે કે એનું પણ ખરાબ જ થાય ભલે ને ખુશ રે.... એણે મને થીયરી ઓફ લાઈફ સમજાવી...દુનિયાને ફર્ક નથી પડતો કોઈ રહે કે નાં રહે પરંતુ એ ફર્ક પડે છે કે તમે જીવ્યા ત્યારે તમે શું કરી ગયાં. તો શું કામ કોઈના બનાવેલા નીતિ નિયમો થી તું તારી લાઈફ એડજેસ્ટ કરે ..તને ગમે એ કર ...જે ગમે તે કર લાઈફ ઇઝ ફકિંગ 🤣😅..તને ગાળો આપવાનું મન છે તો ગાળો આપ , રોડ વચ્ચે ડાંસ કરવાનું મન હોઈ તો ડાંસ કરી લે ..તારું કામ પતી જશે પછી તું કોઈ ને પણ યાદ ભી નહિ રહે ..તો રોજ મારવાનું બંધ કર અને હવે જીવવાનું શરૂ કર..ms. રોતલુ legend😅... એને એવું લાગતું કે હું ખરાબ છું એટલે હું કઈ જ ડિઝર્વ નથી કરતો ..પણ એ દુનિયાની બધી જ ખુશી ડીઝર્વ કરે છે કારણ કે એણે કોઈ નું ખરાબ કર્યું પણ નથી અને વિચાર્યું પણ નથી. એના દુઃખ એણે ક્યારેય કોઈને નથી કહ્યા ...મારો બેસ્ટ ફ્રેન્ડ બની ગયો એ..પણ એના માટે હું કઈ નથી . અને એની એ વાત જ મસ્ત છે.

He always put on a happy face and pretend to be a happier and stressless person ...પણ એના ફકીર હૈયામાં છૂપાયેલા દર્દ ની અનુભૂતિ મને ક્યારેક થઈ જતી. પણ એનું વ્યક્તિત્વ એટલું ધારદાર હતું કે એના જીવન માં શું ચાલી રહ્યું છે કોઈ વિચારી જ નાં શકે. એની જોડે વાત કરીને દરેક વ્યક્તિ ખુશ થઈ જતું જાણે એ એના હિસ્સાની ખુશીઓ પીરસતો હોઈ ....એનો વિચારવાનો દૃષ્ટિકોણ અલગ હતો અને બધા એને બેશરમ કહીને બોલાવતા ..અને કદાચ એની ખરાબ વાતો થી એને ખરાબ સમજી લેતા...પણ એનું દિલ સોનાનું હતું. 😍

जिंदगी बेफिक्र बेताब ही रेहने दो
कुछ जूठे ख्वाब बस ख्वाब ही रहने दो ,
तन्हा अकेलेपन को खुद से ही बाते केहने दो,
जिंदगी बेफिक्र बेताब ही रहने दो

minii દવે