સ્કૂલમાં એક મહિનાની અંદર આ દસ લેક્સર ફરીજયાત હોવા જોઈએ.બાળકોને ભણતરની સાથે સાથે આ પણ વિષય ભણાવા જોઈએ.
◆જિંદગી કેવી રીતે જીવી જોઈએ.
◆સોસાયટીની સાફ સફાઈ,ઘરની સાફ સફાઈ
◆ગાડી કેમ ચલાવી અને ક્યાં હોન મારવો.
◆આપણાથી મોટા લોકોનું સન્માન કેમ કરવું?પહેલી વાર કોઈ વ્યક્તિ તમને મળે તો તેને "તમે" કહીને બોલાવો.
◆છોકરાઓને મહિલાઓ પ્રત્યે સન્માનની ભાવના શીખવી.
◆લગ્ન શા માટે કરવા જોઈએ.પ્રેમ અને એકબીજા પ્રયતે આકર્ષણ વચ્ચે સબંધ શું?
◆વ્યસનથી હંમેશા દુર રહો.
◆ખૂબ કસરત કરો,મેડિટેશન કરો.
◆પૈસા કેવી રીતે કમાવા જોઈએ અને પૈસા કમાવાના કોઈ શોર્ટકટ આ દુનિયામાં નથી.
◆મોબાઈલનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો કરવો.ઘરના બધા સભ્યો એક સાથે બેઠા હોઈ ત્યારે મોબાઈલનો ઉપયોગ ટાળવો.
#ગાડી_કેમ_ચલાવી_અને_ક્યાં_હોન_મારવો.
ઘણા છોકરાને ટેવ હોઈ ગાડીના હોન ને ટુ ટુ ટૂ ટુ કરેજ જતા હોઈ.હમણે દસ દિવસ પહેલાની જ વાત છે.એક છોકરો ટ્રાફિક સિંગનલ પર ઉભો ઉભો ટુ ટુ ટુ ટુ કરતો હતો,ભાઈ તારા આ હોનથી લાલ લાઈટ ઝગે છે એ લીલી નહિ થઈ જાય બે મિનિટ ઉભો રે ને.
ઘણાને તો માવા ખાયને ગાડીમાંથી થુંકવાની આદત હોઇ.ભાઈ કયારેક પાછળ જોવો પાછળ વાળાના કપડાં બગડે છે.જેમ તમે કોઈ પ્રસંગમાં જાવ છો એ પણ કોઈને પ્રસંગમાં જતા હોઈ.અને પાછો એ એટલો બધો નીચે વળીને તમાકુનો કોગળો કરે કે અટલું તો રામદેવ બાબાને પણ વળવું મુશ્કેલ થઈ જાય.
સાહેબ ભારત દેશમાં 80% છોકરીયું પાસે લાઈસન્સ જ નથી.ઉડતા પંખીની જેમ ગાડીયું ચલાવે છે.જે બાજુ જવું હોઈ એ બાજુ ઘુમ કરતા ઘૂસી રોકેટની જેમ.ગાડી અડી જાય અથવા કાકાનો પગ ભાંગી જાય તો પણ કહે ચોરી હો કાકા અને કાકા પણ હસતા હસતા કહે થાય હો બેટા એવું થાય કયારેય એવું થાય.સાહેબ ગાડી જરીક અમથી અથડાય તો પણ છોકરીયું પાસે ઉભા રહીને સૌથી પહેલા લાઈસન્સ માંગો.
દરેક સ્કૂલમાં જેમની પાસે લાઈસન્સ હોઈ તેમને જ ગાડી લઈને આવવું જોઈએ એવો નિયમ બનાવો.
આતો હજી સાતમું ધોરણ ભણતો હોઈ અને ગાડી લઈને ભાઈ સ્કૂલમાં ભણવા જતા હોઈ.કોઈ ડોશીમાંને ગલોલીમાં રહેલ પથ્થરની જેમ ભાઈ ઉડાડીને ઘરે આવે પછી ખબર પડે કે આ ભાઈને ગાડી ન અપાય.
ગાડી લઈને જતા હો તો બોવ ટુ ટુ ટુ ટુ ન કરો.ઘણા તો એની ગર્લફ્રેન્ડને હોન વગાડી નીચે બોલાવતા હોઈ અને પહેલો હોન વગાડે એટલે પહેલીને ખબર પણ પડી જાય કે મહારણા પ્રતાપ આવી ગયા છે.તમારી ગર્લફ્રેન્ડ તમારી ગાડીની પાછળ હોઈ તો પણ તમે શાંતિથી ગાડી ચલાવો એને ખબર છે તમને ગાડી આવડે છે.નહીં તો એ તમારી પાછળ જ નહીં બેસે સાહેબ.
જ્યાં પણ જાવ ત્યાં શાંતિથી જાવ બધાને ખબર છે તમારી પાસે ગાડી છે.ગાડી ન આવડતી હોઈ તો ઘરની બહાર લઈને ન નીકળો.કોઈની સાથે અકસ્માત થશે તો તમને અને સામે વાળાને બંનેને નુકશાન થશે.ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં માર્ગ અકસ્માતમાં જ દર વર્ષે સરેરાશ ૮૦૦૦ લોકોના મૃત્યુ થાય છે.એટલે કે રોજના ૨૨ વ્યક્તિ મૃત્યુ પામે છે.તમારે નક્કી કરવાનું છે સ્કૂલમાં જતા છોકરાઓને ગાડી આપવી કે નહીં.
#લગ્ન_શા_માટે_કરવા_જોઈએ_પ્રેમ_અને_આકર્ષણ #વચ્ચે_સબંધ_શું?
આજના યુવાનને એ જ ખબર નથી લગ્ન શા માટે કરવા જોઈએ.એકબીજા પ્રત્યેનો પ્રેમ કેવો હોઈ એ જ ખબર નથી.અમને કોઈ પહેલી નજરે ગમી જાય એ પ્રેમ.એ પ્રેમ નથી એકબીજા પ્રત્યે નું આકર્ષણ છે પ્રેમ કરવા માટે વીરહનો થોડો અનુભવ જોઇએ.એ પછી પ્રેમની કૂંપળો ફૂટવાની શરૂવાત થાય.
લગ્ન પહેલા અને લગ્ન પછી બોવ બધો ફરક પડી જાય છે.લગ્ન પહેલા ગુલાબી સાડી પહેરેલી ગર્લફ્રેન્ડ રૂપ રૂપનો અંબાર લાગતી હોય ને લગ્નના અમુક વર્ષો પછી એ જ વસ્ત્રોમાં એ પોસ્ટઓફીસની પોસ્ટપેટી જેવી લાગે.લગ્ન પહેલા હોટલમાં ઓડર કરો અને જમવાનું હાજર થઈ જાય.લગ્ન પછી પહેલા શાક લેવા જવું પડે શાક લાવીને પણ એક જગ્યાએ બેસવું પડે.ઘણાની પરિસ્થિતિ તો બોવ ખરાબ હોઈ આપડે ચોખવટ કરવી નથી.લગ્ન પહેલા બંનેને હોટલ સારી લાગે અને લગ્ન પછી એકને જ હોટલ સારી લાગે છે.
ઘણાને સવાલ કરવી કે તે લગ્ન કરી લીધા?તો જવાબ કેવા આપે મારા બાપા એ કીધું છોકરી સારા ઘરની છે પરણીજા એટલે હું પરણી ગયો.ભાઈ સાહેબ બાપાના રૂપિયે પરણી તો ગયા,પણ બાપાના પૈસે બંનેની જિંદગી ક્યાં સુધી ચાલશે.માટે લગ્ન કરો તો પહેલા તમે તમારા પગભર થોડા ઉભા થાવ એ પછી જ કરો.
આ જમાનો હવે ફરી ગયો છે.ઘણાને તો છોકરીઓની ઈચ્છાઓ પુરી કરવામાં જ ગરીબ ઘરનો છોકરો બની જાય છે અને છૂટાછેડા થતા વાર નથી લાગતી.બાજુવાળા પાસે ગાડી હોઈ તો એને પણ ગાડી જોઈએ છે.સાહેબ બધું ધીમે ધીમે થાય અચાનક કહી થતું નથી.બાળક જન્મેને તરત જ ચાલવા માંડે એવું કંઈ જોયું છે.તમારે લગ્ન પછી થોડી ધીરજ રાખવી જોઈએ ધીરજના ફળ હંમેશા મીઠા આવે છે.
લગ્નએ એક નવા પરિવારની શરૂઆત છે અને એકબીજાએ સ્વીકારેલી જવાબદારી છે.લગ્ન એ ફક્ત બે વ્યક્તિ વચ્ચેનું શારીરિક જોડાણ નથી પરંતુ માનસિક અને લાગણીનું જોડાણ છે.જ્યારે સ્ત્રી અને પુરુષના લગ્ન થાય છે ત્યારે તેઓ બે માંથી એક થઈ જાય છે.તમારા લગ્ન થયા તો તેને તમે માત્ર એક લાઇફ પાર્ટનર જ ન માનો પરંતુ બંનેને એક સારા મિત્ર મળયાં છે તે રીતે વર્તન કરો.
લગ્ન પછી તમને એક એવા પાર્ટનર મળે છે,જે તમારા જીવનના દરેક સુખ અને દુખમાં તમારી સાથે રહે છે. જીવનમાં આવતા દરેક ચડાવ ઉતરમાં તમારી સાથે ઊભા રહે છે.તમને પડતી દરેક મુશ્કેલીમાં તમને સાચી સલાહ આપે છે,જો લાગણીથી મળતો આવો સાથ હોય તો જીવનની દરેક પરિસ્થિતિનો સામનો કરી શકાય છે.
લગ્ન કરવા એ તો ખૂબ જરૂરી છે.સાથો સાથ એક સારો જીવનસાથી મળવો એ પણ અગત્યનું છે.જો તમને એક સારો જીવનસથી મળી જાય છે તો તમારું જીવન સુંદર બની જાય છે.તમારું આખું જીવન તમે તમારા જીવનસાથી સાથે આનંદમય રીતે વિતાવી શકો છો.
લગ્ન કરવાથી તમારું વ્યક્તિત્વ બદલાઈ જાય છે અને તમે સમાજની નજીક આવો છો.કુટુંબ તથા સમાજમાં તમારું એક અલગ જ સ્થાન બની જાય છે.પરિવાર અને સમાજને આગળ વધારવામાં તમે સહભાગી બનો છો.
કોઈ સ્ત્રી અથવા પુરૂષ પ્રયતેનું આકર્ષણ એ લગ્ન નથી.લગ્ન એ છે,એકબીજા પ્રયતેની જવાબદારી.
#વ્યસનથી_હંમેશા_દુર_રહો.
હમણાં ત્રણ મહિના પહેલા હું સુરત ગયો હતો.એક ભાઈ એની ઘરવાળીની સામે એકસો પાંત્રીસના માંવાનો
ઘા કર્યો.મને એમ કે એ પણ ખાતી હશે,એટલે ઘા કર્યો હશે.પણ મારી મનની વાત તેમણે ખોટી પડી.સાહેબ તેની બૈરી એ હાથમાં માવો ચોળીને બનાવી આપીયો.
મારી સામે જોઈને મને કે અમારી વચ્ચે બોવ પ્રેમ.અલી આ પ્રેમ નથી તારો વહેમ છે.તું જ તારા પતિને મોતના કૂવામાં ધકેલવામાં ભાગીદાર બને છો.
આપડા આ ગરવી ગુજરાતમાં ઘણા એવા પણ છે. છોકરાં ને પાસે બોલાવીને કહે જા તો પહેલા રાજ્યાને ત્યાંથી માવો લઈ આવ તો.
બાપા પૈસા આલો..!!!
અલા આપડું ખાતું છે જ રાજ્યાંને ત્યાં.બીજી દિવસે પીન્ટુ ઉપડે રાજયાને ત્યાં.એક માવો આપો.મારા બાપાના ખાતામાં લખી નાંખજો.બાપાને મહિને બિલ આવે ત્યારે બાપા ઘુંમરી ખાય જાય.આવું ઘણાને થતું હશે.રાજયાના ગલે ક્યારેક તપાસ કરજો.
આજ કાલ છોકરીના પિતા કોઈ છોકરાને જોવા જાય એ પેહલા સવાલ કરે છે કે છોકરાને પોતાનું ઘર છે?
છોકરા પાસે ગાડી છે?છોકરો કઇ કંપનીમાં જોબ કરે છે?હા'એ પુછવાનો તમને હક છે.
પણ સાથે સાથે તમે તેમને એ પણ પૂછો કે શું તમારો છોકરો દારુ પીવે છે?શું તમારો છોકરો માવા ખાય છે?
શું તમારો છોકરો તમાકુ ખાય છે?શું તમારો છોકરો માંસ-મટન ખાય છે?
હું કડક શબ્દોમાં લખું છું કે શું તમારી દીકરીને તમે વિધવા થતી જોય શકશો.એક બાપ તેની દીકરીને વિધવા થતી કેમ જોય શકે.એક ભાઈ તેની બહેને વિધવા થતી કેમ જોઈ શકે.
હું દીકરીને પણ કહવ છું.તમે લગ્નમાં વિદાય વખતે તમારા ભાઇ કે પિતાને તમાકુ મુંકવાનુ કહો કેમ કે ત્યારે તે માનશે તે તમને ના નહી કહી શકે અને તે જીવન ભર યાદ રાખશે.
કહેવાય છે કે દીકરી બે વાર જન્મ લે છે.એક વાર પિતાના ઘરે અને બીજી વાર પરણીને સાસરે જાય ત્યારે.તમે જેમ પરણીને નવા ઘરે નવો જન્મ લો છે.તેમ તમારા ભાઇ અને પિતાને પણ તમે તમાકુ મુકાવી નવું જીવન આપો.
મારી બધાને બે હાથ જોડીને નમ્ર વિનંતિ છે કે આ વ્યસનથી હંમેશા દૂર રહો અને તમારા પરિવાર સાથે ખુશી ખુશીથી રહો.
કલ્પેશ દિયોરા...