Koobo Sneh no - 38 in Gujarati Fiction Stories by Artisoni books and stories PDF | કૂબો સ્નેહનો - 38

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

કૂબો સ્નેહનો - 38

🌺 આરતીસોની 🌺
પ્રકરણ : 38

કશુંક અનિષ્ટ બન્યાના એંધાણથી વિહ્વળ બની ગયેલી દિક્ષા, વિરાજને શોધતી શોધતી છેક રોડના કિનારા સુધી ખેંચાઈ આવી હતી. સઘડી સંઘર્ષની....

❣️કૂબો સ્નેહનો❣️

"હરેક ક્ષણે ક્ષણ એકબીજાની સાથે હોઈએ..! રાતોની રાતો એકબીજાની સાથે વાતો કરીને સાથે જાગ્યા હોઈએ..! અને કોઈ એક જણ આમ અચાનક ખોવાઈ જાય.. ક્યાંથી ચાલે?!

પૂર્વજન્મના કર્મો દરેક સાથે બંધાયેલા હોય એમ કર્મો અમારો પીછો છોડતાં જ નહોતાં. જાણે અમારી સુખ શાંતિ ઈશ્વરનેય મંજૂર નહોતી..

મારું સાંભળવા માટે કોઈની પાસે કાન નહોતાં કે કોઈની પાસે સમય નહોતો. સહુ કોઈ પોતાની મસ્તીમાં મસ્ત હતાં. વિરુના નામની હું ચીસાચીસ કરી રહી હતી.. આવાં સમયે હવે શું કરવું !! કંઈ સુઝતું નહોતું.. મગજ બહેર મારી ગયું હતું.. હું જમીન પર પટકાઈ પડી.. મારો મુંઝારો વધતો જતો હતો.. મોબાઇલ પકડું તો ગભરાટમાં સરકીને નીચે પડી જતો.. શું કરું? કોને પુંછું? 'વિરુ ઘરે તો ન જાય !! હું અહીં વિરુની રાહ જોઈ રહી છું અને એ ઘરે કેમ જાય, મને મૂકીને!' છતાં ય મેં બંસરીને ફોન લગાવ્યો..

રિંગ વાગી રહી હતી ને અચાનક મારી નજર ત્યાં રોડ વચ્ચોવચ પડેલાં એક સુઝ પર પડી. ‘વિરાજનુ સુઝ અહીં રોડ વચ્ચોવચ??’ મને જબરજસ્ત ધ્રાસકો પડ્યો, જરૂર કંઈક અનહોની થઈ છે. મેં રોડ ઉપર દોટ મૂકી.. રોડ પરનો ટ્રાફિક મારી પર ઘસી આવ્યો.. કાર મારી પાસે છેક નજીક આવીને બ્રેક મારીને ઊભી રહી ગઈ.. કારમાંથી વ્હાઇટ પીપલ ભડકી ઉઠ્યો.. નશામાં ધૂત એ હોર્ન વગાડીને ગાળાગાળી કરી રહ્યો હતો.. એ શોરબકોર વચ્ચે હું કાન પર હાથ મૂકીને રડતી રહી.. લોકો આગળ નીકળી ગયા.. બસ હું રોડ વચ્ચોવચ સુઝ સાથે વિરુ.. વિરુ.. નામની બૂમો મારતી રહી.. પણ ત્યાં કોઈના માટે કોઈને ટાઇમ જ ક્યાં હતો..!

અચાનક મન મસ્તિષ્કમાં એક ઝબકારો થયો.. મેં મોબાઇલમાંથી 'નાઇન વન વન' ઈમરજન્સી નંબર ક્લિક કર્યો.

‘ધીસ ઇઝ નાઇન વન વન ઈમરજન્સી... મેય આઈ હેલ્પ યુ..?’

‘હે..વ.. યુ.....
હેવ યુ.. ગોટ.. એની રિપોર્ટ ઑફ એન એક્સીડન્ટ નીયર ડાઉનટાઉન્ મેઇન સ્ટ્રીટ?’ રડતાં રડતાં થોથવાતી જીભે મેં વાત આગળ વધારી..

સામે છેડેથી જવાબ મળ્યો,
‘મેય આઈ નો યોર નેમ પ્લીઝ.? વોટ ઈઝ ધ રિઝન ફોર ઈન્કવાયરી અબાઉટ એન એક્સીડન્ટ?’

‘ય..સ.. સર.. આઈ એમ દિક્ષા ઠાકોર.. આઈ એમ વેઈટીંગ ફોર માય હસબન્ડ... મિ. વિરાજ ઠાકોર.. હુ વેન્ટ ટુ કલેકટ ધ કેક ફ્રોમ ઑલ્વેયઝ બેકરી..'

'યસ મૅમ ધેર ઈઝ એન એક્સીડન્ટ એટ ધ મેઇન સ્ટ્રીટ.. ઓપોઝિટ ઑલ્વેયઝ બેકરી એન વન અવર અગો..'

પોલીસ મેનનો એ અવાજ સાંભળીને
વિજળીનો કડાકો થયો અને એક સાથે એ અવાજ સીધો મારા હૈયાંને ખળભળાવી ગયો.. મારા પગ તળેથી જમીન સરકી ગઈ.. આંખે અંધારા છવાઈ ગયાં..

ઠંડાગાર કાચના ગ્લાસમાં ઉકળતું પ્રવાહી રેડતાં જ તડતડ તિરાડો પડે એમ હૈયાના પોલાણમાં એ કાચના ગ્લાસ માફક તિરાડો પડવા લાગી હતી..

'ઓહહહ .. વિલ યુ પ્લીઝ ટેલ મી...વેર ઈઝ હી ટેકન ફોર એન ઈમરજન્સી ટ્રીટમેન્ટ??'

'ધ વિક્ટીમ હેઝ બિન સૅન્ટ ટુ ST.જોસેફ હોસ્પિટલ.હ.'

આગળ કશું સાંભળ્યા વિના જ ફોન કટ કરી હું પાર્કિંગ લોટ તરફ દોડી, ધ્રુજતા હાથે કાર ચાલુ કરી. આઠ માઈલ દૂર જોસેફ હોસ્પિટલ પહોંચતાં પણ પચાસ માઈલ જેટલો જાણે સમય લાગી રહ્યો હતો..

સાંજ એટલે સૂર્યાસ્ત થવાનો એ સમય હતો, પણ મને મારું જીવન અસ્ત થઈ રહ્યું હોય એવું જાણે લગી રહ્યું હતું.. કેશરી રંગથી રંગાઈને ખીલેલા આકાશમાં અચાનક જ સાંજે અંધારાની ચાદર ઓઢીને કાળું રૂપ ધારણ કરી લીધું હતું..

રસ્તામાં કેટકેટલીયે નદીઓ વહી ગઈ હતી, જ્યાં થોડી વાર પહેલાં પ્રેમનાં ઝરણાં વહેતાં હતાં.. જે અહ્લાદક લાગતી સાંજ હતી એ વખતે ભારેખમ લાગી રહી હતી.. વિચારોના વમળો વચ્ચે ગાડીમાં બફારો વધી રહ્યો હતો.. સાથે સાથે વિરુના વિચારોય વધી રહ્યા હતા..

'વિરુ તમારા માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ છે આજે..'

'શું ગિફ્ટ આપવાના છો... મેડમ?'

'રાહ જોવી પડશે.. એમ સીધેસીધી સરપ્રાઇઝ થોડી આપી દેવાય? તો પછી એ સરપ્રાઈઝ ગિફ્ટ ન કહેવાય ને!!'

'અરે.. કહી દે ને દિક્ષુ! મારાથી રાહ નથી જોવાતી..'

'ના..., બિલકુલ નહીં.., પાર્ટીમાં કેક કાપીને જ એ સરપ્રાઈઝ તમારા હાથમાં મૂકીશ.. એની તો મજા છે.. તમારી આંખો એ સાંભળીને ખુલ્લીને ખુલ્લી રહી જવાની છે..'

'અરે..., એવું તો શું છે?! મારા સમ!! મારાથી રાહ નથી જોવાતી.. કહી દે દિક્ષુ..'

'જુઓ આ સમ બમ નહીં આપવાનાં..!! તમને ખબર છે ને કે સમ ખાવાની કે આપવાની મજાક મને પસંદ નથી..'

'સારું.. સારું.. ચાલ હવે સમ નહીં આપું.. તું સાંજે પાર્ટીમાં જ કહેજે બસ..' ને બંન્નેનું ખડખડાટ હાસ્ય વેરાઈ ગયું હતું..

કાર હૉસ્પિટલના કમ્પાઉન્ડમાં સડસડાટ સરકતી જઈને ઉભી રહી ગઈ.. વિચારો કપાતા હાસ્યના ફુવારા ઉડાડતું મન પાછું તદ્દન વિરુદ્ધ દિશામાં એની એ પરિસ્થિતિમાં પહોંચી ગયું હતું..

હું દોટ મૂકી સીધી હૉસ્પિટલના રિસેપ્શન પર પહોંચી ગઈ.
'વિલ યુ ટેલ મી વેર ઈઝ મિ.વિરાજ ઠાકોર.. ઈઝ ટેકન ફોર ઈમરજન્સી ટ્રીટમેન્ટ??'

'યા મેમ, હી ઈઝ ઈન એન ઈમરજન્સી વૉર્ડ ઑપરેશન થીયેટર ગો સ્ટ્રેટ, સેકન્ડ ડોર ટુ યોર લેફ્ટ.'

'ઑપરે..શન..?'

ધડકતા શ્વાસે હું દોડતી ઑપરેશન થીયેટર પાસે પહોંચી. જાણે માઈલોનું અંતર કાપીને આવેલ દોડવીરની જેમ થાકીને લોથપોથ થઈને મારી છાતી ધમણ પેઠે હાંફી ગઈ હતી..

મેં દરવાજા બહાર કાચમાંથી જોયું, ડૉક્ટરો ઑપરેશન લેબમાં વિરાજની આસપાસ વિંટળાઈ વિરાજના માથા પર ઑપરેશન કરી રહ્યાં હતાં.. હું એ જોઈ શકવાને સક્ષમ નહોતી.. છતાં નિતરતી આંખે ત્યાં ઊભી રહી ને બસ નિહાળતી રહી.. મારાં ડૂસકાં સાથે સાથે ધરતી પણ જાણે કલ્પાંત કરતી હતી, એવું એ રુદન જ ભયંકર હતું..

ડૉક્ટરો થોડી થોડી વારે ઑપરેશન લેબમાંથી કોઈ કામસર બહાર આવતાં અને જતાં રહેતાં હતાં.. હું એમને જોઈને પાસે કંઈ પુછવા જાઉં તો બોલ્યા વિના જ અંદર પાછાં ચાલ્યાં જતાં.. આવાં સમયે હૈયે ખળભળાટ સિવાય કંઈજ નહોતું.. આમ મોડી રાત સુધી ઓપરેશન ચાલ્યું.. છેક પરોઢે વિરાજને સ્પેશિયલ વૉર્ડમાં ખસેડવામાં આવ્યા..

ડૉક્ટરોએ મને બોલાવી જણાવ્યું કે,
'ધેર ઈઝ હેવી ઈન્જરી ઑન ધ હેડ.. ધ પેસન્ટ ઈઝ નાવ ઈન કોમા.. એન્ડ સોરી વી આર નોટ સ્યોર એબાઉટ હીઝ કૉન્સિયસનેસ.'

વિરુને માથાના ભાગે વધારે મોટી ઈન્જરી થઈ હતી, ડૉક્ટરના સતત કલાકો સુધી ખડેપગે રહ્યાં છતાં, એમના દરેક પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા હતાં અને વિરુ કોમામાં સરી પડ્યા હતા. ડૉક્ટરના કહેવા મુજબ, 'ક્યારે કોમામાંથી બહાર આવે કંઈ જ કહી ન શકાય.. ગોડ ઇઝ ગ્રેટ.. એ જીવવાના હશે તો મોત સ્પર્શી પણ નહીં શકે.'

એકબીજાના ખભે દિલ ખોલીને, મન મૂકીને રડ્યાં હોઈએ..! નાની અમથી બાબતે કારણ વગર જ બસ લડ્યા હોઈએ..! અને કોઈ એક જણ આમ અચાનક મોઢું ફેરવી લે.. ક્યાંથી ચાલે!?"

અત્યારે તો અમ્માને આંખ સામે ગમે તે હોય પ્રિય ચહેરા સિવાય કશું નહોતું દેખાતું. પાંપણો બંધ થાય કે ખુલે સામેના દ્રશ્યમાં કોઈ ફેર પડતો નહોતો. અમ્માના જીવનમાં એકવાર ફરીથી વિધાતાએ ક્રુરતાપૂર્વક પગપેસારો કરી દીધી હતી. આમ્માના મન મસ્તિષ્કમાં અફરા-તફરી અને ભૂમાભૂમ ચાલી રહી હતી. કુદરતના આ આક્રમણકારી સ્વરુપ સામે ગુસ્સો નહીં, પરંતુ ભય, કચવાટ ને ચિંતા હતી..©

ક્રમશઃ વધુ આવતા પ્રકરણ : 38 માં દિક્ષાની સરપ્રાઈઝ ગિફ્ટ શું હતી? અને શું વિરાજ ખરેખર જીવતો છે? કે હજુ પણ દિક્ષા પોતાની અદાકારી નિભાવી રહી હતી!?

-આરતીસોની ©

તમને આ એપિસોડ કેવો લાગ્યો..?? અભિપ્રાય આપવા ખાસ વિનંતી..🙏🌹🥰 થેંક્યું 💞🙏🌹