horror express - 11 in Gujarati Horror Stories by Anand Patel books and stories PDF | હોરર એક્સપ્રેસ - 11

Featured Books
Categories
Share

હોરર એક્સપ્રેસ - 11

"વિજય ના બાપુજી તેમના ઘરનો દરવાજો ખટખટાવે છે."
કોણ?
"હું છું તારા પિતા છું."
"પછી દરવાજો ખુલે છે અંદર મા અને દીકરો તેના પિતાજી ની વાટ જોઈ રહ્યા હોય છે."
જે રસ્તામાં જે બન્યું હોય છે તે સઘળી વાત તેના પિતા કરે છે.
તેની માતા અને વિજય બહુ ગભરાઈ જાય છે એટલી જ વારમાં એના પિતાજી હુંકાર કર્યો કંઈ ડરવાની જરૂર નથી. આવું તો ખેતરે મારે રોજ બને છે જે મને રસ્તા માં ચુડેલ મળી હતી.
તેણે મને એક વચન આપ્યું
તમારે કંઈ પણ ડરવાની જરૂર નથી.
કોઈ કામ હોય તો તું મને અહીંયા ત્રણ હસ્તે આવીને બોલાવજો એટલે હું તમારા માટે હાજર થઈ જઈશ.
આટલું સાંભળીને વિજયની મા અને વિજય ખુશ થઈ ગયા પણ તેમને ક્યાં ખબર હતી કે આપણે ભૂત સાથે સંબંધ જોડીએ છીએ.
વિજય ની તબિયત સારી થઈ જાય છે અને વિજયને નોકરી જવા માટે સવારે તૈયાર છે.
"જય માતાજી મમ્મી કઈ નહિ વિજય ચાલી નીકળે છે." વિજય સુંદરપુરા ગામના બસ સ્ટેશન હોય છે ત્યારે સવારના છ વાગ્યા હોય છે.
આછું પાત્રો અજવાળું તેને દેખાય છે આ જગ્યા એ સૂમસામ હોય છે કે ભલભલાના લેગા બગડી જાય.
આ ભયાનક જગ્યામાં એકલો વિજય આમ તેમ જોઈ રહ્યો હતો.
તેને એવો ભાસ થતો હતો કે એ આજુબાજુથી મને કોઈ જોઈ રહ્યું હોય પણ બીજું કોઈ નહીં એક ભયાનક ચુડેલ તેનો પીછો કરી રહી હતી.
થોડી જ વારમાં વિજાપુર જતી બસ આવે છે પછી વિજય ને હાશકારો અનુભવાય છે.
જેવી બસ સુંદરપુર ગામના સ્ટેશને ઊભી રહી કે તરત જ દોડતો...... દોડતો ........ વિજય બસ માં ચડી જાય છે અને હાશકારો અનુભવે છે.
"માસ્તર મને એક વિજાપુરની ટિકિટ આપો."
"લાય દસ રૂપીયા"
ફટાફટ પોતાના પાકીટ માંથી પચાસ ની નોટ કાઢી ને અપીદે છે.
અરે ભાઈ છૂટા દસ રૂપીયા આપ ને સવાર સવારમાં ક્યાંથી છૂટા લાવું.
કઈ નહિ અત્યારે તમે પચાસની નોટ રાખી લો પછી છૂટા આવે ત્યારે આપજો.
વિજય ની નજર નીચે તરફ જાય છે તો જુએ છે કે માસ્તર ના પગ અવળા હોય છે અને પગ માંથી લોહી ની ધારા નીકળી રહી હતી. આ બધુ જોઈ ને વિજય ગભરાઇ ગયો અને તેનાથી પૂછી લેવાયું માસ્તર તમારા પગ ને શું થયું છે? "કઈ નહિ"
તો તમારા પગ કેમ આમ અવળા છે.
ભાઈ મને બાળપણ માં પોલિયો થયો હતો તેથી
પણ સાહેબ તમારા પગમાંથી લોહી ની ધારા રહી છે.
ચુપ બેસ તારે જ્યાં જવાનું હોય ત્યાંની વાત કર બીજી બધી વાતો માટે મારી પાસે ટાઈમ નથી.
સાહેબ આ બસ વચ્ચે ક્યાંય ઊભી રહેશે કે નહિ.
વિજાપુર જશે ભાઈ ક્યાંય નહીં ઉભી રહે સિદ્ધિ જ વિજાપુર.
હજી તારે મને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછ.
ના સાહેબ ના........
આ બસમાં ફક્ત વિજય અને કંડકટર, ડ્રાઇવર આ ત્રણ જણા.....
વિજયના પગ ધ્રુજવા માંડે કારણકે તેણે આ કંડકટર ના પગ જોઈને સ્તબ્ધ બની ગયો હતો,પણ કશું બોલ્યા વગર મનમાં હનુમાન ચાલીસા પાઠ કરતો હતો.
થોડી જ વારમાં કંડકટર તેની પાસે આવી છે અને કહે છે તું મનમાં શું બબડી રહ્યો છે.
"કઈ નહિ સાહેબ ભગવાન નું નામ લઇ રહ્યું છું."
ભાઈ આ તારા માટે સ્પેશિયલ બસ છે આમાં તારે ભગવાનનું નામ લેવાની મનાઈ છે.
કોઈપણ પ્રકારની હોશિયારી કર્યા વગર મૂંગો બેસી રે......
વિજય મનમાં વિચારે છે કે આ સાલું ક્યાં ફસાઈ ગયા.
કઈ બોલ્યો ભાઈ.
ના સાહેબ ના હું કઈ બોલ્યો નથી.
જેવું વિજય કંડકટર તરફ નજર કરે છે ત્યારે કંડકટર નો એક હાથ ગાયબ થઈ જાય છે.
વિજય ને ખબર પડી જાય છે કે મારી સાથે કઈ અજુગતું થઈ રહયું છે.
વધુ આવતા અંકે.......