આગળ મેં એટલે કે રુહી તમને મારી સાથે થઈ રહેલી વિચિત્ર ઘટનો ઓ વિશે જણાવ્યુ હતુ. એક રાત માં હું સામાન્ય માણસ થી રાજ કુમારી બની ગઈ છું. મને ખબર નથી આ સપનું છે કે શુ..? તો ચાલો આગળ વાત કરીએ..
................................★....................................
હું હવે એકદમ રાજકુમારી ની જેમ સજીધાજી ને તૈયાર છું. મને તૈયાર કરવા માટે પણ કેડલી દાસીઓ છે. મારા વસ્ત્રો ની તો વાત જ શું કરું..બધા જ એક થી એક ચડિયાતા છે. ઉપર થી આ ઘરેણાં તો બહુ જ મસ્ત છે. હું તો બહુ જ ખુશ છું.
હવે હું મારા કક્ષ માંથી નીકળી ને બહાર નગર ફરવા ઇચ્છુ છું. આ માટે હું એક દાસી ને વાત કરું છું. એ મને નગર ભ્રમણ માટે લઇ જાય છે. હજુ હું મહેલ માં જ છું આ મહેલ એટલું મોટું છે. જે ક્યાં થઈ આયાને ક્યાં ગયા ખબર ના પડે.પણ એટલું જ સુંદર છે . કલાત્મક ગુમર લટકી રહિયા છે..દીવાલ ઉપર ચિત્ર પણ ખૂબ સુંદર છે.. ચારેય બાજુ સુંદર સોના ની મૂર્તિઓ મુકેલી છે. એ ખૂબ જ સુંદર છે. ક્યાંક કોઈ કક્ષ માં રાજ્ય માં વિષય પર ચર્ચાવિચારણ થઈ રહી છે..બધા જ પોતના કામ માં લાગેલા છે..
હું મહેલ માં થી નીકળીને બહાર આવી છું ત્યાં તો મારી નજર મહેલ ની સામે રહેલા બગીચા ઉપર પડે છે. તે ખૂબ જ સુંદર હોય છે..રગબેરગી ફૂલો ખીલેલા છે.. પતંગિયા મધમસ્ત થઈ ને ઉડી રહિયા છે.ભમરા પણ ભમી રહિયા છે. બહુજ મનોહર ચિત્ર છે. હું એક ફૂલ ને તોડવા માટે જાવ છું.. ત્યાં એક આવાજ આવે છે."જન્મદિવસ ની શુભકામનાઓ!"
હું ચારેય બાજુ જોવા માંડું છું. ત્યાં ફરી કોઈ બોલે છે.."રાજકુમારી હું સદા તમારી સેવા માં રહીશ...આ ફુલો ઉપર આપનો પણ અધિકાર છે આપ લઇ લો.." મને એકદમ
આશ્ચર્ય થાય છે..કરણ કે આ તો ફૂલ ઝાડ બોલે છે..હું એ ફૂલ લઇ ને આગળ વધુ છુ..
નગર ના લોકો તો બહુજ ખુશ છે. કોઈ ના મુખ પર નિરાશા ની ઝલક પણ નથી. છલ-કપટ થી તો લાગે છે આ લોકો નો કોઈ સંબંધ જ નથી. બધા જ પ્રેમ પૂર્વક રહે છે. કોઈ ના મુખ પર ક્રોધ નું નામો નિશાન નથી. નગર ની સુંદરતા કરતા માનવ વચ્ચે ની આવી એકતા જોઈ મેં મન ખૂબ જ ખુશ થઈ ગયું. નગર ની વાત કરું છું. એ તો બહુ જ સુંદર હતું. આપણી જેમ રસ્તા માં ટ્રાફિક જેવી કોઈ સમસ્યા નથી. રસ્તા વ્યવસ્થિત અને સ્વચ્છ છે. રસ્તા ની બને બાજુ વૃક્ષો ઉગેલા છે. કોઈ દુકાન કે કઈ દેખાતું નથી. ત્યાં એક વિચિત્ર વસ્તુ દેખાય છે. કોઈ માણસ ખોરાક માટે કોઈ ને મારતું નથી. તેઓ જે-તે વૃક્ષ પાસે થી ફળ લે છે. અને વૃક્ષ પણ એમને પ્રેમ પૂર્વક આપે છે. લોકો વૃક્ષ ની ખાતર-પાણી આપે છે.વૃક્ષ એમને ફળ આપે છે. અરે ...આ શું આ નગર માં તો સિંહ અને સસલું પણ સાથે ફરે છે. આખું નગર વિસ્મય ભી ભરેલું છે.
અમને મહેલ માંથી નીકળ્યા વધુ સમય વીતી ગયો હતો.હું હજુ પણ વિસ્મય થઇ ને નગર ની સુંદરતા જોવા માં જ મગ્ન હતી ત્યાં મારી સાથે આવેલી દાસી એ કહીયું:આપણે હવે જવું જોઈએ..નહિ તો મહેલ માં બધા ચિતા કરશે. અમે લોકો મહેલ માં જવા માટે રાવના થઈ જઈએ છીએ..
હું મહેલ માં જઇ ને પિતા એટલે મારા પપ્પા ના કક્ષ માં જાવ છું. ત્યાં માતા અને પિતા બંને ચિતા માં હોય છે.માતા રડતા હોય છે..અને મારા નાના ભાઈ વિશે કાઈ વાત કરી રહિયા છે. એ કદાચ મહેલ માં નથી. કાઈ સમજ નથી પડતી. હું કક્ષ માં જઇ મેં પિતાજીને ભાઈ વિશે પૂછું છું.
"પિતાજી આમ ચિતા માં કેમ છો..ક્યાં છે ભાઈ..?"
પિતા જી કાઈ બોલતા નથી..આ બાજુ માતા જ ચૂપ છે. એમની પાસે ઉભેલા એમના અંગત મંત્રી પણ ચૂપ છે.
હવે મન માં પ્રશ્ન થવા લાગે છે. ..
.............................★....................................
આ રાજ્ય ના લોકો તો હંમેશા ખુશ રહેતા હતા ..આજે શુ થયું હશે તો આ રાજ્ય ના રાજા જ દુઃખી છે..રુહી નો નાના ભાઈ ક્યાં હશે...આ બધા આપણે આગળ જોઈસુ..
રુહી ની આ જર્ની જાણવા માટે આ વાર્તા વાંચતા રહેજો...