Dill Prem no dariyo che - 32 in Gujarati Fiction Stories by Nicky@tk books and stories PDF | દિલ પ્રેમનો દરિયો છે - 32

Featured Books
Categories
Share

દિલ પ્રેમનો દરિયો છે - 32

બહાર નીકળતા જ પરીને મિડિયા વાળાએ ઘેરી લીધી. ના વિચાર્યા હોય તેવા સવાલોનો વરસાદ તેના પર વરસી રહયો હતો ને તે ખામોશ બની ખાલી જોઈ રહી હતી. તેને અહીંથી બહાર જવું હતું પણ મિડિયા વાળા તેનો પીછો છોડતા ના હતા. પાછળથી ઈશાન આવ્યોને પરીને મિડિયા વાળાથી બચાવી બહાર લઇ ગયો.

" ઇશાન, આ બધું શું થ્ઈ રહયું છે...મને તો કંઈ જ સમજાતું નથી." તેની આંખો તે શબ્દો સાથે જ રડી પડી. તેના લાગણીભીના હૈયામાં દબાઈ રહેલા શબ્દો બિહાર આવી રહયા હતા ને તે ઈશાનને હક કરી જોરશોરથી રડી રહી હતી.

"પરી, જે થવાનું હતું તે થઈ ગયું. હવે આમ રડવાથી શું થશે....?" તેના આસું એકદમ જ રુકી ગયા ને તે ઈશાનથી અલગ થઈ ગઈ. "એકમિનિટ.....કહી આ બધું તે....... નો.... ઇશાન..... "

"વોટ...!! તું મારા પર શક કરે છે.....?? હું તને અને મહેરને એક કરવા માટે બધું કરી શકુ તેનો એ મતલબ નહીં કે તારા સપનાને તોડી દવ....."

"હું તારા પર શક નથી કરતી ઈશાન પણ હવે કોઈના પર પણ ભરોસો મને નથી બેસતો. તે જોયું ને મંચ પર શું થયું...મે તેનું શું બગાડયું હતું. તેને મારુ ગીત સોરી લીધું તો પણ હું કંઈ નહોતી બોલી. છતાં પણ તેને આખી દુનિયાની સામે મારી ઈજજત ઉછાળી દીધી." તેની આંખો આસુનો દરીયો બની બસ વહેતી જતી હતી.

"તે નહીં.... પણ, મહેરે તો તેનું બગાડયું ને..." મહેરનું નામ આવતા ફરી તેના ચહેરા પર તે ખામોશી ભળી ગઇ્. "તેને શું મળ્યું મને આટલી જલીલ કરવાથી......"તેમના વહેતા આસું ગાલને ભીજવી જમીન પર સરી જતા હતા. તેની લાગણી રાતના અંધારામાં છુપાઈ જતી હતી પણ દિલના ધબકારા સાથે ભળી ફરી બહાર નિકળી જતી હતી.

"ઈશાન, હું પપ્પાને છું કહીશ....??તેની સામે નજર કેમ મળવીશ....?? તું જાણે છે ને આ બધું જોયા પછી પપ્પાની હાલત શું થ્ઈ હશે...? જેની સામે બેસી હું કોઈ એવી મુવી પણ નહોતી જોઈ શકતી તેની સામે મારી અને મહેરની આવી તસ્વીરો...!!!! આજે આખી દુનિયામાં મારી આ તસ્વીરને જોઈને ન જાણે કેવી વાતો થતી હશે. ઈશાન, હું દુનિયામાં નામ કમાવા માગતી હતી પણ અહીં તો મારી અને આપણા પરિવારની આબરુ ઊડી ગઈ. પપ્પા સાચું કહેતા હતા કે આ દુનિયા બહું ખરાબ છે પણ મે ત્યારે તેમની વાત ના માનતા મારી મનમાની કરી, કેમકે મને લાગતું હતું કે દુનિયા આટલી પણ ખરાબ નથી જેટલું લોકો વિચારે છે. કાશ મે ત્યારે પપ્પાની વાત માની મારા સપનાને ઉડતા રોકી લીધું હોત....કાશ, મે કયારે કોઈ સપનું જ જોયું ના હોત....તો જિંદગી એમ જ હસ્તી હોત. આજ ની જેમ રડતી ના હોત " ખુદને જ ગલત માનતી પરી જિંદગીના આ સપનાથી તુટી પડી હતી. તેના દિલમાં છુપાયેલા શબ્દો લાગણી બની બહાર ફેંકાઈ રહયા હતા. તેની આંખના આસું ઈશાનથી હવે જોવાતા પણ નહોતા.

"પરી, તું હંમેશા જ બધુ પોતાના પર લ્ઈને ફરે છે. સપનું જોવું ને તેના માટે લડવું ગલત નથી..... " ઈશાનના શબ્દો પુરા પણ નહોતા થયા ત્યાં જ પરી વચ્ચે જ બોલી પડી, "કોઈને પ્યાર કરવો.....???કિતાબોની દુનિયાથી હકિકતની દુનિયાથી બિલકુલ અલગ નથી. શું કામ હું ફરી ફસાઈ ગઈ પ્યારની આ દુનિયામાં....!!!" ના, તેના આસું રુકતા હતા ના તેની વાતો. મુંબઈના ખાલી રસ્તા પર રાતના અંધારામાં પરી પોતાની પ્યાર ભરી જિંદગી ને ગલત માની રહી હતી.

આશાના આ કિરણમાં હવે જીતવાની આશા પણ પુરી થઈ ગઈ હતી. સંબધોની કદર કરવા છતાં પણ તે આ રસ્તા પર એકલી ઊભી હતી. ઈશાન તેનો ભાઈ હોવા છતાં પણ તેની ખામોશીને દુર નહોતો કરી શકતો કેમકે આજે પહેલીવાર કંઈક એવું બન્યું હતું જે તેને સપને પણ નહોતું વિચાર્યુ. દરીયા જેવા વિશાળ હૈયામાં આજે જે ધા લાગ્યો હતો તે ધા મહેર સિવાય કોઈ ઉતારી શકે એમ નહોતું ને મહેર અત્યારે તેની સાથે નહોતો.

"પરી, રાત થઈ ગઈ છે ઘરે જઈએ બધા ચિંતા કરતા હશે....."ડરતા અને ખામોશ ચહેરે તે પરીને ઘર જવા સૂચવી રહયો હતો પણ પરી હવે તેના ધરે જવા માટે તૈયાર ના હતી.

"ઇશાન, તું જા....પપ્પાની હાલત ખરાબ થઈ ગઈ હશે. તારા સિવાય તેને કોઈ સંભાળી નહીં શકે..."

"પણ, તું.....!! તું પણ ચાલ ને સાથે......"

"મારુ ટેશન ના લે હું ઠીક છું... અત્યારે મારા કરતાં તે લોકોને સંભાળવા વધું જરુરી છે. ફરી એકવખત તેમની લાડકી પરીએ બધાને જલીલ કર્યા." તકલીફ અને ખામોશી ને એક બાજુ મુકી તેને ઈશાનને ઘરે મોકલ્યો ને તે રસ્તા પર એકલી જ ચાલવા લાગી.

પરીનો પરિવાર ખરેખર તુટી ગયો હતો. પરી અને મહેરની મહોબ્બત તો બરાબર હતી પણ લોકો સામે આજે જે બન્યું તે બધું જ તેના પરિવારની સમજની બહાર હતું. એકબાજુ પર ટીવી પર ન્યુઝ ચાલી રહી હતી ને બીજી બાજુ ખામોશ બેઠેલા મહેર અને પરીનો પરિવાર શાંત મને સોફા પર બેઠા હતા. તેમા દિપકભાઈ અને મહેર બંનેમાંથી કોઈ દેખાતું ના હતું. મહેર તો આમેય કયારે આ ઘરે આવતો ના હતો પણ દિપકભાઇ કયાં છે તે કોઈ જાણતું ના હતું. ઈશાને આવતા બધાને પૂછયું પણ કોઈની પાસે કોઈ જવાબ ના હતો.

"શું છે આ બધું કોઈ મરી નથી ગયું કે બધા આમ બેઠા છો......ને આ ન્યુઝ.....તે લોકોનું કામ છે વાત ને વધારી આગળ કોઈની બદનામી કરવાનું......ને અંકલ તમે પણ અહીં આ લોકો સાથે બેસી ખામોશ છો.....તમારે તો ઊલટાનું ખુશ થવું જોઈએ કે જે સંબધને તમે અને મોટાપપ્પા એ જોડયો તે હવે આખી દુનિયા સાથે જોડાઈ ગયો છે." ઇશાને આવી તરત જ બધાને લઈ લીધા હતા. આજે તે નાનો છે તે વાત ભુલી ગયો હતો ને પોતાની બહેન માટે તે બધાના વિચારોને બદલી રહયો હતો.

"ખરેખર આજે જે થયું તેમાં આપણા બંને પરીવારની બદનામી થઈ છે. તો શું આપણે હિમ્મત હારી આમ જ રડતા રહીશું. શું અંકલ આ બદનામી ના દાગ ને હટાવા આપણે આખો પરિવાર એક બની લડી ના શકયે...??? મોટા મમ્મી હું પરીને જોઇને આવ્યો છું તેની હાલત તમે વિચારી પણ નહીં શકો. આજે આપણા કરતાં તે વધારે તુટી ગઈ છે. તેને કોઈ ભુલ નથી કરી છતાં પણ તેને એવું લાગે છે કે આજે ફરી એકવાર પોતાની જીદના કારણે તેના પરિવારની બદનામી થઈ. તે પોતાની જાતને સંભાળી નથી શકતી છતાં પણ તેમને મને અહીં તમારા લોકોનો આસું લૂછવા મોકલ્યો. કેમકે તે જાણે છે કે તેના આ વર્તનથી તેનો પરિવાર વિખેરાઈ ગયો હશે....પ્લીઝ, અંકલ તમે મોટાપપ્પાને સમજાવો, તે તમારી વાત માનશે...." ઈશાનના આટલા શબ્દો જ તેને રડાવી ગયાં ને સાથે આખા પરિવાર ને પણ.

"પરી ક્યાં છે અત્યારે ઈશાન......." પરીની દાદીએ ગળગળા અવાજે ઈશાનને પૂછયું.

"માસી, પરીને આપણી નહીં તેના પપ્પાની જરુર છે....આપણે તેને દિલાસો તો આપી શકીશું પણ તેના દિલનું દુઃખ આછું નહીં કરી શકયે....."આટલું બોલતા ઘર્મૈશભાઈની આખો પણ ભરાઈ ગઈ હતી. "ઈશાન અમે તારી વાત સમજી રહયા છીએ. અમે અહીં પરીના કારણે દુઃખી નથી....."ઘર્મૈશભાઈના અધુરા વાક્યે ઈશાનને વિચારવા મજબુર કરી દીધો

"તો.....!!"

"દિપક, જે બન્યું તેનાથી નારાજ થઈને ત્યાં જ મંચ પરથી જ કંઈક જતો રહયો છે. ના તેનો ફોન લાગી રહયો છે. ના તે કંઈ જગ્યાએ છે કંઈ જ ખબર નથી કોઈને."


♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
તુટેલા પરીના આ સપનાને શું ફરી ઉડવાની પાંખ મળશે...?? કયાં ગયા હશે દિપકભાઇ....??શું તે પરીથી નારાજ હોય શકે.....??? આ સંબધોની જોડાતી કડી વચ્ચે ફસાયેલી પરીની જિદગી હવે શું મોડ લઇ શકે... શું તે આ કોમ્પિટિશનની વિનર બની શકશે....?? શું હવે તેના અને મહેરનો સંબધ થશે.....??? મહેરના ખોટું બોલવાના કારણે શું પરી તેને પહેલા જેટલો પ્રેમ કરી શકશે....શું થશે પરીના આ પ્રેમનું અને સપનાનું તે જાણવા વાંચતા રહો દિલ પ્રેમનો દરિયો છે.....(ક્રમશ)