રિયા ના જન્મદિવસ ની પાર્ટીમાં બધા જુના મિત્રો ઘણા સમયે મળ્યા હતા એટલે વાતો કરતા ક્યારે 11:30 થઈ ગયા ખબર જ ન પડી..
બધા એકબીજા ને મળી ને છુટા પડે છે..સીમા અને રાકેશ ગાડીમાં બેસીને નીકળે છે..
સીમા: રાકેશ, આજે અહીંયા બોવ મોડું થઈ ગયું છે અને આપણે લાંબો રસ્તો કાપવાનો છે..મને ડર લાગે છે.
રાકેશ: ના..ના ડરવાની કાંઈ જરૂર નથી..આપણે જલ્દી પહોંચી જઈશું..
આખો રસ્તો ખૂબ જ વેરાન ...સૂમસામ પણ અચાનક એક જગ્યા જ્યાં લીલુછમ અને બીજું આહલાદક વાતાવરણ એ જોતાં જ સીમા જીદ કરે છે થોડી વાર અહીંયા ઉભા રહીએ બોવ સારું વાતાવરણ છે.તેની જીદને માન્ય રાખીને રાકેશ માની જાય છે..અને ગાડીમાંથી બહાર ઉતરે છે..અને થોડીવાર ઊભા રહે છે અને થોડી વાર પછી વાતાવરણ માણ્યા પછી પાછા જવા માટે જેવા ગાડીમાં બેસે છે.
રાકેશ: સિમી, ગાડી સ્ટાર્ટ નથી થતી.. બગડી ગઈ છે. કોઈની પાસે મદદ માંગવી પડશે ( ફોન જોવે છે પણ ઓહહ.. બેટરી લો..)
હવે શું કરીશું.
સીમા: અહીંયા કોઈને શોધી જોઈએ મદદ મળી શકે તો..
ચાલો બહાર ઉતરી ને શોધીએ..
શોધતા શોધતા જંગલ માં કાઈ જ ન મળે ત્યાં એક હોટેલ પણ દેખાવ જાણે મહેલ જેવો અદભુત રચના ..વધારે તપાસ કરતા ખબર પડી કે એ મહેલ ને જ હોટેલ બનાવવામાં આવી હતી એ મહેલ હતો ગજેન્દ્રસિંહ નો ... પણ એમના ભાઈ એ પછી થી હોટેલ બનાવી લીધી હતી ..ગાડી સરખી થશે ત્યાં સુધી એમને ત્યાં રહેવાની જગ્યા મળી ગઈ,
હોટલ ના ફોનમાંથી ગેરેજ માં ફોન કરે છે એટલે ગાડી તો સરખી થઈ ગઈ પણ એમ વિચાર્યું કે રાત થઈ ગઈ છે તો સવારે જ નિકળીશું.અને વાતાવરણ પણ એમને ગમી ગયું હતું...
પણ ......
વાતાવરણ સારું હોય તો જગ્યા સારી ન પણ હોય ........
હીહીહીહીહીહીહીહીહિ ......
હવે અડધી રાત થતા જ અચાનક કોઈના હસવાનો અવાજ ...એ બંદ થાય તો કોઈ ચાલે ધડા ધડ અવાજ , સરરરરરર.....
હાહાહાહાહાહાહાહા.....
ખરરરરરરરરરર..... અવાજ
કરીને કોઈ દોડી જતું.
અચાનક જ પંખા ચાલુ બંધ..
લાઇટ પણ એમ જ ચાલુ બંધ થતી હતી.....
આ બધું જોઈને સીમા એ કહ્યું હવે આપણે અત્યારે જ નીકળી જઈશું આ જગ્યા બરાબર નથી લાગતી
હવે બહાર નીકળતા જ ગાડી ગાયબ …..
એક ભયાનક ચહેરો ... કર્કશ અવાજ જાણે કાન માં દુખવા લાગે ...
આ બધાથી બચીને ભાગતા.............
વધારે શોધતા ગાડી મળી ગઈ અને એમાં બેસી ને ચાલુ કરવા જાય છે તો ગાડી ચાલુ જ ના થઈ હવે તો એમનો શક વધારે મજબૂત બનતો જતો હતો અને હવે ભાગી નીકળવા સિવાય કોઈ રસ્તો નથી એમ વિચારીને ગાડી માથી ઉતરી ગયા ...
હવે શું???
સરસરસરસરર....... ગાડી નો અવાજ ચાલુ
અચાનક જ ગાડી ચાલુ થઈને એમની પાછળ દોડવા લાગી બન્ને દોડતા દોડતા એજ જગ્યા એ આવી ગયા જ્યાં એમની ગાડી ખરાબ થઈ હતી હવે ગાડી પણ ત્યાં અટકી ગઈ એટ્લે બન્ને ઊભા રહી ગયા પણ અચાનક એક હાથ નીકળે છે મોટા રાક્ષસ જેવા નખ અને હાથ જોતાં જ ડર લાગે એવો અને રાકેશ નો પગ પકડીને ખેંચે છે ધીમે આ જોઈ સીમા દોડીને મદદ માટે જાય છે પણ કોઈજ નથી મળતું ..અને સીમા ને પણ એવી જ રીતે ખેંચી લે છે કોઈ..
હવે હાથ સાથે આખો એજ ભયાનક ચહેરો દેખાય છે..
જે ભયાનક હાથ નીકળીને રાકેશ અને સીમા ને પોતાની તરફ ખેંચે છે એ જોત જોતાં માં રાકેશ અને સીમા ને પોતાની સાથે જમીન માં દફન કરી લે છે.
અને બંને નો અવાજ શાંત થઈ જાય છે..
મદદ માટે ની બૂમ પાડી હોવા છતાં કોઈ સુધી એ અવાજ પહોચી શકતો નથી.
(2 દિવસ નીકળી ગયા આમ જ)
************************************
રીયા વિચારે છે કે એના બર્થડે પછી તો રાકેશ અને સીમા નો કોઈ કોલ જ ન આવ્યો ચાલો હું જ કોલ કરી લઉં.
રીયા ફોન લગાવે છે
(સીમા ને કોલ કરતાં રિંગ વાગે છે પણ કોઈ જ જવાબ નથી મળતો)
રીયા: સીમા તો મારો કોલ હોય ને જવાબ ન આપે એવું ન બને રાકેશ ને પૂછીજોવું
(રાકેશ ને કોલ કરતાં રિંગ વાગે છે પણ કોઈ જ જવાબ નથી મળતો)
બંને નો કોઈ જવાબ ન મળતા હવે રીયા સુમન ને કોલ કરે છે
રીયા: હેલો સુમન, રાકેશ અને સીમા ના 2 દિવસ થી કોઈ જ સમાચાર નથી, તને કઇ ખબર છે?
સુમન : ના રીયા, તારા બર્થડે પછી કોઈ જ વાત નથી થઈ મારે..
.(હવે આ વાત બધા જ ફ્રેન્ડ સુધી પહોચી જાય છે અને તપાસ કરતાં ખબર પડે છેકે છેલ્લે જંગલ વાળા રસ્તે એમની ગાડી ખરાબ થઈ ગઈ હતી)
બધા જ ફ્રેન્ડ એક ગાડી લઈને રીયા, સુમન , વિકાસ અને પ્રિયા એ જગ્યા એ પહોચી જાય છે એજ મહેલ વાળી હોટેલ પાસે આવીને
પ્રિયા: અરે.. આતો રાકેશ ની કાર છે
વિકાસ : હા તો નક્કી એ લોકો આ હોટેલ માં જ હશે ચાલો હોટેલ માં જઈને પૂછતા મેનેજરે કહ્યું અહિયાં કોઈ આવા વ્યક્તિ આવ્યા નથી ...
હવે બધા જ પરેશાન થઈ જાય છે કે આખરે રાકેશ અને સીમા ક્યાં ગયા...
બહાર જઈને વિચારતા હોય છે કે હવે આગળ શું કરીએ
રીયા: આ સામે ત્રિસુલ કેમ સૌથી અલગ લાગે છે.. ?
વિકાસ : કહેવાય છે આ હોટેલ ના માલિક ગજેન્દ્ર સિંહ નું ભૂત અહિયાં ફરે છે એટલે હોટેલ બહાર રક્ષા માટે લગાવ્યું છે ...
રીયા અને સુમન : હા હા હા .. ભૂત....
આવું તો હોય ....
(શોધતા શોધતા આમ પણ સાંજ પડી ગઈ હતી એટ્લે બધા જ ત્યાં રોકવાનું નક્કી કરીને હોટેલ માં જાય છે )
હવે હોટેલ માં જતાં જ રીયા ને રિંગ સંભળાય છે એક રૂમ માં સીમા નો મોબાઈલ પડ્યો છે જોતાં ખબર તો પડી જ ગઈ કે મેનેજર ખોટું બોલે છે પણ પહેલા કોલ કોનો છે એ જોઈ લઉં
રીયા જેવુ વાત કરવા જાય છે કે કર્કશ અવાજ સભળાય છે
“આવી ગયા તમે”હાહાહાહાહાહા,……
ચાલો સીમા જોડે મળવા લઈ જઈશ
ને પછી અવાજ બંદ....
થોડીવાર પછી અરિસા પર લખેલું આવે છે ...
દફન કરી લઇશ...
અને જોતાં જ આખો બેડ માટી ના ઢગલા માં બદલાઈ જાય છે,
અને એ માટી માથી એક હાથ આવે છે... અને રીયા બેહોશ થઈ જાય છે...
આ હાથ ને જોઈને અને બીજા બનાવો ના કારણે રિયા બેહોશ થઇ જાય છે.. અને હાથ પાછો ગાયબ થઈ જાય છે, કારણ રીયા ના હાથ પર "ૐ" લખેલું બ્રેસલેટ હતું જે એના મમ્મી એ આપ્યું હતું...
પણ એનો અવાજ સાંભળીને વિકાસ અને સુમન દોડી આવે છે અને થોડીવાર મા રિયા ને સ્વસ્થ લાગતા બધ જ બનાવો ની જાણ થાય છે..
સુમન: અરે આ જગ્યા એવી છે એટલે તને ભૂત દેખાય છે...
વિકાસ: ના આ જગ્યા નું મેં ઘણું વાંચ્યું છે તો રિયા કહે એ સાચું હોઈ શકે.
રિયા: તમને બન્ને ને વિશ્વાસ નથી તો જુઓ મેનેજર એ ના પાડી હતી ને કે સીમા અને રાકેશ અહીંયા આવ્યા જ નથી..
જુઓ આ સીમા નો ફોન...
વિકાસ અને સુમન: અરે હા , તો મેનેજર ને જઈને પૂછીએ ચાલો
(એટલા માં પ્રિયા દોડતા આવે છે..)
પુરી હોટેલ ખાલી છે કોને પૂછશો મેં રિયા માટે ડોકટર બોલાવવા મેનેજર ને શોધ્યા અને આખો સ્ટાફ ગાયબ છે..
સાથે બીજા બધા રૂમ પણ ખાલી જ છે...
સુમન:: એવું ન બની શકે ચાલો જોઈએ..
(બધા સાથે જઈને જુવે છે તો બધા જ રૂમ વર્ષો થી બંદ હોય એમ જ પડ્યા છે અચાનક એક ફોટો દેખાય છે...)
સુમન:: આતો મેનેજર નો ફોટો છે પણ વર્ષો જૂનો હોય એવું લાગે છે.
(એટલા મા અચાનક સીમા આવતી દેખાય છે, બધા ખુશ થઈને સીમા ને મળે છે)
વિકાસ: સીમા ક્યાં હતી? કેટલા દિવસ થી અમે તને શોધતા હતા, રાકેશ ક્યાં છે ?
સીમા:: એ બહાર બેસ્યો છે ચાલો એને મળવા..
(પણ રિયા અચાનક જ રોકાઈ જાય છે કારણ એનું ધ્યાન જાય છે સીમા ના પગ તરફ, જે ઉલટા હતા)
રિયા:: સુમન આ સીમા નથી આપણે ક્યાંયે નથી જવાનું એની સાથે...
સુમન :: તું પાગલ થઈ ગઈ છે કે શું.. ? જો આ સીમા જ છે..
વિકાસ નું પણ ધ્યાન સીમા ના પગ માં જતા એ બોલ્યો..
રિયા સાચું બોલે છે એના પગ જો...
હવે સીમા નો ચહેરો અચાનક ગોળ ગોળ ફરવા લાગ્યો અને હવા માં ઉડવા લાગી તથા એના સાથે કર્કશ અવાજ પણ આવતો હતો
આખા રૂમ માં ભય નો માહોલ થઈ ગયો હતો.
(રિયા ,સુમન, પ્રિયા ને વિકાસ ખૂબ જ ડરી ગયા હતા)
વિકાસ અચાનક ઉચકાઈ ગયો ને જોર થી છત સાથે અથડાય છે
આ જોઈને હવે વાતાવરણ વધારે ડર વાળું થઈ ગયું..
પણ અચાનક શુ...
રાકેશ આવે છે તો તો વિકાસ એની તરફ દોડવા જાય છે ને યાદ આવે છે કે સીમા બની કોઈ આવી શકે તો આ રાકેશ ન પણ હોય.
હવે તો ડર વધારે ફેલાઈ ગયો કારણ પહેલા એક સીમા નો જ ચહેરો પણ હવે તો રાકેશ પણ સાથે છે..
ચારે તરફ ચીસા ચીસ અને ભયાનક માહોલ.
અચાનક જ કોઈ ને કોઈ વસ્તુ આવી ને અથડાઈ જતી જેના કારણે બધા જ ઘાયલ થઈ ગયા હતા..
"દફન કરી દઈશ " એવો કર્કશ અવાજ ...
હવે વિકાસ ને પેલો ભયાનક હાથ આવીને પકડી લેય છે.
અને ખેંચવા લાગે છે ..
જોઈને જ તરત જ રીયા વિકાશ ને પકડી લે છે આ જોતાં જ એ હાથ અદ્રશ્ય થઈ ગયો, બધા જ આશ્ચર્યમાં કે રીયા ના હાથ પકડતા જ બધુ જ શાંત કેમ પણ હવે બધા જ ભેગા થઈ ગયા.
(જોરથી ચીસ પાડીને)
સુમન : પ્રિયા , પ્રિયા ગાયબ છે.
બધા જ ગભરાઈ ગયા હવે એક જ વાત કે પ્રિયા ક્યાં ગઈ હશે, દોડતા દોડતા બહાર આવે છે અને ક્યએ પ્રિયા નથી દેખાતી પણ અચાનક ઉપર જોઈને રીયા ચીસ પાડે છે .
આ શું પ્રિયા હવામાં લટકે છે અને જોરથી જમીન પર પછડાય છે, આ દ્રશ્ય એટલું ભયાનક હતું કે બધા જ ગભરાઈ ગયા, અને રીયા આગળ વધે છે પણ એ પહેલા જ પ્રિયા ખેંચાઇ જાય છે બધા જ પાછળ દોડે છે અને બધાની સામે જ પેલો હાથ પાછો નીકળે છે અને જમીન માં પ્રિયાને ખેંચી લેય છે.
આટલું ભયાનક દ્રશ્ય જોતાં જ બધા વધારે ડરી ગયા અને પાછા ભાગવા લાગ્યા ત્યાં તો નજર પડે છે એ હાથ જ નહી પણ આખો ભયાનક ચહેરો હવે કોઈને કાઇ સમજાતું ન હતું કે ક્યાં જવું અને શું કરવું ચારે બાજુ એજ ચહેરો
ક્યારેય પૂરો કોઈને ન દેખાયો હતો પણ આજે બધાને સમક્ષ આવી ગયો અને જોતાં જ સમજાઈ ગયું કે આતો હોટેલ માં મૂકેલો જે ગજેન્દ્રસિંહ નો ફોટો હતો એજ છે પણ આંખો અને હાથ ના મોટા નખ જાણે રાક્ષસ જ હોય .
હવે એ નજીક આવીને સુમન ને પકડી લેય છે અને સુમન ગભરાઈ ગઈ હોય છે અને સુમન ને મારવા જાય એ પહેલા જ વિકાસ આવીને જોરથી ધક્કો મારે છે હવે વાત તો એ કે વિકાશ કાઇ સમજે એ પહેલા જ ગજેન્દ્રસિંહ નું ભૂત એને ખેંચીને જમીન માં લઈ જાય છે.
રીયા વચ્ચે આવીને પૂછે છે કે કેમ આમ કરે છે અમે તમારું શું બગાડયું છે?
ગજેન્દ્રસિંહ : હું કોઈને જ નઇ જીવવા દઉં જે અહિયાં આવીને આ હોટેલ માં રહેશે, આ હોટેલ મારી હવેલી હતી જેને મારા ભાઈએ હોટેલ બનાવવા માટે માંગી હતી પણ મે ના પાડી એટ્લે મને જીવતો દફન કરી લીધો હતો, હવે જે કોઈ આ હોટેલ માં આવશે એ બધા ને જ હું દફન કરીશ...
રીયા: પણ અમને જવા દો અમે નહીં આવીએ અહિયાં,
પણ ગજેન્દ્રસિંહ વિકાશ વિકાશ ને દફન કરી લે છે અને રીયાને વિકાશ ની વાત આવતા એ પેલા ત્રિસુલ પાસે ભાગવા લાગે છે, ત્રિસુલ પહેલા તો ગજેન્દ્રસિંહ આવી જાય છે
સુમન હવે અચાનક પાછળ થી હોકી સ્ટિક મારે છે અને એ જોતાં જ રીયા ત્રિસુલ મારી દેય છે
ગજેન્દ્રસિંહ : તારા કારણે મારી ઈચ્છા અધૂરી રહી ગઈ છે હવે હું તને મારી ન શકું પણ તારો પીછો ક્યારેય નહીં છોડું
આમ કહીને એ સુમન ને પણ લઈને દફન થઈ જાય છે..
અને એજગ્યાએ જ ગજેન્દ્રસિંહ ને દફન કરવામાં આવ્યો હોય છે.
અને આખરે આખા ગ્રુપ માથી હવે રીયા જ બચે છે.
(હવે રીયા સાથે શું થશે?, શું ગજેન્દ્રસિંહ પાછો આવશે ?,હવે શું થશે એ જોઈશું આગળ ના ભાગ માં )
To be continued…..