વૈશાખ મહિના ની કાળઝાળ ગરમી વરસી રહી હતી.લાગતુ હતુ જાને સુર્યદેવ પોતે જ ધરતી પર ઉતરી આવ્યા હોય .આવી ગરમી મા અમદાવાદ ની ગુજરાત યુનિવર્સિટી માથી Msc નુ પહેલુ પેપર આપી ને મિત અને સ્નેહ ચાલતા પોતની હોસ્ટેલ તરફ જઇ રહ્યા હતા.બંને ને પેપર કેવુ ગયુ એની ચર્ચા પતી ગઇ હતી અત્યારે રાત્રે કોલકત્તા ની ટીમ જ જીતવી જોઇયે તે ચર્ચા ચાલી રહી હતી.ચર્ચા મા જ સ્નેહ ની નજર દુર ઉભેલા ગોલા ની લારી પર ગઇ .
"ચાલ મિત કાચી કેેરીનો ગોલો ખવડાવું" સ્નેહ ને રોડ પર પડેલા કાંકરાને પગ મારતા કહ્યુ.
હા ચાલ એમ પણ ગરમી સરખી રીતે જીવવા નહી દે. મીત ને વળતો જવાબ આપ્યો .
અંકલ એવો ગોળો બનવો કે ક્યારેય ના ખાધો હોય ને આ ગરમી થી થોડોક ટાઇમ છુટકારો મળે. સ્નેહ ને ગોળો ખાવાની ઉતાવળ એના શબ્દો મા છલકાતી હતી .કાચી કરી હો કાકા બીજો મીત ભાઈ ને પુછી લો અમ્ને કયો ચાખવો છે .
વાત વાત મા ગોલામાથી રસપાન કરતા કરતા મીતે કહ્યુ કાકા તમે આટલો સરસ ગોળો બનવો છો તો તમે એક નામઆપીદો બહુ નાં થશે
છે જ બેટા નામ નુ બોર્ડ બની ગયુ છે લગાવવનુ બાકી છે બસ મારી પ્યારી છોકરી ના નામ પર થી છે .
"શુ નામ છે તમારી લાડલી નુ "મિત ઍ તરત જ પુછ્યુ .
"હેપ્પી" ગોલા વાલા કાકા એ ખુશ થઈ ને જવાબ આપ્યો .
મીત નામ સાંભળતા જ સ્તબધ થઇ ગયો .જાને નામ સાથે કઈ સબંધ હોય . સ્નેહ ગોળો ખાવામા મશગુલ હતો પણ મિત ભુતકાળ ની યાદો મા ખોવાઈ ગયો હતો .અચાનક મિત સામે જોઇ ને સ્નેહ ને કહ્યુ
"શુ થયુ લા કેમ ગોલા માથી રસ ઉડી ગયો કે શુ ?
"ના ના યાર આતો ભુતકાળ મા ખોવાઇ ગયો "
આટલુ જ સાંભળતા સ્નેહ ખડખડાટ હસી ગયો ભુતકાળ ને તુ શુ ભાઇ તારે ય ભુતકાળછે એમ
હા એમા આમ દાંત કેમ કાઢે છે .મિત ઍ ગોલા ની ચુસ્કી લેતા કહ્યુ.
દાંત જ આવે ને ભાઇ જે નો અત્યારે કોઇ વર્તમાન નથી ઍ ભુતકાળ ની વાતો કરે છે .
પોતાની હોસ્ટેલ તરફ જઇ રહેલા સ્નેહ કાલ ના પેપર ની વાત કરતો હતો પણ મિત હજુ એની યાદો મા જ ખોવાઇ ગયો હતો .બંને ની મિત્રતા પર બીજા સ્ટુડન્ટ્સ જેલસ થતા હતા.બંને મા એક સમાન ખુબી હતી કે તેઓ કોઇ એક વસ્તુ નો ક્યારેય એક અર્થ કે એક દિશા મા નહતા જોતા તેઓ કોઇ પણ વસ્તુ ના નિકળે અટલા તર્ક કાઢી લેતા હતા.બસ આજ ખુબી ના કારણે તેમની મિત્રતા ખુબ ગાઢ બનેલી કર્ણ દુર્યોધન પછી જો કોઇ મિત્રતા ની વાત થશે તો સ્નેહ -મિત ની થશે એવુ કોલેજ મા બીજા સ્ટુડન્ટ્સ વાત કરતા.મિત દેખાવ મા ખુબજ હેન્ડસમ છોકરો હતો.એની ફ્રેન્ચ કટ દાઢી એની સુંદરતા મા વધારો કરી રહી હતી.તેજસ્વી ચહેરા ની સાથે અભ્યાસ મા પણ ખુબજ તેજસ્વી હતો.કોલેજ મા તે પ્રથમ નંબરે આવતો હતો .લાઇફ મા થોડો સિરિયસ દરેક વાતને ગંભીરતા થી લેતો.મજાક મસ્તી કરતો પણ સ્નેહ જેટલી નહી, લેક્ચર ક્યારેય બંક ન કરવા એના માટે કોલેજ મા એ પ્રખ્યાત હતો.જ્યારે આ બાજુ સ્નેહ બિન્દાસ છોકરો .ભાગ્યેજ લેક્ચર મા જતો, મિત લેક્ચર મા હોય ત્યારે સ્નેહ તેના બીજા મિત્રો સાથે કોલેજ મા ટાઇમ પાસ કર્યા કરતો.કોલેજ ના બીજા મિત્રો વિચારતા કે આટલી ડિફરન્ટ ચોઇસ હોવા છતા આટલી દોસ્તી કઈ રીતે.
"ચાલ દોસ્ત રૂમ પર જઇ ને મસ્ટ હેલિકોપ્ટર પંખો કરી ને સુવું છે ને તુ પેપર સોલ્યુશન ની પિપોડી ના વગાડતો પ્લીઝ"સ્નેહે ગોલા વાળા નો હિસાબ પતાવી હોસ્ટેલ તરફ આગર વધતા કહ્યુ .
મિત નો જવાબ ના આવતા થોડી વાર પછી સ્નેહ બોલ્યો "હેલ્લો મિત"
હા બૉલ મિત જાને કોઇ વાત મા ખોવાઈ ગયો હોય ને સ્નેહ ની વાત મા કોઇ રસ ના હોય તેમ જવાબ આપ્યો .
શુ દેવદાસ દિવેલ પી ગયો હોય તેવુ મોઢુ કેમ કર્યુ છે . સ્નેહ હજુ પણ રમુજ ના મુડ મા હતો.
શુ હશે મિત ના મુંઝવણ ની વાત વાંચો ભાગ 2મા .