kem chho ? in Gujarati Film Reviews by jd books and stories PDF | કેમ છો?

The Author
Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

કેમ છો?

હેલ્લો દોસ્તો,

આમ તો લગભગ તમે બધા એ જ લૉકડાઉનમાં ઘણી બધી મૂવી, વેબ સેરિઝ, ટીવી સીરિયલ જોઈ હશે. એમાંથી કોઈની સ્ટોરી તમને ગમી હશે કે કોઈની હ્યુમર કે પછી કોઈની એક્શન.. હું આજે આપની સમક્ષ એક એવી ગુજરાતી મુવીની વાત કરવા જઈ રહ્યો છું જેની સ્ટોરી લાઈન મને ગમી. હું ખાસ ભલામણ કરું છું કે જો તમે ક્યાંકથી મેનેજ કરી શકો તો એક વાર તો એને જોવી જ..

ભાગ્યેજ બનતી મિડલ ક્લાસ પરિણીત પુરુષની વ્યથા બતાવતી એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ એટલે, 'કેમ છો?' જેમાં સમાજના ઘણા લોકોની જમાઈ અને દીકરા માટેની દોગલી માનસિકતા ઉપર પણ કટાક્ષ કરવામાં આવ્યો છે.

જાન્યુઆરી 2020માં રિલીઝ થયેલી આ ભાવનાત્મક અને મનોરંજનથી ભરપૂર મૂવી ના લેખક અને નિર્દેશક છે વિપુલ શર્મા. જેમણે એમની આ બેવડી ભૂમિકા ખૂબ જ સરસ રીતે પાર પાડી છે. અને મુખ્ય સ્ટારકાસ્ટ માં જોવા મળે છે તુષાર સાધુ અને કિંજલ રાજપ્રિયા. એના સિવાય હરેશ ડાગિયા, ચેતન દૈયા, જય પંડ્યા, જૈમિની ત્રિવેદી અને કામિની પંચાલ જેવા ઘડાયેલા કલાકાર છે જેમણે પોતાના પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે.

"તકલીફ તો હંમેશાં સાચા માણસને જ થાય છે, કેમ કે ખોટા માણસનું કામ છે તકલીફ આપવાનું"

"જમાઈ મારો ડાયલો
દિકરો મારો બાયલો"

"લગન પછી તો પુરુષની જીભ જ કાપી નાખવી જોઈયે, પછી એમ તો કહી શકાય કે જીભ નથી એટલે બોલતો નથી" (પત્ની અને મમ્મી વચ્ચેની ખેંચમતાણીથી અકળાયેલો પુરુષનો રોષ)

આના જેવા અનેક જોરદાર કટાક્ષ ભરેલા પણ વિચારતા કરી મૂકે એવા ડાયલોગની ભરમાર જોવા મળશે આ મૂવીમાં.

સમાજના ડરના લીધે દીકરીએ કરેલી ભૂલ છૂપાવવા માટે પિતાએ લીધેલું એક ખોટું પગલું દીકરાની જિંદગીની કેવી રીતે તહેસનહેસ કરી નાખે છે અને એના લીધે એ દીકરાને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એનું ખૂબ જ સચોટ નિરૂપણ કરવામાં આવ્યું છે.

આખી જિંદગી કરેલી બચત એક પિતા એની દીકરીના લગનમાં દહેજ રૂપે આપી દે છે, અને ઉપરથી જરૂર પડે ત્યારે જમાઈ પાછા પૈસા માગવા આવે ત્યારે એક દીકરો પૈસાનો જુગાડ ક્યાં ક્યાં થી કરે છે અને તેમાં તેને કેવી તકલીફ પડે છે એની આસપાસ આખું મૂવી ચાલે છે.

૫૦૦૦ રૂપિયા માટે પણ ક્યાં ક્યાં હાથ લંબાવવા પડે.. બોસ, બીવી, બાળક, બા ની અલગ અલગ ફરમાયેશોને પહોંચી વળવા કરવામાં આવતી મહેનતો, આ બધા ટેન્શન દૂર કરવાનો ઈલાજ, એમાંય એ ઈલાજ કરી આવતા પોલીસ પકડે ત્યારે થતી કોમેડી, ચાની ટપરી પર બીજાની લડાઈમાં મારા ખાતા કલાકારો, ઓફિસમાં થતી રોજબરોજની મગજમારી અને સારા એવા સોંગ તો પાછા ખરા જ.. ટુંકમાં એક સંપૂર્ણ મનોરંજન મૂવી એટલે 'કેમ છો.?'

ને પાછું પૂર્વ પ્રેમિકા આવીને વર્તમાન બગાડી જાય, ઘરવાળી રિસાઈને પિયર જતી રહે કે પછી ઉધાર લીધેલા પૈસા પાછા મેળવવા માટે સમય પેલા જ યાદ કરાવવા ઘર પર આવી જતા અન્ના ભાઈ.. ગુજરાતી પરિવાર હોય એટલે રીતિરિવાજોની જમાવટ તો રહેવાની જ ને એમાંય શ્રીમંત જેવા પ્રસંગે ગિફ્ટ આપવા બાબતે સોના અને ચાંદી વચ્ચે થતી ખટખટ તો ખરી જ..

બીજી તરફ નજર નાખીએ તો એક પોલીસવાળાને ત્રણ છોકરીઓ છે અને ઘરવાળી, મને લાગ્યું એ મુજબ તો દિકરો ના હોવાના કારણે પત્ની અને દીકરીઓ પર હાથ ઉપાડતા બતાવવામાં આવ્યા છે.
છોકરીનું ભણતર છોડાવીને લગન કરાવવી આપવાની ધમકી, લગન જ ખાલી એક દીકરીના પિતાની ફરજ છે એવું માનવા વાળા PSI નું કિરદાર નિભાવવા વાળા કલ્પેશભાઈની એકિટંગ પણ જોરદાર છે.

કોઇ પર પણ આંધરો વિશ્વાસ ન કરતો એક સીન બતાવવામાં આવ્યો છે, બુટલેગર દારૂની બોટલ ૧૫૦૦ રૂપિયા ગણી ને આપી જાય છે, જ્યારે ગ્લાસ ભરવાં બેસે ત્યારે ખબર પડે છે બોટલ તો ખાલી આપી. Never blindly trust to anyone.

આ બધાથી કંટાળીને હિરો એક ના ભરવા જેવું પગલું ભરવાનું વિચારે છે. તો હવે આપણા મૂવી નો હીરો મયુર એવું કોઈ પગલું ભરે છે કે નહીં.? અને જો ભરે છે તો એનો અંજામ શું આવે છે.? એ બધું જાણવા માટે તમારે જાતે જ આ મૂવી જોવું પડશે.

મને વિશ્વાસ છે કે તમને બધાને આ રિવ્યૂ મૂવી જોવા માટે પ્રેરણા આપશે.

આપનો કોઈ અમૂલ્ય સુજાવ હોય તો જણાવવા નમ્ર વિનંતી. આપના માટે મારું ઇનબૉક્સ હંમેશા માટે ખુલ્લું રહેશે,
આપના અમૂલ્ય પ્રતિભાવોની રાહ જોઇશ.

રાધે ક્રિષ્ના

Jaydip khachriya