Prempurn rachnao - 2 in Gujarati Poems by Aziz books and stories PDF | પ્રેમપૂર્ણ રચનાઓ ૨ - Dilwali Kudi ની કલમે.....

The Author
Featured Books
Categories
Share

પ્રેમપૂર્ણ રચનાઓ ૨ - Dilwali Kudi ની કલમે.....

આભાર સૌનો! મારી કવિતાઓને આટલો બધો પ્રેમ અને મને હજુ પણ વધારે સારુ લખવા માટે પ્રોત્સાહન અને પ્રેરણા આપવા.

આજે મારી અમુક કવિતાઓ અહીં રજૂ કરી રહી છુ એ આશા સાથે કે, સૌને પસંદ આવશે અને સૌ પોતાના પ્રતિભાવ પણ જણાવશે.

કવિતામાં ક્યાંય કોઈ ભૂલ જણાય તો મને જરૂરથી જણાવશો જેથી હું એમાં સુધારો કરી શકુ અને વધુમાં વધુ સારી કવિતાઓ તમારા સુધી પહોંચાડી શકુ.

હવે! પ્રસ્તુત છે "પ્રેમપૂર્ણ રચનાઓ ભાગ 2 - દિલવાળી કુડીની કલમે....."


*આદર ભાવ થી કર્યો છે.....*

નયનો માં રાહ નો સાગર ભર્યો છે,
જેને પ્રેમ ને ઉજાગર કર્યો છે;
જગત ને જેને એકાગર કર્યો છે,
અમે તો આદર ભાવ થી કર્યો છે.....

પ્રેમે દુઃખ નો સાગર હર્યો છે,
વગર પૂનમે કોજાગર જર્યો છે;
પ્રેમ તો જગ માં નયનાગર ફર્યો છે,
અમે તો આદર ભાવ થી કર્યો છે.....

આત્મા માં પ્રેમ રતનાગર ભર્યો છે,
પરિશુધ્ધ પ્રેમ જ પ્રેમસાગર તર્યો છે;
પ્રેમ જ પ્રેમ નો નગીનાગર સર્યો છે,
અમે તો આદર ભાવ થી કર્યો છે.....

ભગવાન પણ કિમીયાગર સર્યો છે,
પ્રેમ નો એને મહાસાગર તર્યો છે;
એ પ્રેમ ને બની નટનાગર વર્યો છે,
અમે તો આદર ભાવ થી કર્યો છે.....
અમે તો આદર ભાવ થી કર્યો છે.....

- Dilwali Kudi

*રુહ થી રુહ ના પ્રેમ સંબંધ.....*

મગજ મારૂ છે પણ વિચાર તારા છે,
કપાળ મારું છે એના પર ચુંબન તારા છે;
આંખો મારી છે સરતા આંસુ તારા છે,
રુહ થી રુહ ના પ્રેમ સંબંધ અમારા છે.....

ગાલ મારા છે પણ એના ભાવ તારા છે,
કર્ણ મારા છે પણ સંભળાતા સુર તારા છે;
નાક મારુ છે પણ લેવાતા શ્વાસ તારા છે,
રુહ થી રુહ ના પ્રેમ સંબંધ અમારા છે.....

અવાજ મારો છે પણ શબ્દ તારા છે,
હોઠ મારા છે પણ એના રંગ તારા છે;
ગળુ મારુ છે પણ આભૂષણ તારા છે,
રુહ થી રુહ ના પ્રેમ સંબંધ અમારા છે.....

ખભ્ભા મારા છે એના પર હાથ તારા છે,
હૃદય મારુ છે પણ એમાં પ્રાણ તારા છે;
હાથ મારા છે પણ એમાં હાથ તારા છે,
રુહ થી રુહ ના પ્રેમ સંબંધ અમારા છે.....

પગ મારા છે પણ પગલા તારા છે,
શરીર મારુ છે પણ શૃંગાર તારા છે;
આત્મા મારી છે પણ જીવ તારો છે,
રુહ થી રુહ નો પ્રેમ સંબંધ અમારો છે.....

- Dilwali Kudi

*પ્રેમ નગર માં કેટલું ભટકવું પડયુ છે.....*

સાચા પ્રેમ માટે કેટલું મથવું પડ્યુ છે,
કિનારે થી ગહેરાઈ આવવું પડ્યુ છે;
આ સાગર ની ગહેરાઈને સ્પર્શવુ પડ્યુ છે,
પ્રેમ નગર માં કેટલું ભટકવું પડ્યુ છે.....

પ્રેમ કેરા સાગર માં તરવું પડ્યુ છે,
સાગર તળેથી પ્રેમ મોતી લાવવું પડ્યુ છે;
પ્રેમ મોતી એ બીજ હવે પ્રેમ નું બન્યું છે,
પ્રેમ નગર માં કેટલું ભટકવું પડ્યુ છે.....

પ્રેમ બીજ પ્રેમ હૃદય મા બોવું પડ્યુ છે,
હૃદયમાં પ્રેમ બીજનું અંકુરણ થયું છે;
અંકુરણ થતા જાણે નવજીવન મળ્યું છે,
પ્રેમ નગર માં કેટલું ભટકવું પડ્યુ છે.....

નવજીવન માં પ્રેમ કળીને ઉગવાનું થયુ છે,
કળીમાંથી અદભુત પ્રેમ ફૂલ ખીલ્યું છે;
આ ફૂલ ની સુગંધે આતમ મહેકી ઉઠ્યુ છે,
પ્રેમ નગર માં કેટલું ભટકવું પડ્યુ છે.....

પ્રેમ એ હવે ઘટાદાર વૃક્ષ બન્યુ છે,
પ્રેમનું પરિશુધ્ધ પ્રેમ સાથે મિલન થયુ છે;
એકબીજાને નિજઆત્મમા જોયુ છે,
પ્રેમ નગર માં કેટલું ભટકવું પડ્યુ છે.....

- Dilwali Kudi

*મારી આત્માને એક તુ પૂર્ણ કરે છે.....*

જેમ સાગર ને સરિતા પૂર્ણ કરે છે,
જેમ આકાશ ને વાદળ પૂર્ણ કરે છે;
જેમ ધરતી ને વરસાદ પૂર્ણ કરે છે,
તેમ મારી આત્માને એક તુ પૂર્ણ કરે છે.....

જેમ સૂરજ ને સંધ્યા પૂર્ણ કરે છે,
જેમ ચંદ્ર ને ચાંદની પૂર્ણ કરે છે;
જેમ નિશા ને ઉષા પૂર્ણ કરે છે,
તેમ મારી આત્માને એક તુ પૂર્ણ કરે છે.....

જેમ સિપ ને મોતી પૂર્ણ કરે છે,
જેમ દિપક ને જ્યોતિ પૂર્ણ કરે છે;
જેમ કામ ને રતિ પૂર્ણ કરે છે,
તેમ મારી આત્માને એક તુ પૂર્ણ કરે છે.....

જેમ ગીત ને સંગીત પૂર્ણ કરે છે,
જેમ સ્વર ને રાગ પૂર્ણ કરે છે;
જેમ સુર ને તાલ પૂર્ણ કરે છે,
તેમ મારી આત્માને એક તુ પૂર્ણ કરે છે.....

જેમ હૃદય ને પ્રાણ પૂર્ણ કરે છે,
જેમ જીવન ને પ્રેમ પૂર્ણ કરે છે;
જેમ રાધા ને કૃષ્ણ પૂર્ણ કરે છે,
તેમ મારી આત્માને એક તુ પૂર્ણ કરે છે.....

- Dilwali Kudi

*તારી ને મારી વચ્ચે કંઈક રહી ગયું ખાનગી છે.....*

વીતેલી અમૂલ્ય ક્ષણો ની બારી ખુલી છે,
બંધ આંખો એમા ડોકિયું કરી રહી છે;
ક્ષણે ક્ષણ મને જાણે વળગી પડી છે,
તેમ છતાય;
તારી ને મારી વચ્ચે કંઈક રહી ગયું ખાનગી છે.....

જીવનની અમૂલ્ય ક્ષણો તારી સાથે જીવી છે,
પ્રેમ ની લાગણી તારા માં પણ અનુભવી છે;
નાવડી આ પ્રેમની તારા ભરોસે મધદરિયે મૂકી છે,
તેમ છતાય;
તારી ને મારી વચ્ચે કંઈક રહી ગયું ખાનગી છે.....

લાગણીઓ ના પૂર ની અશ્રુધારા વહી છે,
સુખદ પળોને ફરી જીવવાની આસ રહી છે;
પ્રેમ ના લખાણ ની પ્રેમ જ તો સહી છે,
તેમ છતાય;
તારી ને મારી વચ્ચે કંઈક રહી ગયું ખાનગી છે.....

સફર પ્રેમ ક્ષણો ની મારી અનમોલ પૂંજી છે,
પ્રેમ ની આ સફર પ્રેમે જ તો મને દીધી છે;
આત્મા ની લાગણી અક્ષરસહ કીધી છે,
તેમ છતાય;
તારી ને મારી વચ્ચે કંઈક રહી ગયું ખાનગી છે.....

- Dilwali Kudi

આભાર! તમારા પ્રતિભાવો મને જરૂર થી જણાવશો જેથી મને પણ શીખવા મળે.