pratishodh premano - 6 in Gujarati Horror Stories by Divyesh Labkamana books and stories PDF | પ્રતિશોધ પ્રેમનો - ભાગ 6

Featured Books
Categories
Share

પ્રતિશોધ પ્રેમનો - ભાગ 6

આગળ ના ભાગ માં આપડે જોયું કે દિવ્યેશ દરવાજો ખોલવાનું નક્કી કરી રાત્રે બધા પાર્ટી માં વ્યસ્ત હોય છે ત્યારે અલ્પા સાથે તે દરવાજો ખોલવા માટે રવાના થાય છે ત્યારે તે અલ્પા ને દરવાજો ખોલવાનું સાચું કારણ કહે છે અને તે જ્યારે દરવાજો ખોલવા જતો હોય છે ત્યારે બે ચમકીલી આખો તેને જોઈ રહી હોય છે હવે આગળ......

***********************

દિવ્યેશ નો દરવાજા ના હેન્ડલ પર રહેલો હાથ ધ્રુજી રહ્યો હતો અને બંને ના હૃદય જોર જોર થી ધડકી રહ્યા હતા અને બંને ના જીવ તાળવે ચોંટી ગયા હતા

હવે દિવ્યેશે ધીરે ધીરે દરવાજો ધીરે ધીરે ખોલી રહ્યો હતો અને તેની સાથેજ પવન ની ગતિ પણ વધી ગઈ હતી જે પણછાયો તેમને જોઈ રહ્યો હતો તેની આંખ વધારે ચમકવા લાગી અને તેની સાથે જ વાતાવરણ માં પલટો આવવા લાગ્યો

દિવ્યેશ ધીમે ધીમે દરવાજા ને ધક્કો મારે છે અને આની સાથેજ અલ્પા તેની આંખો બંધ કરી ને ભગવાન ને પ્રાથના કરવા લાગે છે તેની સાથેજ દરવાજો એક ડરામણા અવાજ સાથે ખુલે છે અને તેની સાથેજ ઘણા ચમચીડિયા તે સ્ટોર રૂમ માંથી બહાર આવે છે અને તેની સાથેજ એક કાળો છાંયો પણ બહાર ઉડી ને આવે છે અને તેની સાથે તે ચમકતી આંખ પણ હવે ઓલવાઈ જાય છે દિવ્યેશ અંદર ની તરફ જોવે છે તેને બધું નોર્મલ લાગે છે અને આત્મા તે રૂમ માંથી નીકળી ગઈ છે એવું લાગતા તે કોઈ ને ખબર ના પડે તે માટે દરવાજો બંધ કરી દે છે.

અલ્પા દિવ્યેશ સામે જોઈ ને કહે છે "હવે શું થશે"

"કાઈ નહીં પહેલા જે થવાનું હતું તેના કરતાં તો સારુજ થશે" દિવ્યેશે અલ્પા તરફ આવતા કહ્યું

"સારું ચાલ હવે અહીંથી મને એમ પણ બહુ ડર લાગે છે "અલ્પાયે દિવ્યેશ નો હાથ પકડતા કહ્યું

તે બંને કોલેજ બિલ્ડીંગ ની બહાર જાય છે અને તે કોઈ ને ખબર ન પડે એમ પાર્ટી માં ભળી જાય છે

દિવ્યેશ અને અલ્પા બીજા બધા ને બધી વાત કહે છે અને આ વખતે દિવ્યેશ તેની ઍક્સિડન્ટ વાળી વાત પણ કહે છે ત્યારે કવિતા ના મુખ પર એક ડર આવી જાય છે અને તેની સાથે તે દિવ્યેશ ને ગળે લગાવી લે છે અને સાથેજ કહે છે"ભાઈલા આપડે આ કેવી મુસીબત માં ફસાઈ ગયા "

"કાઈ નહીં બધું ઠીક થઈ જશે કવિતા"દિવ્યેશે કહ્યું

એટલી વાર માં મનીષ અને જયંત ત્યાં આવે છે એટલે દિવ્યેશ વાત બંધ કરી દે છે અને તેની સાથેજ મનીષ કહે છે"અરે દિવ્યેશ કેમ આજે એકલો એકલો ફરે છે ચાલ નાસ્તો કરવા તમે બધા પણ ચાલો આ સેકેન્ડ યર વાળા ભૂખ્ખડ છે એ આવે એ પે'લા ચાલો"

મનીષ આટલું બોલતા બધા હસવા લાગે છે અને પછી બધા નાસ્તો કરવા જાય છે

નાસ્તો કરતા કરતા કવિતા દિવ્યેશ ને ધીમેથી કહે છે"ભઈલા આ દરવાજો તો ખોલી નાખ્યો પણ હવે શું થશે?"

"શુ થવાનું છે એ તો હવે કાલે સવારેજ ખબર પડશે"દિવ્યેશે તેને ધીમેથી ઉત્તર આપી દીધો

પાર્ટી પુરી થાય છે અને બધા પોત-પોતાના ઘર તરફ રવાના થાય છે દિવ્યેશ અને સહદેવ પણ મનીષ જયંત અને કોમલ ને મળે છે અને પછી ખૂબ થાકી ગયા હોવાથી સીધા ઘરેજ જાય છે અને ઘરે પહોંચી સીધાંજ સુઈ જાય છે

*********************

સવાર માં દિવ્યેશ ના ફોન પર રિંગ વાગી રહી હોય છે અને સ્ક્રીન પર અલ્પા લખેલું હોય છે પણ તે રાત ના થાક ના લીધે જાગી શકતો નથી આવી રીતે અલ્પા તેના ફોન પર બે ત્રણ વાર પોતાના ઘરે થી ફોન કરે છે અને અલ્પા ના મુખ પર નો ડર સાફ સાફ દેખાઈ રહ્યો હતો અને તે છેલ્લી રિંગ પણ ન ઉપાડતા કવિતા નો નંબર ટ્રાય કરે છે ત્યાર બાદ સહદેવ ના મોબાઈલ પર ટ્રાય કરે છે પરંતુ રાત માં બધા ખૂબ થાકેલા હોવાથી કોઈ ફોન ઉપાડતું નથી આથી અલ્પા મનોમન કહે છે"હવે મારે રૂબરૂજ જવું પડશે" આટલું કહી ને તે નીકળી પડે છે દિવ્યેશ ના બંગલા તરફ આવવા!!

અલ્પા દિવ્યેશ ના ઘર પાસે આવે છે ત્યાં પ્રફુલ હોય છે જે અલ્પા ને જાણતો હોવાથી અંદર જવા દે છે તે વાયુવેગે દિવ્યેશ ના રૂમ માં જાય છે અને દિવ્યેશ જ્યાં સૂતો હોય છે ત્યાં જઈને તેને જગાડવા લાગે છે અને દિવ્યેશ જાગે છે અને અલ્પા ને ત્યાં જોતા ચકિત થઈ જાય છે અને અનાયાસે જ તેના મુખ માંથી નીકળી પડે છે "તું અહીંયા"

"હા મારે તમારા બધા સાથે અરજન્ટ માં વાત કરવી છે"અલ્પા એ થોડા ચિંતિત સ્વરે કહ્યું

"બધા સાથે, એક કામ કર લગભગ હજી બધા સુતા છે તું એમને જગાડ ત્યાં હું પણ ફ્રેશ થઈ જાવ"દિવ્યેશ બેડ પરથી ઉભા થતા કહે છે

અલ્પા બધાને જગાડે છે અને બધા ફ્રેશ થઈ ને આવે એટલી વાર નીચે જ રાહ જોવે છે અને બધા નીચે આવે છે એટલે માસી બધા ને ચા નાસ્તો આપી જાય છે અને દિવ્યેશ ચા પીતાં પીતાં કહે છે "બોલ શુ થયું?"

"દિવ્યેશ તને ખબર છે થિર્ડ યર માં એક છોકરો હતો મૌલિક"અલ્પા ડર ના ભાવે કહે છે

"હા તો હશે પણ એનું શું?"

"દિવ્યેશ કાલે રાત્રે ઘરે જતા સમયે કોલેજ ના ગેટ ની બહાર તેનું ખૂન થઈ ગયું છે"અલ્પા આટલું બોલવામાં ત્રણેક વખત અટકે છે

બધા એકી સાથે બોલી ઉઠે છે" વોટ....?"

"અને મને લાગે છે આ પેલું સ્ટોર રૂમ વાળું ભૂત છે કારણ કે હજી ખૂન કઈ રીતે થયું તે ફોરેન્સિક વાળા ને નથી ખબર પડી આને લઈ ને આપડી કોલેજ પણ આજ બંધ છે"અલ્પા એ કહ્યું

"પણ તને કઈ રીતે આ બધી ખબર પડી"કવિતા એ પ્રશ્ન પૂછ્યો

"અરે યાર સવાર નું ટીવી પર આ આવે છે"અલ્પાએ ચોખવટ કરતા કહ્યું

સહદેવે હોલ નું ટીવી ઓન કર્યું જે રીતે અલ્પા એ કહ્યું એ મુજબ જ બધુ ટીવી માં બતાવી રહ્યા હતા બધા વિચારતા હતા ત્યારે દિવ્યેશે કહ્યું"આ બધું મારા લીધેજ થયું છે જો મેં એ દરવાજો ન ખોલ્યો હોત તો કદાચ આવું કાઈ ન થાત" દિવ્યેશ ના અવાજ માં એક હતાશા હતી

"અરે દિવ્યેશ તું કેમ આવું બોલે છે તું તો પહેલાજ મોત ના મુખ માંથી બચેલો છે"કવિતા એ તેને કહ્યું

"હા પણ હવે આનાથી લડવું એ આપણી જવાબદારી છે"દિવ્યેશે કહ્યું

"હા તો લડીશું ને પહેલા જુના ઘર ના જાદુગર સાથે લડ્યા તેમ આની સાથે પણ લડીશું"અલ્પાયે કહ્યું

"તો ચાલો કોલેજ જઈને પહેલા તાપસ કરીયે કે હકીકત માં થયું છે શું" સહદેવે કહ્યું


આથી બધા ઉભા થઈને કોલેજ તરફ જાય છે અને પેલા ત્રણેય સ્કૂલે!!

બધા કોલેજ તરફ ના રસ્તે નીકળે છે અને બધા ના મનમાં એક અલગ જ પ્રકારનો ભય હોય છે અને તેઓ કાઈ પણ બોલ્યા વગર ગાડીમાં ચૂપચાપ બેઠા હતા

હવે તે કોલેજ ની નજીક પહોંચે છે અને ત્યાં તેમને કેટલાક કોલેજ ના સ્ટુડન્ટ,કોલેજ ના પ્રોફેસરો, કેટલાક નગરજનો અને એક પોલીસ ની ટીમ જોવા મળે છે તે ગાડી એક બાજુ પાર્ક કરીને નીચે ઊતરે છે અને તે ભીડ તરફ શુ થયું એ જાણવા માટે અગ્રેસર થાય છે

ક્રમશ:

********************

મને ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરો : moon_maker_85