આગળ જોયુ એમ ધાનીનો ગુસ્સો હવે આંખોમાં દેખાતો હતો પણ ઘર સુધી ચૂપચાપ બેસી રહી.
ઘરમાં જઈને સીધી રુમમાં જઈને હોમવર્ક કરવા લાગી. અમે જલ્દી સુવાનુ કહીને ઉંઘી ગયા. રાતે મારી આંખ ખુલી એટલે હું ધાનીના રુમમાં ગયો. એ હજુ પણ લખતી હતી. હું તેની પાસે જઈને
હું :- ધાનુ, બેટા કેટલુ બાકી છે હજુ?
ધાની :- (હગ કરીને) 😢 ઘણુ બધુ બાકી છે હજુ.
હું :- કાલે કરી લેજે ને. અત્યારે સુઈ જા ચલ હવે.
ધાની :- મેડમ સ્ટ્રીકટ છે. 😭
હું :- ધાનુ.... ધાનુ. રડે છે કેમ એમાં? હું આવીશ મેડમને વાત કરી જઈશ કે તું કાલે બતાવી દઇશ.
ધાની :- ના, હું કરુ છુ અત્યારે પૂરુ. તમે સુઈ જાઓ. (લખવા લાગી)
હું :- કેટલુ બાકી છે બતાવ મને.
ધાની :- એક ચેપ્ટર.
હું :- તું પાગલ થઇ ગઇ છે કે શું? ટાઇમ જો તો તું. ઉંઘીશ ક્યારે? અત્યારે નહિ ઉંઘે તો ક્લાસમાં ઝોકા જ ખાઈશ તું. ના ના એવુ કંઈ નહિ કરવુ. હું કાલે તને ડ્રોપ કરી જઇશ અને મેડમને પણ વાત કરી લઇશ. મૂકી દે બધુ ચલ.
ધાની :- નહિ ભાઈ, પછી બધા મારા પર હસે કે હું હોમવર્ક કમ્પલીટ નહિ કરતી અને ભાઈને સાથે લાવુ છુ.
હું :- આવુ કોણે કીધુ તને હેં?
ધાની :- કોઇએ નહિ. હું કહુ છુ.
હું :- ઓકે તો કાલે સ્કૂલે જ ના જતી બસ. દિવસે બધુ કમ્પલીટ કરી દેજે અને નેક્સ્ટ ડે બતાવી દેજે. પણ અત્યારે સુઈ જા. સાડા ત્રણ વાગી ગયા છે જો.
ધાની :- ભાભી ખીજવાશે નહિ ને?
હું :- ના હું કહી દઇશ એને. (બધુ સાઇડમાં કરીને) સુઇ જા.
સવારે હું સુતો હતો. અદિતી ધાનીને જગાડવા ગઈ. રુમની હાલત જોઈને બોલી, ધાનુ, ઉઠ હવે. આજે મોડુ થઇ જશે. આ રુમની શું હાલત કરી છે જો તો. ચલ ફટાફટ ઉઠી જા હવે. સવા સાત થવા આવ્યા છે. હું નાસ્તો તૈયાર કરુ છુ તું પણ તૈયાર થઇને આવી જા નીચે.
ધાનીને જગાડી મને જગાડવા આવી. તમારે આજે ઓફિસ નહિ જવુ? જલ્દી તૈયાર થઈને નીચે આવો હું નાસ્તો રેડી કરુ છું. મેં હમમ મા જવાબ આપ્યો. એ ફરી બોલી, હમમ હમમ ના કરો જલ્દી તૈયાર થઈને આવો. ધાનુ પણ હજુ નહિ જાગી લેટ થઈ જશે આજે એ.
હું :- એને ઉંઘવા દે. આજે સ્કૂલે નહિ જાય એ.
અદિતી :- કેમ?
હું :- હોમવર્ક બાકી રહી ગયુ છે એનુ. આજે ઘરેથી પૂરું કરી લેશે એટલે.
અદિતી :- 🙄 ના ના સ્કૂલે તો જવુ જ પડશે. હોમવર્ક બાકી હોય એટલે નહિ જવુ એવુ ના ચાલે.
અદિતી એ ધાનીને જોરથી બૂમ પાડી નીચે આવવા કહ્યું એટલે પેલી ઉંઘમાં ફટાફટ નીચે આવી. હુ પણ આવી ગયો. આખીર વાઈફ છે ને મારી. 😅 આજે તો એ પણ ગુસ્સામાં હતી.
અદિતી :- કેમ સ્કૂલે નહિ જવુ? ☹️
હું :- આગળની રાત્રે મોડુ થઇ ગયેલુ, કાલે પણ બહુ મોડી સુતી હતી, દિવસે પણ ઉંઘ નહિ થયેલી. ઉપરથી હોમવર્ક બાકી છે.
ધાની :- પૂરું નહી થયુ. 😔
અદિતી :- તો રજા એવુ?
હું :- ઉંઘ પૂરી ના થાય તો બિમાર પડી જવાય જો ધાની અત્યારે પણ ગરમ જ છે. વધી જાય ત્યારે બે દિવસની રજા કરતા આજની એક શું ખોટી. સાડા ત્રણ વાગ્યે મેં જ કીધુ સુવાનુ અને કાલે રજા એમ.
અદિતી :- એટલુ બધુ હતુ?
ધાની :- હજુ એક ચેપ્ટર બાકી છે મમ્મા.
અદિતી :- ઓકે. આજે બધુ કમ્પલીટ કરી દે જે હને બેટા. એવુ લાગશે તો હું કાલે મેડમને મળી જઈશ.
હું :- અરે વાહ, આટલો જલ્દી ગુસ્સો ઉતરી ગયો.
અદિતી :- (ધાનીને) જા સુઈ જા.
ધાની :- અત્યારે જાગી ગઇ છુ તો થોડીવાર લખીશ પછી ઉંઘ આવશે એટલે સુઈ જઈશ.
ધાની જતી રહી. હું બોલ્યો, મારો જવાબ તો હજુ નહિ આપ્યો.
અદિતી :- ધાનુ મને મમ્મા બોલે ને ત્યારે કંઈક અલગ જ ફીલિંગ આવે. ગમે તે મૂડમાં હોય તો પણ નોર્મલ થઈ જાવ. એમ ગુસ્સો પણ તરત જતો રે.
હું :- ઓહહહ, સરસ સરસ.
બંને ફ્રેશ થઈને નીચે આવ્યા. અમે નાસ્તો કરવા ગયા. રોજ સવારે અદિતી ખવડાવતી. આજે ધાનીને મારી પાસે મોકલી.
અદિતી :- (મને) આજે તમે ખવડાવો એને મારે મશીનમાં કપડા નાખવા છે.
હું :- હમમ.
કામ પતાવી અદિતી પણ નાસ્તો કરવા બેઠી. વાતો કરતા હતા એમાંં કાલની વાત નીકળી એટલે અદિતી એ ધાનીને પૂછ્યું, કાલે એવુ કેમ બિહેવ કરતી હતી હેં?
હું :- કેમ? શું કર્યું હતુ?
અદિતી :- ફોઈની સામે બોલતી હતી. કોઈને સરખા જવાબ જ ના આપે.
હું :- ધાનુ, કેમ હેં? એવુ કરવાનુ બધા સામે? 🤨
અદિતી :- કંઈ સારુ લાગે બધા વચ્ચે એવુ.
ધાની :- પણ એ મમ્મી પાપાની જ વાતો કરતા હતા. બીજી વાતો ના હોય.
અદિતી :- એટલે ગુસ્સો કરવાનો? આવુ શીખવીએ છીએ અમે?
હું :- (અદિતીને) એક ફેરવીને ઝાપટ મરાય ને સીધી લાઇન પર આવી જાત. જાતે જ ખાય લે જા મારે નહિ ખવડાવવુ.
ધાની :- સોરી સોરી... હવે નહિ થાય એવુ તમે ખવડાવો ને.
હું :- નહિ.
હું હાથ ધોઇને ઓફિસ જવાની તૈયારી કરવા લાગ્યો. ગુસ્સામાં ધાની આવી મારા પાસે અને બોલી, એ મારા ભાઈ પર પણ હસતા હતા. બીજાની સામે આપણને ટોન્ટ મારતા હતા અને ભાભી સામે સારુ સારુ બોલે. એમ કહી રડવા લાગી.
અદિતી :- બીજા સામે આપણા ઘરનુ ખરાબ બોલતા હતા?
ધાની :- હમમ.
હું :- તો બરાબર કર્યુ સામે જવાબ આપીને.
અદિતી :- સોરી ધાનુ, મને નહિ ખબર હતી ને.
હું :- અદિતી, ડીશ લઈ આવને. (ધાનીને) હું ખવડાવુ ચલ.
ધાની :- નહિ ખાવુ હવે.
હું :- તું આજે નાની નાની વાતમાં રડે છે કેમ?
ઈશાન :- ઓહહ, 😲 અહિંયા તો સવાર સવારમાં રડવાનુ ચાલે છે.
હું :- હા આજનો દિવસ જ એવો છે રોતલ. 😅
ઈશાન :- શું થયુ ધાનીને? આજે સ્કૂલે પણ છુટ્ટી?
અદિતી :- મૂડમાં નથી એટલે વગર કામની રડે છે.
ઈશાન :- ઓહહ. રિખીલ આપણે તો જવાનુ છે ને... કેન્સલ તો નહિ કર્યું ને.
હું :- ના ના... જઈએ હમણાં ધાની આટલુ ખાય લે એટલે.
ઈશાન :- માતાજી જલ્દી પતાવો એટલે નીકળીએ અમે.
અદિતી :- હું ખવડાવુ ધાનુ?
ધાની :- (રડતા રડતા) નહિ....
હું :- તો લેને હવે. રડવાનુ બંધ કર નહિ તો હવે માર પડશે. ક્યારની ટાઈમપાસ કરે છે તું. ધાનુ, આવી જા ચલ અહિંયા 😚 સાંજે મારા પર જેટલો ગુસ્સો કરવો હોય એટલો કરી લેજે બસ હું મનાવી લઇશ તને પણ અત્યારે નહિ.
ધાની નહિ માનતી હતી અને મારે જવાનુ હતુ. સાંજ સુધી બિઝી રહેવાનો હતો એટલે ગુસ્સો કરીને ખીજવાઈને નાસ્તો પૂરો કરાવ્યો અને હું કામથી બહાર ગયો, ધાની લખવા બેઠી.
બપોરે સાડા અગિયાર વાગ્યે ધાનીએ ઝોકાં ખાવાનું ચાલુ કરી દીધુ. વરસાદી મોસમમાં ઉંઘ પણ મસ્ત જ આવે, ઉપર જઈને ફુલ એસી કરીને સુઇ ગઇ. ઇવનીંગમાં મામી શ્રેયા જોડે કામથી આવ્યા. ધાનીના રુમમાં ગયા આખો રુમ ઠંડો ઠંડો થઈ ગયેલો અને ધાની ઠંડીની ધુંટણ ગળા સુધી અડાડીને સૂતી હતી.
અદિતી ને બોલાવી એસી બંધ કરાવ્યું અને ધાનીને બીજુ બ્લેન્કેટ ઓઢાડ્યુ.
ધાની :- અમમ, એસી બંધ ના કરો. તમે જાઓ.
અદિતી :- બહાર પણ ઠંડુ એટમોસ્ફિયર છે અને તને જોતો ઠંડીની ધ્રુજે છે તો પણ બંધ નહિ કરવુ.
ધાની :- ભાઈને બોલાવો ને.
અદિતી :- કેમ? શું થાય છે તને? કંઈ જોયતુ છે?
ધાની :- નહિ... ભાઈ જોયે છે બોલાવોને એમને.
અદિતી :- ધાનુ જો મામી અને હું તો અહિંયા જ છીએ. તુ સુઈ જા. રિખીલ તો સાંજે આવશે. કામથી બહાર ગયા છે ને.
ધાની :- તો મમ્મા પાપાને લઈ આવો. નહિ તો ભાઈ જ 😢😭😥
મામી :- કંઈ થયુ છે તને? શું થાય છે?
અદિતી :- કેમ રડે છે તું આજે? કંઈ થયુ છે?
ધાની બધી વાતની ના જ પાડતી હતી બસ એક જ જીદ ભાઈ પાસે જવુ છે નહિ તો મમ્મી પપ્પા ને બોલાવો. અદિતીએ સમજાવી પણ ધાની સાંભળતી જ નહિ હતી એની તબિયત ખરાબ થતી જતી હતી એટલે મને અદિતીએ કોલ કર્યા પણ ફોન સ્વીચ ઓફ આવતો હતો. ઈશાનને કોલ કર્યો.
ઈશાનને મારા વિશે પૂછ્યું એટલે એમણે હું બિઝી છુ એવુ કહી દીધું. અદિતીએ ધાનીની જીદ વિશે વાત કરી બને એટલુ જલ્દી ઘરે આવવા કહ્યું પણ અમારાથી ત્યારે નીકળાય એવુ નહિ હતુ. ઉપરથી ઈશાને ગભરાઈને હું બિઝી છુ પછી વાત કરુ કરીને કોલ કટ કરી દીધો.
એ દિવસે મારા સાથે જે બન્યું હતુ એ નેક્સ્ટ પાર્ટમાં આવશે.