PADYAMALA-PART-3 in Gujarati Poems by Dr. Damyanti H. Bhatt books and stories PDF | પદ્યમાલા- ભાગ-3

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

પદ્યમાલા- ભાગ-3

( પ્રિય વાચકમિત્રો,

આ પહેલાં પદ્યમાલાનાં બે ભાગ પ્રકાશિત થયા છે, આપનાં તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. તેના માટે ખૂબ ખૂબ આભાર. હવે પદ્યમાલાનો ભાગ-૩ આપની સમક્ષ રજૂ કરતાં હર્ષ અનુભવું છું. આ તકે હું માતૃભારતી.કોમ,અને માતૃભારતી એડીટોરીયલ ટીમનો પણ આભાર વ્યકત કરું છું. જેમણે આ એપ પર મારી પહેચાન બનાવવાની તક અને પ્લેટફોર્મ પૂરું પાડ્યું. તે માટે...........ધન્યવાદ........)

( પદ્યમાલા- ભાગ-૩...)

(૧) હરિ નીરખવા...

આ મેઘો વરસે ઝરમર નીર હરિ નીરખવા,

આ ધરાએ ઓઢ્યાં ચીર હરિ નીરખવા,

આ મયૂર નાચે સોળ કળા ઉમંગ હરિ નીરખવા,

ટેહૂક ટેહૂક સૂર મળે સંગ હરિ નીરખવા,

તા તા થૈ થૈ મોર બપૈયા હરિ નીરખવા,

કૂહુ કૂહુ બોલે કોયલિયા હરિ નીરખવા,

આ લીલુડી ધરતી મલકાઈ હરિ નીરખવા,

ને પવનની બાજે શહનાઈ હરિ નીરખવા,

નદી ઝરણાં ગાએ સરગમ હરિ નીરખવા,

બાજે પંખીઓની પડઘમ હરિ નીરખવા,

કરે ભમરાઓ ગીત ગૂંજન હરિ નીરખવા,

મહેકે માટીની મીઠી સુગંધ હરિ નીરખવા,

ભીંજાય માનવીનાં મોંઘા તન-મન હરિ નીરખવા,

-ગીતા- ઉછળે ખુશીઓ કણ-કણ હરિ નીરખવા,

(૨) જોઈએ...

માણસે કદી નિરાશ ન બનવું જોઈએ.

એવું ન બને જીવનમાં કે

પવન સાનુકૂળ જ હોય સમંદરમાં,

નાવ દીશાહીન ન બનવી જોઈએ.

વાદળોથી ઢંકાયેલો સૂરજ,

આપત્તિઓથી ઘેરાયેલો મનુજ,

બંન્નેનો અંધકાર ક્ષણિક હોય છે,

પ્રકાશવાનું છોડવું ન જોઈએ.

ઘેરી ળીએ કંટક છો ગુલાબને,

ઓટ ન આવે કશી સુવાસને,

ગુલાબની જેમ ખીલતી જિંદગીને,

મહેકવાનું છોડવું ન જોઈએ.

વકત હો ભલા યા બૂરા,

ઈશ વિના ઈન્સાન અધૂરા,

-ગીતા- શિખર પર પહોંચવા,

પ્રયત્નો શિખર તકનાં હોવા જોઈએ.

(૩) તે યુવાન...

તનથી તરવૈયો,મનથી મરજીવો,

શરીરે સુદ્ર્ઢ, જગથી જુદેરો...તે યુવાન...

આંખોની પલક પર સારા સંસાર,

હાથ એનાં બે પુરુષાર્થને તલવાર...તે યુવાન...

સાહસ, હિંમત અને હૈયાનાં ઓરતાં,

પામે નહીં સફળતાં તો હૈયાને કોરતાં ...તે યુવાન...

કંઈક કરી છૂટવાનાં કોડ ઊભરતાં,

મનનાં ઘોડાઓ હોડ લગાવતાં ...તે યુવાન...

નદીઓની દિશાને પલમાં પલટી દઉં,

સમુદ્ર જળરાશિને ક્ષણમાં તરી લઉં ...તે યુવાન...

ચંદ્રને હમણાં ધરતી પર ઊતારી,

સૂરજની સવારી સોનેરી કરી લઉં ...તે યુવાન...

હિન્દમહાસાગરથી હિમાલય સુધી,

-ગીતા- જિંદગીનું ખેડાણ કરી લઉં ...તે યુવાન...

(૪) હોલી આઈ રે...

કેસુડો લહેરાયો રે હોલી આઈ રે...

રંગ કસુંબલ લાયો રે હોલી આઈ રે...

માનવ મન મલકાયો રે હોલી આઈ રે...

ડાળે ડાળે ડોલ્યો રે હોલી આઈ રે...

ફૂલે ફૂલે ફોર્યો રે હોલી આઈ રે...

લાલ-પીળાં ફૂલોથી ફાલ્યો રે હોલી આઈ રે...

જીવન, તન, ધન લૂંટી લેવા હોલી આઈ રે...

યૌવન હૈયે ઘૂંટાયો રે હોલી આઈ રે...

નીલો, પીળો, લીલો હોલી આઈ રે...

રંગ અનેરો છાયો રે હોલી આઈ રે...

ઉર્મિઓનાં મોજા ઉછળ્યાં હોલી આઈ રે...

પ્રેમનાં પૂર રેલાયા રે હોલી આઈ રે...

આકાશી વાયરો વાયો રે હોલી આઈ રે...

સપ્તરંગી બાદલ છાયો રે હોલી આઈ રે...

પગલે પગલે કુમકુમ છાંટી હોલી આઈ રે...

-ગીતાની- કવિતામાં છલકાયો રે હોલી આઈ રે...

(૫) રઘુકુળ ની રીત...

રઘુકુળની આ રીત ન્યારી...

પ્રાણથી અધિક વચન પ્યારી...

વીર હનુમંતે લંકા બાળી...

દશાનન રાવણ સંહારી...

સીતા સંગ રામ પધારી...

અવધનંદન જનક દુલારી...

કુમકુમ કેસર ભરી જાળી...

આનંદ ઉછળે ફુવારે ભરી...

અબીલ, ગુલાલની છોળો ઉડાડી...

-ગીતા- સૂતેલી અયોધ્યા રામે જગાડી...

(૬) શ્રધ્ધા...

જિંદગીનું સરળ સોપાન શ્રધ્ધા...

હ્રદય કમળનું પીધાન શ્રધ્ધા...

બંદગીનું બીજું નામ શ્રધ્ધા...

ખુદાને રહેવાનું સ્થાન શ્રધ્ધા...

ઈન્સાનને ઓળખવાનું કામ શ્રધ્ધા...

ઈશ્વરને પામવાનો રાહ શ્રધ્ધા...

જીવનને જીવવાનો જોમ શ્રધ્ધા...

જન્મ-મરણનું વ્યોમ શ્રધ્ધા...

કર્મફળનું -ગીતા-કારણ શ્રધ્ધા...

પુણ્યબળનું ધારણ શ્રધ્ધા...

(૭) દિવાળી...

કોઈની ઉદાસી આંખમાં ,

ખુશી બની ચમકી શકો તો દિવાળી...

કોઈનાં તપ્ત હ્રદયે,

ચંદનશી શિતળતા પાથરી શકો તો દિવાળી...

કોઈનાં બૂઝાતાં જીવનદીપને,

સ્નેહનું સિંચન કરી શકો તો દિવાળી...

કોઈનાં જીવનનાં અંધકારને,

પ્રકાશથી ભરી શકો તો દિવાળી...

અંતરે હોય ના ઉજાસ,-ગીતા-

બાહર દીવા પ્રગટાવ્યે શું વળે ?

કોઈના આત્મદીપને પ્રગટાવી શકો તો દિવાળી...

(૮) જિંદગી અમર કરી જવાના...

અમે તો જિંદગીના દિવસો, અમર કરી જવાના...

રસ્તા ભલેને હોય ખડકાળ,જિંદગીનાં,

તેથી શું ? થોડા ડરી જવાનાં ?

તો પણ શિખર સર કરી જવાનાં...

અમે તો જિંદગીના દિવસો, અમર કરી જવાના...

જિંન્દગીનાં દરિયામાં ,

આવે ભલે તરંગો ઊંચા કે નીચા,

થોડાં ડૂબી જવાનાં ?

નિશ્ચય છે દરિયો તરી જવાનાં...

અમે તો જિંદગીના દિવસો, અમર કરી જવાના...

સમયનાં ફલક પર,

સુવર્ણાક્ષરે હસ્તાક્ષર કરી જવાનાં,

ઝાં-બાજ છીએ,

ના હાંફી જવાનાં,

ના પીછેહઠ કરવાનાં,

આપીશું હર મોરચે લડાઈ-ગીતા-

અમે તો જિંન્દગી જીતી જવાનાં...

અમે તો જિંદગીના દિવસો, અમર કરી જવાના...