Ajnabi Humsafar - 14 in Gujarati Love Stories by Dipika Kakadiya books and stories PDF | અજનબી હમસફર - ૧૪

Featured Books
  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

  • बन्धन प्यार का - 33

    और नरेश,हिना और मीरा स्वामी नारायण मंदिर के लिये निकल लिये थ...

  • I Hate Love - 12

    जिसे देख जानवी ,,,,एक पल के लिए डर जाती है ,,,,,क्योंकि इस व...

  • आशा की किरण - भाग 3

    अब जो ठीक समझो, करो,’’ बेटे ने कहा, ‘‘सेना के एक कप्तान से म...

Categories
Share

અજનબી હમસફર - ૧૪

"જલ્દીથી લાઈટ ગોઠવી દે દિયા . તારો વજન લાગે છે "રાકેશે હોશ સંભાળતા કહ્યું.

આ સાંભળી દિયાની આંખો શરમથી ઝુકી ગઈ. તેણે પોતાના હાથમાં રહેલી લાઈટ ગોઠવી દીધી એટલે રાકેશે તેને નીચે ઉતારી . બંનેએ મળીને ટેરેસ પર ફુગ્ગા અને લાઇટિંગ ગોઠવી દીધી એટલામાં સમીર આવ્યો .

"તુ આવી ગયો મતલબ બા દાદા પણ આવી ગયા?" દિયાએ આશ્ચર્ય સાથે પૂછ્યું.

"અરે ના હું બહાનું બતાવીને નીકળી ગયો અને દાદાના મિત્રને એ લોકો ને રોકી રાખવા કહ્યું છે "

"બરાબર તુ ફોટોઝ લગાવવાનું કહેતો હતો ને ?" : દિયા

"હા એ ફોટોગ્રાફર હમણાં જ બધા ફોટોઝ લઈને આવે છે અને કેટરર્સ વાળા પણ આવી ગયા છે. નીચેના ગાર્ડનમાં તે બધું અરેન્જમેન્ટ કરે છે .બાય ધ વે ડેકોરેશન મસ્ત કર્યું છે "સમીરે દિયા તરફ જોઇ કહ્યું .

"તેનું ક્રેડિટ રાકેશને જાય છે તેની મદદથી જ આ બધું શક્ય બન્યું છે. "દિયાએ રાકેશ તરફ જોઈ કહ્યું.

"થેન્ક્યુ રાકેશ અને થેન્ક્યુ દિયા તમારા બંનેની હેલ્પના લીધે જ આ સેલિબ્રેશન કરી શક્યો છું."

"ફ્રેન્ડ્સમાં થેન્ક્યુ કહેવાનું ના હોય "દિયાએ સમીરને મુસ્કુરાતા ચહેરે કહ્યું. "

"ચલો હવે તૈયાર થઈ જઈએ હમણાં જ બધા મહેમાનો આવી જશે." એમ કહી સમીર પોતાના રૂમ માં ગયો.

"તું પણ તૈયાર થઈ જા "દિયાએ રાકેશને કહ્યું.

"હા મારા કપડા કારમાં જ છે હું લઈ આવું છું ." કહી રાકેશ નીચે ગયો અને એક બેગ લઇને આવ્યો.

"એક કામ કર તું મારા રૂમમાં જઈને રેડી થઈ જા પછી હું તૈયાર થઈ જઈશ." દિયાએ રાકેશને કહ્યું.

રાકેશ બેગ લઈને દિયાના રૂમમાં ગયો ત્યાં સુધી દિયા નીચે કેટરર્સનુ અરેન્જમેન્ટ જોવા લાગી. એટલામાં પાછળથી અવાજ આવ્યો.

" તું હજુ તૈયાર નથી થઈ ?" વાઈટ શર્ટ અને બ્લેક બ્લેઝર માં સમીર સામે ઉભો હતો તે ખરેખર એટલો હેન્ડસમ લાગતો હતો કે આજની પાર્ટી માં કોઈ છોકરી તેને જોવે તો સામેથી પ્રપોઝ કરી દે. દિયા તેને જોઈ રહી અને કહ્યું," મારા રૂમમાં રાકેશ રેડી થાય છે એ બહાર આવે પછી હું રેડી થવા જઈશ."

ત્યાં જ દિયાના રૂમનો દરવાજો ખૂલ્યો અને રાકેશ બહાર આવ્યો. રેડ શર્ટ અને બ્લેક બ્લેઝરમાં તેની પર્સનાલિટી એકદમ આકર્ષક લાગી રહી હતી. તેને જોઈને દિયાના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. રેડ કલર હંમેશા દિયાનો ફેવરિટ કલર રહ્યો છે અને રાકેશને રેડ શર્ટ ખરેખર મસ્ત લાગતો હતો. તે ઝડપથી પોતાના રૂમમાં તૈયાર થવા ગઈ .રાકેશ બહાર તેની રાહ જોતો બેચેન થતો હતો તો સમીર પણ તેને જલ્દીથી જોવા માંગતો હતો.

થોડીવારમાં દિયા તૈયાર થઈ બહાર આવી બંનેની નજર તેના પર અટકી.

રેડ કલરની સાડી , ખુલ્લા વાળ કપાળની વચ્ચે નાનકડી લાલ બિંદી , આંખમાં કાજલ અને કાનમાં એરીંગ્સ . સપ્રમાણ શરીર પર વ્યવસ્થીત રીતે પહેરેલી સાડી અને તેમાંથી દેખાઈ રહેલ તેની સ્લીમ કમર પરનો તલ .ખરેખર આજે તેનુ રૂપ કાતીલ લાગતું હતુ. રાકેશની ખુશી સાતમા આસમાન પર હતી કેમકે આજે દિયા સાથે તેના કપડા મેચ હતા અને દિયાએ પોતાના લીધેલા એરીંગ્સ પહેર્યા હતા જે તેણે ચુપકેથી દિયાના સામાન વચ્ચે મૂકી દીધા હતા.

સમીર પણ દિયાને અપલક નજરે જોઈ રહ્યો . અમેરિકામાં શોર્ટ કપડામાં ઘણી બધી હસીનાઓ તેણે જોઈ હતી પરંતુ સાડીમાં ઊભેલી દિયા તેને એ બધી જ હસીનાઓ કરતા વધારે સુંદર અને આકર્ષક લાગી રહી હતી.

"હવે નીચે જઇએ બધા મહેમાનો આવતા જ હશે" દિયા બંનેની પાસે આવીને બોલી ત્યારે બંનેને હોશ આવ્યો.

"હા ..હા .. ચાલો "બંને એકસાથે બોલ્યા અને ત્રણે નીચે ગયા.

એક પછી એક મહેમાનો આવી રહ્યા હતા. સમીરે તેમનું સ્વાગત કર્યું અને ટેરેસ પર જવા કહ્યું .સાંજના સાત વાગી ગયા હતા બધા મહેમાનો પણ આવી ગયા હતા એટલે સમીરે દાદાના મિત્રને ફોન કરી બા -દાદાને લઈને ઘરે આવવા કહ્યું ‌.

પાંચેક મીનીટ પછી ધનજી દાદા તેમના મિત્રની ગાડીમાં આવી પહોંચ્યા . ગાડીમાંથી ઉતરી શારદાબા અને ધનજી દાદાએ જોયુ તો ગાર્ડનમાં અને બંગલામાં સંપૂર્ણપણે અંધારૂ હતું.

"લાગે છે લાઈટ ગઈ હશે" ધનજી દાદાએ કહ્યું અને મોબાઇલની ટોર્ચ ચાલુ કરી જેવા બંને ગેટમાં એન્ટર થયા ત્યાં ધીમે ધીમે રસ્તામાં એક પછી એક લાઈટ ચાલુ થવા લાગી ધનજી દાદા અને બા લાઈટ ની પાછળ પાછળ ટેરેસ પર જતી સીડી સુધી પહોંચ્યા અને સીડી ચડી ગયા. જેવા ટેરેસ પર પહોંચ્યા ત્યાં બધી જ લાઈટ એક સાથે ચાલુ થઈ. ટેરેસ ગાર્ડનમાં ફરતે ધનજીભાઈ અને શારદાબાના જુના ફોટો મોટી ફ્રેમમાં સ્ટેન્ડ પર લગાવેલા હતા વચ્ચે એક સુંદર સોફો મુકેલો હતો અને તેની આગળ ટેબલ પર કેક ગોઠવાયેલી હતી . ફરતા મહેમાનો વચ્ચે સમીર ,દિયા અને રાકેશ ઉભા હતા ત્રણે તેમની પાસે આવીને પગે લાગ્યા અને કહ્યું
"હેપ્પી ગોલ્ડન જ્યુબલી એનિવર્સરી બા-દાદા ."

બા દાદા સરપ્રાઈઝથી ખુબ જ ભાવુક થઈ ગયા. લગભગ ઘણા વર્ષોથી તેમના જીવનમાં એવો કોઈ ખાસ પ્રસંગ આવ્યો ન હતો અને આજે તેમનો પૌત્ર પણ તેમની સાથે હતો . બંનેએ ત્રણે છોકરાઓને માથે હાથ ફેરવી આશીર્વાદ આપ્યા અને કહ્યું ખૂબ ખૂબ જીવતા રહો મારા દીકરાઓ .ભગવાને અમારો એક દિકરો લઈ લીધો પણ ત્રણ સંતાનો આપ્યા ."

સમીર બંનેના હાથ પકડી સોફા પાસે લઇ ગયો અને સોફા પર બેસાડ્યા. બંનેએ કેક કટિંગ કરી અને સમીર, દિયા અને રાકેશને ખવડાવી . મહેમાનોએ એક પછી એક આવીને શુભકામના આપી. ધનજીદાદા અને શારદાબા તેમના જૂના મિત્રોને મળ્યા .ઘણા વર્ષો પછી મળવાથી તેમના ચહેરા પર ખુશી સાફ ઝલકાઇ રહી હતી . ત્યારબાદ બધાએ નીચે ગાર્ડનમાં ડિનર કર્યુ અને ફરીથી ઉપર આવ્યા . હવે પછી ડાન્સનો પ્રોગ્રામ હતો.

મ્યુઝિક સિસ્ટમ પર સિત્તેરના દાયકાના ઇન્સ્ટ્રુમેન્ટલ સોંગ વાગતા હતા.સમીરે બા અને દાદાને હાથ પકડીને ડાન્સ કરવા કહ્યું ‌ધનજીભાઈએ શારદાબહેનના બંને હાથ પોતાના હાથમાં લીધા અને ડાન્સ કરવા લાગ્યા. શારદાબા શરમથી નીચું જોઈ ગયા. એ જોઈ દિયાએ રાકેશ તરફ નજર કરી તો રાકેશ પણ તેની સામે જ જોતો હતો. બંનેની નજરો મળી એટલે દિયાએ નજર નીચે ઝુકાવી દીધી .

"કૌન કહેતા હૈ કિ મહોબ્બત નઝરે મીલને સે હોતી હૈ..
દિલ તો વો ભી ચુરા લેતે હૈ જો પલકે તક નહીં ઉઠાતે..."

"હેઇ બ્યુટીફુલ ગર્લ ...વુડ યુ લાઈક ટુ ડાન્સ વીથ મી ?
આ સાંભળી દિયાએ નજર ઉચી કરી તો સામે સમીર તેના તરફ હાથ લંબાવીને ઉભો હતો. થોડું વિચાર્યા બાદ તેણે પોતાનો હાથ સમીરના હાથમાં રાખી દીધો . આ જોઈ રાકેશનો ચહેરો જલનથી કાળો પડી ગયો. સમીરે પોતાનો એક હાથ દિયાના શોલ્ડર પર રાખ્યો અને બીજા હાથમાં દિયાનો હાથ લીધો .બંને સોફ્ટ મ્યુઝિક પર કપલ ડાન્સ કરી રહ્યા હતા .

રાકેશ જલનભરી નજરે બંનેને ડાન્સ કરતાં જોઈ રહ્યો . અચાનક એને કંઈક યાદ આવ્યું અને તે નીચે ગયો .

થોડીવાર પછી બધી લાઈટ્સ બંધ થઈ ગઈ મહેમાનોમાં ધીમી ધીમી ચર્ચા થવા લાગી.

"લાગે છે પાવર જતો રહ્યો હશે" સમીરે કહ્યું અને ઘરના નોકરને બૂમ પાડી અને તેની સાથે નીચે ઈલેક્ટ્રીક મીટર જોવા માટે ગયો ‌. નોકરે મીટરપેટીમાં જોયું તો તેનો ફ્યુઝ નીકળી ગયો હતો અને નીચે પડયો હતો .

"કદાચ ઓવરલોડ ના લીધે નીકળી ગયો હશે "સમીરે કહ્યું અને ફ્યૂઝ ફીટ કર્યો .ફરીથી લાઇટ્સ અને મ્યુઝિક ચાલુ થયા .દિયાએ જોયું તો તેની સામે રાકેશ હાથ લંબાવી ઉભો હતો ,

"લેટ્સ ડાન્સ "રાકેશે કહ્યું અને દિયાએ મુસ્કુરાતા ચહેરે પોતાનો હાથ તેના હાથમાં આપી દીધો. બેકગ્રાઉન્ડમાં એક રોમેન્ટિક ગીત વાગતું હતું,

"ચુરા લીયા હૈ તુમને જો દિલ કો ... નજર નહીં ચુરાના સનમ..."

રાકેશની નજર દિયાની નજર પર હતી . બંને એકબીજામા ખોવાયેલા હતા .જાણે ગીતના શબ્દો પોતાની લાગણીઓ દર્શાવી રહ્યા હતા.

સમીર ઉપર આવ્યો અને જોયું તો દિયા અને રાકેશ ડાન્સ કરી રહ્યા હતા . તે બસ દિયાને જોઈ રહ્યો .

થોડીવાર પછી બધા મહેમાનોએ રજા લીધી . હવે ટેરેસ પર ફક્ત એ પાંચ જણા હતા .

"બા દાદા તમે થાકી ગયા હશો . હવે આરામ કરી લો ચલો ." સમીરે કહ્યું એટલે ધનજીભાઈ અને શારદા બા નીચે ગયા . રાકેશ પણ સમીર અને દિયાની રજા લઇ ઘરે ગયો .

હવે ફક્ત આ સમીર અને દિયા ટેરેસ પર ઉભા હતા સમીર દિયાને કંઇક કહેવા માંગતો હતો. પરંતુ તે પહેલા દિયા પોતાના રૂમમાં જતી રહી .

બીજે દિવસે રવિવાર હતો . આગલા દિવસના થાકને લીધે દિયા મોડે સુધી સુતી રહી . નવ વાગે ઉઠી અને બહાર ટેરેસ પર આવી . સમીર ટેરેસ પર ખુરશી પર બેઠો બેઠો ન્યુઝપેપર વાંચી રહ્યો હતો . તેનું ધ્યાન દિયા તરફ ગયું . ખીલેલા ફૂલ જેવો તેનો માસુમ ચહેરો તે જોઈ રહ્યો . દિયા ગુડ મોર્નિંગ વીશ કરી ફરી રૂમમાં જતી રહી અને થોડીવાર પછી તૈયાર થઈ બહાર આવી. તેણે જોયું તો સમીર હજુ ત્યાં જ બેઠો હતો .દિયા નાસ્તો કરવા માટે નીચે ગઈ તો તેની પાછળ પાછળ સમીર પણ નીચે ઉતાર્યો અને તેની સાથે ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયો.

"તારે નાસ્તો બાકી હતો."દિયાએ પુછ્યુ.

હા .. હું તારી રાહ જોતો હતો .

"મારી રાહ જોતો હતો?પણ કેમ?" દિયાના મનમાં પ્રશ્ન ઉદભવ્યો પરંતુ તેણે ના પૂછવાનું જ યોગ્ય માન્યું અને ચુપચાપ નાસ્તો કરવા લાગી .


(શું સમીર પોતાના મનની વાત દિયાને જણાવી શકશે? , શું રાકેશ પોતાના મનની વાત દિયાને જણાવી શકશે ?. દિયા એ બંનેની લાગણીઓ સમજશે ? આ પ્રણય ત્રિકોણમાં આગળ જતાં શું થશે? શું હતું દિયા ના મમ્મી-પપ્પાનો અતિત ? જોઈએ આગળના ભાગમાં..

વાચક મિત્રો.. જો તમને આ વાર્તા ગમી હોય તો રેટિંગ અને રિવ્યૂ આપવાનુ ના ભૂલતા )