બંને ભાઈઓ સુજોયના ઘરે પહોંચી ગયા.
આમ સાગર ઘરે તો ઘણી વાર આવ્યો પણ મિત્રના નાતે.
આજે તો સુજોયના સારા બની ને આવ્યા છે.
એટલે થોડુંક ખચકાટ તો થાય જ ને પણ સુજોય સાથે હતો એટલે બધા સામે નોર્મલ થતા વાર ન લાગી.
મનું ના જીવનની સફર થઈ ગઈ હતી. એક એવા પરિવાર સાથે જે એને જાણતું સમજતું હતું.મનું રસોડા માં જ.પોતાની પહેલી રસોઈ રૂપે ખીર બનાવતી હતી. અને સાથે કાવેરી પણ મદદ કરે છે અને કલા બેનનો અવાજ સાંભળીને કાવેરી બહાર આવે છે સામે બેઠકમાં પાર્થ અને સાગર બેઠા હોય છે તેમના માટે નાસ્તો લાવાનું કહે છે. સાગર કાવેરીને જોતા નજર નીચી કરે છે અને કાવેરી પણ નાસ્તો આપી જતી રહે છે.
નાસ્તો કર્યા પછી મનું ભાઈ સાથે ઘરે જવા નીકળી જાય છે.
ઘરે આવતાં જ મનું મમ્મીને ભેટી પડે છે. એક દીકરી થી છોકરી ની જિંદગી જીવી ગયા બાદ સ્ત્રી તરીકે પત્ની રૂપે જીવવું સરળ નહિ.પણ સરસ વાત હોય છે.
બધા સાથે બેસીને નિરાંતે વાત કરી .અને પછી સુજોયનો ફોન આવતા વાતે લાગી ગઈ. સાંજે બધા ભાઈ બહેન બહાર જવાના હતા જમવાની તો તૈયારી કરી. સાથે કાવેરી તન્વી પાર્થ સાગર પણ આવવાના છે. સાગર એના પહેલા પ્રેમ ના અહેસાસમાં ખોવાઈ ગયો હતો. એ લાગણીની વાત કંઈક આમ લખાયેલી હતી.
પ્રેમ ગમે તેટલો કરો પણ અધુરો રહે છે.
ક્યાંક પ્રિતમાં તો ક્યારેક કોઈની રીતમાં
બસ પ્રેમ કરવાની રીત અલગ હોય છે.
ક્યાં સુધી આમ બરફને જોશો
જોજો ક્યાંક એ પણ નજરથી પાણી પાણી ન થાય.
તમારા હ્રદયમાં આમ હાસ્યની વાત ન સમાય
સમય જોતા તો હમણાં લાગણી થી ન રમાય.
સાંજ થતા જ સુજોય ઘરે લેવા આવી ગયો સાથે કાવેરી તન્વી પણ આવી.આમ તો બધા બાળપણના મિત્ર છે પણ યુવાની ઉંબરે તો થોડીક રીતભાત બદલાય.
સાગરથી નાનો એનો ભાઈ એટલે પાર્થ સ્વભાવે થોડોક બોલકણો.
શરીરે ગોળ મતોળ પોતાની ધૂનમાં જ મસ્ત.
ભલે લોકો એને કહે તું તો રોજિંદા જીવનમાં મસ્ત.
તન્વી સ્વભાવે શાંત હૃદયની સાફ ખુલ્લા મનથી વાત કરે.
તન્વી એ કાવેરીની નાની બહેન કહેવાની પણ કાવેરીને વાતમાં દબાવે
અરે રે મારી ભાવિ પત્ની ચાલો અહીં જ જમવું છે કે શું.
સુજોય એ ગાડીના હોર્ન વગાડી સિગ્નલ આપ્યો.
પણ જવાબ ન મળતાં ગાડીમાંથી બહાર ઉતરીને કાવેરી મનું ને લેવા ગઈ.
ધીમે પગે એ ઘરમાં દાખલ થઈ.
અન્નપૂર્ણા બેનને મળીને સીધી મનુના રૂમમાં ગઈ.
ત્યાં મનું કપડાને લઈને પરેશાન હતી.લગ્ન પછી પહેલી વાર એ આમ બહાર જવાનું તો કાવેરી આવતાંની સાથે જ રેડ કલરની સાડી બ્લેક બ્લાઉસમાં રેડી કરીને એ બંને નીચે આવ્યા.
સાથે પાર્થ પણ આવી ગયો અને સાગર ગાડીમાં બેસી ગયો હતો આગળ મનુને ચીડવવા માટે.
બધા જ પોતપોતાની રીતે બેસી ગયા.સુજોય એ સીધી જ ગાડી રિચિરિચ હોટેલ પર આવીને ઉભી રહી ગઈ.બધા ગાડી માંથી ઉતરીને હોટેલમાં ગયા. અને પોતાની ફેવરિટ બેઠક પર બેસીને મસ્તી થી ડિનર કર્યું.ડિનર કર્યા પછી મહાલક્ષ્મી નો કોકો પીધો અને લોન્ગ દ્રાઇવ પર ગયા એકબીજાનો સાથ મિત્રના સબંધ થી પરિવાર ને નવું રૂપ મળ્યું હતું .સાથે સાગર અને કાવેરી નો મિલાપ.સુજોયે મનસ્વી માટે સરપ્રાઈઝ પ્લાન કર્યો હતો તે એના ફાર્મ પર ગાડી રોકીને મનું અને સુજોય એમના ફાર્મ હાઉસ પર આજની રાત ત્યાં રોકાવાના હતા.આમ ગાડી સાગર ચલાવતો હતો.બાજુમાં કાવેરી અને પાછળ પાર્થ અને તન્વી.રંગીન રાત્રી સાથે પ્રેમનો સાથ.હજી એકરાર કોઈએ કર્યો ન હતો.પણ મનોમન એકબીજાને પસંદ કરતાં થઈ ગયા.
પ્રેમની લાગણી એવી હોય કે સામે કહેવા કરતા જતાવવું વધુ સારું પડે.અને એના મનગમતા ગુજરાતી ગઝલ સરૂ કરી દીધી.જે વાત બોલી ના સકે એ ગીતના રૂપમાં સાંભરે તો સરસ મજ આવે.
આમ ગીત સાંભળતા જ ક્યાંય રસ્તો કપાય ગયો ખબર ના પડી પણ હા ચા ની વાત તો ઉધાર રહી.આટલું બોલી સાગરે ગાડી હાંકી મૂકી.
ઘરે આવી ને ફ્રેશ થઇ ને સુઈ ગયા પણ આ બાજુ કાવેરી ની ઊંઘ ગાયબ થઇ ગઇ જ્યાર થી સાગર ને મળી તો એને ચેન ન પડતું. જ્યારે આ બધી વાતો થી દુર પ્રેમના અહેસાસને હદયથી માણ્યા બાદ હવે એક થવાનો હતો.એકબીજાથી પોતાની લાગણી છુપાવી આજે બે પ્રેમી પોતાના જીવનની નવી શરૂઆત થવાની હતી.સુજોયે બહુ સરસ રીતે જ એના લગ્નની પહેલી રાતને અલગ અલગ મહેકના ફૂલોથી સજાવી હતી.આ સમય દરેક પતિ પત્ની ના જીવનમાં આવે છે રૂમમાં દાખલ થતાં જ ફૂલોથી મનું વેલકમ કર્યું અને પછી એના મનગમતા રોમેન્ટિક ગીતોની મહેફીલ સજાવી ડાન્સ કર્યો.અને લાસ્ટમાં એક ચોકલેટ બાઈટ જેના લીધે માહોલ રંગીન બની ગયો. અને એકીબજાના આગોશમાં આવી સુઈ ગયા. એક અલગ સવાર થઇ એક નો પ્રેમ સફર થયો ત્યાં બીજા પ્રેમી ની સફર શરૂ થઈ ગઈ હતી.
સાગરની કાવેરી.
કંઈક અલગ જ મિજાજ માં હતુ કાવેરી નું મન
એને સાગર સાથે વાત કરવી હતી
પણ
સમય ક્યાં સાથ આપે છે
અને અમદાવાદ જવાનો સમય થઇ ગયો.
સાથે મનહરભાઈની કમ્પનીનું કામ પણ અટકી ગયું હતું
લગ્નના કામમાં વ્યસ્ત તો.
અમદાવાદની મીટીંગ માટે સાગરને મોકલયો અને બસ જોઈતું મળી ગયું.