“ ખુદની ખુદ સાથે ચર્ચા...! ”
ચાલો આજે કરીએ પોતાની સાથે વાત.... હા... આ વાત બધા એટલે બધા નાના બાળકો, મહિલાઓ, યુવાનો, યુવતીઓ, વડીલો બધા ને લાગુ પડે એવી છે હો. હું એક વિદ્યાર્થી રહ્યો એટલે મારી આદતની જેમ નવરાશની પળો મા ઘણા બધા પ્રશ્નો થાય એ વ્યાજબી છે તમને પણ થતા હસે.? એવા જ આ મારા થોડા પ્રશ્નો છે.જે તમને તમારી સાથે વાત કરવા થોડા મજબૂર કરી દેસે. આશા રાખું છું કે તમે પણ તમારી પોતાની સાથે થોડી વાતો કરશો... એક વાત સ્પષ્ટ છે કે તમારે અહીં આપેલા પ્રશ્નો નાં જવાબ તમારી અનુકૂળતા પ્રમાણે ખુદ ને જ આપવા નાં છે પણ જવાબ તો આપવા નાં છે.
“ ચાલો આજે કરીએ પોતાની સાથે વાત... ખુદ ની ખુદ સાથે ચર્ચા...!
1) આજથી ૧૦૦ વર્ષ પછીની દુનિયા આજના કરતાં વધારે સુંદર ને સારી હશે કે ખરાબ ?
2) અઠવાડિયા પછી વિશ્વયુદ્ગ થવાનું છે એ તમને જાણવા મળે,તો તમે શું કરો ?
3) તમારા જીવનની મોટામાં મોટી સિદ્ધી કઈ છે? હજી એના કરતાંય વધુ સારું કરવાની આશા તમને છે?
4) છેલ્લે ક્યારે તમારે કોઈની સાથે ઝધડો થયેલો ? તેનું કારણ શું હતું?
5) તમારું મૃત્યુ કઈ રીતે આવે તે તમને ગમે ?
6) તમારું બહુ નજીકનું ખાસ લાગણીશીલ વ્યક્તિ પીડા ભોગવી રહ્યું છે, એમના બધા અંગો લકવાનો ભોગ બન્યા છે,અને એક મહિના માં એમનું મૃત્યુ થશે એમ ડૉકટર કહે છે.એ ખાસ લાગણીશીલ વ્યક્તિ તમને કહે છે , ‘ આ વેદનામાંથી મારો છુટકારો થાય તે માટે મને ઝેર આપો!’ તો તમે આપો?
7) તમારા જીવનની કઈ બાબત માટે તમે વધુમાં વધુ આભાર ની લાગણી અનુભવો છો?
8) તમે માંસાહાર કરો છો? તો કતલખાના પર જઈને કોઈ પશુની જાતે કતલ કરવા તમે તૈયાર થશો ?
9) એકાદક વર્ષમાં અચાનક તમારું મૃત્યુ થવાનું છે એવી તમને ખબર હોય , તો અત્યારે તમે જે રીતે જીવો છો,તેમાં કશો ફેરફાર કરશો?
10)તમને નામચિહન થવું ગમે ? કઈ રીતે પ્રસિદ્ધ બનવાનું તમને પસંદ કરો ?
11)કોઈ અમુક વસ્તુ કરવાનું તમારું લાંબા સમયથી સપનું છે?તો અત્યારે સુધી તમે તે કેમ નથી કર્યું?
12)તમે જેનાથી બચી ના શકતા હોય, એવી તમારી કઈ આદતો છે? તેમાંથી છુટકારો મેળવા માટે તમે નિયમિત મથામણ કરો છો?
13)જીવનમાં શેના માટે તમે વધુમાં વધુ પ્રયત્નો કરો છો? કોઈ સિદ્ધી, સલામતી , પ્રેમ , પદ , જ્ઞાન કે બીજા કશાક માટે?
14)તમારી એ ફરજ ન હોય છતાં કોઈને માટે તમે કશુક કરો,અને પછી એ તમારો આભાર ન માને ત્યારે તમને શી લાગણી અનુભાવો છો?
15)દુનિયાભરમાં તમારા મનપસંદ સ્થળે જઈને મહીના સુધી ત્યાં રહી શકો તમે અને પૈસાની કોઈ ચિંતા કરવાની ન હોય તો તમે ક્યાં જાવ અને ત્યાં શી કરો?
16)જેના વિના જિંદગી જીવવા જેવી ન રહે , એટલી બધી મહત્વની કઈ વસ્તુ તમને લાગે છે?
17)તમારા મિત્રો સ્નેહીઓ તમારા વિષે ખરેખર શું વિચારે છે , એ નિખાલસપણે અને કઠોર થઈને તમને કહેવા તૈયાર હોય તો તમે એવું ઈચ્છો ખરા કે તેઓ તમને એ જણાવે ?
18)જેને વિષે રમુજ ન જ કરી શકાય એટલી બધી ગંભીર કોઈ વસ્તુ તમને લાગે છે? એ કઈ?
19)કોઈની સાથેના સંબંધ માં સૌથી મુલ્યવાન વસ્તુ તમને કઈ લાગે છે?
20)બીજાઓ સાથે જેની ચર્ચા ન કરી શકાય ,તેવી અતિ અંગત બાબતો તમને કઈ લાગે છે?
21)કોઈ વસ્તુની ચોરી તમે છેલ્લે ક્યારે કરેલી ? તે પછી તમે કશી ચોરી કેમ નથી કરી ?
22)તમારી કેટલી મૈત્રી ઓ દસ વર્ષથી વધુ ટકી છે?અત્યારે તમારા જે મિત્રો છે તેમાંથી ક્યાં – ક્યાં આજથી દસ વર્ષ પછી પણ તમારું મન મહત્વના રહ્યા હશે ?
આ ઉપરોક્ત છે મારા પ્રશ્નો જે તમને ખુદથી ખુદ સાથે વાત કરવા માટે થોડાં સજાગ કરશે .મારા આ પ્રશ્નો સામાન્ય જ્ઞાનની કસોટીઓમાં પૂછાતા હોય છે .તેવા પ્રશ્નના જવાબ આપવા માટે આપણે અમુક માહિતી કે આંકડા યાદ કરવા પડે છે પણ આ પ્રશ્નના જવાબ આપતી વખતે આપણે વિચાર કરવો પડે છે અંતર નિરીક્ષણ કરવું પડે છે આ પ્રશ્ન ના કોઈ અમુક જ સાચા જવાબ નથી .એક પ્રશ્ન ના વિવિધ જવાબો મળવાના અને તે બધા સાચા હોય શકે , કારણકે તે પ્રામાણિક ને સાચા હૃદયો એ આપેલા હશે .
આ પ્રશ્ન ની થોડીક નકલો કઢાવી ને એક સાંજે સહુ કુટુંબીજનો સાથે ભેગા બેસે અને દરેક જણે એક એક સવાલનો પોતાને સુઝે તે જવાબ બોલતા જાય તો પોતાના ઘરના જ માણસોની કેટલીક નવી લાગણીઓ પરસ્પર મળતી જશે અને નિખાલસતા વિશેષ નિકટતા પેદા કરશે .જે શિક્ષક મિત્રો છે તે પણ પોતાના જવાબ વર્ગ માં વિદ્યાર્થી ઓ સમક્ષ વાંચી બતાવે તો તેમાંથી પ્રેરણા મેળવીને ઘણા વિદ્યાર્થી ઓ ઘરેથી પોતાના જવાબ લખી લાવીને પછીના દિવસોમાં વર્ગમાં વાંચી સંભળાવી શકે છે .આ સવાલ બધા વ્યવસાય , મિત્રો , તમામ પ્રકાર ના વ્યવહાર માં નિખાલસતા ભાવે ઉપયોગી કરી પ્રેરણાદાય બની શકે છે બીજા માટે ....
તમામ વાંચક મિત્રો એકવાર આ પ્રશ્ન નો પોતાને પૂછી નિખાલસતા થી જવાબ આપવાનો પ્રયત્ન કરજો .ને અંતે તમારો જે પણ પ્રતિભાવ હોય ઉપરોક વિષય અંગે તો જરૂર સૂચવશો ....
“ રાધે રાધે ” “ જય શ્રી કૃષ્ણ ”