Lagni - 6 in Gujarati Motivational Stories by raval Namrata books and stories PDF | લાગણી - 6

Featured Books
Categories
Share

લાગણી - 6

આગળ ના ભાગ માં જોયુ તેમ ભુતકાળ નો સ્પશૅ હજીય એવો એવો હતો ,, એક ઘરડા દેહ ના મુખ પર બાળપણ ના કિસ્સા ના લેખ હતા ,, સો વરહ ના બધી વાતો વાગોળવા માં ય બેટા મને મારૂ બાળપણ વાલુ લાગે છે ,, ભાખોડીયા ભરતા ભરતા વાતો હાટુ આ ઘડપણ નીરાળુ લાગે છે ..... ,,, ભા તમારીઆ વાત હાવ હાચી... ,જીગર એ કહ્યું..

ઈ હાલો હવે હાલો જટ કરો બા એ વાત પુરી કરતા કહ્યું ... ,, આ બસ સ્ટટેન્ડ આવી ગ્યું,, અને ઈ જીગા પેલા તુ આ છુટા પૈૈૈસા લઈ તઈ બુુુથ પર જા , અને જટ ફોન કર કનુ ભા ને તો ઈ રામલા રીક્ષાવાળા નેે મોકલે ને તઈ ઘર હાટુ લઈ જાય ,,

હા બા ઈ વાત ખરી ,, હાલો તઈ ઘડીક લગી પાણી ની લેતાવ તમાર હાટુ... ,, ને ફોન કરી દવ... ,, અને પાછો જીગર બોલ્યો... , ઓ ભા હજી વાત અધુરી છે હો આ જટ આયો ,,,બાપા તઈ લગી આ બાંકડે વિરામ કરો..,ત્યાં જ અલ્યા તુ પાણી લઈ આવ જટ .., પછી તુ ને તારાબાપા શાંતી થી નીરાંતે વાત કરજો,, બા એ કહ્યું..
આ કનુ ભા જટ ફોન ઉપાડે તો વાત થાય , હલો હલો.. કનુ ભા ઈ અવાજ આવે છે ?, હલો... હલો ઓ ભાઈ તુ પાણી દઈ દે.તઈ લગી મારી વાત પતે જટ કર દે જરીક..,જીગર એ દુકાન વાળા ને આગ્રહ પુવઁક કહ્યુ..., હલો.... ,, હલો... ઈ અવાજ આવે છે..?હલો.. હલો.... ,, હા .. હા આયો આયો .. સામેથી જવાબ મળ્યો ..,, કનુ ભા હું જીગર બોલું,, કનુભા બાપા ને ચલાય એવુ નથી તો ગામ માં થી રીક્ષા અહીંયા બસ સ્ટેન્ડે પહોચાંડજો ,, હા હા ચોક્કસ હાલ જ રામલા ને મોકલું ... , સામેથી જવાબ મળ્યો,ઈ ઠીક , જીગર એ ફોન મુકતા કહ્યું..

લ્યો આ પાણી પીને જરીક ટાઢા થાઓ ,, જીગરે ભા ને પાણી આપતા કહ્યું, ત્યાં જ અરે, જીગર તું અહીંયા... ,, કાલે સમયસર પહોંચી જજે હો.... ,, આપડે જીત્યા તો તો બેડો પાર જ છે.... ,, અને તારા ભા ને લઈ ને આવજે હો.... , એય જુવે જરીક એમનો જીગલો કેવુય હોકી રમે છે... ,, અરે બાપા ફટકા ફટકા મારે , ઈ હોય તઈ અમારે ચિંતા જ ન હોય .... ,, ત્યાં જ સામેથી લાલચોળ આંખે બાપા બોલ્યા કોણ છે તુ?, જા કઈ દે જે તારા સાહેબ ને નઈ આવે જીગો એને કઈ રમવા ના દાળા છે ,,મારા ખેતર ભલા ને એ ઢોર ભલા... , અને ફરી કોય દી મારી હામું આમ આ રમવા ની ને એવી આડીઅવળી વાતો કરી છે ને હુ ભલો ને આ મારો ધોકો ભલો... , હોભળી લીધુ હોય તો જતો રે અહીં થી ,, આયો મોટો... ,, રમવા વાળો... ,

ત્યાં જ જીગર બોલ્યો ... , તુ જા અહીં થી કાલ નુ કાલ જોયુ જશે.... ,, નઈ તો આ મારા બાપા ની ખબર ને તને એમને માથુ તપેલુ રેય છે.....,, અને કહ્યું બાપા જટ હાલો રીક્ષા આવે તઈ લગી રાહ જોઈશું.., અને પાછા વળતી વખતે મોઢા પર આંગળી રાખી ચુપ રહેવાનો ઈશારો એના ભાઈબંધ ને કરતો ગયો... ,,

જો જીગા આ તારા ભા ને હું સંભાળી લઈશ,, એકવાર તુ પગભેરૂ થયો તો સૌ સારા વાના થશે,, પછી તને ખબર ને મારા ઠાકોર જી ને ખબર...બા એ સથવારો દેતા કહ્યું

આ તમારી વાતો એ જ ફુંગળાવ્યો છે ને , જીગા હજી કવ છું મારી વાત સાંભળી લેજે ,, સપના જેટલા ઉંચા હશે એટલે જ ઉંચે થી પછાડશે તને... ,, આ મારો તટસ્થ મત છે , ભા એ વાત પુરી કરતા કહ્યું..

અરે ભા જરીક તમારા શમણા ની શાન માં શું થાયુ... ,, ઈ તો કહો પેલા સાહેબ એ શું કહે ,, પછી તો તમને બાર કાઢી મુક્યા હશે ને..... , જીગર એ વાત બદલતા કહ્યું ત્યારે બાપા કે હા લ્યા ઓલો માણહ આયો બાર થી મને તગેડી ને બાર કાઢ્યો... , ,,

ક્રમશ: