Radha ghelo kaan - 9 in Gujarati Love Stories by spshayar books and stories PDF | રાધા ઘેલો કાન - 9

Featured Books
  • लल्लन जी की अद्भुत नौकरी

    गाँव के एक छोटे से कस्बे में रहते थे लल्लन जी। उनका नाम ही उ...

  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

  • बन्धन प्यार का - 33

    और नरेश,हिना और मीरा स्वामी नारायण मंदिर के लिये निकल लिये थ...

  • I Hate Love - 12

    जिसे देख जानवी ,,,,एक पल के लिए डर जाती है ,,,,,क्योंकि इस व...

Categories
Share

રાધા ઘેલો કાન - 9

રાધા ઘેલો કાન :- 9

ગયા ભાગમાં જોયું તે પ્રમાણે નિકિતા અને એની ફ્રેન્ડ્સ કિશનને કોલ પર કોલ કરતા હોય છે..

અને અહીં નિકિતા ખુબ જ રડતી હોય છે..
અને એની ફ્રેન્ડ કિશનને કોલ કરવાના વ્યર્થ પ્રયત્નોથી કઁટાળીને એને કહે છે.. જયારે એ તારી સાથે હતો ત્યારે તને એની કદર નહોતી અને તે હમેશા એને ઇગ્નોર જ કર્યો છે..
ત્યાં જ બીજી ફ્રેન્ડ બોલે છે..મેં તને પેહલા પણ કીધું હતું કે એના જેટલો પ્રેમ તને કોઇ નહીં કરશે..
પણ મારાથી ખબર નઈ આટલી મોટી ભૂલ કઈ રીતે થઈ ગઈ..
મેં અજાણતા જ એને કયારે ઇગ્નોર કરવા લાગી અને હું પણ પેલા સાથે કયારે કલોઝ થઈ ગઈ મને ધ્યાન જ ના રહ્યું..
નિકિતાએ વિલાયેલા મોઢે અફસોસ કરતા જવાબ આપ્યો..

ત્યારબાદ એની ફ્રેન્ડો એક પછી એક નિકિતા ને સાંભળવા લાગી કે કેહવા લાગી ખબર નઈ પણ..
એ કિશન જ હતો જયારે તુ બીમાર હોય તયારે હમેશા તારા માટે હાજર રહેતો હતો..
બીજી ફ્રેન્ડ બોલી એ કિશન જ હતો જયારે તારી લાઈફમાં કોઇ પણ પ્રોબ્લેમ હોય અને એ હાજર ના હોય..
હાજર તો ઠીક પણ તારી દરેક ભૂલને તે પોતાના પર જ લઇ લેતો હતો અને તારી દરેક ભૂલને પોતાની ભૂલ ગણાવતો..

યાદ છે જયારે તુ તારા ઘરે પકડાઈ ગયી તી ત્યારે તારા મમ્મી પાપાની નજરમાં તને નિર્દોષ અને પોતાને દોષી બતાવ્યો હતો એ જાણવા છતાં કે એની એકલી ભૂલ નહોતી..
તે છતાં એને દર વખતે તને માફ કરી અને બધું લેટગો કર્યું પરંતુ હવે તે જે ભૂલ કરી છે એ તો માફ નહીં જ કરે.. કારણ કે તે એ હોવા છતાં બીજા છોકરા સાથે તુ વાતો કરતી હતી..

plz યાર તમે આવું બધું ના બોલો..
મેં કોઇ જ ભૂલ નથી કરી મારાથી અજાણમાં થઈ ગયું છે..
મને નહોતી ખબર કે આ વાતનું એ આટલુ મોટુ સ્વરૂપ લઇ લેશે..

તો તને શુ લાગ્યું એ તારી દરેક વાતમાં હા એ હા કરશે.. હે.. હે.. નીકળી પડી..
કોઇ એટલો બધો પણ ગાંડો ના હોય કે કોઇ ચીટરને પોતાની ઝીંદગીમાં સ્થાન આપે.. અંજલી મજાક ઉડાવતા બોલી..
તુ તો બોલજે જ ના..
તારા કારણે જ બધું થયું છે.. જાણે કે આ બધી પ્રોબ્લેમ અંજલીનાં કારણે થઈ હોય તે રીતે નિકિતા અંજલી પર ગુસ્સે થઈ જાય છે..
અરે મેં શુ કર્યું યાર..
મને ખબર છે તુ ફ્રેન્ડ ઓછી અને દુશ્મન વધારે છે..
મારાં આ બધા પ્રોબ્લેમ તારો ક્યાંકને ક્યાંક હાથ છેજ..
હું તને સારી રીતે ઓળખું છું.. તુ અમારા બન્ને વચ્ચેનો પ્રેમ જોઈને બવ જેલસ થતી હતી.. મને શુ કઈ ખબર નથી.. નિકિતા અંજલી પર બધો gusso ઉતારતા બોલી..
હવે રેવાદે તુ બોવ બોલ્યા વગર કોઇ પોતાના બોયફ્રેન્ડને પોલીસ સ્ટેશન સુધી લઇ જાય આટલી ખરાબ હરકત તો અમે નથી જ કરતા.. અંજલીએ પણ નિકિતા પર વળતો પ્રહાર કર્યો..
અંજલી આટલુ બોલતા જ નિકિતાની ફ્રેન્ડ અંજલીને સમજાવતા બીજી તરફ વાળીને લઇ જાય છે..
plz અંજલી છોડને આ બધી વાત.. એ અત્યારે એમ પણ stressમાં છે વધારે stress ના આપ એને..
તો એને કે દર વખતે મને વચ્ચે ના લાવે ઓકે..

ત્યાં નિકિતાની ફ્રેન્ડ નિકિતાને કહે છે..
જો તને ખબર જ છે કે એટલો લવ કરતો હતો તો શુ કામ આવું કર્યું તે?? એની બીજી ફ્રેન્ડ વચ્ચે ટાપસી પૂરતા બોલી..
અરે તમે સપોર્ટ કરવાની જગ્યાએ બસ મારી ભૂલો જ મને ગણાવો છો..
માન્યું મારાથી ભૂલ થઈ ગઈ પણ મેં જાણી જોઈને કઈ નથી કર્યું યાર..
રડતા રડતા અને એકદમ ઉદાસ થઈને તે બાંકડા પર બેસી જાય છે..
ઓકે..ઓકે તુ શાંત થઈ જા.. હવે..
તો શુ યાર.. એક તો એ પણ વાત નથી કરતો અને તમે પણ બસ મારી જ ભૂલ કાઢતા જાવ છો..
એટલામાં અંજલી પાછી આવે છે,
જેની ભૂલ હોય એની જ નીકળે ને પણ..
અંજલી તુ ના બોલ plz..

આ રીતે અહીંયા નિકિતા અને એની ફ્રેન્ડ્સ વચ્ચે બહસ ચાલતી હોય છે અને ત્યાં કિશન પાસે નિકિતા અને એને ભેટેલો એક યુવકનો ફોટો કોઇ મોકલે છે..
અને કિશન એકદમ ચોકી જઈને એ ફોટો જોવે છે અને તરત નિકિતાને આ પ્રૂફ બતાવા માટે કોલ કરવા dialler ખોલે છે.. પરંતુ એ બેવફાને શુ કોલ કરવાનો એવુ વિચારીને મેસેજ કરનારાને જ રિપ્લાય આપે છે કે મેં કયારેય નહોતું વિચાર્યું કે જેના માટે મેં મારી ફેમિલીનું નહોતું વિચાર્યું તે મારી સાથે આટલી ખરાબ રીતે બેવફાઈ કરશે..
અને એટલામાં જ સામે વાળું પાત્ર એ ફોટો ડિલેટ કરી દે છે..
કિશન પૂછે અરે કેમ ડિલેટ કર્યો ફોટો?
ના હું કોઇ પ્રૂફ છોડવા નથી માંગતી કે તને કઈ રીતે ખબર પડી કારણ કે એ ગમે તેવી પણ મારી ફ્રેન્ડ જ છે ને..
પણ આ તો તારા સારા માટે મેં તને આ બધું કહી દીધું..
કારણ કે તુ આટલો લવ કરે અને એને કોઇ પડી જ નાં હોય તો કોઇ મતલબ જ નથી આવા સંબંધનો એના કરતા તુ એની લાઈફમાંથી નીકળી જાય તો જ સારુ..
અરે મને તો પેહલા પણ બવ વખત લાગ્યું હતું પણ હું એને લવ કરું છું એટલે મને નહોતી ખબર કે એ આવું પણ કઈ કરી શકે..
કોઇ ની.. thnq.. મારી લાઈફ બચવા માટે..
વેલકમ.. આટલુ કહીને બન્ને વચ્ચેનું conversation ખતમ થાય છે..

અને અહીં નિકિતા અને એની ફ્રેન્ડસ નિકિતાને સમજાવતા સમજાવતા વાતો કરતા હોય છે..

અને અહીં એકદમ કિશનનાં ઘરની ડોરબેલ વાગે છે..

કોણ છે ગદ્દાર?
નિકિતા? અંજલી? કે જેણે કિશનને ફોટા મોકલ્યા એ..
અને આ પોલીસ સ્ટેશનનો શુ issue છે?
આગલા ભાગમાં જ ખબર પડે.
વાંચતા રહો અને જોડાયેલા રહો..

બવ જલ્દી આવશે આગલો ભાગ..
તમારા પ્રતિભાવ આવકાર્ય છે.. 🙏😍🤗

જય હિન્દ - જય ગુજરાત.. 🇮🇳