Sanam tamari vagar - 5 in Gujarati Love Stories by Kumar Akshay Akki books and stories PDF | સનમ તમારી વગર - 5

Featured Books
Categories
Share

સનમ તમારી વગર - 5

આપણે જોયું કે,

સર (મી. શાહ) નાનકડી સ્પીચ આપે છે ને વિદેશ થી આવવાના મહેમાનો ની યાદી તેમના સ્ટાફ ને તે મિટિંગ માં જણાવે છે, પછી થોડોક સમય બધાને બ્રેક નું જણાવે છે, બ્રેક માં પ્રિયા તેમના ગ્રુપ સાથે વાતચીત કરવા જતી રહે છે.

હવે આગળ,

તે 7 જણા નું ગ્રુપ હોય છે મીનાક્ષી, મીરલ, સોનમ, વિજય, અમર, વિક્રમ ને પ્રિયા તેમાં વિક્રમ પ્રિયા ને ખુબ પ્રેમ કરતો હોય છે તે પ્રિયા ને નાનપણથી લઈને કોલેજ સુધી ને અત્યારે સાથે નોકરી ત્યાં લગી બન્ને એકબીજાને ઓળખતા હોય છે, પણ વિક્રમ ડર ને માર્યો પ્રિયા ને કહી શકતો નથી તે બન્ને ની દોસ્તી ને લીધે તેમની ફીલિંગ્સ દિલ ની અંદર છુપાવી દે છે, એની - વે હવે આગળ વધીયે,

સવાર ના 9 વાગ્યા હોય છે, કંપની ના ઉદ્દઘાટન કામ જોર શોર થી ચાલુ છે ત્યાં મી. શાહ ને તેમનો સ્ટાફ આવી પહોંચે છે ને થોડોક સમય માં ઉદ્દઘાટન ચાલુ કરવાનું મી.શાહ કહે છે, ત્યાં મુખ્ય મહેમાનો વિદેશ થી, અહીંથી આવી પહોંચે છે બધા મુખ્ય મહેમાનો આવવા થી મી. શાહ રીબીન કાપે છે ત્યાં તાળીઓ વાગવા માંડે છે, પછી બધા અતિથિ ને મી. શાહ તેમની કંપની અને તેમાં ચાલતી કામગીરી, નીતિ -નિયમ વિશે કહે છે, પછી વિદેશ થી આવેલા મહેમાનો માટે સ્પેશ્યલ નાસ્તો પીરસવા માં આવે છે, અને અહીંના મહેમાનો માટે પણ, કંપની નું ઉદ્દઘાટન રંગે-ચંગે ચાલી રહ્યું હોય છે, મહેમાનો પણ મોટા-મોટા નામી-અનામી આવ્યા હોય છે ત્યારે એક સ્પેશ્યલ મહેમાન ની એન્ટ્રી થાય છે અને તે છે પવન શાહ.

પવન શાહ ની આ સરપ્રાઈઝ એન્ટ્રી થી બધા ખુશી ખુશી થઇ જાય છે, તેમના પપ્પા ને મળી ને મી. શાહ પહેલા તેમને લઈને એક નાની સ્પીચ આપે છે " લેડીસ & જેન્ટલમેન, આ મારો સન છે પવન. તે આજે કંપની ના કામથી ઓસ્ટ્રેલિયા ગયો હતો ને તેના આ સરપ્રાઈઝ એન્ટ્રી થી હું પણ હેરાન છું " પણ પવન ની નઝર તેના પપ્પા ના સ્પીચ ની બદલે પ્રિયા ને ગોતતી હોય છે, પણ પવન તેમના પપ્પા ની સ્પીચ પુરી થવાની રાહ જોતો હોય છે સ્પીચ પુરી થતા તે પહેલા સ્ટાફ ના લોકો ને મળે છે, પછી તે પ્રિયા ને મળવા જાય છે ત્યાં પ્રિયા પવન ને એકબાજુ હાથે શર્ટ થી જાલી ને એક બાજુ લઇ જઈ ને પહેલા તેમના પર ખારી થાય છે ને થોડી મસ્તી, વાતચીત કરે છે ત્યાં મી. શાહ તેમને ગોતવા અવાજ લગાડે છે, પવન તેમના પપ્પા ને જોતા આવતા તુરંત તેના તરફ દોડી જાય છે કારણ કે તે અને પ્રિયા એકબીજાને પસંદ કરે છે તે ખાલી બન્ને સિવાય કોઈ જંતુ નહોતું , તે દોડતા તેમના પપ્પા પાસે જઈને 'શું કામ છે પપ્પા ' તેમ કહેતા તેમના પિતા (મી. Shah) કહે છે કે તને પહેલા આપણા મુખ્ય મહેમાનો ને મળાવું ! પણ પવન કહે છે કે " પપ્પા મારે કંઈક કામ છે, ને તમને કંઈક કહેવું છે " પણ તેમના પિતા (મી. શાહ ) કહે છે કે " તે બધું પછી, પહેલા આપણા મુખ્ય મહેમાનો સાથે તારો પરિચય કરાવી દવ.

મી. શાહ પવન ને અમુક વિદેશ થી આવેલા મહેમાનો સાથે તેમનો પરિચય કરાવે છે ને બિઝનેસ ના ઈરાદા સાથે અને મી. શાહ જે મહેમાનો ની દીકરી હોય તેવા જ મહેમાનો સાથે તેમનો પરિચય કરાવે છે, આ બધું પ્રિયા છુપી રીતે જોતી હોય છે પવન તે જોઈ જાય છે માટે પ્રિયા ને જલાવવા 2-3 વિદેશી મહેમાનો ની દીકરી સાથે પવન વાતચીત ચાલુ કરી દે છે, આ બધું જોતા પ્રિયા અનાદર થી જ જલતી ને ખારી થતી ને કહેતી " આ પવન ના દીકરા ને હું નહીં છોડું ".

પવન ફોરેનર્સ સાથે વાત કરતો હોય છે ત્યાં જ ત્યાં એક ઇન્ડિયા ની જ એક મોટી કંપની ની પાર્ટી પણ તેમને ત્યાં ઉદ્દઘાટન માં આવેલી છે ત્યાં નો માલિક સામેથી પવન સાથે મુલાકાત કરવા આવે છે.

વધુ આવતા અંકે.......