darek kshetrama safadta - 5 in Gujarati Motivational Stories by Amit R Parmar books and stories PDF | દરેક ક્ષેત્રમાં સફળતા - 5

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

દરેક ક્ષેત્રમાં સફળતા - 5

Tips

૧) વિનમ્ર એટીટુડ કેળવવા માટે સૌ પ્રથમતો આપણા વિચારોમા રહેલુ અભીમાન દુર કરવુ જોઇએ. આપણે ગમે તેટલા પૈસાદાર હોઇએ, ગમે તેટલા દેખાવડા હોઇએ કે ગમે તેટલા હોશીયાર હોઇએ, જો આપણે તેનુ અભીમાન કરશું તો ક્યારેય લોકો આપણને સમ્માન આપશે નહી. આ રીતેતો લોકોનો અહમ ઘવાશે અને આખરે તેઓ આપણા વિરોધી બની જશે. માટે જેમ જેમ સફળતાઓ વધતી જાય તેમ તેમ વિનમ્રતામા પણ વધારો કરતા જવુ જોઈએ. આ રીતે લોકો એમ વિચારવા પ્રેરાતા હોય છે કે આ વ્યક્તી આટલો સફળ થયો છે તેમ છતાય તેનામા અભીમાનનો એક છાંટો પણ નથી તો તે કેટલો મહાન વ્યક્તી હશે !

૨) દરેક પ્રકારની કે અમુક ખાસ પ્રકારની પરીસ્થીતિઓમા વ્યક્તી કેવુ વર્તન કરે છે, સામાન્ય રીતે તે કેવા કાર્યો કરે છે અથવાતો કેવુ વલણ દાખવે છે તેને તે વ્યક્તીનો એટીટ્યુડ કહે છે. આમ પોઝિટિવ એટીટ્યુડ કેળવવા માટે સૌ પ્રથમતો વ્યક્તીએ પોઝિટીવ વર્તન કરતા શીખવુ પડે અને આવુ વર્તન કરવા માટે સૌ પ્રથમતો આપણે પોઝિટીવ દ્રષ્ટીકોણ કેળવવો પડે એટલેકે દરેક ઘટનામાથી પોઝિટીવ બાબત શું છે તેને અલગ તારવતા, કેચઅપ કરતા કે ફાઇન્ડ આઉટ કરતા શીખવુ જોઇએ. વ્યક્તી નેગેટીવ એટલા માટેજ બનતા હોય છે કારાણ કે તેઓ પોઝિટીવ બાબતો ઓળખી શકતા હોતા નથી અથવા તો તેને ઓળખવાનો પ્રયત્ન કરતા હોતા નથી. જો આ કમી દૂર કરી દેવામા આવે એટલે કે પોઝિટીવ બાબતોને શોધતા શીખી લેવામા આવે તો વ્યક્તી હકારાત્મકતા તરફ આકર્ષાતો હોય છે કારણકે તેમાજ તેને સુખ, શાંતી, સંતોષ અને સંભવીત ઉપાયોના દર્શન થતા હોય છે. આ રીતે સુખ, શાંતી, સંતોષ અને અસરકારક ઉપાયો શોધી કાઢવાનો આત્મવિશ્વાસ અને આશાવાદ અનુભવતી વ્યક્તીનુ વર્તન કે એટીટ્યુડ એકદમ સુખદ, આશાવાદી, વિનમ્ર અને પોઝિટીવ થઇ જતુ હોય છે, પછી તેણે કોઇ પણ બાબતથી ડરવાની કે પીછેહટ કરવાની જરૂરીયાત રહેતી હોતી નથી.

3) આસપાસના વાતાવરણની વ્યક્તીના એટિટ્યુડ પર ઘણી અસર થતી હોય છે માટે આસપાસ સારુ વાતાવરણ રાખવાનો પ્રયત્ન કરો અથવા તો સારા અને પ્રોત્સાહક વાતાવરણમાજ રહો. ગંદા, ગીચ, ઉશ્કેરાટ ભર્યા તેમજ ગુનાહીત વાતાવરણથી દૂરજ રહો. હંમેશા ખૂશ રહો, દરેક બાબતમાથી સુખ કે હાસ્ય ગોતવાનો પ્રયત્ન કરો તેમજ આસપાસ ખુશનુમા વાતાવરણનુ નિર્મણ કરો.

૩) વિચારો, માન્યતાઓ અને લાગણીઓ પર કાબુ મેળવો કારણ કે વ્યક્તીનુ મોટા ભાગનુ વર્તન આ ત્રણ બાબતો પરજ આધરીત હોય છે. ખોટી, ગેરવ્યાજબી અને નકામી માન્યતાઓનો ત્યાગ કરી દો કારણ કે તેના કારણેજ વ્યક્તી ગેરવર્તન કરવા, ખોટા અર્થઘટનો કરવા કે વાતનુ વતેસર બનાવવા પ્રેરાતા હોય છે. આવી માન્યતાઓ તમને આગળ વધવાજ નહી દે માટે તેનો હંમેશા ત્યાગ કરતા રહો.

૪) સારા પ્રોત્સાહન આપે તેવા નવા-નવા અનુભવો મેળવતા રહો. ખરાબ અનુભવોમાથી પણ કંઇક નવુ ઉપયોગી શીખવાનો પ્રયત્ન કરો કારણ કે આવા અનુભવોને કારણેજ વ્યક્તીના વિચારો, વલણો, માન્યતાઓ, લાગણીઓ અને છેવટે એટીટ્યુડમા તે મુજબના ફેરફારો થતા હોય છે.

૫) તમે તમારા વર્તન પ્રત્યે સભાન બનો, એકે એક બાબતોનુ ધ્યાન રાખવાનો પ્રયત્ન કરશો તો તમારો પ્રયત્ન તમારા એટીટ્યુડમા દેખાઇજ આવશે. માટે એવુ નકી કરો કે હું એવુ વર્તન ક્યારેય નહી કરુ કે જેને લીધે લોકોને દુ:ખ, નિરાશા કે ઇર્ષા થાય, લોકો મારાથી દુર રહેવાનો પ્રયત્ન કરે, લોકોને ન ગમે કે તેઓ ગેરમાર્ગે દોરવાય. હું હંમેશા લોકોને પ્રોત્સાહન આપીશ અને પોતે પણ ઉત્સાહથી કામ કરતો રહીશ. બસ આટલી બાબતોનુ ધ્યાન રાખશો તો લોકોના દિલમા તમારુ સ્થાન પાક્કુ થઇ જશે.

૬) પોઝિટીવ એટીટ્યુડ વિકસાવવા લાઇફના જે જમા પાસાઓ છે, સારી બાજુઓ છે જે તમને સુખ, શાંતી અને સંતોષ બક્ષે છે અથવાતો એવી કોઇ બાબતો કે જેના પર વિચાર કરવાથી કે તે દિશામા આગળ વધવાથી તમારુ સંપુર્ણ જીવનજ ખીલી ઉઠવાનુ હોય તેવી બાબતો પરજ ધ્યાન કેન્દ્રીત કરો નહીકે ટીકા ટીપ્પણીઓ અને અસમર્થતા પર. સાચી દિશામા સાચી જગ્યાએ ધ્યાન કેન્દ્રીત કરવાથી આપણો એટીટ્યુડ નકારાત્મકતાથી બચી જતો હોય છે તેમજ નિશ્ફળતા કે અસમર્થતા તરફથી સમર્થતા, શક્યતા અને સફળતા તરફ ગતી કરવાની તક પ્રાપ્ત કરી શકાતી હોય છે કારણ કે હવે આપણો એટિટ્યુડ હેતુ કેન્દ્રીત બની ગયો હોય છે.

૭) આશાવાદી બનો, ધાર્યા પરીણામો ૧૦૦% શક્ય છેજ તેવી મનમા ગાંઠ વાળી લ્યો. હંમેશા ખુશ રહો, પોતાના પર વિશ્વાસ રાખી એટલી બધી મહેનત કરો કે સમગ્ર બ્રહ્માંડ તમારા પરીશ્રમથી અંજાય જાય અને તેઓ તમને મદદ કરવા દોડી આવે.

૮) સારો એટિટ્યુડ ધરાવતી વ્યક્તીઓ સાથે રહો, તેઓ સાથે વાતચીત કરો, તેઓના વર્તનનો અભ્યાસ કરી કંઇક પ્રેરણા મેળવો, તેવીજ રીતે સારા પુસ્તકો, પ્રોગ્રામ્સ, વાર્તાઓ કે સુવિચારોનો અભ્યાસ કરો, તેને અનુભવવાનો પ્રયત્ન કરી જીવનમા ઉતારવા તત્પર બનો.

૯) વ્યક્તીનો એટિટ્યુડ જે તે પરીસ્થીતિને લગતી માહિતીઓના કન્ક્લુઝન પર આધારીત હોય છે એટલેકે વ્યક્તી ખરેખર તે ઘટના વિશે શું સમજે છે, તેના મનમા કેવી પરીસ્થીતિઓ ઉદ્ભવે છે, તે કેવા નિર્ણયો પર પહોચે છે તેના આધારે તેનુ વર્તન, વલણ કે એટિટ્યુડ નક્કી થતો હોય છે, માટે પરીસ્થીતિઓને સાચી રીતે, સાચા દ્રષ્ટીકોણથી સમજતા શીખો, પોતાન મન પર કાબુ રાખો અને યોગ્ય કન્ક્લુઝન પર પહોચો. તમારુ કન્ક્લુઝન એકદમ શ્રેષ્ઠ, પર્ફેક્ટ અને લોજિકલ હશે તો તમારી સમજણમા વધારો થશે જેની સીધીજ અસર તમારા એટીટ્યુડ પર પડશે અને આમ તમારુ વર્તન શ્રેષ્ઠ બની જશે.

૧૦) વિનિંગ એટિટ્યુડ રાખો, એટલેકે હારથી બચવા ડરી ડરીને કે હારને ધ્યાનમા રાખીને નહી પરંતુ જીતવાના ઇરાદાથી કાર્ય કરો, જીતવા માટે તમેજ સંપુર્ણ લાયક અને સક્ષમ છો તેમ માનીને તમારી ક્ષમતાઓને અમલમા મુકવાનો પ્રયત્ન કરશો તો તમારા પ્રયત્નોમા આત્મવીશ્વાસ છલકાઇ આવશે તેમજ વાતાવરણમા તમારો એક એવો પ્રભાવ પણ પડશે કે જે ખરેખર તમાર માટે ખુબ જ અસરકારક સાબીત થશે.

૧૧) ખોટી માન્યતાઓ જેવીકે હુંજ સંપુર્ણ છુ, મનેજ બધુ આવળે છે, મને કોઇની જરુર નથી અથવા તો દર વખતે હું આસનીથી જીતી જઈશ વગેરેને દૂર કરી દો. આવી માન્યતાઓજ છે કે જે આપણને ગાફલતમા રાખે છે, મિસગાઇડ કરે છે અને અતી ઉત્સાહમા રાખી આપણને એવુ વર્તન કરવા પ્રેરે છે કે જે નકારાત્મકતા અને અનૈતીક્તાના ગ્રુપમા આવતુ હોય.

૧૨) સમસ્યાઓ કે બાધાઓને ઇગ્નોર કરીને આત્મવિશ્વાસ ન અનુભવો નહિતર તે અતી આત્મવિશ્વાસ કે કેર લેસ એટીટ્યુડમા ફેરવાઇ જશે. તેવીજ રીતે વ્યક્તીથી ભાગવાને બદલે તેઓની ભુલો કે ખરાબ સ્વભાવને જતુ કરવાનુ વલણ અપનાવો.

૧૩) સારો એટીટ્યુડ કે રીતભાત શીખવા માટે જેઓ ખુબજ શીક્ષિત છે, લોકો સાથે ખુબજ વિનમ્રતાથી, સમ્માનપુર્વક વર્તન કરે છે, જેઓ વર્તનવિધ્યાના જાણકાર છે, વિદ્વાન છે તેઓના સંપર્કમા રહો, તેઓના વિચારો માન્યતાઓ અને તર્ક વિતર્કો જાણવાનો પ્રયત્ન કરો, તેઓની રીતભાત, શીષ્ટાચારને પોતાના જીવનમા ઉતારવાનો નિષ્ઠાથી પ્રયત્ન કરો.

૧૪) તમારા ગ્રાહકો કે તમારા પરીચયમા આવનાર વ્યક્તીઓ તમારા વિશે અન્યો સાથે કેવી ચર્ચા કરશે, તમારી કેટલી ભલામણ કરશે કે તમારા કેવા વખાણ કરશે તેનો વિચાર કરશો તો શા માટે શ્રેષ્ઠ વર્તન કરવુ જોઇએ તે સમજાઇ જશે અને આ રીતે શ્રેષ્ઠ વર્તન કરવાની અને શ્રેષ્ઠ એટીટ્યુડ દાખવવાની તમને ટેવ પડી જશે.

૧૫) વાતચીત દરમીયાન અગ્રેસિવ શબ્દો વાપરવાને બદલે પ્લીસ, સોરી, થેંક્સ, વેલકમ, નાઇસ ટુ મીટ યુ, નો પ્રોબ્લેમ જેવા માનવાચક, શીષ્ટાચાર અને રિક્વેસ્ટ દર્શાવતા શબ્દોનો ખાસ ઉપયોગ કરો.

૧૬) value based education એટલે કે સાચા મુલ્યો યુક્ત શિક્ષણ પ્રાપ્ત કરો. અહી માહિતીઓનો સદ્ઉપયોગ કરતા શીખવુ એજ સાચુ education છે. માટે એવુ જ્ઞાન પ્રાપ્ત કરો કે જે તમારા મોરલ, પ્રામાણિકતા, એથિક્સ, ચારિત્ર્ય, હિમત અને જવાબદારીપણામા વધારો કરે. માત્ર જ્ઞાન કે ગ્રેડને મહત્વ આપનાર વ્યક્તી કે સમાજ પોતાના માટેજ જોખમી બની જતો હોય છે કારણ કે આ રીતેતો તેઓ વ્યક્તીનુ નહી પરંતુ એવા લાગણી શુન્ય રોબોટનુ નિર્માણ કરી રહ્યા હોય છે કે જેઓ લડી લડીને માત્ર નુક્શાનીજ પહોચાળી શકે. માટે એવુ education પ્રાપ્ત કરો કે જે તમારી intelligencyમા વધારો કરે, જજમેન્ટ લેવામા મદદરૂપ થાય, સાચા ખોટા, યોગ્ય અયોગ્ય, નૈતીક અનૈતીક, ડાહ્યાપણા અને મુર્ખતાની પરખ કરવામા મદદરૂપ થાય. તમે એવુ શિક્ષણ પ્રાપ્ત કરો કે જે તમને લાંબા અને ઉચ્ચ કક્ષાનો દ્રષ્ટીકોણ પ્રદાન કરે.
જે વ્યક્તી પાસે જ્ઞાન છે પણ પ્રામાણિક્તા કે મોરલ નથી તે વ્યક્તી પોતાના આવા જ્ઞાનનો દુરઉપયોગ વધારે કરશે અને તે સમાજ માટે જોખમી બની જશે જ્યારે પોતાના જ્ઞાનનો સાચી દિશામા, સાચી રીતે અને સમાજના ભલા માટે ઉપયોગ કરનાર વ્યક્તી સમાજમા ખુબ પ્રસંશા, પ્રખ્યાતી અને અનેક દ્રષ્ટીએ સફળતા પ્રાપ્ત કરતા હોય છે. જેની પાસે પ્રામાણીક્તા કે મોરલ બન્ને નથી તે વ્યક્તી વધુમા વધુ પોતાની આજીવીકા ચલાવવા માટે નાની મોટી ચોરી-લુંટફાટ કરી શકે કે કોઇને છેતરી જશે પરંતુ જે વ્યક્તી પાસે પુશ્કળ જ્ઞાન છે પણ મોરલ, પ્રામાણિકતા કે જવાબદારીપણુ નથી, પોતાના સમાજ પ્રત્યે, દેશ પ્રત્યે લાગણી નથી તે વ્યક્તીતો પોતાના જ્ઞાનનો દુરઉપયોગ કરીને આખે આખી બેંકો લુંટી શકે, ઇન્ટરનેટ હેક કરી શકે, વિસ્ફોટો કરીને અરાજકતા ફેલાવી શકે, પોતાના દેશની ગુપ્ત માહિતીઓ ચોરી શકે અને તેને દુશ્મન દેશને વેચી પણ શકે છે. આમ જ્ઞાની પણ અશીક્ષીત વ્યક્તીઓ સમાજ માટે બહુ મોટો ખતરો બની જતા હોય છે. માટે એ ખુબજ જરૂરી છે કે વિદ્યાર્થીઓ કે વ્યક્તીઓ જ્ઞાન એટલે કે મગજની સાથે સાથે પોતાના હ્રદયને પણ તાલીમ આપે. આ રીતેજ પોતાનો એટીટ્યુડ શ્રેષ્ઠ બનાવી શકાતો હોય છે.

૧૭) દરેક ઘટના કે નિષ્ફળતાઓમાથી પણ કંઇક નવુ શીખવાનો પ્રયત્ન કરો, તેમાથી પણ નવી તક ગોતવાનો એટીટ્યુડ અપનાવો.
- સંજોગો અને નિષ્ફળતાઓનો વલોપાત કરવાને બદલે તેનો સ્વીકાર કરી આગળ વધવાનો પ્રયત્ન કરો, નવેસરથી પ્રયત્નો કરવાનુ હંમેશા વલણ અપનાવો.
- સતત બહાનાઓ, ફર્યાદો કે ખમીઓ ન કાઢતા રહો.
- સમયની કીંમત કરો અને દરેક બાબતમા નિયમીતતા દાખવો
- સતત માંગણીઓ ન કરો, થોડો સંતોષ પણ રાખો.
- દરેક કાર્ય કરી બતાવવા તમે લાયક છો તેવો હંમેશા વિશ્વાસ રાખો.
- દરેક ઘટનાઓમાથી સારી, ઉપયોગી બાબતો ગોતવાનો પ્રયત્ન કરો, માત્ર ટીકા ટીપણીઓ કરીને બેસી ન જાઓ
- દરેક વસ્તુ, ઘટના કે બાબત સારીજ છે, તેમાથી પણ ફાયદો મેળવી શકાય તેમ છે, કંઇક નવુ શીખી શકાય તેમ છે તેવુ દ્રઢ પણે માનો.
- મુલતવી પણાથી દૂરજ રહો.
- દરેક બાબતમા દુ:ખી ના થાઓ કે લઘુતાગ્રંથી ન અનુભવો.
- દુ:ખના સમયમા ભ્રામક અને નકારાત્મક બાબતો જેવીકે વ્યસનો, ડ્રગ્સ, અશ્લીલ સહીત્યોથી દૂર રહો, કારણ કે તેના ફાયદાઓ ભ્રામક, બીનઉપયોગી અને નહિવત હોય છે જ્યારે તેની નુક્શાનીઓ વાસ્તવીક ગંભીર અને સાર્વજનીક હોય છે. એક વખત તમે તેનો હીસાબ માંડી જોજો.
- સારી ટેવો વિકસાવો કારણ કે આવી ટેવો કુટેવો વ્યક્તીના વર્તન કે એટીટ્યુડમા તરતજ દેખાઇ આવતી હોય છે, માટે એમ કહી શકાય કે એટીટ્યુડ એ વ્યક્તીની ટેવોનુજ પરીણામ હોય છે.

૧૮) માઇન્ડસેટ ડેવલપ કરો

કોઇ પણ બાબતમા તમે સૌથી પહેલુ રીએક્શન શું આપશો, કેવુ આપશો તેનો આધાર તમારા માઇન્ડસેટ પર રહેલો હોય છે, માઇન્ડસેટ એટલે તમારુ મગજ કેવી રીતે કામ કરવા કે વિચારવા ટેવાયેલુ છે, તમે કોઇ ખાસ મુદ્દાને કયા દ્રષ્ટીકોણથી જુઓ છો તે દર્શાવતા તમારા વિચારો. દા.ત. ટેન્શનમા તમે જઘડો કરવા ટેવાયેલા હોવ તો દર વખતે તમે જઘડાઓજ કરવાના છો, પણ જો તમારુ મગજ કે વિચારસરણી આવા સમયમા જઘડાઓ કરવા કરતા તેના સમાધાનો ગોતવા ટેવાયેલુ હોય તો હવે પછી જ્યારે પણ ટેન્શનનો સમય આવશે ત્યારે તમને જઘડાઓ કરવા કરતા સમાધાનો ગોતવાનો વિચાર પહેલા આવશે અને તે મુજબ કાર્ય પણ કરી બતાવશો. આમ તમે ક્યારે શું કરશો, દર વખતે શું કરશો અને તેને કેટલી અસરકારકાથી કરી શકશો તેનો આધાર તમારા આ માઇન્ડસેટ પરજ રહેલો હોય છે.
જો તમારે જુદા જુદા વિષયો કે કોઇ ખાસ વિષયમા માસ્ટર બનવુ હોય તો તમારે સૌ પ્રથમતો તે વિષયને અનુરુપ માઇન્ડસેટ વિકસાવવુ જોઇ, એટલેકે તમારે તમારા વિચારો કે મગજને તે વિષયને અનુરુપ કામ કરવાની ટેવ પાળવી જોઇએ. દા.ત. તમારે પબ્લીક સ્પીકિગમા માહેર બનવુ હોય તો તમારે તમારા મગજને તે રીતે વિચારવાની ટેવ પાળવી જોઇએ. જો તમારુ મગજ દરેક બાબતમા પબ્લીક સ્પીકીંગને અનુરુપ કે તેને ધ્યાનમા રાખીને વિચારતા શીખી જાય તો દુનિયાના કોઇ પણ ટોપીકને કોઇ પણ તૈયારી વગર પણ તમે ખુબ સારી રીતે લોકોને જાહેરમા સમજાવી શકતા હોવ છો.
આમ માઇન્ડસેટ એ દરેક ઘટના કે માહિતીને કોઇ ખાસ દ્રષ્ટીકોણ કે એંગલથી વિચારવાની ટેવ પાડે છે જેથી તે વિષયને અનુરુપ પરીસ્થીતિઓ સરળતાથી સમજી તે મુજબનો એટીટ્યુડ વિકસાવી શકાતો હોય છે.

૧૯) વિનમ્રતાનુ નાટક કરવાને બદલે તેને પોતાના દિલોદિમાગમા બરોબર બેસાળી દો, જીવનમા ઉતારી લ્યો. આ રીતે તમારે વિનમ્ર દેખાવાની જરુર નહી પડે કારણકે પછીતો વિનમ્રતા આપોઆપ તમારા વર્તનમા દેખાઈજ આવશે.

૨૦) છેવટે લોકો પ્રત્યે પ્રેમ, દયા, કરુણા અનુભવો. તેમ કરવાથીજ લોકો પ્રત્યે સાચી વિનમ્રતા વિકસાવી શકાતી હોય છે.