CHECK MATE - 11 - last part in Gujarati Fiction Stories by Saumil Kikani books and stories PDF | ચેક મેટ - 11 - Last Part

Featured Books
Categories
Share

ચેક મેટ - 11 - Last Part

પ્રકરણ 11

મુંબઇ ના પહોળા રસ્તે સવારે 8:45 સમયે એક જેવી 5 xuv ચાલી રહી છે અને એને પોલીસ જીપ માં ગોયલ ફોલો કરી રહ્યો છે.

ત્યાન્જ આગળ ના એક વળાંકે બે XUV ગાડી લેફ્ટ ટર્ન લઇ લે છે .. એ જોઈ ને..

ગોયલ: પરાસર .. યહાં સે લેકે એરપોર્ટ તક જીતને ભી ચોકી હે વહા મેસેજ કરો ઇન ગાડીયા કે બારે મેં બતાઓ. ફોલો ધેમ ટીલ વી ગેટ ધેટ બાસ્ટર્ડ.

પરાસર જે એક ઓફિસર છે એ જીપ ના રેડીઓ ફોન થી મલ્ટિપલ લાઇન કનેક્ટ કરે છે અને તમામ ચોકી ઓ ને જાણ કરે છે. અને મિનિટો માં આગળ ના 15 કીમી ની ચોકીઓ active થઈ જાય છે .

તયાં આગળ ના બીજા એક ચાર રસ્તે થી એક xuv ડાબી બાજુ એ અને બીજી જમણી બાજુ એ જાય છે એ જોઈ ને..

પરાસર : સર ઇન મેં સે એક ભી રાસતા એરપોર્ટ નહીં જાતા. ના શોર્ટ કટ , ના કનેકટિંગ રુટ. ફિર યે..?

ગોયલ: (ગાળ)બના રહા હે . હમેં હમારે ઇન્સ્ટિનક્ટ પે હી કામ કરના પડેગા.

પરાસર: તો કિસે ફોલો કરે.

ગોયલ: જો સીધા જા રહા હે. બાકી કો તો એરિયા ચોકી વાલે દેખ લેંગે.

પરાસર ને સંતોષ કારક જવાબ લાગતા હકાર માં માથું હલાવ્યું.

ગોયલ: ફારૂક. ઓવરટેક કર. Time ઓર ફ્યુલ દોનો બચાને હે.

ફારૂક (ડ્રાઈવર) ગાડી ની સ્પીડ વધારે છે ને xuv ની જમણી બાજુ એ થી કટ મારી ને આગળ લેફ્ટ drift મારી ને xuv ને રોકી દે છે.

પરાસર અને બીજા બે ઓફિસર ફટાફટ ઉતરી ને ગાડી ચેક કરે છે અને અપેક્ષા મુજબ ગાડી ખાલી છે. એટલે પાછા ફટાફટ બેસી અને આની પહેલા ના ચાર રસ્તે ગાડી સ્પીડ માં લઇ મેં જમણી બાજુ વાળે છે.

ત્યારે .. પોતાના સ્માર્ટ ફોન માંથી ગોયલ કોઈ ને કોલ કરે છે.

ગોયલ: hello this is sr. inspector goyal speeking. હા મુજે પુરી નવી મુંબઈ કા R T O road footeges ચાહિયે. જો અભી રેકોર્ડિંગ હો રહા હો ઉસે મેરે ફોન સે કનેક્ટ કરે. Its an imergency. (સામે થી કંઈક સંભળાય છે).. ok. Do it quickly.

થોડીક જ સેકન્ડ માં તમામ એરિયા ના રેકોર્ડિંગ સ્ક્રીન નાના નાના 18 ચોરસ માં આવી જાય છે અને એને જીણી આંખ કરી ને ખૂબ જ ધ્યાન થી જોવે છે. અને એમાં કંઈક નજરે ચડતા.

ગોયલ : યસ. આપણા સહિત બધી જ પોલીસ ટિમ દરેક ગાડીઓ ની પાછળ છે. પરાસર કોનેક્ટ મી વિથ ઓલ. રાઈટ નાઉ.

પરાસર તરત જ રેડીઓ ફોન થી બધા ને એક સાથે કનેક્ટ કરે છે.

ગોયલ: ઇટ્સ સી ઇન્સ ગોયલ. લીસન મી કેર ફુલી. આપણે જે ચાર ગાડીઓ ની પાછળ છે એમા થી જ એક ગાડી માં સુમિત અને નેહા છે. સો ડોન્ટ વેસ્ટ ટાઈમ એન્ડ ગો ફોર ઇટ.

અલગ અલગ એરિયા ની પોલીસ જીપ ચારે ગાડી ને ઓવરટેક કરી ને રોકે છે. અને બધા દરેક ગાડી ને કોર્ડન કરી ને ગન પોઇન્ટ કરી દરવાજો ખોલવડાવે છે.

અહીં .. સોલંકી ને એમ્બ્યુલન્સ માં લઈ જવા મા આવ્યો છે. એમ્બ્યુલન્સ માં સાથે શીવ , રઘુ ને રાઠોડ પોતે છે. ત્યાન્જ સોલંકી નો ફોન વાગે છે જે હાલ રાઠોડ પાસે છે. એમ ગોયલ નું નામ વાંચતા..

રાઠોડ: (ફોન ઉપાડી ને) હલો ઈન્સ ગોયલ .. હું રાઠોડ બોલું છું. ફ્રોમ આઈ. બી.

ગોયલ: (સામે છેડે થી) સર. વી લોસ્ટ સુમિત.

પછી ટૂંકા માં આખી ઘટના શુ થઈ એ સમજાવે છે. અને છેલ્લે ચારે ગાડી ને પકડ્યા પછી ની ઘટના કીધી એમા એમ હતું કે..

ચારે ગાડી ને પકડી અને રોકી ને ચેક કરી તો ચાર માંથી કોઈ પણ xuv માં સુમિત કે નેહા નહોતા. .

આ સાંભળી રાઠોડ પોતા ના કપાળ પર હાથ મૂકી ને ..

રાઠોડ: ગોયલ. ડ્રોપ ધ કેસ રાઈટ નોઉ. વી લોસ્ટ હિમ અગેન. હી હેડ ગોન ફાર અવે ધેન અસ. જસ્ટ ડ્રોપ ઇટ. અને તરત જ નાણાવટી હોસ્પિટલ પહોંચો. .

ગોયલ: નાણાવટી હોસ્પિટલ..??કેમ?

રાઠોડ: સોલંકી હેસ બિન શોટ.

ગોયલ: વ્હોટ.. હમણાજ આવું છું સર..

અહીં રાઠોડ ગમગીન થઈ ને બેસે છે. એક જ વિચાર આવે છે કે ફરી થી સુમિત ઉર્ફે ગુલામ થી હારી ગયો. સતત 4 થી વાર. અને એની આંખ ના ખૂણા ભીના થઈ જાય છે. પણ એ ભીનાશ એની હાર ના નહિ પણ સામે બેઠેલા એક મહેનતુ અને કર્તવ્ય નિષ્ટ ઓફિસર ની હાલત માટે હતા.

આટ આટલુ કર્યા પછી પણ ગુનેગાર હાથ માં થી છૂટી ગયો અને એક ઓફિસર પણ જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો હતો.

અહીં સુમિત અને નેહા એક બીજી બ્લેક SUV માં થી એક હાઈવે ટચ રોડ પાસે ઉતરે છે. અને સામે ના એક ખેતર પાસે હેલિકોપ્ટર જોઈ ને નેહા સ્તબ્ધ થઈ જાય છે.

નેહા આશ્ચર્ય થી સુમિત ને જોવે છે અને સુમિત જવાબ માં એક રહસ્યમયી સ્મિત આપે છે અને ..

સુમિત: જો રશિયન માફિયા ને વફાદાર રહીએ તો એ લોકો દુનિયા ના કોઈ પણ છેડે આપણી માટે હાજર જ હોય છે. કમ..

અને બને જન એ બ્લેક હેલિકોપ્ટર તરફ જાય છે. બને જણ એમા બેસે છે ત્યારે

નેહા: તો આપણે એરપોર્ટ તો નથીજ જતા. રાઈટ.

સુમિત હકાર માં માથું હલાવે છે.

નેહા: તો હવે ક્યાં?

સુમિત: વેઇટ એન્ડ વોચ. (કહી ને લુચ્ચું હસે છે)

એ જોઈ ને ..

નેહા: કમ ઓન સુમિત. યાર હું તારી wife છું. મને તો જણાવ.

સુમિત: surprise never be told darling.

નેહા અકળાઈ ને..: ઉફ્ફ. તારી surprises.

અને બને જણ હસી પડે છે.

એક્ચ્યુલી બન્યું તું એવું કે.. જ્યારે ચારે ગાડી અલગ અલગ દિશા માં ગઈ જેમાં થી એક માં આ બને જણ હતા ત્યારે...

સુમિત: સુજોય આ લોકો અલગ અલગ એરિયા ના પોલીસ ને એક્ટઇવે કરશે જ ક્યાં તો કરી દીધા હશે. બીજી ગાડી રેડી છે. ?

સુજોય (ડ્રાઈવર): યસ સર. આગળ ના પોઇન્ટ પર રેડી છે

સુમિત : ગુડ .

પછી 300 મીટર ગાડી આગળ જઇ ને એક લેફ્ટ side પર ના પોઇન્ટ એ આવી ને ઉભા રહી છે ત્યાં એક SUV ગાડી ઉભી છે જે પણ સુમિત ની જ છે.

એમા નેહા અને સુમિત બેસે છે અને હાઈવે તરફ ગાડી વાળી લે છે અને પ્લાન મુજબ xuv એમના રુટ ઉપર ચાલે છે.

જ્યા આગળ જતાં પોલીસ જીપ એમને રોકી લેવા ની હતી. એક એક પગલું ગણી ને પ્લાન કર્યું હોવા થી અત્યારે સુમિત અને નેહા બને અત્યારે બ્લેક હેલિકોપ્ટર માં પોતાના આગળ ના ગણતવ્ય એ જઇ રહ્યા છે અને રાઠોડ અને મુંબઇ પોલીસ ને અસફળ બનાવી દીધી હતી.

થોડીક જ મિનિટો માં .. લગભગ 45 મિનિટ ના ફ્લાય પછી એક privet જેટ એર બેઝ પર હેલિકોપ્ટર ઉતરાણ કરે છે.

એમા થી ઉતરી સામે ઊભેલા એરબસ બોઇંગ 3095 તરફ જાય છે. જયાં બલેક સ્યુટ માં એક ગોરો વ્યક્તિ ઉભો છે.
આ એજ વ્યક્તિ હતો જેણે રાઠોડ પર સનાઈપર થી fire કર્યું પણ સોલંકી વચ્ચે આવતા એને હિટ થયું.

નેહા અને સુમિત બને એની સાથે નજરો થી જ અભિવાદન કરી ને ઉપર ચડે છે.

અંદર આલીશાન મહેલ ના રૂમ જેવી બેઠક વ્યવસ્થા છે, નાનકડું બાર છે, સુવા માટે 5 સ્ટાર હોટેલ જેવા મીની પણ ભવ્ય રૂમ છે. જાણે હવા માં ઉડતું રાજ મહેલ.

અંદર આવી ને સુમિત એક નાના સોફા જેવી બેઠક સ્થાન પર લંબાવે છે અને નેહા પણ એક સીટ ઉપર બેસી જાય છે.

અંદર થી કેપટન નો અવાજ આવે છે કે પ્લેન ઉડવા માટે તૈયાર છે. બને જણ પોત પોતાની સીટ બેલ્ટ બાંધી ને બેઠા છે.

થોડીક જ મિનિટો મા સુમિત અને નેહા મુંબઇ, રાઠોડ અને સોલંકી ના રડાર થી ખૂબ દૂર જવા ના હતા.

અને પ્લેન એ ટેક ઓફ લીધું.

*********************************************

પ્રદીપ અને સુમિત બેઠા છે. બને જણ કંઈક ચિંતા માં હોય એમ લાગે છે.

પ્રદીપ: ભાઈ સુમિત. છેલા બે ત્રણ વખત થી આ રાઠોડ કાંટા ની જેમ ખૂંચે છે. એક વાર તો આખો કનસાઈમેન્ટ ભેરવાઈ ગયો. બીજે બે ત્રણ વાર માં પણ 30 થી40 ટકા નું નુકસાન તો કરીજ ગયો છે...

સુમિત: એ બધા નું સરવાળો કરો તો અત્યાર સુધી માં આપણા ભાગ ના 300 કરોડ ની ફેરવી ગયો છે.

પ્રદીપ: અરે ભાઈ પૈસા તો પાછા ક્યારેક મેળવી લેશું પણ આ રાઠોડ નું કાંઈક તો રસ્તો કાઢવોજ પડશે. બાકી રશિયન ધોળીયા ઓ આપણ ને જીવતા દફન કરી દેશે.

સુમિત: મારી પાસે એક પ્લાન છે.

પ્રદીપ: (અધીરો થઈ ને): બોલ બોલ..

પછી સુમિત પોતાનો આખો પ્લાન સમજાવે છે (જે બધું ઘટ્યું અને ખુલુ પડ્યું).

પ્રદીપ તૈયાર થઈ જાય છે. પણ એને એક સવાલ થાય છે.

પ્રદીપ: પણ આમ તું તારી wife ને કેમ કરતા એન્ટર કરીશ.. ? એ જોખમી છે. બહાર થી આપણાં પ્લાન ને કોઈક એ તો મોનીટર કરવો પડશે.

સુમિત: એનો પણ રસ્તો છે.

**********************************************

એક બાર માં ટેબલ પર સુમિત બેઠો છે. અને ત્યાં એક સુંદર છોકરી આવી ને એને મળે છે.

બને જણ એક બીજા ના હાથ મિલાવે છે અને introduction આપે છે.

છોકરી: હેલો સર. માય સેલ્ફ કામિની.. કામિની મહેતા.

સુમિત : યસ આઈ નો. મને બોસકી એ વાત કરી હતી. તમે અમુક તમારા ઓડિશન ના વિડિઓઝ એને આપ્યા હતા.

કામિની: યસ સર. આજ કાલ થોડું સહેલું થઈ ગયું છે આ બધું યુ ટ્યુબ, ટિકટોક અને ઇનસ્ટા ના આવા થી.

સુમિત (હસતા ): યસ રાઈટ. મેં તમારા વિડિઓઝ જોયા એટલેજ તમને કોન્ટેક્ટ કરવા બોસકી ને કીધું કેમ કે એ ઘણા નાના મોટા પ્રોજેક્ટ્સ માં આસિસ્ટ કરતો હોય છે એટલે.

(થોડો ગંભીર થઈ ને).. પણ તમારે મારી સાથે ફિલ્મ , સીરીયલ કે વેબ સિરીઝ નહીં પણ રીયલ લાઈફ માં કામ કરવા નું છે. ડો નેહા નામ નું પાત્ર જે સાઈકાઈટરિસ્ટ છે ..

કામિની: રિયલ લાઈફ માં એટલે.. કાંઈક સમજાય એવું કહો તો..

સુમિત: બિલકુલ. મૂળે હું કસ્ટમ ઓફિસર છૂ અને હું એક મિશન કન્ડક્ટ કરી રહ્યો છુ. અને એમાં તમારા જેવા ઘણા સારા અને અચ્છા કલાકારો ને મેં લીધા છે કારણ મારે મારી ટિમ માં થી કોઈ નથી જોતું.. કારણ કે આ મિશન વિશે મારા સિવાય સરકાર ના બે એક વ્યક્તિ ને જ ખબર છે. તમારી સહુ ની સેફટી મારુ પ્રાધાન્ય છે. એટલે એની ચિંતા કરશો નહિ.

એક સ્ક્રીપ્ટ ની જેમ જ તમારે તમારા dilougs મોઢે કરી ને તમારા પાત્ર ને આત્મસાત કરવા ના છે. અને કારણ કે આ એક દમ ગુપ્ત મિશન છે મારા સિવાય બીજા કોઈ ને પણ એક બીજા ની સત્યતા ની જાણ નહીં હોય. જેથી મિશન ને જોખમ ના રહે.

( ટેબલ પર પડેલા ડ્રિન્ક નો સિપ લેતા).. આ કામ માટે તમને 5 કરોડ ની રકમ ફી પેઠે મળશે.

આંકડો સાંભળી ને જ કામિની ના હોશ ઉડી ગયા. એને મનોમન ગણતરી કરી કે કોઈ મોટા બજેટ ની ફિલ્મ પણ મળે તો આટલા પૈસા ન મળે. ને અહીં 5 કરોડ. દીપિકા જેટલા પૈસા. એ પણ એક ગુપ્ત મિશન ના. અને સેફટી માટે પોતે ઓફિસર રેન્ક નો માણસ તો છેજ. એમ વિચારી ને ..

કામિની: આ કોઈ દેશ સેવા માટે નથી પણ અમોઉન્ટ ખૂબ જ આકર્ષક છે એટલે જોડાઉ છું.. પણ જીવ ને કોઈ જોખમ તો..

સુમિત: નોટ એટ ઓલ. એ મારી જવાબદારી. તમારા સૌ ની. જેન્ટલમેન પ્રોમિસ. (કહી ને ગળા ની ચામડી ને સોગંદ ખાતા હોય એમ પકડે છે..)

અને ડિલ નક્કી થઈ. બને જણે હેન્ડ શેક કર્યા, ડ્રિન્ક શેર કર્યું. અને એક અઢી કરોડ નો ચેક આપ્યો. આ ઉપર ડેટ નહોતી લખી.

સુમિત: ડેટ ભરવા માં ઉતાવળ ન કરતા. હું સામે થી તમને જણાવીશ. કારણ કે આ મિશન માટે જે ફન્ડિંગ આવશે એમ થી તમને પેમેન્ટ થશે.

કામિની (છાતી પર ચેક ને મૂકી ને): જીવ ની જેમ સાચવીશ. તમે કહેશો એ તારીખ નાખીશ અને જ્યારે કહેશો ત્યારેજ નાખીશ.

સુમિત: ધેન. નાઉ એન્જોય ધ નાઈટ.

બને જણ એક બીજા ને હગ કરી ને છુટા પડે છે.. કામિની પોતા ના પર્સ માં એ ચેક ખૂબ જ સાચવી ને મૂકે છે અને ડાન્સ ફ્લોર પર જુમવા મનડે છે. આ એનો છેલો આનંદ વિહાર હતો.

(આગળ જેમ આપણે જોયું એમ..)

પોતાના ભાગ નું કામ પતાવી ને કામીની ડો નેહા ના ક્લિનિક એ 6:45 સવારે પહોંચે છે અને ત્યાં પાછળ થી એક બ્લેક એન્ડ બ્લેક સ્યુટ માં માણસ આવી આંખ ના પલકારા માં ભારી વસ્તુ થી એના પર હમલો કરે છે. અને એનો ચહેરો બગાડી નાખે છે.

*********************************************

પ્રદીપ અને સુમિત એના ઘરે બેઠા છે. ટેબલ પર ડ્રિન્ક છે. ધીમે ધીમે બને એક એક સિપ લઈ રહ્યા છે. ત્યારે..

પ્રદીપ: યાર તારા પ્લાન મુજબ 400 કરોડ ના હીરા સાથે હું જપ્ત થઈ ગયો. નામ ની પણ દેવાઈ ગઈ. પણ પ્લાન કારગર ના થયો તો હું ક્યાંય નો નહીં રહું.

સુમિત: અરે યાર જાણી જોઈ ને જ મેં તને એરેસ્ટ કર્યો કે જેથી આપણો પ્લાન સફળ થાય પછી તને છોડાવી દઉં. કરણ કે અંતે કોઈ જ પુરાવા નહી રહે. તને તો ખબર છે ગુલાબી નોટ નું બન્ડલ મુકાય એટલે ભલભલા પુરાવા બદલાય જાય, ખોવાઈ જાય, સળગી જાય. ઘણું થાય.

ત્યાં નેહા બીજું ડ્રિન્ક અને નાસ્તો લઈ આવે છે. એજોઈ ને ..

પ્રદીપ: અરે નેહા . હજી આ પહેલા નું નથી પત્યું ત્યાં આ બીજું..

સુમિત: રાખ ને ભાઈ . હમણાં પતિ જશે ફટાફટ. આજે તો મોજ ની રાત છે.

નેહા: હા. સુમિતે પોતા ના જ કસ્ટમ ઓફિસ ના લોકર માંથી અસલી હીરા કાઢી ને અસ્સલ એના જેવા નકલી હીરા ગોઠવી દીધા છે. હવે પેલા રશિયન ધોળીયા ને કહી ને એના અહીં ના કોન્ટેક્ટસ ને પહોંચાડી દઈએ એટલે ખેલ ખતમ. અને 25 ટકા આપણા.

પ્રદીપ: સાચે. તારા આવ્યા પછી મારે ઘણી સહેલાઇ થઈ ગઈ છે. પણ ભાઈ એના લીધે ટકા વારી માં વધારો ના કરતો.

ત્રણે જણા હસે છે. ત્યાં જ પ્રદીપ નો ફોન સુમિત ને નજરે ચડે છે જે ટેબલ પર પડ્યો છે. એટલે ..

સુમિત: ભાઈ પ્રદીપ.. આ ફોન તું તારા ખિસ્સામાં રાખ. એક તો તું સાલા અત્યારે સસ્પેન્ડ માં છે તો સાયલન્ટ પર રાખે છે તે કઈ ખબર નથી પડતી. એમ બે પેગ બીજા જશે પછી તો પત્યું.

એટલે વાત માની ને પ્રદીપ એ ફોન પોતાના ખિસ્સા માં મૂકે છે ત્યારે.. એ ખુશી ના અને ડ્રિન્ક ના નશા માં ભૂલી ગયો કે એના શરીર માં પેસમેકર લાગેલું છે .. આ જોઈ ને.. લાગ લાઇ ને...

સુમિત: એક મિનિટ. અરે પ્રદીપ.. વોશ રૂમ કયા આવ્યું. હું ભૂલી ગયો.

પ્રદીપ: લે . બે પેગ માં દિશા હીન થઈ ગયો. ભૂલી એ ગયો. આ સામે.. બેડરૂમ ની બાજુ માં .. આ સામે. (દિશા બતાવે છે.)

એ દિશા માં જતા સુમિત બાથરૂમ તરફ જાય છે અને ત્યાન્જ... નેહા પ્રદીપ જે સીંગલ સોફા ઉપર બેઠો છે એના હેન્ડ રેસ્ટ પર આવી ને બેસે છે જેના કારણે પ્રદિપ થોડો અચકાય છે.

નેહા (પ્રદીપ ની એકદમ નજીક જઇ ને): પ્રદીપ.. આની સાથે મેં માત્ર પૈસા માટે જ લગ્ન કર્યા છે અને તમે પણ સંધિ એની માટેજ કરી છે. તો..

પ્રદીપ: યુ મીન. ડબલ બલ્ફ.

નેહા: યસ. શુ કહો છો. આગળ ની ચિંતા ન કરતા. આના બધા કોન્ટેક્ટ્સ મારી પાસે પણ છે. બોલો.

એક સેકન્ડ ના વિરામ વગર..પ્રદીપ એ જવાબ આપ્યો..

પ્રદીપ: ડન.

પણ એ નહોતો જાણતો કે નેહા નું એની બાજુ મા આવી ને આ લાલચ દેવી એ પણ એક પ્લાન નો હિસ્સો હતો. આ વાત દરમિયાન ચુપકે થી, સિફત થી નેહા એ મેગ્નેટિક વેવ ઇનહીબીટર ડિવાઇસ એના પેન્ટ ના જમણા ખિસ્સા માં નાખી દીધું. જે થોડીક જ વાર માં કામ કરવા નું હતું.

પછી નેહા પોતાની જગ્યા એ આવી ગઈ અને તયાં જ પ્રદીપ ને કોલ આવ્યો.. કોલ મા privet નંબર દેખાતા જરા અચકાણો. પણ કદાચ પેલા રશિયન ધોળીયા નો કોલ હોય એમ માની ને ફોન ઊંચક્યો. સામે છેડે થી કોઈજ અવાજ કે પ્રતિક્રિયા ના આવતા જરા આશ્ચર્ય થયું અને ફોન કાપી નાખ્યો.

આ બાજુ સુમિત બાથરૂમ માં થી બહાર આવ્યો અને પોતાની જગ્યા એ બેઠો અને ત્યાં જ મેગ્નેટિક વેવ ઇનહીબીટર ડીવાઈસ એ અને પ્રદીપ ના ફોન ના રેડિએશન એ કામ કર્યું.

પેસમેકર ની સર્કિટ ફાટી ગઈ અને પ્રદીપ ના છાતી માંથી અને મોઢા માંથી લોહી નો ફુવારો ઉડયો.

પછી સુમિત અને નેહા બને પ્રદીપ ની બોડી પાસે ગયા..

સુમિત: હા.. ભાઈ. ટકા વારી માં વધારો નહીં આખે આખો ભાગ જ મારો. વર્ષો જીનો બદલો પણ લેવાઈ ગયો. તારા બાપે કર્યું એની સજા તું ભોગવ.

નેહા: ચાલ સુમિત. બાકી નું કામ ફટાફટ પતાવીએ. ત્રીજા ગ્લાસ ને તે કહ્યા મુજબ એજ વહીસ્કી થી અદકચરો સાફ કરી ને અંદર કિચન માં મૂકી દીધો છે .

સુમિત: ડિલ ના પેપર ની બીજી કોપી આની પાસે હતી એ સ્ટડી રૂમ માંથી લઇ ને જેમ કહ્યું એમ કરી ને નીકળી જા. ભુલતી નહીં પપ્પા બાજુ ના ઘર મા જ છે.

નેહા : ઓકે.

કહી ને સ્તદિવરૂમ માંથી બધા જરૂરી કાગળિયા લઇ ને બહાર આવી. ત્યારે સુમિત પોતાની જૂની જગ્યા એ બેઠો હતો. ત્યારે નેહા ને કાંઈક યાદ આવતા..

નેહા: સુમિત.. આ કોલ..

સુમિત: ટ્રેસ નહિ થાય. મલ્ટી લેયર કોલ છે. કોઈજ જાણકારી નહીં મળે. ડોન્ટ વરી.

નેહા ને સાંભળી ને ધરપત થઈ અને સોફા ની બાજુ માં પડેલા ભારી ફ્લોવર વાસ વડે માથા ઓર જોર થી ઘા માર્યો.

અને દરવાજા ના સ્ટોપર ના ખાંચા માંથી વાયર પસાર કરી બહાર ની તરફ થી લંબાવી ને બહાર થી દરવાજો બંધ કર્યો અને તાર બહાર થી ખેંચી લીધો. સ્ટોપર અંદર થી બંધ થઈ ગયું. એ વખતે રાત ના 11 વાગ્યા હતા અને દેસાઈ ના કહેવા મુજબ રાત ના 9 વાગ્યા થી બધા ના દરવાજા બંધ થઈ જતા હોવા થી નેહા ને કોઈજ ખતરો નહતો.

એની બાજુ ના ઘર માં દેસાઈ ના ઘર ની બહાર થી હળવી ટકોર થઈ અને દેસાઈ એ દરવાજો ખોલ્યો અને નેહા ઘર માં જતી રહી.

પછી સવારે 4:30વાગ્યે પ્લાન મુજબ પોલીસ ને ફોન કર્યો અને તે દરમિયાન દેસાઈ એ વોચમેન ને જ માત્ર કોલ કરી ને ઉપર બોલાવી એ દરમિયાન પગથિયે થી નેહા ઉતરી ને બિલ્ડિંગ ના પાછળ ની દીવાલ ટપી ને ભાગી ગઈ.


********************************************

આ બધી ઘટના ઓ ફ્લેશીશ માં સડસડાટ નજરો ની સામે થી મગજ ના હાઈવે પર પસાર થાય છે અને ત્યાં..

નેહા: સુમિત.. સુમિત. સુઈ ગયો..

સુમિત ઝબકી ને ઉઠે છે. ને

સુમિત: ના. બસ. અત્યાર સુધી ની પ્લાનિંગ નું રિવિઝન ચાલતું હતું.

નેહા(થોડી ઘબરાઈ ને): કાંઈક છૂટી ગયું??

સુમિત (મલકાતાં): ના. એટલેજ રિવિઝન કર્યું. એક એક સ્ટેપ જોઈ વિચારી ગણીને લીધા હતા. બસ એજ યાદ કરી ને રિલેક્સ થતો હતો.

નેહા: ગજબ ગાંડો છે. પણ હા.. આ પ્લાન થી એક ઘા અને ત્રણ કટકા કર્યા.. એક જૂનો બદલો લઇ લીધો, 400 કરોડ ના હીરા આપણી પાસે અને હવે એમાંથી મબલખ કમાણી કરશું..

સુમિત : અને ત્રીજો કટકો..

નેહા: તારી માટે ખૂબ જ મહત્વ નો..

એમ કહી ને પોતાનું i ped ઓપન કરી ને ઇન્ડિયા ટાઈમ્સ નું વેબ ન્યુઝ પોર્ટલ માં બ્રેકિંગ ન્યુઝ ની લાઇન બતાવે છે..

જેમાં લખ્યું છે કે..
"400 કરોડ ની હીરા ની સ્મગલિંગ ના આરોપી ઇન્સ પ્રદીપ ની રહસ્યમયી રીતે આકસ્મિક મૌત, અને એમનો કેસ જોતા સુમિત પણ ગાયબ. આ કેસ ને હેન્ડલ કરતા આઈ. બી. ઓફિસર રાઠોડ ના મત મુજબ સુમિત જ ગુલામ મુરતુઝા અલી ના ફેક નામ થી રેકેટ ચલાવતા હતા પણ એ બાબત કોઈ જ નક્કર પુરાવા નથી મળી શક્ય.

આરોપ માં સહભાગી થવા ગુના હેઠળ એમના પાડોશી તેમજ સસરા દેસાઈ ને હીરાસત માં લીધેલ છે અને સુમિત ના વાઈફ ડી નેહા ની શોધ ચાલી રહી છે.

અને આ દરમિયાન હમણાજ આઈ બી હેડક્વાર્ટર માંથી સમાચાર મળ્યા છે કે ઓફિસર રાઠોડ એ પોતાનું રાજીનામું આપી દીધું છે.

આ કેસ માં આગળ શું જાણવા મળે છે એ તો સ્મયજ નક્કી કરશે. "

નેહા.. સુમિત ની નજરો ને જોઈ રહી. એની આંખો માં સંતોષ કારક ચમક હતી. જીત ની ચમક , જીત ના સંતોષ ની ચમક. એ જોઈ ને...

નેહા: its call CHAKE AND MATE.. ડાર્લિંગ..

બને એક બીજા ને જોવે છે અને એક દીર્ઘ અધરચુંબન થી પોતાની જીત નું સેલિબ્રેશન કરે છે.

આકાશ માં 25000 ફૂટ ની ઊંચાઈ એ પ્લેન ઉડી રહ્યું છે અને વાદળો માં ક્યાંક દૂર ગુમ થવા માંડ્યું.

જેમ સુમિત એ કહ્યું હતું એમજ. એ આંખ ની સામે થી ગાયબ થઈ જાય ફુઉપપ.. એમજ ..

સમાપ્ત
**********************************************

લેખક સૌમિલ કિકાણી

આ મિસ્ટ્રી નોવેલ મારા પહેલા નાટક નું નવલકથા સ્વરૂપ છે. એ અચૂક પણે વાંચશો અને આપના બહુમૂલ્ય અને honest feedbek 7016139402 ના whats app પર જરૂર થી આપશો.