વિપત આપદા સમયે એક મજુરને અને એના પરિવારને પડેલી મુશ્કેલીઓ અને ગંધાઈ ઉઠેલી માનવતાથી રૂબરૂ કરાવતો ઈશ્વર ને ફરીયાદ કરતા એક મજુરે લખેલ પત્ર,
#સરનામું
દેશના કોઈ પણ રસ્તા પર,
હે જગતના રક્ષક,હે દુખીયાના દાતા,હે જગતના પિતા,કેવી રીતે અને ક્યાં શબ્દો માં માનવતાનો તને પરિચય કરાવું એ સમજાતુ નથી. હે નાથ,દેશ માથે નહી પણ સમગ્ર દુનિયા માથે આજે મોતના વાદળ ભમી રહ્યા છે.
જેના માટે અમે રાત-દિવસ એક કરી,પરિવારને પણ રખડતો કરી જ્યાં જગ્યા આપી ત્યાં અમે પડી રહ્યા અમે કોઈ દિવસ એ મોટા મોટા મકાનો મા રહેતા લોકો પાસેથી રહેવા માટે ઘરની પણ માગણી કરી નથી.અમે કડકડતી ઠંડીમાં ઠુંઠવાઈને,તપતી ગરમીમા તપીને,મુશળધાર વરસતા વરસાદ માં પણ પલળીને અમારા શરીરની જરાય ચિંતા કર્યાં વગર રાત-દિવસ એક કરી અને કાળી મજુરી કરી છે એ જ લોકો આજે અમને આવી વિપત પરિસ્થિતિમાં જ્યારે અમારે એમના આસરાની જરૂર હતી એવા જ સમયમાં અમને એ અમારા નાના ઝુંપડાઓમાંથી નીકળવા મજબુર કરી દીધા.
હે નોંધારાના આધાર,શું અમે એમને મોટા મોટા બંગલાઓ બનાવી આપ્યા પણ આવા સમયે એ લોકો અમને એક ઝુંપડામાં રહેવા ના દીધા તો શુ અમે કોઈ ભૂલ કરી પ્રભુ? કે અમને આમ રસ્તે રઝળતા મૂકી દીધા.જે ઘરમાં બેસીને આજે શાંતિ થી ખાઈ શકે છે એ ઘરને બનાવનારો હુ અને મારો પરિવાર આજે ત્રણ-ત્રણ દિવસથી ભૂખ્યા ભટકી રહ્યા છીએ તો એમને ઘર બનાવી આપ્યાં એ શુ અમે ભૂલ કરી પ્રભુ? મારા પરિવાર માં માતા-પિતા,મારી પત્ની,બે છોકરા એક છોકરી એમ અમે કુલ સાત જણ છીએ મારા માતા-પિતા તો ઘરડાં થયા છે એટલે એતો વતનમાં જ રહે છે અને હુ મારી પત્ની અને છોકરાં સાથે મજુરી કરવા શહેરમાં આવ્યો હતો ત્યાં અમે આવી મુશ્કેલીમાં ફસાયા છીએ બહુ જ વાટ જોઈ અમે પણ દુર દુર સુધી અમને કોઈ આશાનુ કીરણ દેખાયુ નથી.છોકરા પણ ત્રણ-ત્રણ દિવસથી પાણી પીવે છે એટલે હવે એ પણ મને સવાલ કરે છે કે,પપ્પા ખાવાનું ક્યારે મળશે? પ્રભુ મારા બાળકોનો એ સવાલ મારા કાળજા ને કંપાવી રહ્યો છે પણ હુ શુ જવાબ આપુ એમને જે સમય બાળકોને નવી નવી વાનગીઓ ખાવાનો હોય એ બાળકોને હુ રોટલો પણ નથી આપી શકતો.પ્રભુ મે અનેક મંદિરોના દર્શન કર્યા છે અને ત્યાં લખેલુ વાંચ્યું છે કે,માનવતા એ જ પ્રભુતા તો હે ઈશ્વર આજે એ માનવતા કેમ ક્યા દેખાતી નથી? શુ મે કોઈ પાપ કર્યા છે કે જેની સજા હુ અને મારો પરિવાર ભોગવી રહ્યા છીએ? મોટી મોટી વાતો કરી અને ભાષણો આપવાવાળા કેમ આજે કોઈ દેખાતા નથી?
હે પ્રભુ,એવા માનવી ઓ જે પોતાના જ સ્વાર્થમાં રચ્યા પચ્યા રહે છે અને જેમને ગરીબો,મજુરો સાથે કોઈ નિસ્બત નથી,માનવતા જેમની મરી ગઈ છે અને એની દુર્ગધ આખા દેશના માટે એક પીડા બની રહી છે એવા માનવીઓ સંખ્યા વધવા લાગી છે.હે પ્રભુ,મે ક્યાંક સાંભળ્યું છે કે જગત જ્યારે તમારો સાથ છોડી મૂકે છે ત્યારે તુ કોઈ આંગળી પકડનારો મોકલે છે.તો હુ અને મારો પરિવાર આજે પ્રભુ આ તને ફરીયાદ કરી છે કે અમારો સાથ જગતે છોડી મૂકયો છે એટલે આજે હુ અને મારો પરિવાર તારા એ મનુષ્યરૂપી અવતારની રાહ જોઈ રહ્યા છીએ.કેમ કે તારા થકી જ દેશમાં માનવતા જે મરી ગઈ છે એ ફરી મહેંકી ઉઠશે અને એની સુવાસ અનંતકાળ સુધી ફેલાતી રહેશે...
લિ.
એક મજુર,
પ્રભુ આપના ચરણોમાં વંદન
ગરીબ કો મત શતા અગર વો રો લેગા તો ઉસકા હુજુર તુજે ધડ મુળ સે ખો દેગા.......