લાઈફ...જો આપણા જીવનમાં સૌથી વધુ unexpected અને unplanned પરિસ્થિતિ સર્જાતી હોયને તો સમજી લેવું કે બોસ જીવી રહ્યા છો તમે...અને મોટા મોટા લોકો એ કહ્યું છે ને કે "પ્રતિકુળતામાં જ વિકાસ છે"..બસ એના જીવન માં પણ કંઈક એવું જ થયું હતું જે બધાના જીવનમાં થાય છે.પણ તો પણ એની લાઈફ અલગ હતી કે કદાચ એ અલગ રીતે એને જોતી હતી...
ગોળ દેખાવડો ચેહરો,સુંદર અને આકર્ષક દેખાવ,હોંશિયાર તો ખરીજ પણ સાથે સાથે એટલીજ લાગણીશીલ.એને જોઈને એને જોયજ કરવાનું મન થાય એવી જીંદાદિલી અને હસમુખી.હંમેશા એના મિત્રો અને પરિવારમાં ઘેરાયેલી હોય એવી બધાની લાડકી.કૉલેજના કોઈ પણ cultural ઇવેન્ટમાં એના વગર જાણે બધુંજ અધૂરું લાગતું.પ્રિન્સિપાલ થી માંડીને પટાવાળા સુધી આખી કૉલેજમાં ફેમસ.કોઈજ જાતની કમી નતી એના જીવનમાં.
સુખી પરિવાર અને એમાં પણ એકની એક દિકરી..એના પિતા શહેરના ખૂબ મોટા બિઝનેસમેન હોવાથી ઘરમાં નોકર ચાકર,ગાડી ને હરવા ફરવામાં કોઈ જાતની કોઈ કમી નહતી.એના પિતાની લાડલીને વગર માંગેજ બધી વસ્તુ મળી જતી.બધુજ હોવા છતાં બઉજ અલગ હતી એ,ક્યારેય કોઈ વાતનું એને અભિમાન ન હતું.બઉજ સાદગી ભર્યું જીવન હતું એનું.હા એક વાતનો એને ખૂબજ શોખ હતો.પુસ્તકો વાંચવાનો.ગમે એટલા બિઝી દિવસ માં પણ એ વાંચવાનું ચુકતી ના હતી.
હંમેશા સાચા રસ્તા પર ચાલવું અને સત્યનો જ સાથ આપવો એજ એની ઓળખ હતી.પણ આ તો રહી જિંદગી.પેહલા જ કહ્યું ને કે બધું જ પ્લાન મુજબ રહે તો તો જિંદગી ને જિંદગી ના કહેવાય..ટૂંકજ સમયમાં એના પણ જીવનમાં ઘણા બદલાવ આવાના હતા જેનાથી એ અજાણ હતી..But it's all about life...
સવારના 7 વાગ્યા હતા ને જોર જોર થી ઘડિયાળ પણ જાણે કહેતી હતી કે સમય થઈ ગયો છે આજનો દિવસ માણવાનો.ત્યાંજ બહારથી એક અવાજ આવ્યો..
"બેટા..રુતુ, ચાલ ઉઠી જા હવે,કૉલેજ જવામાં મોડું થશે પછી.."
આ સાંભળીને જ રજાઈમાં થી બે હાથ આળસ ખાતા ખાતા બહાર આવ્યા અને જાણે કોયલ ટહુકે એમ એને જવાબ આપ્યો.
"હા મમ્મી...તું નાસ્તો લગાવ હું ફ્રેશ થઈ ને આવી નીચે.."
"સારું બેટા..થોડી ઉતાવળ કરજે,તો પાપા તને મુકતા જશે"
15 મિનિટમાં રુતુ તૈયાર થઈ ને નીચે આવી ગઈ.એને જોયું કે એના પપ્પા ન્યૂઝ પેપર વાંચી રહ્યા હતા.પાછળથી આવીને તરતજ એને પપ્પાને બાથ ભરી લીધી.
""ગુડ મોર્નિંગ પપ્પા..સવાર સવારમાં કેમ તમે આ દુનિયાભરની ચિંતા કરવા બેઠા છો,શાંતિથી મજા લેતા લેતા નાસ્તો કરો તો કેવું રહે!"
"અરે બેટા,આ ચિંતા તારા માટે કહેવાતી હશે મારા માટે તો આજ નાસ્તો છે..માર્કેટમાં શું ચાલે છે ને શું નહીં એ આજ તો કહે છે મને"
"હા હવે,રહેવા દો ને પપ્પા,ખબરજ હતી કે તમે આમ જ કહેશો.."
"હવે બંને બાપ દીકરી ની કથા થઈ ગઈ હોય તો નાસ્તો કરીલો બાકી ઠંડો થઈ જશે."
"હા માતે..."
ને બધા ખડખડાટ હસી પડ્યા.નાસ્તો પતાઈને રુતુ અને તેના પિતા નીકળ્યા.એની માતા એ બંનેને વિદાય આપી.
કારમાં પહોંચતાની સાથેજ રુતુ બોલી ઉઠી,"અરે શિવાકાકા(ડ્રાઈવર) તમેતો ગામડે ગયા હતા ને કોઈ કામ થી?,પતી ગયુંને શાંતિથી..."
"હા મેડમ,સાહેબની કૃપાથી બધું સારું થઈ ગયું"
રુતુ એના પિતા સામે જોઈને સહેજ મલકાઈ."પપ્પા,મને હંમેશાજ એવું લાગ્યા કરે છે કે હું તમારા જેવી ક્યારે બનીશ..!"
"બેટા,મને તારા પર ગર્વ છે કે રુતુ મેહતા બધા કરતા અલગ છે ને જે પણ છે એના પિતા માટે એનું સર્વસ્વ છે."
"લવ યુ પપ્પા"
"અરે બેટા,તારા કૉલેજમાં કેમનું છે બધું..કોઈ તકલીફ કે કંઈ જરૂરિયાત તો નથી ને.?"
"ના પપ્પા,બધું બરાબર છે,આવતા સોમવાર થી પરીક્ષા ચાલુ થાય છે,ને આ સેમેસ્ટરમાં પણ મારે ફર્સ્ટ લાવવું છે..તમે આશિર્વાદ આપો એટલે આપડે બસ."
"બેટા,મારા આશિર્વાદ તો હંમેશા તારી સાથે છે,બસ હવે એક જ ઈચ્છા છે કે તુ હવે સેટ થઈ જા ને આપડો કારોબાર તારા હાથમાં હું સોંપી દઉં"..."ને હા બેટા,તને તારો જીવનસાથી પસંદ કરવાની પણ હું છૂટ આપું છું,તું સમજુ છે ,તારું સારું અને ખરાબ તું સમજે છે.,બસ તું ક્યાંય અટવાઈ જાય તો યાદ રાખજે કે તારા પિતા હંમેશા તારી સાથે હશે."
"મને ખબર છે પપ્પા..,હું તમને નિરાશ નહીં કરું..મારા જીવનનો એક જ ધ્યેય છે કે હું તમને અને મમ્મીને જગતની બધીજ ખુશી આપું."
"હા બેટા..ચાલ તારી કૉલેજ આવી ગઈ છે..તારું ધ્યાન રાખજે."
"હા પપ્પા,બાય..સાંજે મળીએ..ને આજે પેલી અધૂરી ચેસની ગેમ પતાવાની છે તો જલ્દી ઘરે આવી જજો.."
"સારું મેડમ,તમને ના પાડવી એટલે સમજો આવી બને મારી."