Svikaar - 8 in Gujarati Human Science by Komal Mehta books and stories PDF | સ્વીકાર - ૮

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

સ્વીકાર - ૮

સ્વીકાર. ભ્રમ.

🔺ભ્રમ એટલે આપણા બાંધેલા ખોટા અનુમનો જે આપણે આપણા માટે પણ બાંધીએ છે. અને બીજા માટે પણ આપણે કેટલાં બધાં ભ્રમ પાડી રાખતાં હોય છે.

🔻હવે અહીંયા સમજવાની વાત એ છે કે આપણે આપણાં જે ભ્રમ માં જીવીએ છે, આપણી સપનાની દુનિયામાં જેણે વાસ્તવિકતા થી કોઈ નીશબતા નથી હોતી. હવે ઉદાહરણ વગર નહિ સમજાય તો હું કોઈ બીજાના ઉદાહરણ આપવા કરતાં તમને મારું જ ઉદાહરણ આપવા માંગીશ.

🔺આપણે બધા જ્યારે નાના હોય ત્યારે કોઈ ને કોઈ ભ્રમ માં રહેતાં હોય છે. અને સૌથી મોટો ભ્રમ તો છોકરીઓ ને હોય છે, હું સૌથી સુંદર છું.😉🥳 આતો મજાક ની વાત હતી યાર. હવે આપણે મુદ્દા ની વાત ઉપર આવી જઈએ. કે મને એક ભ્રમ હતો કે બધા મને અોળખે છે.😂😅 હું બહુજ ફેમસ છું સ્કુલ માં, અને મારો આ ભ્રમ ૨૦૧૪ માં તૂટી ગયો.અને મારો સૌથી મોટો ભ્રમ તો ૨૦૧૨ માં તૂટ્યો. હું પોતાની જાત ને સર્વશ્રેષ્ઠ સમજતી હતી. મને ખુદના ઉપર અહંકાર હતો, મારા જેવું કોઈ નથી. અને મારું નસીબ સારું કે મારો આ ભ્રમ નાની ઉંમર માં તૂટી ગયો. નહિ તો લોકો પોતાની પૂરી જીંદગી ભ્રમ માં જીવે છે કે હું કંઇક છું. અને એમના એ ભ્રમ ને કારણે એમનાં સબંધો માં ક્યાંક ને ક્યાંક તીરાડ પડી જતી હોય છે. અને છેલ્લે આવા માણસો એકલાં હોય છે.

🔻૨૦૦૮ માં હું નાપાસ થઈ હતી ૧૧ માં ધોરણ માં , એટલે પછી ભણવાનું છોડી દીધું હતું. અને પછી ૨૦૧૨ માં પ્રાઇવેટ ૧૨ માં ની પરિક્ષા આપવાનું નક્કી કર્યું. પછી હું ગઈ મારી કોલેજ માં તપાસ કરવાં માટે, મારે શું કરવાનું છે હવે આગળ, કઈ રીતે ફોર્મ ભરવાનું ક્યાં થી ક્યાં શું કરવાનું છે. હું ભ્રમ માં હતી બધું સાવ સહેલું છે,એમાં શું છે, અને જ્યાં જૂવો ત્યાં ઇંગ્લીશ માં વાત કરે બધાં. અને સત્ય કહીશ તો મને એટલું બધું ઇંગ્લિશ નથી આવડતું, એટલે ત્યાં પહેલાં દિવસે બીજા બહારના વ્યક્તિ જોડે વાત કરવાની થઈ, ત્યારે મને સમજાઈ ગયું કે મારું લેવલ ક્યાં છે, કોલેજ માં છોકરીઓ ને જોઈ, અને એમની વાત કરવાની, બોલવાની, ચાલવાનું, એ લોકો સુંદર પણ હતા, અને અમુક લોકો ખરેખર હોશિયાર પણ હતા. હવે એક ગુણ મારા પાસે ભગવાન ની એક ગિફ્ટ આપેલી છે, કે હું ૧ મિનિટ માં મિત્રતા કરી લઉં. મને લાગ્યું એ છોકરીઓ જોડે દોસ્તી કરી એમની મદદ થી મે પૂછ તાછ માં જે ખબર માં પડી એ પૂછી લીધું.

🔺અમુક લોકો ગરબા આવડતા નતા. એટલે મેં એ છોકરી ઓ મેં એ છોકરીઓ મે ગરબા રમતાં શીખવ્યા. અને નું ગુજરાતી ગરબો ગાતિ હતી, એ લોકો રમતાં હતાં, ત્યાં એમનાં સર આવ્યાં, અને એ સર એ મને કીધું કે " આપ અચ્છા ગાતી હો અગર મહેનત કરોગે તો અચ્છે સિંગર બન સકતે હો. અવાજ કાફી અચ્છા હે આપકા.". મે કઈ કીધું નહિ ત્યાં થી નીકળી ગઈ. મને પહેલાં ડર લાગતો હતો, કોઈના જોડે વાત કરતાં.

🔻અહિયાં મારો સામનો મારી સૌથી મોટી કમજોરી થી થયો કે મને કોઈ બી જોડે વાત કરતાં સંકોચ થાય છે. પછી મે બેસી ને બધાં ને શાંતિ થી જોયા, અવલોકન કર્યું, કે હું કેમ ડરપોક છું, હું પણ બિંદાસ વાત કેમ નાં કરી શકું. પછી ધીમે ધીમે એ કમજોરી થી છુટકારો મેળવી લીધો. પછી મૌખિક પરીક્ષા આવી ગઈ, ત્યાં ઇંગ્લીશ બોલવામાં હું ઓકે હતી, પછી મારી ગુજરાતી ભાષા નો વારો આવ્યો, અને એમાં મહાભારત નું વાંચવાનું હતું, મે વાચ્યું, અને મારી ટીચર ખુશ થઈ ગઈ અને મને કીધું કે," તું શું રોજ વાંચન કરે છે." તો મે કીધું હા પરિક્ષા ની તૈયારી તો કરવી પડે એ વાંચું છું! ટીચર કે લાગતું નથી કે તને ભણવાનું છોડી દીધું હોય અને ચાર વર્ષ થઈ ગયા હોય. હવે વિચારો કે આ કમાલ કઈ રીતે થયો. જ્યારે હું પહેલાં દિવસે ફોર્મ ભરવા આવી ત્યારે મારા ભ્રમ તૂટી ગયા હું કઈક છું, અને હું હું શું કરી શકું છું, અને મે પોતાની જાત ને ઓડખી લીધી કે મારું લેવલ ક્યાં છે. જ્યાં સુધી તમને પોતાની જાત ને પોતાનું લેવલ નહિ સમજાય ત્યાં સુધી તમે તમારા માં કોઈ સુધારા નહિ કરી શકો, અને તમે જીવન માં બસ ભ્રમ માં જીવશો કે હું કઈક છું.

🔻અને મેં મારી કમજોરી ઉપર કામ કર્યું, અને પોતાને બદલી શકી, જ્યાં બદલાવ મારા માટે ખરેખર જરૂરી હતો.


🔺નહીં તો હું પણ આજ સુધી ભ્રમ માં જીવતી હોત કે હું કઈક છું! પછી એક હોલ માં માઈક ઉપર થોડીક સલાહ આપવાની હતી હિન્દી માં , તો સર એ મને કીધું અને મે સલાહ આપી, આ એજ છોકરી સ્ટેજ ઊપર બોલી કે સર જોડે વાત કરતાં પણ ડરતી હતી, કઈક પૂછતાં પણ સંકોચ કરતી હતી. માટે માણસે પોતાની જાત ને સમજી લેવું અનિવાર્ય છે, હું ક્યાં છું! જ્યાં સુધી તમને ખબર નથી તમે ક્યાં છો, ત્યાં સુધી તમારે ક્યાં જવાનું છે, એ. નહિ સમજાય અને તમે તમારા ખોટાં અહંકાર ને કારણે એક જગ્યા એ ફસાઈ જશો, અને ત્યાં પણ તમને એ નહિ સમજાય કે મારી આખરે ભૂલ ક્યાં છે, મારા માં એવી કહી ઊણપ રહી જાય છે આટલી મહેનત કર્યા પછી પણ! તમારો ખોટો attitude તમારો સૌથી મોટો શત્રુ હોય છે, અને એટલાં માટે તમે પાછળ રહી જાઓ છો.

🔺પછી ૨૦૧૪ માં ફેસબુક નાં લીધે માણસ સ્કુલ નાં મિત્રો મળ્યાં, ત્યાં માણસ ભ્રમ હતો બધાં મને ઓળખતાં હશે. પછી બધાં ની વાત પરથી સમજાઈ ગયું કે મે સ્કુલ માં એવા કઈ ઝંડા ગળ્યા નતા.🤪😂 ભણવામાં હું એવરેજ હતી. પછી મે જોયું કે મારા સ્કુલ નાં મિત્રો તો એમના જીવન માં કેટલાં આગળ નીકળી ગયા છે, અને હું ક્યાં છું. પછી મે પોતાની જાત પર કામ કરવાનું શરૂ કરી દીધું, કોઈના જેવું બનવા માટે કે પછી કોઈના લેવલ સુધી પહોંચવા માટે નહીં પરંતુ પોતાનાં માટે કઈક કરવા માટે. અને હું ૨૯૧૬ માં નોકરી ઉપર લાગી. અને એ પહેલાં કોમ્પ્યુટર કૉર્સ કર્યો, અને પછી જોબ શરૂ કરી.ભ્રમ બહુ સાચા સમયે તૂટી ગયા અને હું મારા જીવન માં કઈ કરી શકી