આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૩૩
બધાએ વિશ્વાસને પુછ્યુ, "શું કહ્યુ ડોકટરે, રીયાને કેવુ છે? "
વિશ્વાસને તેના પપ્પાએ ગળે લગાવી સાંત્વના આપી. વિશ્વાસે થોડા સ્વસ્થ થઇને કહ્યું "રીયાની હાલત ક્રીટીકલ બનતી જાય છે અને ડોકટર માટે રીયા કે બાળક બેમાંથી એકને બચાવાનો ઓપ્શન છે."
"ડોકટર મને કોને બચાવુ ... તે પુછે છે ...મારે તેમને .."વિશ્વાસ રડતા રડતા થોથવાતા અવાજે બોલ્યો.
"બેટા, તુ જલ્દીથી નિર્ણય લઇને ડોકટરને કહી દે. તારા નિર્ણયમાં અમારા સૌની પણ સહમતી છે." મોનાબેન વિશ્વાસના ખભે હાથ મુકી સાંત્વના આપતા કહ્યુ.
વિશ્વાસે તેની આસપાસ હાજર બધાની સામે જોઇ મનોમન નિર્ણય લઇ લીધો અને ડો અગ્રવાલ ઓપરેશન થિયેટર બહાર આવતા જ તેમની તરફ પહોંચીને ગળગળા સ્વરે વિશ્વાસ બોલ્યો, "ડોકટર...પ્લીઝ ..રીયા ને કેવુ છે ...તેને બચાવી લો...ડોકટર પ્લીઝ."
"તો તમારો નિર્ણય .."
"સર ..તમે...રીયા ...મારી રીયાને બચાવી લો...અને શકય હોય તો બાળકને પણ ..."
"ઓકે ...અમે અમારો બેસ્ટ એફર્ટ લગાવીને બંનેને બતાવીશું પણ ઇન્કેસ કેસ વધુ ક્રીટીકલ બને તો બંનેમાંથી એક ..." વાકય અધુરુ છોડી ડો અગ્રવાલ ઓપરેશન થિયેટર તરફ ધસી ગયા.
ઓપરેશન થિયેટર અંદર દવા અને બહાર દુઆનો દોર ચાલુ થયો. સૌ ચિંતાતુર અને દુખી હતાં. વિશ્વાસની મગજની નસો ફાટફાટ થઇ રહી હતી અને ચહેરા પર અસમંજસનો ભાર દેખાતો હતો.તેની આંખોમાં પીડા ઉભરી આવી હતી અને રડી રડીને આંખો સુઝી ગઇ હતી.
ઓપરેશન થિયેટરમાં રીયાને એનેથેસિયા આપી બેહોશ કરી હતી. રીયાના હાર્ટ બીટ અને બાળકના હાર્ટ બીટનું કાર્ડીયાક ડોકટર સતત મોનીટર કરી રહ્યા હતાં. રીયાના હાર્ટ બીટમાં સતત વધઘટ થઇ રહી હતી.
ડોકટર ઓપરેશન થિયેટર બહાર આવ્યા તરત બધા તેમની તરફ દોડી ગયા. વિશ્વાસે ચિંતાતુર સ્વરે પુછ્યું, "સર, રીયા ને..કેવુ છે? "
ડોકટરે વિશ્વાસનો ધ્રુજતો હાથ પકડી હળવા સ્વરે કહ્યુ, "અમે તમારા બાળકને બચાવી લીધુ છે અને રીયાને.."
"રીયાને કેવુ છે, તેની હાલત સ્ટેબલ થઇ ડોકટર. "વિશ્વાસને બાળક કરતા રીયાની તબિયત જાણવામાં ઉત્સુકતા હતી એટલે ડોકટરની વાત અટકાવી ઉતાવળા સ્વરે બોલી રહ્યો હતો.
"જુઓ, રીયાની હાલત હજુ પણ ક્રીટીકલ જ છે પણ અમે તેનું ઓપરેશન કરી બાળકને બચાવી લીધુ અને હવે તેને બચાવાનો પ્રયત્ન ચાલુ જ છે." ડોકટર હળવેકથી બધાને સમજાવી વાતાવરણ હળવુ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
"સાહેબ બાળકને કેવુ છે? અને બાળક..." રીયાની મમ્મી ડોકટરને પુછે છે.
"વિશ્વાસ, અભિનંદન રીયાએ બેબીને જન્મ આપ્યો છે."
ડોકટરની વાત સાંભળી દુખની વચ્ચે દિકરી આવવાના સમાચાર સાંભળી બધા પળવાર માટે ભગવાનનો આભાર માની ખુશ થાય છે પણ વિશ્વાસના ચહેરા પર સહેજ પણ ખુશી ન હતી, તે રીયાની તબિયતને લઇને ચિંતિત હતો.
"નવજાત બાળકને ક્રીટીકલ ટીમની દેખરેખ હેઠળ પીડીયાટ્રીક હોસ્પિટલ ટ્રાન્સફર કરવી પડશે અને એના માટે આપની સહમતિ ..."ડોકટર બોલતા બોલતા અટકી ગયા.
"પણ સાહેબ, બાળકી મા વગર કેવી રીતે...આટલી દુર .." મોનાબેન એકીશ્વાસે બોલી ઉઠ્યા.
"જ્યારે ગર્ભાવસ્થાના 37 મા અઠવાડિયા પહેલા બેબીનો જન્મ થાય છે ત્યારે તેને પ્રિમેચ્યોર ડીલીવરી કહેવાય છે. પ્રિમેચ્યોર બેબીને પલ્મોનરી હેમરેજ,હાઈપોગ્લાયકેમિઆ, ન્યુમોનિયા, એનીમીયા જેવી બિમારીનું જોખમ હોય છે."
વિશ્વાસ ગંભીરતાથી ડોકટરની વાત સાંભળી રહ્યો હતો અને તેના મગજમાં જાતજાતના વિચારો પણ આવતા હતાં.
ડોકટરે થોડોક વિરામ લઇ ફરી બોલવાનુ શરુ કર્યું. "નવજાત બાળકીનું વજન ઓછું છે, ગર્ભાશયમાંથી તેને માયનોર ન્યુમોનિયા, શ્વસન સંબંધી સમસ્યા છે. પ્રિમેચ્યોર ડીલીવરીને કારણે યોગ્ય વિકાસ ન થવાથી બેબીને તાત્કાલિક ફીડીગ કરાવવું પડશે.બેબીને નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ ધરાવતી હોસ્પિટલમાં લઇ જવી પડશે, ત્યાં ઇન્ક્યુબેટરમાં ટેમ્પરેચર એડજસ્ટ કરી બેબીને કેર કરવામાં આવશે. બેબીના હાર્ટ રેટ, શ્વાસ અને લોહીના ઓક્સિજનના સ્તરને મોનિટરિંગ ઇન્સ્ટુમેન્ટ વડે મોનીટર કરવામાં આવશે."
"હા સાહેબ, અમારી સંમતિ છે." વિશ્વાસના પપ્પા બોલ્યા. "હું પણ બાળકી સાથે તે હોસ્પિટલ જઇશ."બધાએ વિશ્વાસના પપ્પાની વાતમાં હામી ભરી ફરી ભગવાનને બેબી અને રીયાના સ્વાસ્થય માટે પ્રાર્થના કરી.
ડોકટર ઓપરેશન થિયેટરમાં ગયા અને બેબીને પીડીયાટ્રીક હોસ્પિટલ ટ્રાન્સફર કરવા પીડીયાટ્રીક ડોકટર તેમના આસિસ્ટંટ સાથે બહાર આવ્યા. બહાર બધાએ પળવાર માટે બેબીને જોઇ. બધા હરખાયા પણ તેના મોંમા પાઇપ અને ઓકસીજન માસ્ક ને જોઇ દુખી પણ થયા.
"બધુ સારુ થઇ જશે બેટા, ચિંતા ના કરીશ." વિશ્વાસના પપ્પા પીડીયાટ્રીક ડોકટર સાથે તેમની હોસ્પિટલ જતા જતા બોલ્યા.
હવે બધાની નજર ઓપરેશન થિયેટર તરફ હતી. રીયાના હાલત શું છે તે જાણવા સૌ ચિંતિત હતાં.થોડો ટાઇમ માટે વિશ્વાસ વિચારોમાં ખોવાઇ ગયો. તેને જોઇને તેની મમ્મી તેની પાસે આવી અને માથે હાથ ફેરવીને બોલી,"જે પણ થશે, સારુ જ થશે. બેટા, ભગવાન પર વિશ્વાસ રાખ."
વિશ્વાસ આ સાંભળી ઉભો થયો અને થોડો સ્વસ્થ થઇને ઓપરેશન થિયેટર બહાર જઇને ઉભો રહ્યો અને ડોકટર બહાર આવશે અને શું કહેશે તે વિચારવા લાગ્યો.
ઓપરેશન થિયેટરમાં રીયાનું ઓપરેશન તો સકસેસ ગયું પણ રીયાની હાલત ક્રીટીકલ બનતી જતી હતી. તેના હાર્ટ બીટમાં સતત વધઘટ થઇ રહી હતી.
થોડીવારમાં ડો અગ્રવાલ ઓપરેશન બહાર આવે છે અને ચિંતિત સ્વરે બોલે છે, "રીયાનુ ઓપરેશન સકસેસ થઇ ગયું છે પણ તેની હાલત ક્રીટીકલ છે. ક્રીટીકલ ટીમ તેનું મોનીટરીંગ સતત કરી રહી છે અને હજુ એક એક્ષપર્ટ ડોકટરને હેલ્પ માટે બોલાવ્યા છે, તે આવતા જ હશે. હોપ શો તેમની એડવાઈઝ પછી આગળ ..." ડોકટર બોલતા બોલતા અટકયા અને સામેથી આવતા ડોકટર ને વેલકમ કરતા બોલ્યા, "વેલકમ ડો દેસાઇ."
ડો અગ્રવાલ ડો દેસાઇને રીયાની કેસ હીસ્ટ્રીની વાત કરતા ઝડપથી ઓપરેશન થિયેટરમાં લઇ ગયા. ઓપરેશન થિયેટરમાં ગયા પછી વિશ્વાસે રીસેપ્શન કાઉન્ટર પરથી ડો દેસાઇની ડીટેઇલ મેળવી. ડો દેસાઇ શહેરના બેસ્ટ કાર્ડીયાક સર્જન હોવાથી ડો અગ્રવાલે તેમની એડવાઈઝ માટે બોલાવ્યા હતાં.
વિશ્વાસના પપ્પાનો ફોન આવે છે અને તેમણે સમયસર હોસ્પિટલ પહોંચી ગયા અને બેબીની ટ્રીટમેન્ટ શરુ થઇ ગઇ છે ની વાત કરી.
થોડી જ મીનીટમાં ડો અગ્રવાલ ઓપરેશન થિયેટર બહાર આવે છે અને ગંભીર સ્વરે બોલે છે, "અમારી ક્રીટીકલ ટીમ અને ડો દેસાઇની એડવાઇઝ મુજબ રીયાને...."
વધુ આવતા અંકે
પ્રકરણ ૩૩ પુર્ણ
પ્રકરણ ૩૪ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપના પ્રતિભાવ અને રેટિંગ પણ આપજો.
મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.