પેલી કાળી રાત આવી ગઈ ડાર્ક થંડર પોતાની સેના સાથે નીકળી પડયો . બીજી બાજુ કિંગ હેગાનને ઊંઘ જ ન હતી આવતી તેના માનમાં સતત વિચારો જ આવ્યા કરતા હતા. બે દિવસ જેટલા સમય પછી આથમતા સૂરજના સમયે ડાર્ક થંડરને ગ્યુમાર્ક દેખાયું, એને તરત હાથના ઇશારાથી સેનાને થોભી પોતે ઘોડા પરથી નીચે ઉતરી બોલ્યો “સેનાપતિ”
સેનાપતિ તરતજ દોડતો-દોડતો પાસે આવ્યો “ જી મહારાજ”
“આપાડી સેનામાંથી બે સિપાહી ને મોકલી ત્યાના રાજાને શરણાગતીનું ફરમાન આપો અને ના કહે તો કહેજો તમારી મૌત રાહ જોઇ રહી છે.”
“ઠીક છે મહારાજ.”
સેનાપતિએ સેનાના બે સિપાહીને એક કાગળમાં સંદેશ લખી આપ્યો અને ઇશારાથી બંને ને મોકલ્યા.
દુરથી બે ઘોડેસવારોને આવતા જોઇ દ્વારપાળે બીજા સિપાઇઓને ચેતવી દીધ અને પેલા બેને રોક્યા. પછી દ્વારપાળે ઉંચા અવાજે પુછ્યું “કોનું કામ છે આટલી રાતે?”
પેલા બે માથી એકે પેલો કાગળ ઊંચો કર્યો. એ જોઇ દ્વારપાળ નજીક આવીને કાગળ ખોલી વાંચ્યો ને દ્વારપાળ ગભરાઈ ગયો, એણે તરત જ પેલા બે ને રાજા પાસે લઈ ગયા.
કિંગ હેગાન પેલા બેને જોઇને જ નવાઈ પામી ગયા અને પુછ્યું “કોણ છે આ દ્વારપાળ?”
દ્વારપાળે કંઈ જ બોલ્યા વગર પેલો કાગળ કિંગ હેગાનને આપ્યો.
કાગળમાં લખ્યું હતું : “ તું હરામી જે કોઈ હોય શરણાગતિ સ્વિકારી લે નહી તો તમારા બધાની મૌત બહાર રાહ જ જોઇ રહી છે. – ધી કિંગ [ડાર્ક થંડર ]
કિંગ હેગાને શરુઆતમા વાંચ્યું ત્યારે તેના મોઢાં પર કોઈ હાવભાવ ન હતો પણ જ્યારે છેલ્લે નામ વાંચતા જ ડર દેખાયો. તે ઉંડા વિચારમાં પાડી ગયો એણે તરત જ સેનાપતિ અને મંત્રી ને બોલાવ્યા અને ચર્ચા કરી કે ‘આપણે શરણાગતિ તો ન સ્વિકારાય નહીતો લોકો મને ધિક્કારશે.’ સેનાપતિએ જુસ્સા સાથે કહ્યું “મહારાજ જીવતા દમ સુધી લડી લેવા તૈયાર છીએ અમે.” મંત્રીએ પણ સહમતી આપી અને કિંગ હેગાને યુદ્ધનો નિર્ણય કર્યો . કિંગ હેગાને સેનાપતિને આદેશ આપ્યો કે “પેલા બે ના માથાં ધડથી કાપી ઘોડા પરત બાંધી મોકલી દ્યો.”
બે સિપાઈઓ ના માથાં જોઇ ડાર્ક થંડરના ગુસ્સાનો પાર ન રહ્યો. એણે તરત જ આક્રમણનો આદેશ આપ્યો ને તેની મુર્દા સેના દિવાલ તરફ ભાગવા લાગી બીજી બાજુ કિંગ હેગાનના સૈનિકો દિવાલ પરથી તીરથી આક્રમણ કરવા લાગ્યા પણ મુર્દાને શું અસર થાય? એને મારવા માટે એનુ માથું ધડથી અલગ જ કરવું પડે. મુર્દા સેના દિવાલ પાસે પોહચી ગઈ અને ચડવા લાગી ,ઉપરથી સામે વાળાનું આક્રમણ ચાલું જ હતું. કિંગ હેગાનની સેનાનું કોઈ પણ મૃત્યું પામતું તે કાળી વિદ્યા દ્વારા મુર્દા સેનામા જોડાઈ જતુ અને આમ ને આમ સેનામાં વધારો થતો.ગણા પ્રયાસ બાદ સેના દિવાલ ચડી ગઈ અને સામે વાળાની હાર નજીક આવી ગઈ ,કિંગ હેગાન પણ મહેલમાં તલવાર લઈને તૈયાર જ હતા પોતાના પરિવારને બચાવવા. જેમ જેમ કિંગ હેગાનની સેના મરતી ગઈ તેમ તેમ મુર્દા સેનામાં વધારો થતો ગયો અને છેવટે ડાર્ક થંડર તક જોઇ મહેલમાં પોહચી ગયો અને કિંગ હેગાનને શોધવા લાગ્યો. કિંગ હેગાન પોતાના પરિવાર સાથે એક ઓરડામાં સંતાઇ ગયો હતો .ગણા સમય બાદ ડાર્ક થંડરને કિંગ હેગાન મલ્યો અને બન્ને વચ્ચે યુદ્ધ થયું, યુદ્ધ લાંબુ ચાલ્યું અને કિંગ હેગાનની એક ભૂલને કારણે ડાર્ક થંડરે પીઠ પર તલવાર નો ઘા કરી નીચે પાડી દઈ છાતીમાં એક લાંબો ચીરો કર્યો અને બંધી બનાવી દીધો. હવે ગ્યુમાર્ક પણ ડાર્ક થંડરનું થઈ ગયું.
હવે રિયોનાનો વારો હતો. ડાર્ક થંડર ખુબ જ બુદ્ધિશાળી હતો એને હવે ખબર પાડી ગઈ હતી કે મારા આવ્યા ના સમાચાર બધા રાજ્યોમાં પ્રસરી ગયા હશે અને ખરેખર એવું જ થયું, ગ્યુમાર્ક પરના હુમલા પછી બધે જ ખબર પાડી ગઈ હતી કે પેલો શૈતાન આવી ગયો છે. ડાર્ક થંડરને પેલી તલવાર ‘લાઇટ’ યાદ આવી અને થોડી ચિંતામાં ખોવાઇ ગયો. એણે મંત્રી અને સેનાપતિને બોલાવ્યા અને બીજા જ દિવસે રિયોના પર હુમલો કરવાનો આદેશ આપી દીધો. પેલા બંને વિચારમાં પાડી ગયા પણ એમણાથી પૂછાયું નહી.
હવે ડાર્ક થંડરને ચિંતા થવા માંડી હતી પેલી તલવાર ને કારણે..
ક્રમશ...
- જીનીલ પટેલ.