Laher - 14 in Gujarati Women Focused by Rashmi Rathod books and stories PDF | લહેર - 14

Featured Books
Categories
Share

લહેર - 14

(ગતાંકથી શરૂ)
મને તે પેપર વકિલને આપવાનુ કહયુ હતુ પણ મે તે ગુસ્સામા ફાડી નાખ્યા હતા કેમ કે હુ લહેરને દિકરી માનુ છુ અને મે તે પેપર વકિલ ને ન આપ્યા તેથી ડિવોર્સ ન થયા અને તને વકિલનો ફોન પણ ન આવ્યો છતા તે માની લીધુ કે ડિવોર્સ થઈ ગયા અને બધુ ઠીક થઈ ગયુ હશે... પણ એવુ નહોતુ થયુ... ઓહ... મા હવે હુ શુ કરીશ સમીર બોલ્યો તે તો પરસેવે રેબઝેબ થઈ ગયો... મા હવે તો લહેર આ બધી વસ્તુ થવા માટે મને જ જવાબદાર ગણશે ઉપરથી તેને એમ પણ થશે કે મે આ બધુ જાણીજોઈને કર્યુ છે હુ તેને કેમ આ જણાવીશ એ મને કંઇજ ખબર નથી પડતી... તેની મા એ કહયુ બેટા તુ નિરાંત રાખ આય હાફળો ફાંફળો ન થઈશ એવુ થશે તો હુ લહેર સાથે વાત કરીશ એ મારી વાત જરુર માનશે... તરત સમીરે કહયુ.. ના મા અત્યારે હમણા કંઇ જ નથી કરવુ કંઇ જ નથી કહેવુ નહી તો હુ તેનાથી સાવ દુર થઈ જઇશ રોજ એનુ મોઢુ જોવા પામુ છુ એમાથી પણ જઈશ સારો મોકો જોઈને હુ બધુ તેને જણાવી દઈશ પણ થોડો સમય જવા દે... સમીર ને ખબર નહોતી પડતી કે તેને આ બાબત માટે ખુશ થવુ જોઈએ કે દુખી... એક બાજુ લહેર સાથે અન્યાય થવાનુ દુખ હતુ તો બીજી બાજુ લહેર સાથે સંબંધ ન તુટયાનુ સુખ...
લહેરને આજે રજાનો દિવસ હતો તે રજાનો દિવસ મિતા સાથે જ ગાળતી બંને આખો દિવસ ખુબ વાતો કરતી.. સરસ પકવાનો બનાવીને જમતી અને આનંદ કરતી... લહેરે મિતાને સમીરની બધી વાત કરી કે મને લાગે છે કે હવે તે બદલાઈ ચુકયો છે બહુ સમજદાર વ્યક્તિ બની ગયો છે પહેલા જેવો નથી રહયો... અને હા મને કેમ એની સાથે નોરમલી વર્તન કરતા નથી આવડતુ.. અને એની સાથે હુ કયારેય બોસની જેમ નથી વર્તી શકતી જો એને મારાથી દુખ થાય તો મને પણ દુખ થાય છે આટલા દિવસોથી સંબંધ તુટી ગયો છે અમારો છતા મને એનો ચહેરો જોતા એ જ સમીર દેખાય જે મને દીલોજાનથી ચાહતો હતો.. આવુ કેમ થતુ હશે... મિતા એ જવાબ આપ્યો તુ ગમે તેમ કરીશ પણ એને ભુલાવી તો નહી સક કેમ કે એ તારો। પહેલો પ્રેમ હતો પણ તુ તેના તરફ બહુ ધ્યાન ન આપ તુ તારા કામમા જ વ્યસ્ત રહે તેથી તને એવુ નહી થાય મિતાએ તેને દિલાસો આપતા કહયુ.. અને હા મિતા મને આજ સવારથી સમીરની મા ની ખુબ યાદ આવે છે તેણે મને મા થી પણ વિશેષ પ્રેમ આપ્યો હતો તેણે મને સંબંધો સાચવવામા પણ ખુબ મદદ કરી પણ મારા નસિબ જ ખરાબ હતા તેણે હુ પરણીને આવી ત્યારે મને ખીર બનાવતા શીખવી હતી અને કહ્યુ હતુ કે મને હંમેશા તારી મા માનજે દુનિયાના બધા સંબંધો પુરા થઈ જશે પણ આ મા દિકરીનો સંબંધ કયારેય નહી પુરો થાય તેથી મારો સાથ તુ હંમેશા પામીશ... લહેર બધી અગાઉની વાતો વાગોળતી હતી... આજે તેને તેની એ મા સાથે વાત કરવાનુ ખુબ જ મન થયુ હતુ... મિતાએ પણ તેને કહયુ તુ તેની સાથે ફોનમા વાત કરીને તારા મનને શાંત કરી લે તેમા કંઈજ ખોટુ નથી... મા દિકરી ના સંબંધો તો અમર હોય છે અન્ય સંબંધો સાથે તેને કંઈ લેવા દેવા નથી
(આગળ વાંચો ભાગ 15 માં)