ધવલ એવું ઈચ્છાતો હતો કે વિશાલસરના ચક્કરની વાત પાયલને ખબર પડી જાય તો પાયલ માનસીને તેની બાજુમાં કયારેય ફરકવા પણ નહી દે.અને તેનો હું લાભ લઈ માનસી સાથે લગ્ન કરી લઇશ.
***************************************
આજ શનિવાર હતો.બધા મેડીકોલ કોલસેન્ટરમાં પોતાનું કામ કરી રહ્યા હતા.અંદરની ઓફિસમાંથી બેલ વાગ્યો.વાઇરસ દોડીને અંદર ગયો.બોલો સર કઈ કામ હતું?હા,પાંચ જ મિનિટમાં બધા મારી ઓફિસમાં હાજર થઈ જાય.અરજન્ટ એક મીટીંગનું આયોજન કરેલ છે.
વાઇરસ જલ્દી દોડીને બહાર ગયો.ધવલ ક્યાં છે?બોલને તારે કામ શું છે?વિશાલ સરે પાંચ મિનિટમાં તેમની ઓફિસમાં બધાને બોલાવ્યા છે. કેમ કઈ થયું છે? તે અરજન્ટ મીટીંગ બોલાવી પડી.અનુપમ સર મને કંઈ ખબર નથી.વિશાલ સરે મને કહ્યું અને મેં તમને કહ્યું.ત્યાં જ ધવલ આવ્યો.સર તમારે વિશાલ સરની ઓફિસમાં જવાનું છે.સરને કોઈ કામ છે.મારે એકને જવાનું છે કે બધાને?બધાને જવાનું છે.
પાંચ જ મિનિટમાં પોગ્રામ બધા બંધ કરી પલવી,અનુપમ,માનસી,અને ધવલ વિશાલ સરની ઓફિસમાં ગયા.બધા જ એકબીજાની સામું જોઈને બેઠા હતા.ધવલ ઈશારો કરી રહ્યો હતો કે શું છે?આખો દિવસ કોલ સેન્ટરમાં શાંતિ હોઈ પણ જયારે વિશાલ સર અમને તેમની ઓફિસમાં બોલાવતા ત્યારે અમારા થોડા ધબકારા વધી જતા.
હા,તો હું એ કહી રહ્યો હતો કે આવતી જાન્યુવારી મહિનાની દસ તારીખ બેંગ્લોરમાં દર વર્ષની જેમ આપણે આઠ દિવસની મીટીંગનું આયોજન કરેલ છે.ત્યાં આપણા આ મેડીકોલ કોલસેન્ટર સાથે જોડાયેલ દરેક વ્યક્તિ આવશે.દિલ્લી,બેંગ્લોર અને મુંબઈ આ ત્રણેય ઓફિસના બધા જ લોકો મીટીંગમાં આવશે.આવતી દસ તારીખે સવારમાં વહેલા એરપોર્ટથી બેંગ્લોર જવા માટે નીકળવાનું છે.
પણ સર આજ જાન્યુવારી મહિનાની પાંચ તારીખ તો થઈ ગઈ. તો શું થયું? તમારે કોલ સેન્ટરમાં કામ કરવું હોઈ તો ગમે ત્યારે ગમે ત્યાં ટ્રેનિંગ માટે જવાનું થાય તમારે તૈયાર રહેવું પડશે.કોઈ પણ સંજોગોમાં ત્યાં આવવું જ પડશે.પછી ભલે તમારા લગ્ન પણ હોઈ.
વિશાલ સર ખુરશી ઉપરથી ઉભા થઇને બહાર નીકળી ગયા.
બધા જ ફરી પોત પોતાની ખુરશી પર આવીને બેસી ગયા.પલવી શું કામને તું સવાલ કરે છો.એ જે પણ કહે આપણે 'હા'એ 'હા' જ રાખવાની. અને અમે આવી મીટીંગમાં બે વાર જઈ આવિયા છીયે ત્યાં દરરોજ બે કલાક મીટીંગ હોઈ છે.બાકી ફરવાનું જ હોઈ છે.મજા આવશે તું પણ તૈયાર થઈ જા.
હું તો બસ એમજ એને કહી રહી હતી.કે અટલી જલ્દી કેમ તારીખ?થોડો સમય તો આપવો પડે ને?તારીખ તો ઘણા દિવસથી નક્કી હોઈ પલવી પણ આ લોકો આપણને પાંચ દિવસ અગાવ જ કહેતા હોઈ છે. કેમકે મહિનામાં ત્રણ દિવસ વિશાલ સર બેંગ્લોરમાં હોઈ તો ત્રણ દિવસ દિલ્લી અને એ પછી અહીં મુંબઈ હોઈ.
તે મુંબઈમાં કેમ આટલા બધા દિવસ રહે છે?
તેની પત્ની અને તેની પ્રેમિકા અહીં મુંબઈમાં રહે છે એટલા માટે ધવલે છેલ્લી ખુરશી પરથી જવાબ આપ્યો.માનસી થોડીવાર ધવલની સામે જોઈ રહી.પણ કઈ બોલી નહિ.
કોણ છે તેની પ્રેમિકા?
મોટા મોટા માણસોને પ્રેમિકા અને પત્ની બંને હોઈ આપણે શું કામ દખલ કરવી જવા દે ને વાત ને પલવી.માનસીને એમ જ હતું કે અનુપમ અને ધવલને વિશાલ સર સાથેના ચક્કરની વાત ખબર નથી.પણ એ બંનેને ક્યારે કઈ જગ્યા પર અને ક્યાં મળે છે તે બધી જ ખબર હતી.
આજકાલ કરતા આજ જાન્યુવારી મહિનાની નવ તારીખ થઈ ગઈ.કાલ સવારે બેંગ્લોર જવાનું હતું.બધા જ તૈયારી પર લાગી ગયા.માનસી અને પલવીએ બધી જ ખરીદી કરી લીધી હતી.હવે બેગ જ પેક કરવાની બાકી હતી.ઘરે જઈને એ જ કામ કરવાનું હતું.
અનુપમ અને ધવલે પણ બધી તૈયારી કરી લીધી હતી.પલવી તેના જીવનમાં પહેલી વાર એકલી આ રીતે બહાર જઈ રહી હતી.તે એક એક વસ્તું માનસીને પૂછી પૂછીને લઇ રહી હતી.
તમે બંને સવારે કેવી રીતે એરપોર્ટ પર આવના છો.મને તો મારા પપ્પા ગાડી લઇને મુકવા માટે આવાના છે.અને હું મારી રીતે ટેક્સી કરીને પોહચી જઈશ .હું અને ધવલ સવારે વહેલા ટેક્સી કરીને આવી જશું.
ત્યાં જ વિશાલ સર આવિયા.તમે બધા તૈયારી છો ને? અને હા,હું આજે રાત્રે નીકળી જવાનો છું.આમાં તમારી બધાની ટીકીટ છે.હું તમને આપીને જાવ છું સવારે છ વાગ્યાની ફ્લાઇટ છે.અનુપમ તમને તે જગ્યા પર લઈ આવશે.અનુપમે તે હોટલ જોઈ છે. તેમની સાથે મારે ફોનમાં વાત થઈ ગઈ છે.
ઓકે સર..!!
વાઇરસ ક્યાં છે? નામ લેતા જ તે ઓફિસમાંથી દોડીને બહાર આવ્યો.અમે બધા આઠ દિવસ માટે બેંગ્લોર જઈ રહિયા છીએ. અહીં ઓફીસ અને કોલ સેન્ટરનું તારે ધ્યાન રાખવાનું છે જેમ પહેલા તે રાખ્યું હતું તે જ રીતે.
ઓકે વિશાલ સર..!!!
***********ક્રમશ**************
લેખક -કલ્પેશ દિયોરા.
આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...
મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.
મો-8140732001(whtup)