Be yaar - 2 in Gujarati Short Stories by SAVANT AFSANA books and stories PDF | બે યાર (દોસ્ત સાથે ની દુનિયા)? - 2

Featured Books
Categories
Share

બે યાર (દોસ્ત સાથે ની દુનિયા)? - 2

મારો અને મારી બહેન નમીરા કોલેજનો (સંકુલનો) F.Y.B.com પ્રથમ દિવસ એ મારા જીવનની એક મહત્વપૂર્ણ ઘટના છે. મારા માટે તે અવિસ્મરણીય દિવસ છે. મારા શાળાના દિવસો દરમિયાન મારા મોટા ભાઇ અને બહેન પાસેથી મને કોલેજના જીવનની ઝલક મળી. હું ખૂબ જ ઉત્સુકતાથી તે દિવસની રાહ જોતી હતી જ્યારે હું મારી કોલેજ જીવન શરૂ કરીશ. મેં વિચાર્યું હતું કે કોલેજ જીવન મને મુક્ત જીવન આપશે; અહીં નિયંત્રણો થોડા હશે અને શિક્ષકોનો ખતરો ઓછો હશે પરંતુ મારી કોલેજમાં ઉલ્ટું હતું જયા નિયમો બહુ જ કડક હતા છેવટે દિવસની ઝંખના અંદર આવી જ ગઈ.
હું નવી આશાઓ અને આકાંક્ષાઓ સાથે કોલેજ પરિસરમાં પ્રવેશીને મને એ જોઈને આનંદ થયો કે કોલેજે એક નવી દુનિયા દૃષ્ટિ રજૂ કરશે. મેં જે શાળામાં અને આજુબાજુ જોયું હતું તેનાથી તે તદ્દન અલગ હતું. હું ઘણા અજાણ્યા ચહેરાઓ જોયા કંઈક એવું લાગ્યું કે આ કોલેજમા મારુ કોઈ હશે. અહીંયાં બધીજ છોકરીઓ પોતાના રીતે રહેવા વાળી અને હાઈ પ્રોફાઈલ પર્સનાલિટી વાળી છોકરીઓ હતી અને અમે સાદગી સાથે રહેવા વાળી છોકરીઓ હતી.
મારી કોલેજ જીવનના પહેલા દિવસે મને કેટલાક ખૂબ જ વિચિત્ર અનુભવો થયા. વર્ગ અનેએ -કલાકો દરમિયાન વિદ્યાર્થિનીઓ ઇન્ડોર અને આઉટડોર રમતો રમે છે અને રેડિયો કાર્યક્રમોની મઝા માણતી જોઈને મને આશ્ચર્ય થયું. ગણવેશનો કોઈ બંધન હોય છે. મેં જોયું કે વિદ્યાર્થિનીઓ તેમની હિલચાલની બંધનમાં છે. તેઓ તેમની પસંદગી પ્રમાણે વસ્તુઓ કરી શકતી નથી બધુંજ નિયમોના પાલન મુજબ થાય છે.
F.Y.B.com કલાસની વિદ્યાર્થિનીઓ ના કુલ ૪ કલાસ હોય છે. હું કોલેજમાં ગોળ ફરી ત્યા વાતાવરણમાં થોડું કડક હોય છે કોલેજનું ભવ્ય પુસ્તકાલય જોઈને ખૂબ આનંદ થયો, જ્યાં મને ખૂબ જ વિષય પર પુસ્તકો મળશે. મેં નોટિસ બોર્ડમાંથી મારા વર્ગનું ટાઇમ-ટેબલ નોંધ્યું છે. હું વર્ગમા ગઈ અને મેં જોયું કે કોલેજમાં ભણાવવાની પદ્ધતિ શાળામાં ભિન્ન છે. દરેક વિષય વિશેષ શિક્ષક દ્વારા શીખવવામાં આવે છે. વર્ગોમાં દરરોજ ૨0 માર્ક્સની ટેસ્ટ લેવામાં આવે છે અને ૨૦ મિનિટનો જ બ્રેક આપવા માં આવે છે. અહીંયા બધાં ભણવા માં મશગુલ હોય છે તો કોઈ મિત્રો બનાવવામાં બધા ખુશ હતા. પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. જો તેઓ તેમના પાઠ શીખવામાં નિષ્ફળ જાય તો પ્રોફેસરો વિદ્યાર્થીઓને ઠપકો આપતા હોય છે. તેઓ ખાલી વિદ્યાર્થીઓને તેમની જવાબદારીઓ પ્રત્યે સભાન રહેવાનું કહે છે. વિદ્યાર્થીઓ અહીં ઘરેલું વાતાવરણ આપવામાં આવે છે બહુ જ નિયમો વાળી કોલેજ છે.
આ બધું જોઈ ત્યા જ બ્રેક પડે છે. અરે બ્રેક પડી તોય હજુ સુધી મારી કોઈ છોકરી જોડે વાત નથી થઈ.
બ્રેક પછી કોઈ મેડમ લેકચર આવે છે મેડમ પોતાનો introduction આપે છે. I am udeshi Sheweta my study Of MBA With Finance Passout for Smt. S. H. Gajera Sankul Amreli.
ત્યાર પછી બધા સ્ટુડન્ટ્સ નો ઈન્ટ્રોડકશન લેવામાં આવે છે. બધાજ એક પછી એક પોતાની introduction આપે છે. ત્યાજ મને એક છોકરીનુ નામ સંભળાય છે જે હોય છે ધારા સોજિત્રા બસ એક છોકરી ની સાદગી મને ગમી ત્યારથી મે આ છોકરી વિશે માહિતી બધીજ લઈ લીધી આ છોકરી હોસ્ટલમા રહે છે તેનું ફ્રેન્ડ ગ્રુપ મોટું હોય છે.આટલું મે આ છોકરી વિશે જાણવા મળ્યું હતું.
ત્યારથી જ વિચારી લીધું કે આ વ્યક્તિ ને આપણી લાઇફ ટાઇમ બેસ્ટ ફ્રેન્ડ બનાવી જ છે. આની સાથે જ ત્રણ વર્ષની કોલેજ લાઇફ યાદી બનાવી છે.







(Part - 2)
Coming Soon...👉🏼👉🏼
(શું ધારા સોજિત્રા નમીરા સંવટ બંને એકબીજા મળી દોસ્તી રૂપી છોડ રોપશે??? શું દોસ્તી રૂપી  
છોડ રોપયા પહેલા જ બંને વચ્ચે શું થાશે ???? વાંચો Part - 3)