Bedhadak ishq - 9 in Gujarati Love Stories by jay patel books and stories PDF | બેધડક ઈશ્ક - 9

Featured Books
Categories
Share

બેધડક ઈશ્ક - 9

બેધડક ઈશ્ક ભાગ 9
પાર્થ હજુ પોતાના રૂમમાં પહોચે છે ત્યાં નીચે આર્યા આવી એકતાબહેન ને બુમ પાડે છે. આર્યા ઉતાવળે પગલે આવે છે અને એકતાબહેન ને પૂછે છે, મમ્મી પાર્થનો આજે સવારનો ફોન લાગી રહ્યો નથી તો હું તેને મળવા આવી ગઈ. કયાં છે પાર્થ? ,હા બેટા પાર્થ હાલ જ આવ્યો છે અને સવારથી બહાર ગયેલો હતો હજુ તેણે બપોરનુ ખાધું પણ નથી જા તુ એને તેના રૂમમાં જઈને થોડું ખવડાવી દે. ઓકે મમ્મી હુ ખાવાનું તેના રૂમમાં આપવા જાઉં છું. આર્યા રૂમમાં પ્રવેશે છે .રૂમનો દરવાજો ખુલ્લો હોવાથી તે અંદર જાય છે ખાવાનું ટેબલ પર મૂકી પાર્થને શોધવા લાગે છે ત્યાં તો પાર્થ ટોવેલમાં બાથરૂમની બહાર આવે છે અને આર્યા ને આવેલી જોઈને તરત જ પાછો બાથરૂમમાં જતો રહે છે. પાર્થ ફટાફટ તૈયાર થઈને આવે છે. આર્યા પાર્થને જોઈને શરમાઈ જાય છે પાર્થ આર્યા ની ખૂબજ નજીક જઈને બેસી જાય છે અને પૂછે છે, કેમ મારી આર્યા ને અચાનક જ મારી યાદ આવી ગઈ? ,અરે પાર્થ સવારની તમે મારી સાથે વાત કરી નથી અને તમારો ફોન પણ લાગતો નહોતો તો હું તમને મળવા આવી ગઈ પણ તમારા આવા સ્વરૂપમાં દર્શન થશે તેવું સ્વપ્નેય વિચાર્યું નહોતું., અરે આર્યા લગ્ન પછી તો તને આ સ્વરૂપમાં જ દર્શન થવાના છે પણ ભગવાને લગ્ન પહેલાં જ આ સ્વરૂપમાં દર્શન કરાવી દીધા. વેરી લકી આર્યા. હા એ તો હું છું જ તેથી જ તો મને તમે મળ્યા છો. , તો તો આર્યા હું તારાથી વધારે ભાગ્યશાળી છું કારણ કે મે તારા સ્વરૂપે પોતાની જાતને જ પ્રાપ્ત કરી છે. આર્યા એ કહ્યું, પાર્થ તમે બેસો આજે હું તમને મારા હાથે જમાડવાની છું. આર્યા પાર્થને પ્રેમથી વાતો કરતા કરતા પોતાના હાથથી જમાડે છે. પાર્થે કહ્યું, આર્યા તારા હાથે મને ખાવું ગમે છે પણ મને એવો આનંદ નથી આવતો જેવો મને મારી મમ્મી જમાડે ત્યારે આવે છે. હા પાર્થ દરેક બાળકને સૌથી વધારે આનંદ બે જ સમયે આવે છે એક માતાના ખોળામાં બાળક રમતું હોય ત્યારે અને બીજું જ્યારે માતા તેને પોતાના ખોળામાં બેસાડીને પોતાના હાથથી ખવડાવે ત્યારે. અરે હા આર્યા આ બાળક પરથી યાદ આવ્યું કે લક્ષમણકાકા જે અનાથાશ્રમના માલિક છે અને મારા માટે પિતા સમાન છે તેમના પર હુમલો થયો હોવાથી સવારથી હું બહાર જ હતો તેમણે મને થોડા સમય માટે અનાથાલય ની જવાબદારી સોપી છે તારે કાલે મારી સાથે આવવું હોય તો આવજે કાલે એક બાળકને દત્તક લેવા એક વ્યાપારી આવવાના છે તેમને મળવા માટે જવાનું છે. ઓકે પાર્થ હું તો તમારી સાથે જ આવીશ . સારું હવે ચાલ બેઠકરૂમમા જઈએ ત્યાં જ હુ તને બાકીની વાતો જણાવું છું. પાર્થ આર્યા ને બધી વાત જણાવે છે. હાલ સાંજના સાત વાગી રહ્યા છે. એકતાબહેન આર્યા ને જમીને જ ઘરે જવા માટે કહે છે. એકતાબહેન કહે છે ,તમારે બંનેને એક્ઝામ આવે છે તો તેના પર ધ્યાન આપજો. ઓકે મમ્મી . બંને એક સાથે બોલે છે. એકતાબહેન હવે કામ કરવા લાગે છે . પાર્થ આર્યા સાથે બગીચામાં ફરવા માટે જાય છે. તે બંને જણા પ્રેમ ભરી મીઠી વાતો કરતાં કરતાં બગીચામાં ફરી રહ્યા છે . ત્યાં પાર્થ પેલા અક્ષય ને એક છોકરી સાથે વાતો તથા રોમાન્સ કરતા જૂએ છે . પાર્થ અક્ષય ને તેના ઘરે મૂકવા ગયો હતો ત્યાં પાર્થે અક્ષયની પત્ની નો ફોટો જોયો હતો પણ બગીચામાં અક્ષય સાથે રોમાન્સ કરતી સ્ત્રી અક્ષયની પત્ની ન હતી. પાર્થ આર્યા ને ઝડપથી હાથ પકડીને ઝાડીઓ પાછળ લઈ જઈને સંતાઈ જાય છે અને અક્ષય તથા પેલી સ્ત્રી ના ફોટા ક્લિક કરે છે. આર્યા પાર્થને પૂછે છે અરે પાર્થ આ શું કરી રહ્યો છે? આર્યા આ વ્યક્તિ પર મને શક છે કે આ વ્યક્તિ એ જ મારા લક્ષમણકાકા પર હુમલો કરાવ્યો હશે. હુ જયારે તેને પુછપરછ માટે લઇ ગયો હતો ત્યાં તો તે સાવ ભોળો બનીને વાતો કરતો હતો. ચાલ આપણે હવે ઘરે જવું જોઈએ એમ કહી આર્યા પાર્થનો હાથ પકડીને ઘરે લઈ જાય છે. પાર્થ આર્યા બંને સાથે ભોજન કરે છે અને એકતાબહેન હવે આર્યા ને ઘરે છોડી દેવા પાર્થને જણાવી દે છે. પાર્થ બાઇક કાઢી આર્યા ની રાહ જોવે છે. પાર્થ પોતાના મિત્ર ને કોલ કરી અક્ષય પર નજર રાખવા કહે છે. ત્યાં પાછળથી આવીને આર્યા બેસી જાય છે. અરે મેડમ મારાથી થોડા દૂર બેસો રસ્તામાં ઘણા સ્પીડ બ્રેકર આવે છે. પાર્થ હું તો તમને ચોટીને જ બેસીશ આ આર્યા પર તમારો સંપૂર્ણ અધિકાર છે. હા આર્યા એ વાત સાચી પણ આ અધિકાર નો ખોટી રીતે ઉપયોગ ન કરવો જોઈએ આમ પણ લગ્ન પછી આપણને કોણ રોકવાનું છે. હવે પાર્થ આર્યા ને ઘરે મૂકી પાછો આવે છે.રાત્રે પાર્થ રમેશભાઈને બધી વાત જણાવે છે . રમેશભાઇ પાર્થને આવા લોકોથી જરા સાચવીને રહેવા જણાવે છે. પાર્થ બીજા દિવસે સવારે બ્રશ કરતો હોય છે ત્યાં તેના મિત્રનો ફોન આવે છે. હલો પાર્થ આ અક્ષય ના વર્તન પરથી મને તેના પર શક થાય છે કે કદાચ તેણે હુમલો કરાવ્યો હશે . તે બારમાં ઘણા ગુંડાઓ સાથે મુલાકાત ગોઠવતો હોય છે .ઓકે હજી અક્ષય ફર નજર રાખ અને તેના વિશે વધુ માહિતી મને આપ . પાર્થ આર્યા ને ફોન કરીને તૈયાર રહેવા જણાવે છે. પાર્થ આર્યા ને ગાડીમાં બેસાડીને અનાથાલય જવા નીકળી પડે છે . લગભગ સાડા અગિયાર વાગ્યે પાર્થ અને આર્યા અનાથાલય પહોંચી જાય છે પણ આર્યા ને પેલા બાળકો ના મુખ પર પેલા દિવસ જેવું હાસ્ય જોવા નથી મળતું. બધા બાળકો કે હજુ જેમને પુરતી સમજણ પણ નથી પડતી તેઓ લક્ષમણકાકા પર થયેલા હુમલા ને કારણે દુઃખી છે . પાર્થ અને આર્યા થોડી વાર સુધી તે બાળકો સાથે રમે છે અને તેમના મુખ પરથી ઓઝલ થયેલા હાસ્યને પાછું લાવી દે છે. પાર્થ હવે રમણભાઈ ની પાસે જાય છે. પાર્થ પાછો આ બાળકોનું ધ્યાન રાખવા કહે છે. પાર્થ ઑફિસમાં થી બહાર આવી પેલા વ્યાપારી કે જેમનું નામ અખિલેશભાઈ હતું તેમને ફોન લગાવી તેઓ કેટલા વાગ્યે આવવાના છે તે પૂછીને ફોન કટ કરી દે છે.
વધુ આવતા અંકે......
નમસ્તે મિત્રો તમે મારો સંપર્ક gizapodul@gmail.com દ્વારા કરી શકો છો. તમે આ નવલકથા ને જે પ્રતિસાદ આપ્યો છે તે બદલ હું આપનો આભાર વ્યક્ત કરું છું.
ધન્યવાદ....💐💐💐💐💐.