Chanothina Van aetle Jivan - 7 in Gujarati Moral Stories by Vijay Shah books and stories PDF | ચણોઠીનાં વન એટલે જીવન - 7

Featured Books
Categories
Share

ચણોઠીનાં વન એટલે જીવન - 7

ચણોઠીનાં વન એટલે જીવન

પ્રકરણ 7

વિજય શાહ

સંવેદન ૧૩ અમેરિકા ગમનની તૈયારી

જ્વલંત પાસે થોડુંક આગોતરું જ્ઞાન રહેતું અને તેને સમજાઈ જતું કે પવન કઈ દિશામાં વહે છે

તે દિવસોમાં તેના મામાનો દિકરો હીતેશ વાત લાવ્યોકે વડોદરામાં સ્ટોક એક્ષ્ચેંજ આવે છે તેણે રોકાણ ખાતર ૧૦૦૦૦ રુપિયા ની ફીક્ષ્ડ ડીપોઝીત કરાવી. થોડા સમયે તેની વાતો નેશનલ સ્ટોક એક્ષ્ઘેંજ તરફ વળી. ઇજ્નેર હોવાને કારણે ટેક્નોલોજી ને કારણે નેશનલ સ્ટોક એક્ષ્ચેંજ્ની ગતિવીધી સમજી ગયો.એક કરોડ રુપિયામાં મર્યાદીત સમયમાં જેમને શેર બજાર નો અનુભવ હોય તેઓને સભ્ય્પદ મળી શકે.

એક મિત્ર કહે અમેરિકામાં ૨૦ મિત્રો પાસેથી ૫૦૦૦ ડોલર લઈ આવો એટલે કરોડ રુપિયાનો રસ્તો આસાન થઈ જાય. અને તે મિત્રો માટે પાંચ હજાર ડોલર વધુ ન કહેવાય અને સામે મેંબરશીપ છે તેના ભાવો તો વધતા હોય છે ,તેમાં તમે તેમને ભાગ આપો એટલે સહું નું કલ્યાણ,આ વિચાર જ્વલંત ને ગમી ગયો. અને ચાર્ટર એકાઉંટં પાસે કોર્પોરેશન બનાવ્યું અને ટીકીટો કઢાવી અમેરિકાની..૨૦ મિત્રોને ઇ મેલ થયા અને ૧૫ દિવસમાં તેમને સંપર્ક માટે વુઝા ( વીઝીટ યુ એસ એ. માટે ) જરુરી કાગળીયા તૈયાર કરવા લાગ્યો.હીના કહે મારો રાજ્જો તોફોરેન રીટર્ન) થઈ જવાનો…

૧૪ સંવેદન મેંબરશીપ ની વધનારી આવક

૭૨૦૦૦ રુપિયાનું પાણી કરીને જ્વલંત ભારત પાછો આવ્યો ત્યારે નેશનલ સ્ટોક એક્ષ્ચેંજ નાં નિયમો હળવા થઈ ગયા હતા. સ્ટોક એક્ષ્ચંજ નો અનુભવ ગૌણ હતો અને ૩ કરોડ ની એસેટ મહત્વની થઈ ગઈ હતી, ગામે ગામ જે ૩ કરોડ આપે તેને એક્સેસ મળવાનો હતો. જ્વલંત નું આંતરમન ના પાડતુ હતું કારણ કે એસેટ વધારવા ચાર્ટર એકાઉટંટ ચોપડે હેરાફેરી કરવાનું કહેતો હતો.

જ્વલંત સમજી ગયો હતો ટેકનીકલી સપ્લાય વધુ ત્યાં નફો ઘટે.હીનાની એક ટકોરે જ્વલંતનું મન ખાટું થઈ ગયું. જે ની શરુઆત જુઠનાં આધારે શરુ થાય તેનો અંત પણ વિપરીત થાય. ચાર્ટર્ડ એકાઉંટંટ તો તાજ પહેરાવે પણ જવાબદારી તો જ્વલંતની આવે ને? અને મેંબરશીપ ની વધનારી આવક ઉપર આ બધા મિત્રોએ પૈસા રોક્યા છેને? અમેરિકામાં મિત્રો નાં પૈસા તો મળવાનાં વાયદે વડોદરામાં કાગળીયા તૈયાર કરવા લાગ્યો.

દ્વીધા એ હતી કે તાલિમ લીધા પછી નવેસરથી કામ કેવી રીતે શરુ થશે? ટુલ કંપની તો સરસ ચાલતી હતી.હવે હીના ઘરાકી સંભાળતી હતી. બધો વહીવટ ઑટૉમેટીક થતો હતો

સંવેદન ૧૫ અમને તો બીજા સંભાળી લેશે.

અમેરિકા જવાનાં કાગળિયા બે મહીનામાં આવી ગયા ત્યારે જ્વલંતને નવાઇ લાગી.સામાન્ય રીતે આવા કાગળીયા આવે ત્યારે મહત્તમ છ મહીના લાગતા હોય છે. એક દ્વિધા મન ને ઘેરી વળી બરાબર અર્ધી જિંદગી વહી ગઈ, બાપાની પાછલી જિંદગી જૌઉં કે છોકરાનું ભવિષ્ય જૌઉં? દીકરી સોળ વરસની દીકરો ૧૨ વરસનો પછીએક દીકરી ૧૦ વર્ષની અને છેલ્લા બે દીકરા ૮ વર્ષનાં. તે પાંચેય ને ભણવા અન્યને ભરોંસે મુકવા કે મા બાપ ને અન્ય નાં ભરોસે મુકવા?

સંસ્કારી વલણો જ્વલંતને રોકતા હતા, હજી આ સમય છોકરાઓને ઉચ્ચ ભણતર આપવા માટે યોગ્ય છે પણ અર્ધી જિંદગી વહીગયા પછી ફરી નવેસરથી નવી જિંદગી શરુ કરવાની?

બાપાએ કાગળો જોયા અને જ્વલંતને ગુંચવાતો જોયો. બાપા સમજતા હતા કે દીકરો લાગણી શીલ છે પણ આ નિર્ણય વિચાર માંગી લે તેવો છે. મોટો દિકરાની દુબાઇ ટ્રેનીંગ પતી ગયા પછી અમેરિકા જવાનો હતો. તેની સાથે ફોન ઉપર વાત કરી ત્યારે દીકરો તો સ્પષ્ટ હતો..૪૫ વર્ષે નવી કારકિર્દિ શરુ કરવી એ અઘરી વાત છે પણ તેના બાળકો માટે સારી તક છે.. એ દ્વિધાનો અંત બાપાએ જ આપ્યો. “અમે તો પીળુ પાન અમારા તરફની તારી જેમ ફર્જ છે તેમ તમારા ભુલકાઓ તરફ પણ તારી ફરજ છે મારી પાસે તો પાચ સંતાનો છે તું તારી રીતે બીજી ફરજો બજાવ. અમને તો તકદીર માં જેમ હશે તેમ થશે અમને તો બીજા સંભાળી લેશે..

સંવેદન ૧૬ પરદેશ ગમન તેની મુક્તિનું દ્વાર

અમેરિકા જવા માટે હીનાએ ક્યારેય રસ બતાવ્યો નહોંતો પણ કાગળ આવ્યો અને તે બોલી મેં તો દીકરા અને દીકરી ને અંગ્રેજી શાળા માં આટલા માટે જ મુક્યા હતાને? આપણું ભાવી સુધરે કે નહીં પણ તેમનું ભાવીતો ચોક્કસ સુધારવાનું ને?

અમેરિકાનો વિઝા લેવા ગયા ત્યારે આખી રાત લોકોનાં ટૉળામાં કાઢવાની હતી. સવાર પડી અને ધક્કામુક્કી કરતા ઘણાં બધા એમ્બસીની ઓફીસમાં ઘુસ્યા.નસીબ જોગે પહેલા સો માં નંબર લાગી ગયો અને મનમાં હાશ થઈ ગઈ. હવે આપણ ને કોઇ બાપ પણ પાછા કાઢશે નહીં.કાગળીયા ઉપર મેડીકલ કરવાનું હતું ફીંગર પ્રિંટ અને ફોટા પડાવીને આપવાનાં હતા.

હીના હવે સમજ્વા માંડી હતી. જે સંયુક્ત કુટુંબમાં બાઘાની જેમ ૧૫ વર્ષ કાઢ્યા તે તપસ્યાનું ફળ હવે મળવામાં છે. જ્વલંત તે સાંજે પાંચ બાળકોની સાથે હીના સાથે વાત કરતો હતો. એક તબક્કો હવે એવો આવી રહ્યો હતો જ્યાં બધું બદલાઈ જવાનું હતું. આ બદલાવ સહેલો નહોંતો..સૌ દેશી હતા અને હવે પરદેશમાં પરદેશી થવાનું હતું. તે હળવે થી કહેતો હતો ભારતમાં જે સહજ હતુ તે અહીં સહજ નહી હોય. જાતે તૈયાર થવાનું અને ભણવાનું.

સંવેદન ૧૭ અંગ્રેજી મીડીયમમાં મુકવાનો નિર્ણય

જ્વલંત સમજતો હતો કે જિંદગી નો આ મોટો વણાંક હતો. ૪૫ વર્ષે ફરી થી નવેસરથી ગોઠવવાનું હતું.અહીં બા બાપા નહોંતા જાણે કે માથા પરથી મોટો છાંયો જતો રહ્યો હતો. પહેલી વાર મોટાં નિર્ણયો લેવાની તેની શક્તિ વિષે જાણ થઈ જ્યારે દીકરીને સ્કુલમાં અગીયારમી માં એક વર્ષ વધુ ભણવાનું સુચન થયું.

કાઉંસેલર સાથે આ બાબતે તેને વાંધો છે ત્યારે કાઉંન્સેલરે કહ્યું કે ઇંગ્લીશ એઝ અ સેકંડ લેંગ્વેજ ની પરિક્ષા આપ્યા પછી તેને ૧૨ માં મોકલી શકાય,ત્યારે તરત જ જ્વલંતે કહ્યું તે અંગ્રેજી મિડીયમમાં ભણી છે તેને ટેસ્ટ લેવડાવો અને તે જરુર પાસ થશે.

પંદર દિવસે તે સારા માર્કે પાસ થઈ ત્યારે તેને બારમામાં પ્રવેશ મળ્યો.જ્વલંત હીનાને શાબાશી આપતો હતો કારણ કે અંગ્રેજી મીડીયમમાં મુકવાનો નિર્ણય તેનો જ હતો અને તે નિર્ણય સાચો પડ્યો, બધા બાળકો અંગ્રેજી શાળામાં ભણતા હતા તેથી નવી સ્કુલમાં પ્રવેશ બધાને એક સાથે મળી ગયો.એપાર્ટ્મેંટમાં થી સ્કુલ બસ આવતી હતી. બધાજ બાળકો જુદી જુદી શાળામાં હતા પણ દરેક શાળા માં એક જ બસ જતી હતી. બધાના યુનિફોર્મ એક સરખા હતા તેથી પાંચેય તૈયાર થઇને નીકળતા ત્યારે લાગતું કે એક જ તાકામાં થી પાંચેય કટ પીસ નીકળ્યા હતા.

અંગ્રેજી મિડીયમમાં ભણતર હોવાથી તરતજ મિત્રો થઈ ગયા. થોડાક ઉચ્ચારોમાં ફેર પડતો પણ વાત તરત સમજાતી તેથી જરા પણ અઘરું ન પડ્યું.

હીના કહે મેં તો મારો શોખ પુરો કર્યો હતો. ગામડા ગામમાં અંગ્રેજી મિડીયમ ની સ્કુલ ના હોય તેથી શહેરમાં આવીને મારા છોકરાઓ ને અંગ્રેજીમાં ભણાવ્યા તે કામ લાગ્યા.

શ્વેત અને શ્યામ ની જોડી ચોથામાં હતી ત્યારે છાયા છ્ઠ્ઠામાં દીપ આઠમામાં એટલે ત્રણેય એક સ્કુલમાં જ્યારે રોશની ૧૨ મામાં એટલે મીડલ સ્કુલમાં.

હીનાએ કપડાનાં ડિપાર્ટમેંટલ સ્ટોરમાં જોબ લીધી. જ્વલંત પેટ્રોલ પંપ પર તેના ભાગે પહેલા છ મહીના સૌને લેવા અને મુકવા જવાનું આવ્યું રાતની જોબમાં ઉજાગરો કરીને દિવસે થોડુંક ઉંઘીને લાઈબ્રેરીમાં ભણતો.

છ મહીના કપરી જિંદગી જીવીને બધા સાંકડે માંકડે અમેરિકન જિંદગીમાં ગોઠવાયા.

આ છ મહિના દરમ્યાન ત્રણ કાર આવી. જેના હપ્તા ભરવામાં હીનાનો પુરો પગાર વપરાઇ જતો.રોશની કાર ચલાવતા શીખી ગઈ અને અકસ્માત માં પહેલી વખત સપડાઈ. જ્યારે દીપને ૫૦૦૦ ડોલરની સ્કોલરશીપ મળી. કોંપ્યુટરમાં જ્વલંતની જેમ જાતે મથતો અને કોંપ્યુટરની વિવિધ ભાષાઓ શીખતો અને શીખવાડતો..નવું લેપ ટોપ લેવા આ ટ્યુશનોમાંથી મથતો..જ્વલંતે આ જાણ્યું ત્યારે ક્રેડીટ કાર્ડ ઉપર લોન લઈને લેપટોપ અપાવ્યું. તે લેપ્ટોપ એની જરુરિયાત નહોંતી પણ બાપ તરીકે એને ગમતું રમકડું અપાવ્યાનો આનંદ હતો.

છાયા હીનાની જેમજ દેખાવડી અને ચબરાક હતી પણ મોટીબેન સાથે ફાવતું નહીં અને હીના તેની બેનોનું બચપણ યાદ કરે.તેની ચારેય મોટીબેનો સાથે ફાવતુ નહીં જો કે તે સૌ બહેનો સાસરવાસી હતી પણ નાના મોટે પાયે ગરબડો ચાલતી રહેતી. સાસુમા તો કહેતા કે આ બહેનો નહી ગત ભવની શોક્યો ભેગી થઈ છે.હવે તો લઢવાનું છોડો…પણ બિલાડીની જેમ ઘુરકીયા ચાલુ જ રહે.

આ બાજુ શ્યામ પણ શ્વેત સાથે કાયમ કોંપ્યુટર માટે ઝગડે. દીપ તો મોટો ભાઈ એટલે પાસવર્ડ થી એક્સેસ ના આપે અને ધમકી પણ આપે કે બગડી જશે તો ૧૫૦૦ ડોલરનું નુકશાન કોણ ભરશે?

હીનાને ક્યારેક લાગતું કે છાયા પછી કુટુંબ નિયોજન નું ઓપેરેશન કરવા તેઓ ગયા પણ હાય કરમની કઠણાઈ …તેમને સફળતા ન મળી અને શ્વેત –શ્યામની સવારી આવી ગઈ.

રોશની ઈંડિયન ગ્રોસરી સ્ટોરમાં લાગી ત્યારથી ગ્રોસરી અને હિંદી ફિલ્મો તેની જવાબદારી બની હતી. અંગ્રેજીમાં તેનો દેશી એક્સેંટ હતો તેથી ચાલી ગયુ.પણ દીપ તેને કાયમ કહેતો રોશની દેશી ભાષા છોડ અને પરદેશમાં અહીંની ભાષા બોલ તો જલ્દી સારી જગ્યાએ ઢંગની જોબ મળે.

સંવેદન ૧૮ પ્રસંગની મઝા લીધી. ચચરાટ સાથે.

એક વરસે ગ્રેજ્યુએશન થયુ. ત્યારે બંને ભાઇ બહેન ઉત્તિર્ણ થયાં કેપ અને ગાઉન પહેરી બંને ગ્રેજ્યુએટ થયા. એક સ્કુલ્માં થી અને બીજી હાઇસ્કુલમાં થી.

જિંદગી બતાવે છે તે રંગો જોતો જ્વલંત ટોપી ઊછાળતી રોશની ને ગ્રેજુએટ થતી જોઇ રહ્યો. એક ક્ષણ નાં ખેલ માટે કેપ અને ગાઉન નાં ૧૭૫ ડોલરનું મોત હીના ને અને જ્વલંતને ના ગમ્યુ.

મિત્રો સાથે ફોટા પડાવતા બંનેનાં ચહેરા પર જે આનંદ હતો તે અવર્ણનીય હતો. આમ જુઓ તો હીનાનો એક અઠવાડીયાનો પગાર હતો. અને છોકરા માટે તેઓ ખર્ચી પણ શકે તેમ હતા.

આ બદલાવ હતો..થોડી કરકસર છોડી પ્રસંગની મઝા લીધી. ચચરાટ સાથે. અને કલ્પના પણ કરી લીધી ભીંત ઉપર તે બે ફોટા કેવા સરસ શોભશે…અમેરિકન ડીગ્રી અને તેની યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન…

******