Corona.com - chapter -1 in Gujarati Fiction Stories by jignasha patel books and stories PDF | કૉરોના ડૉટ કૉમ - પ્રકરણ -1

Featured Books
Categories
Share

કૉરોના ડૉટ કૉમ - પ્રકરણ -1

'આ થેપલાં તો ખા...
' ના માં બસ... '
'ને આ શું શૂપ તો પીધું જ નથી '
' બસ... બસ માં પેટ ભરાઈ ગયું... '
'શું બેટા... સમજાવી સમજાવી થાકી ગઈ... ઠીકથી જમતી પણ નથી '
'માં ટિફિન લીધું છે ને... ઓફિસમાં જમી લઈશ... '
નૈના ફટાફટ ડાઇનિંગ ટેબલ પરથી ઊભી થતી જ હતી કે માં ફરી બોલી...
' બેટા આ જ્યુસ તો પી લે... '
' શું માં તું પણ..., લાવ... 'કહી માંના હાથમાંથી જ્યુસનો ગ્લાસ લઇ એકી શ્વાસે બધું જ્યુસ પી ગઈ.
'ડ્રાઈવર ગાડી બહાર લાવ...' પોતાનું બેગ લેતા નૈનાએ બૂમ પાડી.
'જી મેડમ...' કહેતાં ડ્રાઈવર ગાડી લેવા દોડ્યો.
'બાય.. માં... ટેક કૅર... ને હા કામ જ ન કરતી રહેતી આરામ પણ કરજે... ' કહેતાં કહેતાં ગાડીમાં બેસી ગઈ.
ગાડી માંડ દરવાજાની બહાર જ નીકળી હશે ત્યાં જ ફોન આવ્યો...પણ કોઈ પણ ફોન લેવાનું એને બિલકુલ પણ મન નહોતું એટલે એણે કોનો ફોન છે એ પણ જોયું નહીં. પણ બીજી જ પળે થયું કદાચ ઓફિસથી હોય શકે યા જરૂરી ફોન હશે તો ? એણે તરત મોબાઈલ પર્સમાંથી બહાર કાઢ્યો. જોયું તો અવિનાશનો ફોન હતો. ઓફિસ પહોંચી ફોન કરી લઈશ એમ વિચારી મોબાઈલ બાજુમાં મુક્યો. ગાડી આગળ વધી રહી હતી. સાવ માનવ વિહોણા, વાહન વિહોણા રોડ ને જોઈને એ કંપી ગઈ . પાંચ વર્ષથી ટી. પી. ડબ્લ્યુ. ન્યૂઝમાં જોબ કરતી... રોજ આજ રોડેથી જતી... પણ આટલા નિર્જીવ તો ક્યારેય નહોતા લાગ્યાં આ રોડ...કોરોના વાયરસના કહેરના કારણે થયેલા લોકડાઉનના પગલે શહેર સાવ શાંત થઇ ગયું હતું. હંમેશા કિલ્લોલ કરતું શહેર આમ સાવ થંભી ગયું એ જોય ક્યારેક એની આખો વિશ્વાસ નહોતી કરતી. ક્યારેક થતું કે ક્યાંક એ સપનું તો નથી ને ? ગઈ કાલે જ સ્મિતાને એણે પૂછ્યુંયે ખરું... 'યાર સ્મિતા ક્યાંક આ સપનું તો નથીને ?શું દેશ અને દુનિયામાં ખરેખર કોરોના વાયરસ ફેલાયો છે કે આ કોઈ સપનું છે ? ' કાશ આ સપનું જ હોત તો સારું હોત નૈના... પણ આજ કડવું સત્ય છે... દુનિયાના લાખો લોકો કોરોનાના કહેરમાં ભીંસાય રહ્યા છે. 'હા સારું હોત સપનું હોત પણ આ તો... ' હવે તો બહુજ અસહ્ય લાગતું હતું એને આ બધું પણ ક્યાં એનો કોઈ ઉપાય હતો ?એ વધુ વિચારે એ પહેલા એક જોરદાર આંચકા સાથે ગાડી ઊભી રહી...
'શું થયું ?' તરત એણે ડ્રાઈવરને પૂછ્યું.
' કઈ નહીં મેડમ એક કૂતરું ગાડી સામે આવી ગયું હતું અચાનક 'ડ્રાઈવરે જવાબ આપ્યો.
' ઓકે... ઓકે...સાચવીને ચલાવ ગાડી... ' ' જી મેડમ... '
ગાડી આગળ વધતી ગઈ...સબ્જી માર્કેટને ક્રોસ કરી આગળ વધી. એ જોઈ રહી સ્ત્રીઓ શાકભાજી લેવાના સમયે કરતી ભાવતાલ અને શાકભાજી વાળાઓની રકઝકથી હંમેશા કલરવતું આ બજાર મૌન વ્રત લઈને બેઠું હોય એમ સાવ ચૂપ હતું. આસપાસ જોતાં જોતાં અચાનક એની નજર એક વૃધ્ધ પર પડી...
'એક મીનીટ... ગાડી ઊભી રાખ...'
'જી મેડમ ... ' કહેતાં ડ્રાઈવરે ગાડી રોકી.
એ ગાડીમાંથી બહાર ઉતરી.એક હાથે ગાડીનો દરવાજો બંધ કરતાં કરતાં બીજા હાથે પોતાનું માસ્ક ઠીક કર્યું. એ વૃધ્ધ પાસે ગઈ. એ વૃધ્ધના આંખોમાંથી આંસુ વહી રહ્યા હતાં...
' શું થયું કાકા.... ?'
'બેટી હું અહીં છેલ્લાં ઘણાં વર્ષથી અહીજ શાકભાજી વેચું છું. હું સાવ નાનો હતો ત્યારથી અબ્બા જોડે શાકભાજી વેચતો... અહીં જ જવાની ને બુઢાપો જોયો. આ જ શાકભાજીની લારીએ અમારું પેટ ભર્યું. દીકરા દીકરીના નિકાહ કરાવ્યા... બધા અલગ થયા. ઘરમાં મારી બેગમ ને મારી મોટી દીકરી જે અપંગ છે અને હું એમ ત્રણ જણ છીએ. અહીં શાકભાજી વેચી કમાઈને અમારું ગુજરાન ચાલતું.... પણ બેટા છેલ્લાં ચાર દિવસથી મારી પાસે કોઈએ શાકભાજી ખરીદ્યું નથી...કેમ કે હું મુસલમાન છું... અમારી કોમના અમુક લોકોની ગલતીની સજા અમને કેમ બેટી ? અમારી શું ગલતી ? બે દિવસથી કશું ખાધું નથી બેટા '
એ વૃધ્ધના સવાલોએ અને હાલાતોએ એને હચમચાવી નાંખી.કોઈ કોમ માટે આટલું ઝેર લોકો લાવતા ક્યાંથી હશે. આ સમય કોમના ભેદભાવનો નહીં એકતાનો છે. ઇન્સાનિયતનો છે આ વાત લોકોને કેમ સમજાતી નથી. એ વિચારતી રહી. ને વૃધ્ધની સામે જોતાં દિલાસો આપતાં બોલી... ' ચાચા ચિંતા ન કરો... બધું ઠીક થઇ જશે... ઝટ કરતાં ગાડી પાસે દોડી અને માં એ આપેલું ટિફિન વૃધ્ધને આપતાં બોલી 'આ જમી લો ચાચા... અને તમે ચિંતાના કરો... કહી પર્સ માંથી પૈસા આપતાં કહ્યું રાસન લઇ લેજો ચાચા...'
કહીએ ઓફિસે જવા તો નીકળી ગઈ...પણ ક્યાંય સુધી એ વૃદ્ધના આંસુઓએ એનો પીછો છોડ્યો નહીં. એ ઓફિસ પહોંચી...
ઓફિસમાં જતાંની સાથે જ પહેલા એ વોશરૂમમાં ગઈ. મોં ધોયું...અરીસા સામે તાકી રહી... આવી જ રોજ ની અનેક દુઃખદાયક જીવતી કથાઓ એને હચમચાવી નાંખથી પણ તટસ્થ થઇ સમાચારો વાંચવા પડતા. ક્યારેક તો માંડ માંડ પોતાની જાતને સાંભળતી ને સમાચાર પુરા થતાં વોશરૂમમાં જઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડતી...આજેય એની આખો ભરાઈ આવી... પણ માસ્ક અને કાળાચશ્માં ની આડમાં ઈમોશન છુપાવી સીધી વોશરૂમમાં આવી. એના એક એક આંસુનો હમરાઝ વોશરૂમ એને આખી ઓફિસમાં સહુથી પ્રિય લાગતો... આખો લૂછી. ફરી મોઢું ધોયું... થોડું ટચ-અપ કરી એ બહાર આવી. ચેર પર બેસતાં એણે પ્યુન ને પૂછ્યું...
'સ્મિતા હજી નથી આવી... '
'આવી ગઈ છે મેડમ પણ સોલંકી સાહેબે એમને એમના કેબીનમાં બોલાવી છે '
' ઓકે... મારા માટે એક કોફી મોકલ... '
' ઓકે મેડમ... '
કોફી પીતાં પીતાં યાદ આવ્યું કે અવિનાશને ફોન કરવાનો છે... કોફી પી લીધી અને ફોન કરતી જ હતી કે ત્યાંજ સ્મિતા આવી... અને કહ્યું...
' નૈના સોલંકી સાહેબ બોલાવી છે... અર્જન્ટ મિટિંગ છે... '
' હા આવી... ' કહેતાં એ અંદર ગઈ... ત્યાં પહેલેથીજ ઓફિસ સ્ટાફ મિટિંગ માટે આવી ચુક્યો હતો... એ જઈ ને ચેર પર બેઠી...
'આમ અચાનક અર્જન્ટ મિટિંગ...?' નૈના એ બાજુમાં બેઠેલી સ્મિતાને પૂછ્યું.
* * *