Kartavya - ek balidan - 1 in Gujarati Fiction Stories by Ankit Chaudhary શિવ books and stories PDF | કર્તવ્ય - એક બલિદાન - 1

Featured Books
Categories
Share

કર્તવ્ય - એક બલિદાન - 1

કર્તવ્ય નિભાવવું એ એક એવું દાન છે જે કરવાથી આપડો જ ફાયદો થાય છે...... કર્તવ્ય નિભાવે એનું નામ જ ખરું સંતાન ....

કરી નાખીશ મારું બધું કુરબાન ,
મારું હર એક કર્તવ્ય નિભાવવા માટે.
સપના ઉપર પાણી ફેરવી દઈશ,
મારું હર એક કર્તવ્ય નિભાવવા માટે.

whatsapp :- 9624265491
gmail :- iamsoankit@gmail.com

આ વાત છે ૧૬ વર્ષ ની માસૂમ મેધા ની જેને હજુ તો સમજણ પણ માંડ માંડ આવી છે...... અને તેનો દારૂડિયો બાપ તેના લગ્ન ૫૦ વર્ષ ના પુરુષ સાથે કરાવી દે છે..... એના બાપ ની એવી તો શું મજબૂરી હશે કે માસૂમ ફૂલ ને દુઃખ ના દર્દ માં ધકેલી દીધું ? આખા ગામ ના મોઢે બસ આ જ વાત હતી....

મેધા ની સહેલી તેજલ એના ઘરે આવે છે અને મેધા ને પૂછે છે કે તું તારા થી મોટા ૫૦ વર્ષ ના પુરુષ સાથે લગ્ન કરી રહી છે? હા.... મેધા એ જવાબ આપ્યો .. પણ કેમ ? તેજલ એ આશ્ચર્ય થી પૂછ્યું ! બસ હું દીકરી નું કર્તવ્ય નિભાવી રહી છું.... મેધા એ નમ્ર થઈને જવાબ આપ્યો... પણ એ તારા પિતા કરતા પણ ૭ વર્ષ મોટા છે ! તેજલ એ કહ્યું .. ઉંમર તો માત્ર ખાલી નંબર છે.... મેધા એ જવાબ આપ્યો.. તો તારી ખુશી નું શું ? તેજલ એ પૂછ્યું.. મારી ખુશી તો મારા પિતા માં છે; જે મને આ દુનિયા માં લાવ્યા, ભણાવી ગણાવી અને આટલી મોટી કરી બસ આજ છે મારી ખુશી! અને મારા પિતા એમની સાથે મારા લગ્ન કરાવે છે તો એ મારી માટે એક દમ ઠીક હશે ! મારા પિતા મારું સારું જ ઇચ્છતા હશે !! મેધા એ જવાબ આપ્યો....

એક તરફ મેધા ના લગ્ન ની તૈયારી થઈ રહી છે તો બીજી તરફ એનો થનારો ૫૦ વર્ષ નો પતિ જગો એની પહેલી પત્ની ને ખુશ કરવા આ લગ્ન કરી રહ્યો છે...... હા મેધા નો થનારો પતિ જગો પહેલાંથી જ પરણેલો હતો..... મેધા ના પિતા આ વાત જાણે છે પણ એ એટલા બોજ હેઠળ ડૂબી ગયા હતા કે એમને એમની એક ના એક દીકરી મેધા નેં ૭ લાખ રૂપિયા માં વેચી ખાધી..... મેધા એના પિતા ની લાજ રાખવા માટે આ લગ્ન કરી રહી છે, કેમકે એણે દીકરી હોવાનું કર્તવ્ય નિભાવવાનું છે......

હું મારું કર્તવ્ય નિભાવવા માટે
મારો જીવ નેવે મૂકી દઈશ .
હું મારા પિતા ની લાજ રાખવા
મારા સપનાઓ ભુલાવી દઈશ.
~~ મેધા ~~

હિંચકા પર જુલતી મેધા ના મોં પર બસ આ શબ્દો જ ફર્યા કરે છે... મેધા જેવી જ કોઈ છોકરી ભાગ્યે જ હસે આ દુનિયા માં જે પોતાના હર એક કર્તવ્ય નિભાવવા માટે તત્પર હોય ! મેધા ના મોં પરથી ફરતા આ શબ્દો એનો દારૂડિયો બાપ સાંભળી લે છે..... બેટા મને માફ કરજે પણ હવે જગો જ તારું બધું છે. તારે એમને ખુશ રાખવા પડશે. એ તારા પિતા ની ઉંમર ના છે તો પણ તારે તેમને આદર આપવો પડશે. બાપુ તમે ફીકર ના કરો હું ક્યારેય એવું નહિ કરું જેના લીધે મારા બાપુ નું માથું શરમ થી ઝૂકી જાય.... ખુશ રહેજે બેટા અને તારા આ આખરી દિવસ ને હું યાદગાર માગું છું.... બસ મને એટલી યાદ આપો કર મને કરિયાવર માં આ દારૂ છોડવાનું વચન આપો ..... દીકરી નું ઉદાર મન અને પોતાની ભાવનાઓ સમજી, મેધા હું તને વચન આપું છું કે આજ પછી ક્યારેય દારૂ ને હાથ નઈ લગાવું....અને બંને બાપ દીકરી એક બીજાને ગળે બાથ ભરાઈને રડી પડે છે.....

પાપા ના ગયા પછી મેધા રૂમ માં સુવા માટે જાય છે , પણ તેને ઊંઘ આવતી નથી... તે આખી રાત વિચારો કરે છે કે જે હું કરી રહી છું એ ઠીક છે ? અને પછી અંદર થી જ અવાજ આવતો કે તું ભૂલ ના તારું કર્તવ્ય......

બીજા દિવસે સવારે મેધા ની સહેલી તેજલ એણે તૈયાર કરવા આવે છે.... આજે તો તારા મનમાં ફટાકડા ફૂટતા હશે ને ? તેજલ એ પૂછ્યું .. હા કેમ નઈ આજે મારા લગ્ન છે , હું બઉ ખુશ છું કેમકે હું મારા કર્તવ્ય નિભાવવા માં સફળ રહી... મેધા એ બહુ પ્રેમ થી જાવાબ આપ્યો... ચાલ એ બધું જવા દે જીજાજી ને માથા માં બધા સફેદ બાલ હશે કે પછી ડાઈ કરીને આવશે... તેજલ એ રમૂજ કરતા કરતા પૂછી લીધું .... તું મને હેરાન ના કર.... મેધા એ વિનય થી કહ્યું... ચાલ ઠીક છે તું પણ યાદ રાખીશ તારી સહેલી ને ... તેજલ એ કહ્યું .... બંને હસતા હસતા એક બીજાના ગળે લાગે છે...


એટલા માં તો જાન આવે છે......આખું ગામ જોતું ને જોતું જ રહી ગયું.... હાયહાય આ મેધા જેવી રૂપવાન અને ગુણવાન z ભણેલી ગણેલી છોકરી ને આવો વર! એના બાપ એ એની દીકરી ની જિંદગી બગાડી.....આખું ગામ બસ થું થું કરી રહ્યું છે.... અને એટલા માં તેજલ ભાગી ને જોવા જાય છે એના જીજાજી ને... મેધા ના મુરતિયા ને જોઈ તેજલ તેનું શું વર્ણન કરે છે...


જાન તો આવી ગઈ છે,
પણ ખુશીયો લઈને પાછી જશે.
જીજાજી તો આવી ગયા છે ,
પણ ગધેડા ને ઘોડી સમજ્યા છે.
રૂપની રાણી છે મારી મેધા ,
કરમાયેલું ફૂલ છે જીજાજી.
કર્તવ્ય ને મારી હોત તે ગોળી મેધા ,
તો આ ભવ બચી જાત તરો.


માંડવે લગ્ન શરૂ થઈ ગયા છે.... કન્યા પધરાવો સાવધાન.... મેધા મંડપ આવી જાય છે....એના લગ્ન પણ પૂરા થઈ જાય છે.... અને સાસરે હતા સમય બાપુ લો આ ચિઠ્ઠી બે દિવસ પછી વાંચજો.....દીકરી ને હમેશાં યાદ રાખજો અને મન થાય એટલે મળવા આવી જજો........

મેધા સુહાગરાત ના સેજ ઉપર બેઠી છે પણ એનો પતિ હજુ સુધી કક્ષ માં આવ્યો નથી.... કેમકે એનો પતિ તો એની પહેલી પત્ની સાથે વ્યસ્ત છે.... તમે જાઓ અને એણે આપડી સચ્ચાઈ હાલ ખબર ના પડે તેનું ધ્યાન રાખજો.... જગા ની પહેલી પત્ની રેખા એ જગા ના કાન માં કહ્યું....તું ફીકર ના કર એણે કઈ જ ખબર નઈ પડે... જગો ... હવે જાઓ તમે અને આપડા ભવિષ્ય માટે કઈ કરી બતાવો ..... રેખા ... હા હવે હું જાઉં છું પણ ક્યારેય ના ભૂલતી કે હું તને બહુ પ્રેમ કરું છું .... જગો....

( પોતાની પત્ની ને આટલો પ્રેમ કરવા છતાં જગા ને બીજા લગ્ન કેમ કરવા પડ્યા ?? જગો અને રેખા કયા કામ ની વાત કરી રહ્યા છે ?? જાણવા માટે રાહ જુઓ આવતા મંગળવાર ની .... )


Whatsapp 9624265491

Gmail iamsoankit@gmail.com