કહાની અબ તક: સારંગ ભટ્ટ કે જેણે એના ફાધર ની હેઠે રહેલી કંપની ને પોતાની કાબેલિયત અને મહેનતથી ઉપર લાવી હતી એની ઑફિસમાં પરીને એણે બહુ જ પર્સનલ ટચ આપ્યો હતો... પણ એક વાર ગાર્ડનમાં પરીની નાની બહેન નેહા એણે સેક્સ્યુઅલી મોલેસ્ટ કરે છે, પણ પરીને બોલાવી ને એ બિઝનેસ ની વાત માં પરોવાઈ જાય છે. ઑફિસમાં પરીના બદલાયેલા સ્વરૂપની નોંધ સારંગ એ લીધી. છેલ્લે એણે કહ્યું કે નેહા સાથે સારંગ એ ખરાબ કૃત્ય કર્યું એમ!!!
સારંગ કઈ સમજી નહોતો શકતો એની ઉપર ગલત આરોપ મુકાયો હતો પણ પરી કઈ સમજવા જ નહોતી માંગતી એણે રિઝાઇનેશન આપી દેવાનું વિચાર્યું પણ સારંગ એ એની ઉપર સહી ના કરી. પરી યંત્રવત કામ કરતી હતી. સારંગ એ એના સમજાવી કે એ એની સાથે જ ઘણું કરી શક્યો હોત એમ તો પરી વિચારી શકે એ પહેલા જ કંપની ના ડેટા લીક થયા ના ન્યુઝ આવ્યા અને અજાણ્યા વ્યક્તિએ મેઈલ કરી સારંગ ને બોલાવ્યો તો એની આ લડાઇમાં પરી એ એનો સાથ આપવા કહ્યું.
હવે આગળ: "સી, આ લડાઇ મારી છે, તું આમાં ના પડ એ જ બહેતર છે!" સારંગ એ મક્કમતાથી કહ્યું.
"આઈ એમ યોર સેક્રેટરી, સર! આઇલ બી યોર કંપેનિય ન અનટિલ આઈ ડાય!" પરી પણ મક્કમ હતી.
"ઓકે ધેન!" બંને એ હાથ મેળવ્યા. એક નાનકડી ચર્ચા બાદ બંને એ એ સરનામે જવાનું નક્કી કર્યું!
બંને લોકેશન પર પહોંચી ગયા કોઈ અજીબ જ જગ્યા હતી. કોઈ પુરાણું શોપિંગ કોમ્પ્લેક્ષ લાગતું હતું. પરી એ ડર ને લીધે સારંગ નો હાથ પકડી રાખ્યો હતો. બંને ધીમે ધીમે આગળ વધતા હતા.
અચાનક જ ત્યાંની બધી જ લાઈટ બંધ થઈ ગઈ અને પરીનો હાથ ક્યારે છૂટી ગયો એ પણ ભાન ના રહ્યું.
સારંગ પર કોલ આવ્યો, "જો પરીને જીવતી જોવી હોય તો મેસેજ કરેલા સરનામે આવી જજે.
*******
બીજી જગ્યા એ અંધારું ઘર હતું. ત્યાં એક ખુરશીમાં પરી બાંધેલી હતી. એના મોં ને કાળા કાપડથી બાંધી દેવાયું હતું.
સારંગ જેવો અંદર ગયો કે અમુક લોકોએ એણે અંધારામાં બંને હાથ પકડી ને પરી પાસે બાંધી દીધો! એ જ લોકોએ પરીના મોં ના કાપડ ને પણ કાઢી નાખ્યો.
"સર, મારે કંઇક કહેવું છે..." પરી રીતસર રડતી હતી.
"ના... તું ના રડ જો હું આખરી વાર તને રડતા જોઈ નહિ મરવા માંગતો!" સારંગ બોલ્યો.
"સર, તમને કઈ નહિ થાય, પ્લીઝ આવું ના બોલો!" સારંગ ના શબ્દો પરીને રાડાવા ખાફી હતા એ વધારે રડી.
"પરી, ભલે સાથે જીવ્યા નહિ તો સાથે મરી તો શક્યા!" સારંગ બોલ્યો.
"આઈ લવ યુ, સર! પહેલી મુલાકાતથી!" એ રડતા રડતા બોલી.
"આઈ લવ યુ ટુ! સિંસ વી મીટ!" સારંગ એ પણ એકકરાર કર્યો.
બંને ને પહેલા આ વાત નહીં કહ્યાં નો ભારોભાર અફસોસ હતો અને હવે તેઓ મોત ને ભેટવા તૈયાર હતા. જે કહેવાનું હતું કહેવાય ગયું હતું.
થોડી વાર માં બે કાળા કોર્ટ પહેરેલા વ્યક્તિઓ અંદર આવ્યા. સારંગ ઓળખી ગયો હતો. એ એના બિઝનેસ રાઈવલ (પ્રતિસ્પર્ધી) હતા. સારંગ ને હવે નામ યાદ આવ્યું એમનું નામ મિસ્ટર દાસ અડવાણી હતું.
આવતા અંકે ફિનિશ..