love triangle - 5 in Gujarati Fiction Stories by Kishan Bhatti books and stories PDF | પ્રેમ નો પ્રયણ ત્રિકોણ - 5

Featured Books
Categories
Share

પ્રેમ નો પ્રયણ ત્રિકોણ - 5

આસિક : પ્રતિક અને ભૂમિને આઈસ્ક્રીમ આપતા બોલે છે .ભૂમિ તારા માટે ચોકોલેટ આઈસ્ક્રીમ અને પ્રતિક માટે વેનીલા આઈસ્ક્રીમ લાવ્યો છું .
ભૂમિ : તને કેમ ખબર મને ચોકોલેટ આઈસ્ક્રીમ ભાવે છે ?
આસિક : એમ જ લઈ આવ્યો . છોકરીઓને ચોકોલેટ બહુ પસંદ હોય છે એટલે તારા માટે લાવ્યો .
ત્યાં ભૂમિ અને પ્રતિક હસવા લાગે છે સાથે આસિક પણ હસવા લાગે છે .
ભૂમિ : આસિક તો તો તારે ગર્લફ્રેન્ડ હોવી જ જોઈએ ? શુ પ્રતિક આસિકને ગર્લફ્રેન્ડ છે ને ?
આસિક :ના ભૂમિ નથી મારે કોઈ ગર્લફ્રેન્ડ .વિશ્વાસતો કર.
ભૂમિ : ઓકે . તું કેટલો હન્ડસમ છે તો પણ તારી પાસે નથી .
આસિક: નથી ભૂમિ ખોટું બોલીને મને શું ફાયદો .મારે પણ નથી અને પ્રતિક ને પણ નથી પૂછી જો પ્રતિક ને મારા પર વિશ્વાસ નથી. તે મારા કરતાં પણ કેટલો હેન્ડસમ છે . ભણવામાં પણ હોશિયાર છે તે સારો ડાન્સર પણ છે તો પણ તેને નથી તો હું શું કહેવાય તેની પાસે .
ભૂમિ : વિચારે છે અને બોલે છે . એવું છે .પ્રતિક આસિક કહે તે સાચું છે ?
પ્રતિક : કેમ તને વિશ્વાસ નથી આવતો અસિકની વાત પર .
ભૂમિ :તને કોઈ પસંદ ન આવી કે તને કોઈએ પસંદ ન કર્યો ?
પ્રતિક : ભૂમિ એવું કહી જ નથી. હું ભણવામાં જ ધ્યાન આપ્યું છે આજ સુધી કોઈ દિવસ એમાં ધ્યાન આપ્યું જ નથી . પણ કોલેજમાં આવ્યા પછી મને એવું લાગે છે કે કોઈક તો પસંદ કરશે મને .
ભૂમિ : ઓહ એવું અને કોઈ પસંદ નહીં કરે તો ?
પ્રતિક : તો કઈ નહીં .તો આપણે ભલા અને આપણી કિતાબ ભલી.
ભૂમિ : ના પ્રતિક હું યો એમ જ મજાક કરું છું .કોઈ સારી એવી છોકરી તારા માટે ભગવાને ઘડી જ હશે .મળી જશે તને પણ તું બોવ ચિંતા ના કર. ના મળે તો કેજે હું અને તું સાથે છોકરી ગોતવા નિકળીશું તારા માટે .તને જે છોકરી પસંદ આવે તે કેજે હું તારી વાત કરાવીશ તે છોકરી જોડે.
પ્રતિક : ઓહો ભૂમિ શુ વાત છે . જોજે પછી ના નહીં પાડતી કે હું તેને પૂછવા નહીં જાવ તું ડરી ન જતી કે હું તેને ના પૂછી શકું ?
ભૂમિ : હા હું નહીં ડરુ. તું કહીશ તેને પૂછી આપીશ . તું ચિંતા ના કર હવે તું મને રજા આપીશ તો હું ઘરે જવા નીકળી શકું ?
પ્રતિક : હા ભૂમિ .
ભૂમિ : હવે આપણે તું સાજો થઈને ઝડપથી કૉલેજ આવ એટલે તારા માટે છોકરી પસંદ કરીયે .
પ્રતિક : હા સારું .આમ પણ વાતમાં ને વાતમાં દોઢ કલાક કેમ નીકળી ગઈ ખબર જ ના પડી. હું બે દિવસ પછી કૉલેજ આવીશ ત્યારે તને કોલ કરું આપણે કૉલેજ કેન્ટીનમાં મળીયે .
ભૂમિ : હા હું તારી રાહ જોઇશ .હવે હું નીકળું છું . બાય પ્રતિક .બાય આસિક .
પ્રતિક : બાય ભૂમિ. અને હા ઘરે પહોંચી જા એટલે મેસેજ કરી દેજે .
ભૂમિ: હા
ભૂમિ રૂમમાંથી નીકળી દરવાજા તરફ ચાલવા લાગે છે .પ્રતિક ભૂમિને જતો જોઇ રહે છે ભૂમિ જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી એકીટીશે તેને જોતો રહે છે.સાંજના સાડા સાત વાગ્યા છે ભૂમિ પોતાની કાર પ્રતિકના ઘર તરફથી પોતાના ઘર તરફ નીકળે છે તે આજે એસજી હાઇવે પર તેની કાર દોડવા લાગે છે .ભૂમિ મનમાં ને મનમાં વિચાર કરે છે . શુ પ્રતિકને સાચે જ કોઈ ગર્લફ્રેન્ડ નહીં હોય ? શુ તેને કોઈ પસંદ નહીં આવી હોય ? તે મને પસંદ કરશે? શુ હું તેંને પસંદ આવીશ કે નહીં ? એકસાથે બોવ જાજા બધા સવાલો ભૂમિના મનમાં ઉત્પન્ન થાય છે તે વિચારોમાં ને વિચારોમાં ઘરે પહોંચી જાય છે . વોચમેન ગેટ ખોલે છે . ભૂમિ પોતાની કાર પાર્ક કરીને ઘરની અંદર આવે છે .
સંગીતાબેન : આવી ગઈ બેટા તું ?
ભૂમિ : હા મમ્મી .