miracle old tample -22 in Gujarati Horror Stories by Prit's Patel (Pirate) books and stories PDF | રહસ્યમય પુરાણી દેરી - 22

Featured Books
Categories
Share

રહસ્યમય પુરાણી દેરી - 22

ભાગ-22
રહસ્યમય પુરાણી દેરી - 22

"હા હા..., મ...મણી આવે છે, કંઇક કરો ઘનાભાઈ " બહુ જ ગભરાતા ગભરાતા કરશન ભગતે કહ્યુ.

ત્યાં જ ઘનાભાઈ ભીંસમાં કહ્યુ " હવે મદદ કરીશ કે ઉભા ઉભા જોયા કરીશ."

" આમાં હું શુ કરુ, મે કહ્યુ હતુ કે બીજુ કંઇક વિચારો, હવે તો ગયા આપણે, મણી નહીં મુકે આપણને, આપણે તો ગયા" હાથનાં રામનામ રમી ગયા હોઇ તેમ હલાવતા કરશન બોલતો હતો.

ઘનાભાઈ એ પોતાની પકડ હજુ વધું મજબૂત કરી કહ્યુ કે " તમે ભાનમાં આવો અને ખાલી પાણી ભરીને આવો, બાકી હું સંભાળી લઈશ."

કરશન પાણી ભરીને આવે છે અને બીજી બાજુથી મણી આવે છે. મણીને જોતાં જ કરશનનાં હાથમાંથી પાણીનો પ્યાલો છૂટી જાયે છે. અને ડરમાં બોલે છે કે " એ...અ...મણી... એ તો.. હું.. ઘનાભાઈએ કહ્યુ એટલે પાણી ભરવા ગયો હતો. બાકી મારો...

વાત કાપતા જ ઘનાભાઈ એ કહ્યુ કે "મૂંગો મર કરશનીયા, મણી બહેન હિમ્મત રાખજો. અમે તો ખેતર ચક્કર મારવા જાવું હતુ તો વિચાર્યું કે આમને પણ સાથે લઈ જાય. પરંતું અહિ આવીને જોયું તો તે શ્વાસના કારણે ફૂંફાડા મારતાં હતા. એને શ્વાસની તકલીફ પડી હોઇ એવું લાગે છે."

પોતાના પતીની હાલત જોઇ મણી ત્યાં જ પોતાનુ માથું કૂટતા કૂટતા બેસી ગઇ અને રાડો પાડી રડવા લાગી. થોડી વારમાં બધા ભેગા થઈ ગયા. બધાને લાગ્યું કે શ્વાસની તકલીફ હતી મણીના પતીને એટલે આવુ થયુ હશે. ત્યારે કરશનનાં જીવમાં જીવ આવ્યો અને કપાળે વળેલો પરસેવો લુંછ્યો.

થોડી વારમાં માહોલ ઠંડો પાડતાં જ ઘનાભાઈ અને કરશન ત્યાંથી બાહર નીકળી ગયા. અને કરશનની આવી ખરાબ વાતની કોઈને ખબર નો પડી.

ઘનાભાઈના લગ્ન થઈ ગયા હતા. ગામમાં હવે આ વાતની કોઈને શક પણ ગયો નહતો. થોડા દિવસો પછી ઘનાભાઈની પત્નીના પગ ભારે થઈ ગયા.

હવે દરરોજ ઘનાભાઈ એકલા દારૂ ઢીંચીને જ રાત પસાર કરતાં. પરંતુ થોડા દિવસોમાં જ પોતાની વાસના બાહર આવતી જણાઈ. અને ત્યાં કરશન ભગત દરરોજ વાલજીની પત્નીને ચુસતો રહ્યો. ઘનાભાઈને કરશનની બોલી યાદ આવી.

*Hint:- ભાગ-5 માં આવેલી ઘટના ને યાદ કરતા.

ત્યારે જ ઘનાભાઈની પત્નીને દુઃખાવો ચાલુ થયો અને મુખીનાં કહેવાથી બધાં લોકો ભગવાનની મૂર્તિની સ્થાપનાની ફેરીમાં ગયા હતાં. ઘનાભાઈ પણ ફેરીમાં બોલાવા અને તેની બોલી યાદ કરાવા કરશન ભગતના ઘરે ગયા. અને તે જ સમય પર વાલજીની પત્ની કરશન ભાઈના ઘરે ગઇ.

* Hint:- ભાગ-17 મો અહીંથી ભેગો થઈ જાય છે...ટૂંકમાં લખીને કહું છું.*

ત્યારે કરશનભગત સાથે ઘનાભાઈ સાથે વાતું કરતા હતાં. વાલજીની પત્નીએ કાન દઇ સાંભળ્યું કે "આપણી બોલીમાં જાન આપવાને બદલે જાન લઈ લીધી. મે મારી બોલી મુજબ મણીના પતીને મારી નાખી પુરી કરી કરશન હવે તુ તારી બોલી પુરી કર. વાલજી ની પત્ની સાથે..."

ત્યાં જ શુ....શુ.... નાક પાસે આંગળીનો ઇશારો કરતા કરશનભગત બોલ્યા , "તમને હમણાં જ કહ્યુ કે એ વાત ક્યારેય નહીં બોલતાં. અત્યારે દીવાલને પણ ભણક લાગી જાય છે, એને પણ કાન આપ્યાં છે."

બને ખળખળાટ કરતા હસી પડ્યા, આટલું સાંભળતા વાલજીની પત્નીનાં પગ અને હાથ કાંપવા લાગ્યા. તેને પોતાના ઘર તરફ જવું હતુ પરંતુ પોતાના દિલના ધબકારા એટલાં વધી ગયા કે શ્વાસ પણ માન માન લઈ શકતી હતી.

બધુ સાંભળતા વાલજીની પત્ની થોડી વાર તો એટલી સ્તબ્ધ રહી ગઇ કે શ્વાસ પણ સરખો નો લઇ શકી. અને પછી પોતાને બચાવા હિમ્મત ભેગી કરી ત્યાંથી પોતાના ઘર તરફ ભાગવા ગઇ અને બાજુમાં પડેલો પથ્થર પગ સાથે અથડાયો કે વાલજીની પત્નીના મોઢામાંથી અવાજ નીકળી ગયો "ઓ...હહ માઁ..."

પગમાંથી થોડુ લોહી વહેવા લાગ્યું પરન્તુ પોતાની લાજ બચાવા ફરીથી ઊભી થઈ અને ભાગી. અવાજ સંભળાતા જ કરશન ભગત અને ઘનાભાઈ એક્દમ ઉભા થઈ ગયા અને બારણાં તરફ ભાગ્યા.

કરશન ઘરના બારણા લગી દોડ્યા અને બારણું પકડી ઉભા રહી ગયા પરંતુ ઘનાભાઈ ઉંબરો ટપી શેરી લગી દોડ્યા ગયા. કરશન ભગતને અંદાજ આવી ગયો કે કોઇક વાત સાંભળી ગયું છે. ઘનાભાઈ એ શેરીમાં નજર કરી તો વાલજીની પત્ની પાછું વળી વળી જોતા ભાગતી હતી. ઘનાભાઈ ચૂપચાપ પાછા આવી ગયા.

કરશનને પોતાના હાથના ઈશારાથી પુછ્યું કોણ હતુ?. ઘનાભાઈ કાંઇ બોલ્યા વગર જ અંદર ખાટલામાં બેસી ગયા. ફરીથી કરશને કહ્યુ " કોણ હતુ કાંઈ ખબર પડી.?"

હા, ખબર તો પડી ગઈ. પરંતુ માણસ ક્યારેય નહીં સમજે. બીજાની વાતું જાણવાનો શુ એવો શોખ હશે કે પોતાનો જીવ ગુમાવો આસાન લાગે એને." મોઢા પર થોડો ગુસ્સો જણાવતા ઘનાભાઈ બોલ્યા.

તુરંત જ કરશન પોતાનો હાથે માથુ ખુજવતા ખાટલા પર બેસી બોલ્યા, "તમારી કેટલીય વાતમાં મને કાંઈ ખબર જ નહીં પડતી. કોણ હતુ એ કહો ને"

ઘનાભાઈ ખાટલા પરથી ઉભા થઈ કહ્યુ કે " બેઠો શુ છો ભગત, ઉભો થા, અને ચાલ તારી બોલી પુરી કરવા."

કરશન ભગત ઘનાભાઈના કહેવાથી ઉભા તો થઈ ગયા પરંતુ હજુ કાંઈ સમજી શક્યા નહતા એટલે ફરીથી કહ્યુ " તમે શુ કહો છો કાંઈ ખબર જ નહિ પડતી."

ઘનાભાઈએ કરશન પર હાથ રાખતાં કહ્યુ કે " વાલજીની પત્ની હતી, આપણી વાત સાંભળી ગઇ છે. હવે તારી બોલી પુરી કરી અને થોડી ધાક ધમકી દેવી પડશે. નહિતર તે આપણી બન્નેની પોળ ખોલી દેશે."

કરશન ભગતનું માથું ફરવા લાગ્યું અને ઝડપથી બોલ્યા કે "વાલજીની પત્ની હતી, તો જલ્દી ચાલો ક્યાંક તે તમારા ભાઈને કહી નો દેશે તો આપણી વાટ લાગી જશે."

ઘનાભાઈ શાંત થતા કહ્યુ કે "તમે ચિંતા નો કરો, તેની હાલત જોતાં મને નથી લાગતું તે કોઈને કહેશે. પરંતુ ધાક ધમકી તો કરવી પડશે. તમે એક વાર તમારી બોલી પુરી કરો પછી હુ સંભાળી લઈશ."

બન્ને મિત્રો ફરી એક વાર સાથે શેરીમાં નીકળ્યા હતા. કોણ જાણે બને મિત્રો સાથે નીકળે કે કાલ પાછળ જ ભમતો આવે. બને મિત્રો કોઈને ખબર નો પડે તેમ છુપાઈને વાલજીનાં ઘરે પહોચી ગયા.

બને મિત્રોને જોઇ વાલજીની પત્ની ખૂબ જ ડરી ગઇ અને વાલજીનાં ખાટલા તરફ ભાગી. ભલે વાલજી બીમાર હતો અને ખાટલામાં જ સૂતો પડ્યો હતો. પરંતુ કોઈ સ્ત્રી એ પોતાના પતીની છાયાં જેવી બીજા કોઈની છાયાંમાં સુરક્ષીત મહેસુસ નો કરી શકે.

કરશન ભગત અંદર આવતાં વાલજીની પત્નીને આશ્વાસન આપતા જ બોલ્યો "ડર નહીં તું, ખાલી બસ તારે કોઈને કાઈ કહેવાનું નહીં."

વાલજીની પત્ની ડરતા ડરતા બોલી કે " તમે મારા ઘરમાંથી બાહર નીકળી જાવ. તમારા જેવા નીચ્છ લોકો મારા ઘરમાં નો જોઇ."

ત્યાં જ " તું આઘો રે" કહી ઘનાભાઈ કરશન આગળ થઇ વાલજીની પત્નીના વાળ પકડી લીધા અને કહ્યુ "આ નીચી જાતના આમ જ સમજે"

કરશન ભગત દિલ ગીર બતાવતા ઘનાભાઈને રોકતા બોલ્યો "ઘનાભાઈ ધીરે ધીરે સ્ત્રી છે, તમે શાંતિ રાખો હુ..."

ઘનાભાઈની વાસના એટલી બધી વધી ગઇ હતી કે કરશન ભગતને ધક્કો મારતાં વાલજીની પત્નીને વાળ પકડી ખેંચી રૂમ તરફ લઇ જતા બોલ્યો " તુ આઘો રહેજે, તારી વારી આવી એટલે ભૂલી જ ગયો, પરંતુ હુ તારી બોલી પણ પુરી કરીને જ રહીશ."

ત્યાં જ ખુ....ખો...ખુ..કરતા વાલજી પોતાના ખાટલા પરથી ઉભા થવાની કોશિશ કરે છે. પરંતુ બીમારીની એટલી અસર હતી કે માન માન પોતાના હાથ અને મોઢું હલાવી શક્યો.

વાલજીને જોઇ વાલજીની પત્ની ઘનાભાઈના હાથ પકડી રાડુ પાડવા લાગી. પરંતુ બાહર મૂર્તિની સ્થાપનાનો શોર જ એટલો હતો કે તેનો અવાજ ઘરની બાહર જવાનો કોઈ આશા નહતી.

વાલજીની પત્ની કરશન ભગત પાસે પોતાના બે હાથ જોડી કરગરવા લાગી કે " તમે જે માંગ્યું એ મે આપ્યું, પરંતુ આજે આવુ પાપ નો કરો."

કરશન ભગતને દયા આવી. આખરે તે કેટલા સમયથી તેને ચાહતો હતો. પોતાને સરમજનક ગણતા તે ઘનાભાઈને સમજાવા તેનો હાથ પકડ્યો કે તુરંત વાલજીની પત્ની ઘનાભાઈના હાથમાંથી નીકળી ગઇ.

ઘનાભાઈએ તેને પકડવાની કોશિશ કરતા વાલજીની પત્નીનાં સાડીનો પલ્લું હાથમાં આવી ગયો. પરંતુ વાલજીની પત્ની જાન બચવાતા રસોળા તરફ ભાગી.

ઘનાભાઈએ પલ્લું સરખું પકડતા વાલજીની પત્ની સાડી વગરની અર્ધનગ્ન અવસ્થામાં રસોળામાં ઊભી હતી. એવી હાલતમાં ઘનાભાઈ જોતા રાક્ષસી દાંત કાઢતા તેના તરફ આગળ વધી બોલ્યા " ક્યાં જઇશ મારા સિવાય.."

પોતાની આબરૂ બચાવતાં બને હાથ છાતી પાસે રાખી ઘનાભાઈથી દુર જાતી હતી. અને કરશન આ બધુ દ્રશ્ય જોઇ રહ્યો હતો.

અચાનક જ કાઈ નહીં સૂઝતા વાલજીની પત્નીએ બાજુમાં પડેલી છરી હાથમાં ઉપાડી. આ જોઇ કરશન ભગત ઘનાભાઈનો ફરીથી હાથ પકડી પાછળ ખેંચ્યા. પરંતુ દારૂમાં ધુત અને હવશના ભૂખ્યા ઘનાભાઈ ફરીથી રાક્ષસી દાંત કાઢી હસવા લાગ્યા અને બોલ્યા "તું હા... હા...હા..તુ મને મારીશ... તું તારા કપડા નથી પકડી શકતી અને તું મને મારીશ...હા...હા...હા..."

ત્યાં ખુ...ખુ...ખો..ઉધરસ ખાતો વાલજી ઉભો થવાની કોશિશ કરી રહ્યો હતો. એક તરફ કરશન ઘનાભાઈ ને રોકી રહ્યો હતો અને બીજી તરફ ઘનો ભાન ભુલી વાલજીની પત્ની તરફ આગળ વધતો હતો.

હિમ્મત કરી વાલજી થોડો ઉભો થયો પરંતુ વાલજીની પત્નીને શું વિચાર આવ્યો કે છરી પોતાના પેટમાં મારી દીધી. ત્યાં તો લોહીની પિચકારી સીધી નીકળી કે કરશન ભગતની આંખુ પહોળી રહી ગઇ. વાલજી પાછો ખાટલામાં ઢળી પડ્યો.

આ દ્રશ્ય જોઇ ઘનાભાઈનો નશો એક ક્ષણમાં જ ઊતરી ગયો. અને કરશન સામું ફરીને જોયું. ત્યાં કરશન બોલ્યો " ભાગો ઘનાભાઈ હવે."

બને મિત્રો ત્યાંથી ભાગી ગયા. લોહી લોહાણ શરીર સાથે પોતાના પેટને પકડી વાલજીની પત્ની વાલજીનાં ખાટલા પાસે આવી. ધીરા ધીરા શ્વાસ લેતા ખાટલાનો પાયો પકડી વાલજીની બાજુમાં બેઠી.

પોતાનુ દર્દ ભૂલી થોડુ મૌન હાસ્ય કરતાં પોતાનો હાથ વાલજીનાં કપાળ પર ફેરવ્યો. ત્યાં વાલના આંખમાંથી આંસુ સરતા પ્રાણ પણ સરી ગયા.

ત્યાં જ બાહરથી ઢોલી રમતા રમતા આવ્યો...

*** વાસ્તવિકતામાં...

આટલું બોલીને મુખીજી રડી પડ્યા. સાથે સાથે પ્રવીણભાઈ પણ પોતાને રોકી નો શકતા રડતાં રડતા બોલ્યા " જેને સહેલાવી સહેલાવી મોટો કર્યો એને ગામમાં આવુ કર્યું. શું ઘનીયાં ને આવુ કરવા મોટો કર્યો હતો."

થોડી વાર બને મિત્રો રડતા રહ્યાં અને પછી પ્રવીણભાઈએ સવાલ કર્યો કે "તો પછી મણી બહેને કરશન એકને જ કેમ માર્યો હતો. ઘનાને કેમ નો માર્યો.?"

મુખીજી પોતાના આંસુ પર કાબુ રાખતાં બોલ્યા કે "મણીબહેન કહેતાં હતાં કે સાચી વાત જાણી ક્રોધમાં ઘરની બાહર જોયું કે કરશન સામે જ દેખાયો અને બદલાની આગમાં ધારીયું હાથમાં લઈ કરશનનું ધડથી માથું અલગ કરી નાખ્યું."

મે જ્યારે પુછ્યું કે ઘનાને કેમ નો માર્યો તો રસ્તામાં ચાલતા મણી બહેન બોલ્યા કે "કરશને મને વચન આપ્યું હતુ કે આજ પછી કોઈ સ્ત્રીને સ્પર્શ નહીં કરુ, એક તુ જ હતી અને તુ જ રહીશ. તોય એને આવુ કર્યું."

પછી થોડા હસ્યાં અને ફરી કહ્યુ કે " હવે એનો જ વારો છે એટલે તો તું બોલાવા આવ્યો છો." આટલું સાંભળતા મારા તો મોતિયા મરી ગયા. પરંતુ ગામનાં પાદરમાં તારી બાજુમાં ઘનાને જોતાં જીવને શાંતિ થઈ.

આ બધુ સાંભળી પ્રવીણભાઈ પોતાનો હાથ ખાટલાનાં પાયા સાથે ભટકાવા લાગ્યો અને બોલ્યો " હવે આ કરશન અને મણીનું શું હતું.....?"

મુખીજી કાંઇ બોલે તે પહેલા જ પ્રવીણભાઈની પત્ની હાથમાં ચા ની પ્યાલી ભરી ઓસરીમાં પ્રવેશી અને પ્રવીણભાઈને આવુ કરતા જોઇ અચંબિત થઈ બોલી, " શું કરો છો તમે આ, તમે શુ અરજણ ભાઈ (મુખીજી) બાજુમાં બેઠા છો તોય આને આવુ કરતાં રોકતા નથી."

પ્રવીણભાઈ આંખને લાલ કરતા ગુસ્સામાં બોલ્યા " તુ સાનીમુનિ ચા આપ અને તારું કામ કરવા જા, જ્યારે હોઇ ત્યારે વચ્ચે દખલગીરી કરે."

પ્રવીણભાઈની પત્નીને કાઈ નો સમજાતાં બોલી કે "આ લ્યો ચા અને સવાર પડવાની છે, તમે બને મિત્રોને ગામનાં પાદરે નહીં જાવું. તમારા વગર ગામનાં લોકો શું કરશે ત્યાં મુખીજી."

બને મિત્રોએ બાહર નજર કરી અને જોયું કે સવાર પડવાની તૈયારી જ છે. હમણાં સુરજનાં કિરણો આવી જશે. બને મિત્રોએ ચા પીધી અને ઉભા થઇ ગામનાં પાદર તરફ ગયા.

ક્રમશ...

બધાં રહસ્યોનાં જળ જાણવા માટે બન્યાં રહો મારી રચના "રહસ્યમય પુરાણી દેરી" ની રોમાંચક સફર સાથે.

સુચના:- આ ઘટનાનો કોઈ ધર્મ, જાત કે નાત ને ઉચ્ચ નીચ બતાવાનો ઉદેશ્ય નથી. બધાં નામ કાલ્પનિક લીધેલા છે. આ વાર્તા કોઈનાં નામ સાથે સંબંધિત નથી. કોઈને કોઈ વાત ખોટી લાગી હોઇ તો માફી માંગુ છું.

પ્રિત'z...💐