#KNOWN - 10 in Gujarati Horror Stories by Leena Patgir books and stories PDF | #KNOWN - 10

Featured Books
  • तेरा...होने लगा हूं - 5

    मोक्ष के खिलाफ और खुद के फेवर में रिपोर्ट बनाकर क्रिश का कस्...

  • छावां - भाग 2

    शिवराय द्वारा सन्धि का प्रस्ताव मिर्जाराज जयसिंह के पास भेजा...

  • Krick और Nakchadi - 3

     " एक बार स्कूल मे फन फेर हुआ था मतलब ऐसा मेला जिसमे सभी स्क...

  • पथरीले कंटीले रास्ते - 27

      पथरीले कंटीले रास्ते    27   27     जेल में दिन हर रोज लगभ...

  • I Hate Love - 10

    और फिर उसके बाद स्टडी रूम की तरफ जा अंश को डिनर करने को कहती...

Categories
Share

#KNOWN - 10

કેતન આવશે એટલે કાંઈક કરવું પડશે અનન્યાનું..... લાગે છે અનન્યાને ફરી..... "
ત્યાંજ અનન્યાનાં દરવાજો ખોલતા કેતનભાઈનાં હાથમાંથી ડાયરી નીચે પડી જાય છે.
"શું થયું ડેડ?? કેમ ડાયરી નીચે પડી ગઈ?? અને મારી અડધી બિલાડીને શું કામ હટાવી તમે ત્યાંથી??" અનન્યા ઊંચા સાદે બોલી.
તેની આંખોમાં અપાર ગુસ્સો છલકાઈ રહ્યો હતો.
"અનુ આ બધું શું છે બેટા?? કાંઈ તે તો ચાંદનીને??" કેતનભાઈ એકદમ ગભરાયેલા સ્વરે અનન્યા સામું જોઈને પૂછે છે.
"ડેડ, કામ ડાઉન, તમારા કપાળે ઠંડીમાં પરસેવો?? તમે તમારું ધ્યાન જ નથી રાખતા.લાગે છે મારે તમને મમ્મા પાસે મોકલવા પડશે એટલે એજ તમારું ધ્યાન રાખે.. હાહાહા." કરતી અનન્યા અટ્ટહાસ્ય કરવા લાગે છે.
"અનુ, આ તું નથી બરાબર ને !! મારી અનુ આવું કરીજ ના શકે!! બોલ કોણ છે તું?? અને મારી છોકરી ક્યાં છે??" કેતનભાઈ પાછા ડગ માંડતા અનન્યાને સવાલ કરે છે.
"અચ્છા તો તારે જાણવું છે કે હું કોણ છું?? હું છું શાંતા, તારી સાસ... મારી છોકરીને બહુ મારતો હતો ને આજે જો તારી શું હાલત કરું છું !! હાહાહા " અનન્યા આમ બોલીને જોરજોરથી હસવા લાગે છે.
"હું સમજી ગયો હું તમારો ગુનેગાર છું પણ ચાંદની!! એણે શું ગુનો કર્યો હતો કે એને મોત આપી તમે ?? " કેતનભાઈ પાછા ચાલતા હોય છે ત્યાંજ બેડ આવતા તેની પર ઢળી પડે છે.
"એણે મને હું પથારીવશ હતી ત્યારે મારી હતી એને જવા દે એ તો ગઈ. હવે તારો વારો છે. તારી સાસ આજે તારા શ્વાસ કાયમ માટે બંધ કરી દેશે હાહાહા" ફરી એ જ ભયંકર હાસ્ય સાથે અનન્યા આગળ વધે છે.
કેતનભાઈ બેડ પરથી બીજી સાઈડ આવીને કાંઈ પણ વિચાર્યા વગર તેમના રૂમમાં રહેલ કાચની બાલ્કનીમાંથી બહાર કૂદકો લગાવી દે છે.છલાંગ લગાવીને તેઓ જમીન પર પટકાય છે.કેતનભાઈ તેમના અંતિમ શ્વાસ લઇ રહ્યા હોય છે.
અનન્યા રૂમમાંથી નીકળીને ઘરની બહાર કેતનભાઈ પાસે આવે છે.
"કેતન, તને જાતે મરવાના બહુ શોખ થતા લાગે છે. કાંઈ નહીં જેમ તું મર્યો. તારું મરવું જરૂરી હતું બસ!!અરે !! તારા તો હજુ શ્વાસ ચાલી રહ્યા છે." અનન્યા કેતનભાઈની છાતીએ હાથ રાખીને બોલે છે.
ત્યાંજ પોતાના હાથમાં રહેલ ચાકુથી અનન્યા કેતનભાઈનાં ગળા પાસે કાપો ચીરે છે અને લોહીનાં છાંટા ઉડીને અનન્યાના ચહેરા પર રેલાય છે. કેતનભાઈનાં મોંઢામાંથી લોહીનો ફુવારો છૂટે છે અને તેઓ ખુલ્લી આંખે જ પોતાના પ્રાણ ત્યાગી દે છે. અનન્યા જોરજોરથી હસતી હોય છે. તેના રક્તરંજિત દાંતોથી તેનો ચહેરો વધુ ભયાનક લાગી રહ્યો હોય છે, અનન્યા ત્યાંથી ઉભી થાય છે અને લાશને ઢસડતી ઢસડતી પોતાની કાર પાસે લાવે છે. અચાનક અનન્યાને પાછળ કાંઈક અવાજ સંભળાય છે.તે પાછળ જોવે છે તો કોઈ નથી હોતું.પણ બે આંખો પોતાનું મોં દબાવીને ત્યાંજ બેઠી હોય છે. એ બીજું કોઈ નહીં પણ રૂપા જ હોય છે.
અનન્યા ડેકીમાં લાશને ઊંચકીને નાખી દે છે અને ડેકી બંધ કરી દે છે.અનન્યા પાછી ઘરની અંદર જાય છે. અનન્યાના અંદર ગયા બાદ રૂપા કાંઈક વિચારતી ગાડીનો પાછલો દરવાજો ખોલીને અંદર પ્રવેશે છે.
"મુએ બધુંજ રેકોર્ડ કરી લીધું સે મારા ફોનમાં.એ હું પોલીસને આપીને તને અંદર કરાઈને જ રહીશ."કહીને રૂપા કોઈકને કોલ લગાવીને વાત કરે છે.

આ તરફ અંદર આવીને અનન્યા પોતાના રૂમમાં આવે છે અને એક પછી એક પોતાના વસ્ત્રો કાઢીને બાથરૂમમાં પ્રવેશે છે. બાથરૂમમાં શાવર ચાલું કરીને તે પોતાના અનાવૃત દેહને સાફ કરી રહી હોય છે. ત્યારબાદ તે રૂમાલ વીંટાળીને બહાર આવે છે અને કબાટ ખોલીને કાળા રંગનું લોન્ગ ગાઉન પહેરીને તૈયાર થાય છે. તેના ઉન્નત ઉરોજો ગાઉનમાંથી બહાર આવવા જાણે થનગતા હોય છે.કોઈ પણ પુરુષમાં રહેલ કામદેવ જાગી જાય એવું અનન્યાએ પોતાનું દેહ સજાવ્યું હોય છે.પોતાના હોઠો પર ઘેરી લાલ રંગની લિપસ્ટિક અને આંખોમાં કાજલ સાથે તે પોતાના લાંબા કેશ હવામાં લહેરાવતી બહાર ચાલવા લાગે છે. અનન્યા સાચેમાં અનન્ય લાગી રહી હોય છે.જાણે સાક્ષાત રતિનો અવતાર આજના અમાસરૂપી અંધારમાં અવતર્યો હોય!!

અનન્યા બહાર આવીને કારમાં બેસી જાય છે અને કારને સ્મશાન જતા રસ્તે દોડાવે છે.રસ્તામાં અનન્યા પોતાનાં ચહેરાને વારે વારે મિરરમાં જોઈને એક અજીબ શાંતિ અનુભવી રહી હોય છે.નિર્જન રસ્તે શિયાળામાં કોઈજ રસ્તા પર ફરકી નહોતું રહ્યું એમાંય અમાસ હોવાથી રસ્તા પર લાઈટો ના હોવાથી સંપૂર્ણ અંધારું છવાયેલું હોય છે. સ્મશાન આવતા જ અનન્યા સ્મશાનનો દરવાજો ખોલીને વગર કોઈ ડરે કારને સીધી અંદર લઇ જાય છે.અનન્યા કારને ત્રિલોકનાથનાં સ્થાન વટવૃક્ષ પાસે ઉભી રાખે છે. ત્રિલોકનાથનું ધ્યાન પણ કારમાંથી ઉતરતી અનન્યા પર લાગેલું હોય છે. કારમાંથી ઉતરીને અનન્યા ત્રિલોકનાથના ચહેરા સામું જોઈને કાતિલ બાણ ચલાવે છે. ત્રિલોકનાથ પણ અનન્યાનાં અદ્ભૂત સૌંદર્યને મન ભરીને માણવા થનગને છે.અનન્યાએ છોડેલ બાણ જાણે ત્રિલોકનાથનાં શરીરને ભસ્મીભૂત કરી રહ્યું હોય એમ ત્રિલોકનાથની આંખો ચકળવકળ થવા લાગે છે. અનન્યા ચાલતી ચાલતી ત્રિલોકનાથ પાસે આવી રહી હોય છે.ચાલતા ચાલતા અનન્યાના ઉપરનીચે થતા ઉન્નત ઉભારો જોઈને ત્રિલોકનાથનાં મોંઢામાંથી લાળ ટપકવા લાગે છે.
"અદ્ભૂત!! અનન્યા, તારા નાજુક દેહ અને તારા સૌંદર્યના હું જેટલાં વખાણ કરું એ ઓછું છે.સાક્ષાત મેનકાનો અવતાર લાગું છું તું તો આજ." કહીને ત્રિલોકનાથ અનન્યાના હાથને લઈને તેના પર ચૂમે છે.
"તમે મને વિદ્યા શીખવશો ને આજે?? " અનન્યા ત્રિલોકનાથને સવાલ કરે છે.
"હા, ચોક્કસ અનન્યા. તને જોઈને તો મને એમ થાય છે કે હું મારી સર્વ શક્તિઓ તને જ અર્પણ કરી દઉં." ત્રિલોકનાથ અનન્યાની ક્લીવેજ સામું જોઈને બોલ્યો,
"હાહાહા હા તો આપી દેજો.એના માટે તો આવી છું." અનન્યા સ્વગત બબડતી હસવા લાગી.
"મેં તને કહ્યું હતું એમ આપણે સાધના કરવી પડશે આજે..." ત્રિલોકનાથ બોલતો હતો ત્યાંજ કારમાંથી પાછલો દરવાજો ખોલી રૂપા બહાર આવી.
"અનુ બેબી, મેં તો સપનામાંય નોતું વિચાર્યું કે સાબને તુંએ માર્યા સે.અને તું આ દુષ્ટ બાબા હારે મળેલી સુ." રૂપા અનન્યા સામું જોઈને ગુસ્સામાં બોલી.
અનન્યા ગુસ્સે થઈને આગળ વધતી જ હતી ત્યાં ત્રિલોકનાથે તેને ખભે હાથ રાખીને રોકી લીધી.
"અનન્યા મેં તને પહેલા પણ કહ્યું એમ આવા નાના નાના કામ કરવા તારે તારા હાથ બગાડવાની જરૂર નથી જ્યાં સુધી તું મારી સાથેજ છું ત્યાં સુધી તારે માત્ર મારી અપાર શક્તિને નિહાળવાની જ છે." ત્રિલોકનાથે અનન્યાને કહ્યું.
"તું તો ચૂપ જ થઇ જા. દુષ્ટ બાબા!! મ્હારી મતિ મારી ગઈસી તે આ અનુને અહીં લાવીતી.પણ હવે હું તમને બંનેને નહીં છોડું." કહીને રૂપા તેના હાથમાં રહેલ ચાકુથી આ લોકો તરફ આવે છે. ત્યાંજ ત્રિલોકનાથ પોતાના હાથમાં રહેલ ભભૂતને રૂપા તરફ નાખે છે જેના લીધે રૂપાનું સમગ્ર દેહ આગની જ્વાળામાં લપેટાવા લાગે છે.
અનન્યા આ જોઈને હસી રહી હોય છે.
મરતાં મરતાં રૂપા અનન્યા અને અઘોરી સામું જોઈને બોલે છે, "અઘોરી તારો... તારો અંત તો આ મૂર્ખ..સો.. સોકરી જ કરશે અને...અને અનન્યા તારો પણ અંત થાશે જોઈ લેજે... અને તે દી મને યાદ ક..... "
આટલું બોલતા રૂપાએ પોતાના અંતિમ પ્રાણ ત્યજી દીધા.
"આવ અનન્યા આપણે સાધના શરુ કરીએ." ત્રિલોકનાથે અનન્યાને સામે બેસવા ઈશારો કરતા કહ્યું.
"એક મિનિટ!! આ માટે તારે સંપૂર્ણ નિર્વસ્ત્ર થવું પડશે." ત્રિલોકનાથે અનન્યા સામું જોઈને કહ્યું.

(ક્રમશ : )

(જો આપને મારી નોવેલ ગમી હોય તો પ્રતિભાવ આપવાનું ના ભૂલશો...)