પુત્રમોહ
એમજ વાતોમાં ને વાતોમાં વખત વીતવાં લાગ્યો. લગભગ બે મહીનાં પસાર થઈ ગયાં. પલક પોતાની મમ્મીને ઘેર સુકાઈને પાટો વળી ગ્ઈછે.એનાં મોઢાં સામે જોવે ત્યાંજ સવીતાબેન
દડદડ આંસુડે રડવાનું શરૂ કરી દેછે.વીચારી વીચારીને ખૂબ આક્રંદ કરેછે.અરેરે ! મારી આ રૂનાં પુંભડાં જેવી છોકરીને આ અભાગીયાઓએ સાવ બીચારી બનાવી દીધી.
પલકે પોતાની જોબ શરૂ કરી દીધી હતી, હરરોજ ઓફિસ
આવે અને જાય, કયારેક એકલી એકલી હસે તો ક્યારેક એકલી એકલી રડવાં લાગે. બસ કોઈદિવસ ચુપ નહીં રહેવાં વાળી છોકરીની જીભ ઉપર જાણે લોઢાંનુ તાળું જડી દીધું હોય એમ મોઢામાં જાણે જીભજ નથી રહી.આ તરફ એનાં પતીનાં પણ કોઈ સમાચાર નહોતાં.એ પણ સમજી ગયો હતો કે હવે તો આ જખ મારીને પણ આવવાની જ છે.એટલે એનાં સાસરીયાઓએ એકપણ ફોન કર્યો નહોતો. એ વાત સવીતાબેન સમજી ગયાં હતાં. એટલે એમણે પેલાં વચેટીયાને
ફોન કરી પલકને તેડી જવાનું કહ્યું. (બધું નક્કી થયું પલકને પણ તેડી ગયાં, પરંતુ રોજ બરોજ ઝઘડામાં એનું જીવન ગોથાં ખાવાં લાગ્યું. ચુપચાપ બધું સહન કરી રહીછે.જો કશું બોલે તો ઘેરથી કાઢી મુકવાની ધમકી આપેછે)
એકદિવસ પલક પોતાનાં પતીને ખભે માથું મૂકીને વીશાલની છાતી ઉપર પોતાની આંગળીઓ સહેલાવી રહીછે. એટલે વીશાલે કહ્યું શું વાતછે.જે કહેવું હોયતે કહેવાં મંડ આમ આટલીબધી ચાપલી ના બનીજા.
પલકે વીશાલની વાતમાં ધ્યાન ન આપ્યું, ને કહ્યું તમે કહેતાં હતાંકે આપણે શહેરમાં નોખાં રહેવાં જતાં રહેશું. મને મમ્મી પપ્પા અને નીધીબેન બહુ હેરાન પરેશાન કરેછે.હું એમ નથી કેહતીકે એમને આપણે એકલાં મીકી દ્ઈએ, પરંતુ આપણે હવે આપણાં આવનારા બાળકનો પણ વીચાર કરવો જોઈએ.
વીશાલે કહ્યું સારું થયું તે મને યાદ કરાવ્યું, બાળકમાં પણ મારે પુત્ર જ જોઈએ. જો એકવાત બરાબર યાદ રાખજે પલક જો તે દીકરાને જન્મ ના આપ્યો તો મારાં જેવું કોઈ ભૂંડું નથી.મારે માત્ર ને માત્ર પુત્રજ જોઈએ તું કાન ખોલીને સાંભળી લેજે.
પલક એની વાત સાંભળીને વીશાલની સામે ટગર ટગર જોઈ રહી. થોડીવાર પછી કહ્યું વીશાલ આ કાંઈ મારાં હાથની વાત છે ? આતો કુદરતનાં ઘરની વાત છે. અને આ આપણું પહેલું સંતાન છે,જે કાંઈ હોય તે આપણે સહેજ સ્વીકારી લેવું જોઈએ. આજે પુત્ર કરતાં પણ વધારે પુત્રી સમોવડી થઈને મા બાપને સાથ સહકાર આપેછે.તો મારાં મને પુત્ર હોય કે પુત્રી એકજ છે.એમાં આપણે ભેદભાવ કરવો ન જોઈએ.
વીશાલે તાડુકીને કહ્યું #$@%@#%%#@" અભદ્ર ભાષામાં કહીને પોતાની સગર્ભા પત્નીને ખૂબ માર મારી અને વાળ પકડીને ઓરડામાંથી બહાર ઢસડીને લાવ્યો. ને કહ્યું આ #$@%@એનાં જેવી છોકરી જોઈએ છે.જો તે છોકરીને જન્મ આપ્યો છેને તો તારા ટાંટિયા ભાંગીને ઘરમાં પુરી દ્ઈશ.
(વીશાલનાં માં બાપ તમાસો જોતાં રહ્લાં,થોડીવાર પછી નીધીએ કહ્યું બસ હવે નાટક બંદ કરીને ઘરનું કામ કરવા લાગો ,પલક પોતાની ભીની આંખો પોતાની સાડીને છેડે લુછી ને ઘર કામમાં વ્યસ્ત થઈ)
કામ કાજથી પરવારી પલક વીચાર કરેછે,અરેરે ! કોઈ પણ માણસ કેવીરીતે આટલો બધો"પુત્રમોહ"કેળવી શકે.એને મન તો પોતાનાં બાળકો એક સમાન હોય છે. આતો કેવી પ્રકૃતિનો માણસછે.હજીતો બાળક પુરતું વિકાસ પણ પામ્યું નથીને એણે "પુત્રમોહ"પણ થઈ ગયો. આતો ખરેખર કોઈ શીક્ષક નાં હોઈ શકે. આવો શીક્ષક નજ હોઈ શકે.આતો કોઈ રાક્ષસ વૃતી ધરાવતો વ્યક્તિ છે.જેને દીકરી પ્રત્યે જરાય મોહ નથી.(પલકે બે હાથ જોડી મનોમન ભગવાનને પ્રાર્થના કરી હે ભગવાન જો મને તું વધારે દુઃખ આપવાં માગતો ન હોય તો મને દીકરો આપજે જેથી આ માણસ પોતાનાં "પુત્રમોહ"ની ઈચ્છા પુરી કરી શકે.
(હજીતો પલક એવી ભગવાન પાસે પ્રાર્થના કરે છે, એટલામાં મમ્મીનો ફોન આવ્યો.)
હૈલ્લો પલકે કહ્યું એકબીજાને કુશળતાને પુછ્યું, ઘરનાં સભ્યોનાં ખબર અંતર પણ પુછ્યાં. સવીતાબેને કહ્યું બેટા કેમ છે ? માં દીકરીએ એકબીજાને દુઃખ ન થાય એનું પુરતું ધ્યાન રાખ્યું.પરંતુ ન કહેવાં છતાં પણ એકબીજાની દુઃખની વાતને સમજી ગયાં. એકબીજાએ પોતાની સંભાળ રાખવાં કહ્યું. ને ફોન કટ કર્યો, ફોન મુકીને બેય માં દીકરી ખુબ રડ્યાંછે
સમય ઉપર સમય વીતી ગયો, સાતેક મહીનાં વીતી ગયાં. વીધીવત પલકનું ,શ્રીમંત, વીધી પુર્ણ કર્યું. અનેક મહેમાનો અને પોતાની બહેનપણીઓ સાથે આવીને શ્રીમંતવીધી સંપન્ન
કરી.સવીતાબેનનો હરખ સમાતો નથી એમને પલકની શ્રીમંત વીધીમાં કોઈ રસ નથી એમને માત્ર એટલોજ રસ છેકે એની પલક ફરી પોતાની પાસે આવી ગ્ઈ.
રોજ નવું નવું બનાવી અને પોતાની દીકરીને જમાડે છે. ફળ ફળાહાર ફ્રીઝમાંથી ખુટતાંજ નથી.ઘણીવાર વીશાલનાં ફોન પણ આવી જાય છે. પરંતુ એકજ વાત કરેછે. ધ્યાન રાખજે મારે દીકરોજ આવવો જોઈએ.
પલક હવે કોઈપણ વાતની ફીકર નથી કરતી જેનાં માટે એણે એની જીંદગી જાણે નરકમાં હોમી લીધી. એ વખત ધીરે ધીરે નજીક આવી રહ્યો છે. પલકનાં હ્લદયમાં ક્ઈક નવાં નવાં ભાવ જન્મ લ્ઈ રહ્યાંછે.વારેવારે આંખો બંધ કરી પોતાનાં નવજાત શિશુ સાથે વાતો કરી રહીછે.અવારનવાર પોતાની બહેનપણીઓ આવેછે.સગાં સંબધીઓ પણ ખબર પુછી જાય.
(સમયને જાણે પાંખો આવી ગઈ હોય એમ બે મહીનાં પસાર થઈ ગયાં. જેમજેમ દીવસો નજીક આવતાં ગયાં તેમતેમ પલકનું મન ઉદાસ થતું ગયું)
એકદિવસ સવીતાબેને પુછ્યું બેટાં કેમ ઉદાસ છે ? હવે તો બસ ડીલીવરી થવાને બસ ચાર પાંચ દિવસજ બાકીછે,તો હવે ચિંતા કરવી એ તારી સેહત ઉપર માઠી અસર ઉભી કરશે.એનું પરીણામ તારી તબીયત ખરાબ કરી નાખશે.હવે તો બસ ભગવાનનું નામ લે,રામાયણ જેવાં પુસ્તકો વાંચવા જોઈએ જેથી બાળક પણ સંસ્કાર સાથે જન્મે.
હમમમમ પલકે મમ્મીની વાતમાં હકારાત્મક જવાબ આપ્યો, પરંતુ એને કહ્યું નહીકે પોતાનો પતી"પુત્રમોહ"માં પાગલ બની ચુક્યો છે. આંધળો થઈ ગયો છે. એને ચિંતા એ વાતની થતી હતીકે જો દીકરી આવશે તો મારું જીવન નરક જેવું થઈ જશે.જેમજેમ દીવસો પસાર થતાં ગયાં તેમતેમ પલકનો ચહેરો ઉદાસ થતો ગયો. અંતે એ દીવસ આવી ગયો જેની રાહે પલકને નવીઆશા તરફ પદાર્પણ કરાવ્યું હતું. પ્રસૃતીની પીડાં લગભગ સવારે આઠ વાગ્યે શરૂ થઈ. મમ્મી એ અગાઉથીજ દવાખાને નામ લખાવી રાખ્યું હતું.એક વાહન બોલાવી અને તાત્કાલિક સારવાર મળી રહે એ માટે સમયસર દવાખાને પહોંચી ગયાં. પોતાની સહેલીઓ પણ આવી ચડી.કેસ લખાવી એક નર્સ પલકને અંદરનાં વોર્ડમાં લ્ઈ ગ્ઈ.
અહીં બહાર કોઈને ચેન પડતું નથી, સવીતાબેન ઘડીક ઉભાં થાયછે ને ઘડીક બેસી જાયછે. વહી એમણે વીશાલને ફોન કર્યો.કહ્યું વીશાલ અમે પલકને દવાખાને લાવ્યાં છીએ તમે જલ્દી આવી જાવ.
વીશાલે કહ્યું મમ્મી અત્યારે હું સ્કુલમાં છું,આવી શકું તેમ નથી પરંતુ જ્યારે હું સાંજે નીકળું ત્યારે થતો જ્ઈશ. પરંતુ દીકરાનો જન્મ થાય એટલે તરતજ મને ફોન કરજો.
સવીતાબેન પોતાનાં કાનને સમજાવી ન શક્યાં એને થયું કે નહીં નહીં વીશાલે તો એમ કહ્યું હશેકે બાળકનો જન્મ થાય એટલે કહેજો,મે પણ ઉતાવળમાં એવું સાંભળ્યુંકે દીકરાનો જન્મ થાય ત્યારે કહેજો...એવું થોડું કોઈ કહેતું હશે......
લગભગ એકાદ કલાક પસાર થઈ ગઈ, પલકને વોર્ડમાં લ્ઈને ગયે,હજીસુધી કોઈ સમાચાર નથી.એમણે શીખાને કહ્યું બેટાં તું જાને નર્સને પુછીજોને શું થયું કેમ આટલીબધી વાર લાગીછે.
શીખાએ તરતજ ઉભાં થઈને એક નર્સને પુછ્યું સીસ્ટર પલકને અંદર લ્ઈ ગયે ઘણો સમય થઈ ગયો છે,હજીસુધી કેમ કોઈ સમાચાર નથી.
નર્સે કહ્યું તમે ચિંતા ન કરો હું પુછીને આવું છું, થોડીવાર પછી નર્સે બહાર આવી અને બુમ મારી પલકબેનની સાથે કોણ છે ? એકસાથે બધાંજ દોડ્યાં, હા હા અમે છીએ અમે છીએ બેન શું થયું પલક ઠીક તો છેને ? નર્સે કહ્યું હાં કોઈ ગભરાવાની જરૂર નથી પલક બીલકુલ ઠીક છે. એને એક સુંદર મજાની દીકરી પધારી છે,અને માં અને દીકરી બીલકુલ મજામાં છે.................................ક્રમશઃ
( ભગવાન પણ મોટો ખેલાડી છે....એણે પણ પલકને દીકરી આપી....વીશાલને દીકરો જોઈતો હતો....હવે શું પલકની જીંદગીમાં કેવો વળાંક આવશે જોઈશું ભાગ:-50 અપમાન માં )