Rahashy ek chavina judanu - 7 in Gujarati Fiction Stories by Bhavisha R. Gokani books and stories PDF | રહસ્ય એક ચાવીના જુડાનું - 7

Featured Books
Categories
Share

રહસ્ય એક ચાવીના જુડાનું - 7

રહસ્ય એક ચાવીના જુડાનું

પ્રકરણ : 7

ઘણા સૈકા પહેલા એક પુરાતન સાધુ મહારાજે આ અદ્ભુત વસ્તુ જેને પ્રાચીન કાળમાં “ઇચ્છાપુર્તિ યંત્ર” નામથી ઓળખવામાં આવતુ હતુ. તેના ઉપયોગ દ્રારા માણસનો કોઇ પણ જાતનો ગંભીર રોગ આસાનીથી મટી શકે છે. માણસનો ગમે તેવી ઇચ્છા સરળતાથી પુરી થઇ શકે છે. માણસ પોતાના મગજને કંટ્રોલ કરી અગાથ શક્તિ મેળવી શકે છે. ટુંકમાં કહુ તો જેની પાસે આ યંત્ર આવે તે સર્વ શક્તિમાન બની શકે છે. બસ તેનુ મન શુધ્ધ હોય તે જ આ યંત્રની શક્તિનો લાભ લઇ શકે છે. પરંતુ જેમ આ યંત્ર જેટલુ પાવરફુલ છે. તેમ તેનો ઉપયોગ આસાન નથી. તેનો ઉપયોગ એક ખાસ રીતે કરવામાં આવે તો જ તેનો ફાયદો મેળવી શકાય છે. અડઘડ કે યોગ્ય રીતે ઉપયોગ ન કરતા આ માણસને જોરદારનો કરંટ લાગી શકે છે અને તેમનુ મૃત્યુ પણ થઇ શકે છે. અને આ મશીન સાથે ચેડા કરવામાં આવશે તો તે નષ્ટ પણ થઇ શકે છે. એટલે સાવધાનીપુર્વક તેના ઉપયોગ કરવાનો તરીકો જાણીને જ આ મશીનનો ફાયદો મેળવી શકાય છે. પાછળના પેઇજ પર યંત્રના અલગ અલગ ચિત્રો અને તેના ભાગની બારીકાઇ આપેલી હતી. અંતે ફરીથી એક પત્ર હતો. “મેઘના, આ મશીન ખુબ જ ઉપયોગી અને પાવરફુલ છે. મેં ડાયરીમાં લખ્યા મુજબ તેના ઉપયોગ અંગે ત્રણ ટુકડા છે એક મારી પાસે છે એક બેરમજી લોટવાલા પાસે અને ત્રીજો હું આજીવન મેળવી ન શક્યો. સૌ પ્રથમ તુ તે ટુકડો મેળવવાનો પ્રયત્ન કરી જોજે અને તે મળી જાય બાદ બેરમજી પાસે મેળવવાનો પ્રયાસ કરજે અને ત્રણેય ટુકડા મળી જાય એટલે તારા નસીબ ખુલી જશે. અને તે ન મળે તો આ યંત્ર હુ તને અમાનત તરીકે સોંપી જાવ છું. તારે જે કરવુ હોય તારી ઇચ્છા. બસ એક વિનંતી છે. તેનો નાશ ન કરજે. કદાચ ભવિષ્યમાં કોઇને ઉપયોગી બની જાય. તારે તે ન જોઇએ તો એન્ટિક મ્યુઝિમમાં આપી આવજે. તારા વ્હાલા પિતા, મનસુખલાલ પુસ્તક પુરુ કર્યા બાદ મેઘનાએ આજુબાજુ જોયુ તો બધા જ ઉંઘી ગયા હતા. પુસ્તક મુકીને તેને બધાને ઉઠાડયા અને બેડ અને સોફા પર વ્યવસ્થિત સુવડાવ્યા. ********** રાત્રે તો થાકના માર્યા બધા સુઇ ગયા પરંતુ સવારે એકસાઇમેન્ટમાં બધા એક પછી એક ઉઠી ગયા. મેઘનાએ બધાની ચોઇસ મુજબ કોફી, ચા, ગ્રીન ટી અને સાથે નાસ્તો બનાવી આપ્યો. બધા ફ્રેશ થઇ ગયા બાદ હોલમાં એકઠા થયા. “બે ટુકડા તો આપણી પાસે છે. બસ હવે ત્રીજો ટુકડો મળી જાય તો આપણુ કાર્ય સફળ થઇ જાય.” પ્રિયાએ કહ્યુ. “મારી પાસે એક પ્લાન છે પ્લીઝ કમ હીઅર.” રુબીએ બધાને નજીક બોલાવ્યા. બધા અર્ધ નમીને ગોળ વળી ગયા એટલે રુબીએ બધાને પોતાનો પ્લાન કહ્યો. તે સાંભળીને બધાની આંખમાં ચમક આવી ગઇ અને ખુશ થઇ ગયા. લેટસ ફન બીગીન ********** “આવો આવો રુબી બેટા આવો. આટલા લાંબા સમયે દેખાણી.” “તમે આવો.” રુબી સાથે આવેલા ત્રણ વ્યક્તિઓને પણ બેરમજીએ આવકાર્યા. “બેઠો બેઠો રુબી દીકરા તારુ જ ઘર છે. બેસો બેસો.” પારસી લઠણમાં બેરમજીએ બધાને સોફા પર બેસવા કહ્યુ. “રુબી દીકરા આ તારા મિત્રોની ઓળખાણ તો કરાવ.” “અંકલ, તે ખાસ તમને મળવા આવ્યા છે. તમારી પાસે નવરાશ તો વાત કરીએ.” “રુબી દીકરા હુ તો આજે નવરો જ છુ. મારી દુકાન આજે બંધ જ છે.” “આ મારો મિત્ર રુસ્તમ, આ પરવેઝ અને આ મારીયા છે.” “વાહ રુબી દીકરા ત્રણેય પારસી છે. ખુશ રહો દીકરાઓ ખુશ રહો. બોલો મારા જેવા બાવાનુ શુ કામ પડ્યુ?” “અંકલ, મારા દાદા પાસે એક ખેતર હતુ. તેને ખુલ્લી હવા મેળવવા માટે તે ખરીદ્યુ હતુ. પરંતુ તેની તબિયત ખરાબ હોવાના કારણે તે કયારેય તેનો ઉપયોગ કરી ન શક્યા. પિતાજી ધંધાના કારણે કયારેય સમય ન મેળવી શક્યા તે ખેતરની મુલાકાત ન લઇ શક્યા અને અમે બધા મિત્રો ખેતર પર પિકનિક માટે ગયા ત્યારે કાંઇક અજીબ વસ્તુ જોવા મળી. એક ખજાનાનો નકશો. તેને જોઇ અમેં ચક્તિ થઇ ગયા.” રુસ્તમ બનેલા વિનયે કહ્યુ. “હા, અંકલ ખેતરમાં એક પથ્થર ખોસેલો હતો. તેને અમે રમત રમતમાં કાઢ્યો તો નીચે પ્લાસ્ટિકની થેલીમાં નક્શા સાથે એક ચિઠ્ઠી હતી.” પરવેશ બનેલા પરેશે કહ્યુ. “પન દીકરાઓ એમાં હુ તમને શુ મદદ કરી શકુ. નકશો મલ્યો છે તો ખજાનો શોધવા નીકળી જાવ.” “અંકલ પન એ નકશો અધુરો છે. તેની સાથેની ચિઠ્ઠીમાં એમ લખ્યુ હતુ કે નકશાનો અધુરો ભાગ બેરમજી લોટવાલા પાસે છે.” મારીઆ બનેલી પ્રિયાએ પણ પારસી લઠણમાં કહ્યુ. “ના ના દીકરાઓ મારી પાસે કોઇ ટુકડો નથી. ખજાનો બજાનામા હુ માનતો નહિ. મારા માટે મારો ધંધો ભલો.” “ઓહ, અંકલ તમારી પાસે નથી.” નિરાશ થવાની એકટિક કરતા રુબી કહ્યુ. “હા, રુબી દીકરા આવો કોઇ ટુકડો હોત તો બાકીનો નકશો શોધતો ન હોત.” “અંકલ, તમે આ ટુકડો પન સાચવો ને અમને બીજો ટુકડો મળી જશે ત્યારે લઇ જઇશુ. અમારી પાસે કયાંક ખોવાય જશે.” રુબીએ એક કાગળનો બેવડો વાળેલો ટુકડો બેરમજીને આપતા કહ્યુ. “સારુ દીકરા.” ટુકડો જોયા વિના ખિસ્સામાં મુકતા બેરમજીએ કહ્યુ. ********* “વાહ, મિશન સકસેસફુલ.” પ્રિયાના ઘરે આવીને રાજી થતા વિનયે કહ્યુ. “વાહ, રુબી વોટ અ ગ્રેટ આઇડિયા. હવે તેની પાસે બાકીનો ટુકડો હશે તો તે જોડવાનો જરૂર પ્રયાસ કરશે.” પ્રિયાએ કહ્યુ. “અને જેવો તે જોડવાનો પ્રયાસ કરશે તેવી તેની પાસે રહેલા ટુકડાની ઇમેજ આપણી પાસે આવી જશે. તેમાં જોડેલા સેન્સર કેમેરા વડે” પરેશે ખુશ થઇ મોટેથી કહ્યુ. “પ્રિયા તે નકશાની ઇમેજ સારી બનાવી લીધી.” “એમાં કાંઇ ન હતુ. આપણી પાસે બે ટ્કડા છે તેના જેવી જ ઇમેજ બનાવી દીધી. આમ પણ આ નકશો છે જ નહિ. તેઓ નકશો માનીને ભલે ને ગમે તે દિશામાં શોધ કરવા નીકળી પડે.” “પરંતુ કોઇ નિષ્ણાતને પુછી તેને સત્યની ખબર પડી જશે તો.” મેઘનાએ શંકા વ્યક્ત કરતા કહ્યુ. “આંટી તમે બેરમજી અંકલને ઓળખતા નથી. તેઓ આખી જીંદગી મથશે અને ખજાનો ભલે ન મળે પરંતુ કોઇનો સાથ લેશે નહિ. કોઇને ભાગ આપતા તેનો જીવ ન ચાલે.” રુબીએ કહ્યુ. “એય જો ઇમેજ આવી પણ ગઇ. વિનયે પોતાનો ફોન ચેક કરતા કહ્યુ.” “વાવ” બધા ઉછળી પડયા અને ડાંસ કરવા લાગ્યા. **********

“બેરમજી અંકલે અલગ અલગ રીતે ટુકડો જોડવાનો પ્રયાસ કર્યો છે. કઇ ઇમેજ આપણે યુઝફુલ થશે તે કેમ ખબર પડશે?” વિનયે બધી ઇમેજને વારાફરતી જોતા કહ્યુ. “તે મારી પણ છોડી દો હુ હમણા બધુ સેટ કરી દઉ.” પ્રિયાએ કહ્યુ. પ્રિયાએ ઇમેજીસ આવી ત્યારથી લઇ સાંજ સુધી બેડરૂમમાં બેઠા અલગ અલગ રીતે જોડવાનો પ્રયાસ છેક સાંજે તેની મહેનત રંગ લાવી. બાકીના બધા હોલમાં બેસીને ડાયરી અને તે બુકને તથા બેરમજી પાસે મળેલી ઇમેજીસને ચેક કરતા હતા. બધાને ખુબ જ એકસાઇમેન્ટ થઇ રહી હતી પરંતુ પ્રિયાનુ કાર્ય પુરુ ન થાય ત્યાં સુધી આગળ કાંઇ થઇ શકે એમ ન હતુ. “હે ગાઇસ, લુક એટ ધીસ પિકચર આઇ હેવ કમપ્લીટ ઇટ.” હોલમાં આવીને ખુશ થતા પ્રિયાએ કહ્યુ. તેને એક કાગળ બધાને બતાવ્યો. “વાહ, ઓસમ વર્ક. યુ રીઅલી ડીડ ઇટ.” વિનય પણ એ ઇમેજ જોઇ ખુશ થઇ ગયો. “બટ પ્રિયા આ ફુલ ઇમેજ પરથી મશીન કેવી રીતે કામ કરશે તે કેમ ખબર પડશે?” “તેના માટે મેં વિચાર કર્યો છે. જુઓ આ ચિત્ર ખુરશીની નીચે આ એક મશીન જેવુ જોડેલુ છે. તેમાંથી આ એક લાલ તાર છે તેમાંથી જુદો કરીને જમણા હાથની નસ પર જોડી દેવાનો છે. ડાબો હાથ ખુરશી સાથે બાંધી દેવાનો છે અને માથુ પાછળના ભાગમાં ઢાળી દઇને મનમાં ઇચ્છાઓ વ્યકત કરવાની છે. આથી તે થોડા જ સમયમાં આપણી ઇચ્છાપુર્તિ કે રોગ મુક્તિ થઇ શકે.” “વાહ, ગ્રેટ યુ રોક પ્રિયા.” વિનયે ખુશ થતા કહ્યુ. “લેટસ ટ્રાય ઇટ.” રુબીએ કહ્યુ એટલે બધા ભોંયરામાં ઉતર્યા.

“કોણ પ્રેકટિસ માટે પહેલા બેસસે?” પરેશે તિજોરીમાં અંદર જઇને કહ્યુ. “હું મે આખી થિયરી સમજી લીધી છે. એટલે તમે હુ કહુ તેમ કરતા જાવ. હું ખુરશી પર બેસી જાવ છુ.” પ્રિયાએ કહ્યુ. પ્રિયાના ઇસ્ટ્રકશન મુજબ બધા કરતા ગયા. ********

“પ્રિયા તેના શેના અંગે વિચાર કર્યો?” મેઘનાએ પુછ્યુ. “પપ્પા અહીં અત્યારે જ આવી જાય.” “મારો ફોન રીંગ થઇ રહ્યો છે” મેઘનાએ કહ્યુ “હુ કયારનો બહાર બેલ વગાડી રહ્યો છુ કયા છો મા દીકરી.” “પ્રિયા ઇટસ વર્ક.” બધા ખુશીથી જુમી ઉઠયા.

******