"તું વસે છે"
કેમ કરી કહું તને? તું ક્યાં શ્વસે છે,
જ્યારે જોઉં તને, તું ફકત હસે છે;
અગણિતોની ભીડમાં તું નજીક વસે છે,
એ ઝૂકતી નજર,દિલમાં મારા રહે છે;
વીંટળાઈ છે કૈંક યાદો વનલતા માફક,
બંધ આંખોમાં પણ ફક્ત તું દીસે છે;
કોમળ કલરવ પણ ઉઝરડા કરે કર્ણમાં,
તારો સુર સાંભળવા જ્યારે હૃદય મથે છે;
અમસ્તો નથી કંઈ અદ્દલ કેફ મુજને,
"બેનામ" મારા રગે રગે જાણે એ વહે છે.
💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐
"કવન દેજે"
ચિત્ત હંમેશા સ્થાઈ રહે એવું મનન દેજે,
માબાપ આશિષ હોય એવું એક સદન દેજે;
ઢાંકે દરેક સ્ત્રીની લાજ એવું ગવન દેજે,
જલાવું મનની ઈર્ષ્યા એવું હવન દેજે;
ખુશીઓથી લથબથ સદા એવું ચમન દેજે,
વતનની ધૂળ કેરી સુગંધ તણો પવન દેજે;
ઝીલી શકું ગરીબોનો ભાર એવું વહન દેજે,
ન ચડે મદ, અહમ્ કે કેફ એવું રહન દેજે;
પરોપકારી વિચારો વાળું મને જીવન દેજે,
જીવનભર રહે યાદ તમને એવું સપન દેજે;
મળે જો કયાંય પ્રભુ તો મારું નમન દેજે,
"બેનામ" કરું ઈશભક્તિ એવું કવન દેજે.
💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐
"રાણો પ્રતાપસિંહ"
રણધીક ઉડે મેદાનમાં,કદી ખાલી ન જોને વાર કીયે,
સિસોદિયા વંશનો રાજકુંવર રાણો રાજ પ્રતાપસિંહ;
શિરપાઘ નમાવા જોને હરઘડી અકબર મથે પણ,
તોય મૂછનો વાળ ડગે નહિ, એ રાણો પ્રતાપસિંહ;
કૈંક ધડ લીધા કંઇક ધડ દીધા વંદન ભૂમિ મેવાડની,
જેનો ચેતક સમ સવારો જોને, એ રાણો પ્રતાપસિંહ;
જેનાં ભાલાની નોકેં થી મુઘલ કેરા ભેરૂ ધ્રૂજે,
એવો ગરવો હિન્દ સમરાટ એ રાણો પ્રતાપસિંહ;
જે શમશેર કેરી ધારથી દુશ્મન હૃદય ફફડી ઉઠે,
માતૃભૂમિ રક્ષક ભારથી, એ મારો રાણો પ્રતાપસિંહ.
💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐
"કાગળ ને કલમ"
હર ઘડી ને હર જગ્યાએ ક્યાંથી મળે મલમ!?
મારે મન તો દવા બધી જાણે કાગળ ને કલમ;
અટવાઇ જઉં છું હું પણ જ્યાં હોય ભરમ,
પછી ઉકેરે છે લાગણી મારી કાગળ ને કલમ;
કોને પડી છે અહીં સહેજ પણ લાજ કે શરમ !?
દરેક વખતે ક્યાંથી બચાવે સહુને કાગળ ને કલમ;
દરેક લોકોને ભોગવવા રહ્યા સાચા ખોટા કરમ,
ઈશ્વર પાસે પણ રાખેલ છે એક કાગળ ને કલમ;
તું જ પ્રિયે જિંદગી અને તું જ પ્રિયે મારી સનમ,
"બેનામ" મારે મન સાથી પણ કાગળ ને કલમ.
💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐
..✍️ ભાર્ગવ જોષી "બેનામ"
💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐
(ક્રમશ)