આજનો આ દિવસ પરી માટે થોડો ભારી હતો. તેની જ ટક્કરના કનસડન્સ સાથે તેને આજે ટકકર આપવાની હતી. છેલ્લાં ચાર વધ્યા હતા તેમાં પરીની સાથે એક છોકરી જીયા ને બીજી બે છોકરા માણેક અને ગૌરવ હતા. આ ત્રણેય પરી કરતા વધારે આગળ હતા. પણ પરીને તેનું ટેશન ના હતું. કેમકે તેમની સાથે મહેર હતો. તે બંને ઓડિશનમાં પહોચ્યા. ત્યાં તે લોકોની જજની સાથે થોડી મિટિંગ હતી તેના પછી કોમ્પિટિશન શરૂ થવાનું હતું.
અડધો કલાક મિટિંગ ચાલ્યા પછી બધા મંચ પર હાજર થયા. પરીનો લુક આજે બધાથી અલગ લાગતો હતો. વાઉટ ફેન્સી ગાઉનમા તે ખરેખર આજે આસમાનની પરી જ લાગતી હતી. તેની આ ખુબસુરતી જોઈ કોઈ પણ મોહી જાય તેમ હતું. બધા જ મંચ પર હાજર હતા. જજે તેની સીટ લીધી ને ચાર કનસડન્સ ને સામે ઊભા રાખ્યા. આટલા દિવસની સફરને તેના શબ્દોમાં વર્ણન કરવાનું કહેવામાં આવ્યું. બધાએ જ પોત પોતાની રીતે અલગ અલગ અભિપ્રાય આપ્યા. વધારે જજની તારીફ કરવામાં આવી પણ એમાના એક પણ શબ્દો પરી ના દોહરાવતા તેને અહીં સુધી પહોંચવામાં તેના પરીવારનો આભાર વ્યક્ત કર્યો. આજે સેમી ફાઈનલમાં પરીનો આખો પરિવાર તેની સાથે જ હતો. મહેરના મમ્મી પપ્પા પણ ત્યાં આવી પહોચ્યા હતાં. મનમાં થોડી ખામોશી ને દિલમાં ઉમંગ હતો. થોડીક મજાક મસ્તી પછી કોમ્પિટિશન શરૂ થયું.
સૌથી પહેલા જીયાનો નંબર આવ્યો. તેના ખુબસુરત અવાજમાં તેને ગીત ગાવાનું શરૂ કર્યું. આજનો આ રાઉન્ડમાં તેમને પોતાની રીતે જ કંઈક નવું ગીત બનાવી ગાવાનું હતું. ગીત કોઈનું કોપી ના થવું જોઈએ. ને કોઈ અલગ જ સૈલીમાં તેને ગવાનું હતું. પણ જીયાએ તેના વિરુદ્ધમાં બીજાના કોપી ગીત ગાયું. જે એકસુયુલી પરીના બનાવેલા શબ્દો હતા.
જે પહેલા જ ઓલરેડી જજની લિસ્ટમાં સામેલ હતું આ શબ્દો મહેરના જ બનાવેલા હતા એટલે તેને વધારે ખ્યાલમાં રહયા. આખું ગીત પુરુ થયા પછી તેને કહયું "જીયા એ ગાના તો કિસી ઔરકા હૈ, ઔર આપને તો કોઈ ઔર ગાના પસંદ કીયા થા." મહેરથી તે બરદાસ ના થતા તેને બધાની સામે જ જીયાને પકડી પાડી. પણ જીયા કોઈની જાળમાં આવે તેમ ના હતી. તેને વાત ધુમાવાની કોશિશ કરી પણ મહેર સામે તેનું કંઈ પણ ના ચાલ્યું. તેને આ કોમ્પિટિશનમાંથી આઉટ કરી દીધી.
ત્યાર પછી ગૌરવનો નંબર આવ્યો. તેને પોતાની રીતે એક સરસ જ ગીત રજુ કરયું. વગર કોઈ કોપી તેને આજના શબ્દોને સુંદર રીતે વ્યક્ત પણ કર્યા. તેના પછી માણેકનો નંબર આવ્યો તેને પણ એક મસ્ત રીતે ગીત ગાયું. હવે વધી હતી એક પરી જેની પાસે ગાવા માટે કોઈ શબ્દો ના હતા જે ગીત તેને તૈયાર કર્યું હતું તે ગીતતો કોપી થઈ ગયું હતું. જેને તે હવે ગાય શકે તેમ ના હતી.
કોમ્પિટિશનના નિયમ મુજબ એક ગીત બે વખત ના ગાઈ શકાય. તે મંચ પર આવી. પણ તેનો ચહેરો ખામોશ હતો. તેની નજર તેના પરિવાર ઉપર ગ્ઈ જેની આખોમાં પરીને જીતવાની એક આશ હતી. તેની સામે તે બાળપણની યાદો હતી. વિતાવેલા દિવસોની જાખી થતી જતી હતીને તે મંચ પર ઊભી રહી ને તે બધા જ દર્શયો જોઈ રહી હતી.
જિંદગીની આ રમત સમજવા માટે તેને અહીં સુધી કદમ મુક્યો. તે કદમ જો ચુકાઈ જશે તો ફરી કયારે પણ તેના સપનાની પાખો નહીં ફેલાઈ. તે વિચારોમાંથી બહાર આવી. તેને શું ગાવું તે સમજાતું ના હતું. તેની સામે મંજિલ સુધી પહોંચવાનો રસ્તો હતો ને તે રસ્તા પર તે ચાલવા તે અસમર્થ હતી. તેની નજર મહેર સામે ગ્ઇ. મહેર તેના ખામોશ ચહેરાને જોઈ શકતો હતો. પરીની ખામોશી આખા મંચને ખામોશ કરી રહી હતી. થોડીવાર માટે પરીની ખામોશી જોતા ચારો જજ વચ્ચે થોડીક વાતચીત થઈ ને પછી મહેર બોલ્યો,
" પરી, હમ આપકી પરિસ્થિતિકો સમજ સકતે હો, ઈસલિયે હમ સબને મિલકે ફેસલા લીયા કે આજ આપકો જો ભી ગાના હૈ વો આપ ગા સકતે હો."
"હા, પરી, આજ આપકો જો ગાના હૈ વો ગા સકતે હૈ" મહેરનો સાથ આપતા રીયા બોલી.
"થેન્કયુ" ખુશીથી પરીનો ચહેરો ફરી ખીલી ઉઠયો. તેને આખ બંધ કરી અને થોડુંક વિચારી ગીત શરૂ કર્યું ત્યાં જ મંચ ઉપર લાઈટ કેમેરા બંધ થઈ ગયા. તેના શબ્દો હજું મ્યુઝિકની સાથે જોડાણા પણ ના હતા ત્યાં જ કોઈ બીજા અવાજે તેના શબ્દોને થંભાવ્યા.
"સોરી, પર આજ કે દિન એ બતાના જરુરી થા." જીયાનો અવાજ બધાના કાનમાં ગુજ્યો. કોઈ કંઈ સમજે કે કંઈ વિચારે તે પહેલાં જ સામે કેમેરામાં પરી અને મહેરની તસ્વીર એક પછી એક રજુ થવા લાગી. આજ સવારે બંને વચ્ચે જે કંઈ પણ બન્યું તે બધું જ આ કેમેરામાં દેખાઈ રહ્યું હતું. પરી આ બધું જોઈ ત્યાં જ થંભી ગઈ ને મહેર પરીને જોઈ. બધાની નજર પરી અને મહેર પર મંડાયેલી હતી.
" આપ સબ દેખ સકતે હો, કે પરી ઈસ કોમ્પિટિશન જીતને કે લીયે કીતની હદ તક ગીર સકતી, જો મહેરગુરુ કિસીકે બારેમે સોચભી નહીં સકતા વો મહેર પરી જેસી લડકીકે બાહોમે...!! થોડી અશરમ જનક બાત હો ગઈ."
"સ્ટોપ, જીયા....હમને તુમે કોમ્પિટિશનસે આઉટ કીયા તો તુમને એ ડ્રામા શરુ કીયા"
" વાહ.....વાહ.... વાહ... મહેર ગુરુ અબ એ આપકો ડ્રામા લગ રહા હો. જબ મેને પરીકા ગાના ગાયા તો ઉસમે આપકો કોપી લગા.. ક્યુ.....!!! કયોકી વો ગાના આપકા બનાયા હુવા થા..કયા સચ બોલ રહી હું...ના.....??" મહેરની બોલતી જીયાએ એકદમથી બંધ કરી દીધી. પણ તેનું બોલવાનું હજું બંધ નહોતું થયું. " રીયામેમ, આપકો પતા હૈ ને કે કોમ્પિટિશનકા નિયમ કયા હૈ કે કોઈભી કનસડન્સ જજની હેલ્પ ના લ્ઈ શકે..! પર પરીએ તો કોમ્પિટિશનકી નિયમકે વિરુદ્ધ જાકર મહેરગુરુ કી મદદ લી ઓર મહેર ગુરુને ઉસકી મદદ ભી કી..." તેની બોલવાનું શરૂ હતું. પરીને કંઈ જ સમજાતું ના હતું અહીં શું થઈ રહયું છે. ખરેખર જયારે જીત નજીક આવી પહોંચે ત્યારે કસોટી થાય જ છે. પરી માટે પણ આ એક કસોટી જ હતી.
તેને ડર આજે જીયાની વાતોનો નહોતો. તેને ડર હતો તેના પરિવારની આબરૂનો. આજે આખી દુનિયાની સામે તેની સોથી ખરાબ તસ્વીર ફરતી થઇ ગઇ હતી. તે ઊંચો ચહેરો કરીને કોઈ સામું જોવા લાઈક નહોતી રહી. વિચારો પવન વેગે જીયાની ફરિયાદ સાથે જ શરૂ થઈ ગયા હતા. જે પરીવારે તેના ઉપર આખ વિચી ને ભરોસો કર્યો હતો તે પરીવાર સામે તેની ઈજ્જત ઉછળી રહી હતી. મુંબઈ આવ્યાં પછી જે કંઈ બન્યું તે તેની નજર સામે આવવા લાગ્યું. કાલે તો તેની સંગાઈ બીજા સાથે છે ને આજે આ...ના તે પરિવાર સાથે જીવવા લાઈક રહી ના આ સુપરસ્ટાર બનવા. તેની પાખો ઉડતા જ કપાઈ રહી હોય તેવો આભાસ તેને થવા લાગ્યો.
"તેની આખોમાંથી વહેતા આસું તે તસ્વીરને ધુધળી બનાવી રહ્યા હતાં. તેની આ હાલતની જીમેદાર તે ખુદ જ છે તેવું તેને લાગતું હતું. આ એક એવી રમત હતી જિંદગીની જે તેના સપનાની સાથે બધું જ ખતમ કરવા આવી હતી.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
આજે પરીની જિંદગી કોઈ એવા રસ્તા પર આવીને ઊભી છે જયાં તેનું બધું જ ખતમ થઈ જશે ત્યારે શું તેનો પરિવાર પરીનો સાથ આપશે...?? કે શું આ બધું જાણી પરીને હંમેશા માટે પોતાની નજરોથી દુર કરી દેશે...?? શું પરી વિશે બોલતા ખરાબ શબ્દો મહેર ખાલી સાંભળતો રહશે કે તેનો જવાબ પણ આપશે... ?શું પરિણામ આવશે મહેર અને પરીના પ્રેમનું તે જાણવા વાંચતા રહો દિલ પ્રેમનો દરિયો છે....(ક્રમશઃ)
અહીં આપણા 30 ભાગ પુરા થયા. અત્યાર સુધીની પરીની સફર એક મજેદાર રહી. તેમાં તમારા લોકોનો સાથના કારણે જ હું અહીં સુધી સારુ લખી શકી ને આગળ પણ હજુ આ વાર્તા ને સારી રીતે લખાઈ તે માટે મારા તમારા વધુ અભિપ્રાયની જરુર છે. તમારી જેમ જ મને પણ જાણવાની આતુરતા છે કે આગળ શું થશે. આ કાહાની ને હજુ સારા મુડ પર લાવવા તમે મને જણાવી શકો છો કે આ વાર્તાના આગળના ભાગમાં હવે શું થવું જોઈએ... ધન્યવાદ