A progress of protest in Gujarati Motivational Stories by Hiralba Sisodiya books and stories PDF | વિરોધ એક પ્રગતી

Featured Books
Categories
Share

વિરોધ એક પ્રગતી

" વિરોધ એક પ્રગતી "


બહુજ સમજી વિચારીને આ શિર્ષક લિધુ છે.અહીયા આપણેે વિરોધને પુુુરેપુરી રીતે સકારાત્મક લેવાનુ છે.

સામાન્ય રીતે આપળો કોઇ વિરોધ કરી જાય તો આપણને જરા પણ ગમતુ નથી.પણ કયારેય આપણે એ જાણ્યુ છે કે આજ વિરોધ આપણી પ્રગતી નુ પ્રથમ પગથીયું છે.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
એ કઈ રીતે એ આપણે જાણીયે.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

વિરોધ જ આપણને બધા થી કંઈક અલગ કરી છુટવાની હિંમત આપે છે.જો વિરોધ ના થતો હોય તો સમજી લેવુ કે આપણા માં સામાન્ય થી વધારે કશુુુંજ નથી.

હવે પ્રશ્ન એ થશે કે સામાન્ય થી વધારે એટલે શુું???

ઉત્તર છે,

જો તમારા માં કંઈક બધા થી અલગ આવડત કેે કાબિલિયત હસે
તો સ્વાભાવીક છે તમારો વિરોધ થવાનો જ.

કેમકે લોકો એનોજ વિરોધ કરશે જે એમની પહોંચ ની બહાર હશે.

વિરોધ થી ક્યારેય નાશીપાસ ના થાવ.કેમ કે આ એકજ એવો મિત્ર છે.જેનો શબ્દ તો નકારાત્મક છે પરંતુુ તેના દ્વારા જ સકારાત્મકતાના રસ્તા ખુલેે છે.

સાાચું કહું તો વિરોધ ના થતો હોત તો મને આજે આ topic પર ચર્ચા કરવાની પ્રેરણાં ના મલત. મારી દ્રષ્ટિ એ વિરોધ થિ મોટો કોઇજ મિત્ર નથી.🙏



✒હિરલબા તલાટીયા





:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

# આખરે કયાં સુધી #
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::


દાદા દાદી બિમાર હતા એટલે મનસુખલાલ કંઇ ખાસ ધામ ધુમ થી મીરા ના લગ્ન નોતા કરી શક્યા.સમય અને પરિસ્થિતિ ને માન આપીને સાસરિયા વાળા પણ હસતા મોઢે પ્રસંગ પતી જાય એવુ ઈચ્છતા હતા.સગાં વ્હાલા ઓની હાજરીમાં પ્રસંગ બહુજ સરસ રીતે પતી ગયો.

અહીયાં મીરા સાસરે જતી રઈ.લાડકોડ થી ઉછરેલી એકની એક દીકરી ના સાસરે જતા રેવા થી મનસુખલાલ મન માં ને મન માં ભાંગી પડયા હતા.પરંતુ ક્યારેય કોઈ સામે જતાવા નોતા દેતા.

દીવસો અઠવાડીયામાં બદ્લ્યા અઠવાડિયું મહિનામાં અને મહિનાઓ વર્ષ માં મનસુખલાલ તો રાજી હતા કે દીકરી સાસરે ખૂબજ સુખિ છે એટલેજ પીયર ને યાદ નથી કરતી.મનસુખલાલ પાછા જુનિ રૂઢી વાળા રૂઢિચુસ્ત. દીકરી ના ઘરે સારા/માઠા પ્રસંગ શિવાય જવાય નહિં એવુ માનવા વાળા.એટલેજ ઘણો સમય વિતી જવા છતાં પણ મીરા ને મળવા નોતા ગયા.

સામે મીરા ના તો કોઇજ સંજોગ જ એવા નોતા કે તે પોતાની આપવીતી પિતા સમક્ષ રજુ કરી શકે.
બન્યુ એવું કંઈક..............

અહીયાં મીરા અને એમના પિતા એમ સમજતા હતા કે ઘરમાં દાદા દાદી બિમાર છે એટલે વેવાઈ વેલા લગ્ન ની ઉતાવળ કરે છે.પરંતુ એમનાં મનમાં તો પોતાનાં દેણાંમાં ડુબી જવાની વાત છૂપેલિ રહે એ ભય સતાવતો હતો.એટલેજ મીરા ના પીતા ને બધી વાત માં હા મા હા મિલાવતા રેતા હતા.
લગ્ન ના બીજા જ દિવસે...........
Door bell વાગે છે 🔔
મીરા હાફળી ફફડી થઈ પગથિયા ઉતરે છે.ત્યાંતો મીરા ના સાસુ એ દરવજો ખોલી નાખ્યો.સામે જોવે છે તો...

મીરા અને એની સાસુ ની આંખો ફાટી જાય છે.ખાખી કપડાં ઠક ઠક અવાજ કરતા કાળા બૂટ હાથમાં arest warent.
મીરા ઘબરાતા અવાજે પુછે છે.is everything ok sir????
ત્યાંતો પોલિસ ઇન્સ્પેકટર કહે છે.છેલ્લા 6 મહિનાથી ઘણી notic મોક્લ્યા પછી પણ તમે બેંક ની રકમ પરત કરેલ નથી. તમારી બધીજ મુદ્દત પુરી થતા આજે મજબુરન મારે arest warent લઈને આવુ પડયુ છે.

મીરા આ સાંભળી પોતાનાં હોસ ખોય બેઠિ ને ભોંય પર પડી ગઈ.પિતાનાં ઘરે લાડકોડથી ઉછરેલી મીરા ને કોણ જાણે કોની નઝર લાગી હસે જે લગ્ન ના બીજા જ દિવસે આવી મુસીબત ઉઠાવી પડી.

મીરા ને ભોંય પરથી ઉપાડી સોફા પર સુવડાવી.થોડીવાર પછી મીરા ફરિ સ્વસ્થ અવસ્થામાં આવિ.આંખો ખોલી જોવે છે તો સામે મીરા ના સાસુ અને એમનો પતી હાથ 🙏જોડી માફી માંગે છે કે અમે બંને તારા ગુનેગાર છીયે.બની સકે તો માફ કરી દે જે.ઘર પર અવેલી મુસીબત અમે તારા અને તારા પરિવાર થિ છુપાવી છે જેના અમે ગૂનેગાર છીએ.અમારા મન માં રંજ માત્ર પણ ખોટ નોતી બસ અમે સંસ્કારી ઘર ની દીકરી ને ખોવા નોતા માંગતા.

આમ હાથ જોડેલા ઉભા જોઇને મીરા બોલી સમય આપળો ખરાબ આવ્યો છે.પણ નિયત મા આપળી ખોટ નથી આવી.તમે ઇચ્છત તો લગ્ન સમયે જ મારા પીતા પાસે રૂપિયાની માંગણી કરી સકત પણ તમે એવુ ના કર્યુ.હું ધન્ય છુ કે એક એવા પરિવાર મા પરણી ને આવિ છું જયાં ગમે તેવી મુશ્કેલી ના સમયે પણ દહેજ ના નામે કે પછી કોઇ મુશ્કેલી ના નામે દીકરી ના ઘરના પાસે કંઈ જ માંગણી નથી કરતા.

આખરે કયાં સુધી સમાજ માં દહેજ લેનાર પરિવાર ની સાથે સાથે દહેજ નાં લેનાર પરિવાર પણ પિસાતો રેશે.

સાસુ વહુ ની આંખ માં એકમેક ની લાગણી ના આંશું આવી જાય છે.મીરા ના પતિને બેંક માં સમય સર રકમ ના ચુકવવા ના ગૂના માં પોલીસ ધરપકડ કરે છે.પાછડ થી દિકરા ની જગ્યા લેતી મીરા આખા ઘરનો ભાર હસતા મોઢે પોતાનાં પર લઈ લે છે.

આખરે ક્યાં સુધી સમાજ દિકરા વાળા નોજ દોસ કાઢતો રેસે.હર હંમેશ જ્યારે સમાજ ખરો નથી હોતો.

આખરે કયાં સુધી
આખરે ક્યાં સુધી🙏


✒હિરલબા તલાટીયા