A Recipe Book -10 in Gujarati Horror Stories by Ishita books and stories PDF | અ રેસીપી બુક - 10

The Author
Featured Books
  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

Categories
Share

અ રેસીપી બુક - 10


"હા… હા….હા...મને પકડીને બતાવ મમ્મી.. હા… હાહા.." નાનકડી 4-5 વર્ષ ની એક છોકરી ગાર્ડન માં રમી રહી હતી, તેની પાછળ ઝંખના દોડી રહી હતી. "બેટા અહીં આવ, પડી જઇશ, ઉભી રહે હમણાં તને પકડી લઉં છું." ઝંખના તે છોકરી ને પકડી લે છે અને બેઉ હસવા લાગે છે. "ચલો હવે બહુ મસ્તી કરી ચા-દૂધ તૈયાર છે " અંદર થી ગૌતમ નો અવાજ આવ્યો. ઝંખના અને નાનકડી છોકરી બન્ને હસતાં હસતાં ઘર માં જાય છે. (તૃષ્ણા સપનાં માં પોતાને અને પોતાની મમ્મી ને જોઈ રહી હતી. સપનું જોતા જોતા જ ઊંઘ માં જ તેના ચહેરા પર એક હાસ્ય મલકવા લાગ્યું હતું.) તે નાની છોકરી ના ડાબા હાથ પર એક નિશાન હતું, જેવું પેલી દિવાલ પર, કેસેટ પર હતું. [તે નિશાન ની વચ્ચે એક સ્ટાર જેવી આકૃતિ હતી, તેની આસપાસ પાણી ના ટીપા જેવા વલયો હતાં, તેને ધ્યાન થી જોતા એવું લાગતું હતું કે તે વલયો ગોળ ગોળ ફરી રહ્યા હતા.] અચાનક રાત થઈ ગઈ, તે નાની છોકરી પોતાના રૂમ માં સૂતી હતી, કોઈ ધીમે ધીમે તે છોકરી ની પાસે આવ્યું અને તકિયા થી તે છોકરી નું મોં દબાવા લાગ્યું.

તૃષ્ણા આ જોઈ ને એકદમ ઉઠી ગઈ, તેનો શ્ર્વાસ અટકી ગયો હતો, તે એકદમ પરસેવો પરસેવો થઈ ગઈ. તેણે પાણી પીધું પણ એના હૃદયની ધડકન વધેલી જ હતી. તે હાથ માં ગ્લાસ પકડી ને જ વિચારવા લાગી, ' કેટલું ભયાનક સપનું હતું, કેટલી ખુશ હતી હું. હું ને મમ્મી રમી રહ્યા હતા. પપ્પા પણ હતા. પણ કોણ મને મારવા ની કોશિશ કરી રહ્યું હતું!! ' આમ વિચારતા વિચારતા તેનું ધ્યાન તેના ડાબા કાંડા પર ગયું ત્યાં કોઈ જ નિશાન ન હતું. ' અરે સપના માં મારા હાથ માં જે નિશાન હતું તે ક્યાં છે. હું પણ શું શું વિચારું છું આ ખાલી સપનું જ તો હતું. ' તે ઉઠી તો રાત થઈ ગઈ હતી. તેણે જોયું કે કેતન નો મિસ કોલ હતો, તેણે કેતન ને ફોન જોડયો, " અરે! શું કરતી હતી તું? હું રસ્તા માં છું શું જમવાનું બનાવ્યું છે કાંઈ?" કેતન બોલ્યો. તૃષ્ણા નું આ સાંભળતા જ મોઢું બગડી ગયું તે બોલી, "અરે યાર, તને ખબર તો છે મને રસોઈ બનાવાનો બહુ જ કંટાળો આવે છે, કાંઈક બહાર થી જ લઈ આવજે આવતા આવતા." કેતન બોલ્યો, " હા એજ પુછતો હતો પણ તું મને બોલવા દે તો ને! હું કાંઈક લઈ આવું છું. "

રાતે કેતન આવ્યો, તૃષ્ણા અને કેતન સાથે જમી ને વાતચીત કરી રહ્યા હતાં, પણ તૃષ્ણા નું ધ્યાન પેલી બૂક પર જ હતું. તેને વૃદ્ધાશ્રમ માંથી મળેલી કેસેટ સાંભળવી હતી. ત્યાં જ કેતન બોલ્યો, " અરે યાર, બહુ જ થાકી ગયો છું, મને સુઈ જવું છે, તું પણ થાકેલી લાગે છે, તબિયત તો ઠીક છે ને! તને પ્રોબ્લેમ ના હોય તો આપણે કાલે વાત કરીએ?" ચલ સુઈ જઈએ. " તૃષ્ણા બોલી," હા! એક કામ કર તું સુઈ જા, હું આ બધું પતાવીને આવું છું. " કેતન બોલ્યો," ઠીક છે. " કેતન સુવા ચાલ્યો ગયો. તૃષ્ણા એ કામ પતાવીને બેડરૂમ માં જોયું તો કેતન ખૂબ જ ઘસઘસાટ સૂઈ ગયેલો. તૃષ્ણા એ અવાજ ના થાય એવી રીતે રૂમ નો દરવાજો બંધ કર્યો અને ઘર ની પાછળ ના સ્ટોરૂમમાં ગઈ.

સ્ટોરરૂમમાં એક જૂનું કેસેટ પ્લેયર હતું, તૃષ્ણા એ તે ચલાવી જોયું, તે પ્લેયર ચાલતું હતું. તૃષ્ણા ની નજર પેટી પર પડી, તેને પેટી માંથી પેલી બે બૂકસ્ કાઢી કેસેટ પ્લેયર ની બાજુ માં રાખી. તૃષ્ણા નું હૃદય ખૂબ જ જોર થી ધડકી રહ્યું હતું. સ્ટોર રૂમ ની શાંતિ મા તે પોતાના હૃદય ની ધબકારા સાંભળી શકતી હતી. થોડા સમય પહેલાં જોયેલા એ સપના ની અનુભૂતિ માંથી તે હજુ બહાર નીકળી શકી ન હતી. તે કેસેટ હાથ માં પકડી ને તેના પરના નિશાન ને જોઈ રહી અને તેને યાદ આવ્યું કે 'મમ્મી ના હાથ પર પણ આવું જ નિશાન હતું. સપના માં તેના હાથ પર પણ આ નિશાન હતું પણ અત્યારે નથી, તો નિશાન ગયું ક્યાં! અને જે સપનું આવ્યું હતું એ કોઈ વાત તેને યાદ કેમ નથી!' તૃષ્ણા આ બધું વિચારતા વિચારતા કેસેટ કેસેટ પ્લેયર માં ગોઠવી,અને પ્લેયર ચાલુ કર્યું. કેસેટ માંથી એક ખૂબ જ ઘરડા માજી નો ભેદી અવાજ આવ્યો……

કેસેટ નો અવાજ, " વિવર્તન, પરિવર્તન સંસાર નો નિયમ છે, પણ આપડે લોકો જે પરિવર્તન માંથી પસાર થઈ રહ્યા છીએ હું નથી જાણતી કે આ બધા ની શરૂઆત ક્યારથી થઈ! આપડે લોકો એક ખાસ નિશાન અને એક ખાસ જવાબદારી સાથે જન્મ્યા છીએ, જે જવાબદારી આપડે કોઈ પણ રીતે નીભાવવાની જ છે. આ નિશાન આપણને એક વિશિષ્ટ શક્તિ આપે છે અને સાથે જવાબદારી પણ આપે છે. અને એ જવાબદારી છે આ ગ્રંથ ની અંદર, પેઢી દર પેઢી આપણી શક્તિ નો સંચય કરી તેને આગલી પેઢી સુધી સલામત રીતે પહોંચાડવાની, આ પેટી અને તેમાં રહેલી વસ્તુઓ સાથે…આ નિશાન એ મને ભવિષ્ય જોવાની શક્તિ આપી છે, આ તારા માટે છે.. તને આ બધું જાણવું પડશે. "

કેસેટ માંથી અવાજ આવતો બંધ થઈ ગયો. તૃષ્ણા આ સાંભળીને ખૂબ જ ડરી ગઈ, માજી નો અવાજ છેલ્લે ખૂબ જ ભારે થઈ ગયો હતો. તૃષ્ણા ને લાગ્યું કે જાણે માજી તેની આંખ માં આંખ નાંખી ને ખૂબ જ ગુસ્સા થી બોલી રહ્યા હતાં. તૃષ્ણા ને તે માજી તેની આસપાસ જ હોય એવું લાગી રહ્યું હતું.

ત્યાં જ પેટી ધડાકા સાથે ખુલી ગઈ, તેમાંથી કોઈ લીલાં રંગ નો ધારદાર પદાર્થ ઉડી ને બૂકસ્ સાથે અથડાઈ બન્ને બૂકસ્ ને એકબીજા સાથે સરકાવા લાગ્યો. તે બન્ને બૂકસ્ પર ના અલગ અલગ નિશાન કોઈ કળ ની જેમ એકબીજા માં ગોઠવાઈ ગયા અને કેસેટ પર જે નિશાન હતું એવા નિશાન માં બદલાઈ ગયાં. હવે એ બૂકસ્ બે બૂક નહોતી, તે એક મોટી બૂક બની ગઈ, તૃષ્ણા જાણે જમીન સાથે જોડાઈ ગઈ હતી તે અચંબામાં પડી ગઈ હતી. તેણે પોતાના શરીર પર નો કાબુ ગુમાવી દીધો હતો, તે બસ આ બધું ફાટી આંખે જોઈ રહી. બૂક પોતાની જાતે ખુલવા લાગી, તે બૂક ના પન્ના પર ની લિપિ બદલાઈ રહી હતી, તે હવે રેસિપિ બૂક માંથી કોઈ પ્રાચીન ગ્રંથ માં બદલાઈ ગઈ. પણ તૃષ્ણા હજુ પણ એમાનું કાંઈ વાંચી શકતી ન હતી. તે બૂક ના પન્ના ખૂબ જ ઝડપથી ફરવા લાગ્યા, અને એક કોરું પન્નું આવતા પન્ના ફરવાનું બંધ થઈ ગયું.

તે પન્ના પર પરિવર્તન નું નિશાન ઉભરી આવ્યું, કે જે તૃષ્ણા ની મમ્મી ના હાથ પર હતું. તે નિશાન ની અંદર નું તારા (star) જેવું નિશાન ઘડિયાળ ની વિરુધ્ધ દિશા માં ફરવા લાગ્યું અને તેની ઉપર ના વલયો ઘડિયાળ ની દિશા માં ફરવા લાગ્યાં.

આ ચક્રો ફરતાં જ અંદર એક કાણું થઈ ગયું, તે ધીમે ધીમે મોટું થઈ રહ્યું હતું, અચાનક તૃષ્ણા ને એવું લાગ્યું કે કોઈ એ તેનો ડાબો હાથ ખૂબ જ કસકસાવી ને પકડી લીધો હતો, અને હાથ ને ખેંચી ને તે કાણાં પર મૂકી દીધો. જોતજોતામાં તૃષ્ણા તે બૂક માં ખેંચાય ગઈ અને બૂક બંધ થઈ ગઈ.

************************************

તૃષ્ણા ની ડર થી આંખ બંધ થઈ ગઈ હતી. તે ખૂબ જ જોર થી જમીન પર પટકાતા તેની આંખ ખુલી, કોઈ અંધારો રૂમ હતો, તૃષ્ણા ને કાંઈ દેખાઈ રહ્યું નહોતું. તેણે ઊભા થઈ દરવાજો શોધવાની કોશિશ કરી, ત્યાં જ તેને સામે ખુરશી પર કોઈ બેઠું હોય એવું લાગ્યું, તેણે હિંમત કરી ને પૂછ્યું, "કોણ છે? મને અહીં કેમ લાવ્યા?" ત્યાં જ તેને કેસેટ વાળા માજી નો અવાજ આવ્યો, " અહીં તને કાંઈક જાણવા માટે લાવવામાં આવી છે, તારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે." તૃષ્ણા બોલી, " શું જાણવું? આ બધું શું થઈ રહ્યું છે મારી સાથે? હું ક્યાં છું?" આટલું બોલતા તો તૃષ્ણા ની આંખ ઘેરાવા લાગી. ત્યાં જ એક હાથ આવ્યો, તે હાથ પર પણ પરિવર્તન નું નિશાન હતું. તે હાથ ની આંગળી એ તૃષ્ણા ના ભ્રમર ની વચ્ચેના ભાગ માં જોર થી દબાવ્યું. તૃષ્ણા એકદમ જેમ હતી એમ સ્થિર થઈ ભૂતકાળ માં ખોવાઈ ગઈ.

************************************

રાજા મહારાજાઓ નાં સમય ની વાત……

(દુનિયા માં જ્યારે સ્ત્રીઓ ને ડાકણ માની ને અલગ અલગ રીતે સજા આપવામાં આવતી.) તૃષ્ણા ને નાનકડું એવું એક ગામ દેખાયું, તે બસ હવા મા ઉડી રહી હતી, ત્યાં એક નાનું પણ ખૂબ જ સુંદર ઘર દેખાયું. તે ઘર માં એક ખૂબ જ સુંદર સ્ત્રી અત્યંત જાજરમાન કપડાં અને દાગીના પહેરીને ઘર નું કામ કરી રહી હતી. તૃષ્ણા સંમોહન ની જેમ તેની પાછળ પાછળ ફરી રહી હતી. થોડા સમય પછી તે સ્ત્રી એક ચોર દરવાજો ખોલી ને અંધારા રૂમ માં ગઈ, તૃષ્ણા પણ તેની પાછળ ગઇ. તે રૂમ માં કોઈ હતું જે સામાન્ય લોકો થી અલગ લાગી રહ્યું હતું, તે એક સ્ત્રી હતી પણ તે ખૂબ જ અલગ હતી, સુંદર સ્ત્રી કે જેનું નામ કેસર હતું તે પેલી સ્ત્રી ને ગના કહી ને બોલાવી રહી હતી. કેસર બોલી, " ગના, તબિયત કેવી છે હવે! લો તમારાં માટે ખાવાનું લાવી છું, હું કહું છું અહીં કેમ રહો છો ચાલો મારી સાથે ઘર માં. મારા પતિ ને હું સમજાવી લઈશ." ગના નો કાંઈ જવાબ નહીં આવ્યો, કેસર મશાલ ને ઉપર લગાવી ગના પાસે બેસી ગઈ, ગના ને હાથ પરથી લોહી નીકળી રહ્યું હતું. કેસર તેની સાડી ના પાલવ થી લોહી સાફ કરતાં કરતાં બોલી," ગના ચાલો મારી સાથે, હું વૈદ્ય ને બોલાવી લાવીશ, તમે એકદમ ઠીક થઈ જશો. " ગના એ કેસર નો હાથ પકડી લીધો અને બોલી, " કેસર! તું ખૂબ જ સુંદર છે અને ખૂબ જ ભોળી પણ છે, હું ઇચ્છું તો પણ તારી સાથે તારા ઘરે નહીં આવી શકું. મારા દેશ મા લોકો મને ડાકણ સમજી ને બાળી નાખવા માગતાં હતાં. એટલે હું અહીં આટલે દૂર આવી. મને લાગતું હતું કે હું બચવાની નથી, પણ તારા લીધે મને સમય મળ્યો મારી શક્તિઓ ને એકઠી કરવાનો. " ગના ખૂબ જ નબળી લાગી રહી હતી. કેસર બોલી," હું વૈદ્ય ને બોલાવી લાવું અહીંયાં તે તમને ઠીક કરી દેશે. " ગના બોલી," ના મારો સમય હવે આવી ગયો છે, હું આ બધી શક્તિ મારી દીકરી ને આપવા માગતી હતી, પણ સંજોગો એવા થયા કે મારે મારી દીકરી ને ગુમાવી પડી, મારે થોડા દિવસ નો સમય જોઈતો હતો મારી બધી શક્તિઓ ને એકઠી કરી સંચય કરવાનો, જે સમય મને તારા કારણે મળ્યો. હું તને મારી આ શક્તિઓ આપવા ઇચ્છું છું. તને કોઈ તકલીફ ના થાય એનો રસ્તો પણ મેં શોધી લીધો છે. તે મારી ઘણી મદદ કરી છે, હું પણ ઇચ્છું છું કે તું અને તારી પેઢી આ શક્તિઓ નો ઉપયોગ કરી ને સારી જિંદગી જીવો. "કેસર આંખ માં આંસુ સાથે બોલી," તમે આમ કેમ બોલી રહ્યા છો! હું તો અનાથ છું, કોઈ છે નહીં મારે. તમને જોઈ ને કોઈ પોતાનું છે એવી લાગણી થઈ, મેં તમારી પાસે થી કાંઈ લેવા માટે આ બધું નથી કર્યું. આ ભારે ભારે કપડાં આ દાગીના બધું તમારું જ તો આપેલું છે. " ગના બોલી," મારે આ બધાં ની કાંઈ જરૂર નથી. મારી પાસે બહુ ઓછો સમય છે. આ લે આ પુસ્તક. તારા હાથ પર હું મારી શક્તિઓ નું નિશાન બનાવી દઈશ. જેથી તારામાં મારી બધી શક્તિઓ આવી જશે. તારી પેઢી માં આ વારસો આવતો જશે. તમને નવી નવી શક્તિઓ મળતી જશે જેનો તમે ઉપયોગ કરી ને સારી જિંદગી જીવી શકશો. આ પુસ્તક માં એ બધી શક્તિઓ સાચવી શકાશે. કોઈ તને પૂછે તો તું કહેજે કે આ "પાક વિદ્યા" નું પુસ્તક છે. તારી પેઢી માં જેનાં હાથ માં પરિવર્તન નું નિશાન હશે અને જેનાં લોહી માં તારા અંશ હશે તે જ આ પુસ્તક વાંચી શકશે. એટલે તેનો દુરુપયોગ પણ કોઈ બીજું નહીં કરી શકે. તારી પેઢી ની કોઈ પણ વ્યક્તિ કે જેના હાથ માં આ નિશાન હશે તે આ પુસ્તક ની શક્તિઓ નો ઉપયોગ કરી શકશે અને પોતાની શક્તિઓ આની અંદર સાચવી શકશે. પણ એક વાત યાદ રાખજે, કે જેના પણ હાથ માં આ નિશાન હશે તેની અંદર ખાસ શક્તિ હશે, તે શક્તિ તેણે જાગૃત કરી તેનો અંશ આ પુસ્તક માં મૂકવો પડશે. નહીં તો આ દૈવીય પુસ્તક શૈતાની પુસ્તક માં બદલાઈ જશે અને તારા કુળ નો નાશ થઈ જશે. "આમ બોલી ને ગના એ પોતાના નખ થી મંત્ર બોલતાં બોલતાં કેસર ના ડાબા હાથ ના કાંડા પર પરિવર્તન નું નિશાન બનાવી દીધું. અને કેસર ની આંગળી માંથી લોહી નું ટીપું પુસ્તક ના પહેલાં પન્ના પર નાખ્યું. લોહી નું ટીપું પડતાં જ પાનાં પર ખૂબ જ ઝડપ થી અક્ષરો બદલાતા બદલાતા લખાવા લાગ્યાં.ગના એ મંત્રો બોલતા બોલતા કેસર ની આંખ માં જોયું. ગના એ કેસર ને કહ્યું હવે તું આ પુસ્તક માં લખેલી લિપિ વાંચી શકીશ, બાકી ની વાત તને આ પુસ્તક વાંચી ને સમજાય જશે, તારું ધ્યાન રાખજે, આ વાત કોઇ ને કહીશ નહીં, લોકો આ વાતો સમજવા તૈયાર નથી. મને વચન આપ, તું મારા વિશે કે આ પુસ્તક વિશે કોઈ ને પણ કાંઈ પણ નહી બોલે. ધીમે ધીમે આ વાત કરતાં કરતાં ગના અને કેસર બન્ને ના આંખ ની કીકી નો રંગ બદલાઈ ને સોનેરી થઈ ગયો…….

ગના ની બધી શક્તિઓ કેસર માં આવતી ગઈ એમ ગના નું શરીર પીગળતું ગયું. થોડી જ વાર માં કેસર આંખ માં આંસુ સાથે પુસ્તક પકડી ને બેઠી હતી અને ગના અદ્રશ્ય થઈ ગઈ………….


=============================

મિત્રો, ઘણા રહસ્યો હવે ખુલવાના છે, મારી સાથે જોડાઈ રહેજો. આશા રાખું છું કે તમને મારી આ વાર્તા પસંદ આવતી હશે.